RTEમાં પ્રવેશ મેળવવાની મુદત 15 મે સુધી સુધી લંબાવાઇ

RTE ACT-2009ની કલમ 12.1.(C)અન્‍વયે ધોરણ-1માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા શૈક્ષણિક વર્ષ 2019-20માં શિક્ષણ મેળવવાના અધિકારના કાયદા હેઠળ પ્રવેશના પ્રથમ બબક્કો 6 મે 2019ના રોજ જાહેર કરેલો હતો.

શાળામાં રૂબરૂ જઇ 13 મે 2019 સુધી પ્રવેશ મેળવી લેવાનો હતો. દસ્તાવેજો જમા કરાવવાનું કામ બાકી હોવાથી  સમયગાળો તથા પ્રવેશ મેળવવાનો સમયગાળો 15 મે 2019 સુધી લંબાવવામાં આવ્યો છે. દસ્તાવેજ સાથે શાળા સમય દરમિયાન રુબરુ જઇ પ્રવેશ મેળવી લેવાનો રહેશે.