રૂપાણીએ કરેલી અમ્મા કેન્ટીનની નકલમાં અકલ ન રહી, રૂ.10ની અન્નપૂર્ણા યોજના બંધ ને શિવથાળી ચાલું

તામિલનાડુમાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ શરૂ કરેલી ‘અમ્મા કેન્ટીન’માંથી પ્રેરણા લઇ ગુજરાતમાં બાંધકામ શ્રમિકોને માત્ર 10 રૂપિયામાં બપોરનું ભોજન આપવા માટે રાજયના શ્રમ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શરૂ કરાયેલી રાજય સરકારની મહત્ત્વાકાંક્ષી ‘અન્નપૂર્ણા યોજના’માં લાભાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી ગઇ છે. યોજના શરૂ થઈ ત્યારે 119 મજૂર બજારમાં 24 હજાર મજૂરો જમતા હતા જે ઘટીને નવેમ્બર 2018માં 2300 અને 2019માં 1300 થઈ ગયા હવે યોજના બંધ થવાની તૈયારીમાં છે. શ્રમિકોને અપાયેલા ઓળખકાર્ડ યાને ‘લાલ ચોપડી’ના નિયમો જડ બનાવી દેવાતાં ગરીબો ઘટી ગયા છે. કુટુંબમાં જેટલા સભ્યો હોય તેમના માટે એક જ વ્યકિત ટિફિન લઇ જઇ શકતી હતી, પણ હવે જેમને જમવાનું જોઇતું હોય તેમને ટિફીન આપવામા આવે છે. કેન્દ્રના કોન્ટ્રાક્ટરોએ 6 લોકોનો સ્ટાફ છૂટો કરી દીધો છે.

રૂપાણીના પૂરોગામી આનંદીબેને શરૂં કરેલી માં અન્નપૂર્ણા યોજનામાં 3.82 કરોડ નાગરિકોને પ્રતિમાસ વ્‍યક્તિદીઠ 5 કિલો અને અંત્‍યોદય કુટુંબોને પ્રતિ માસ 35 કિલો અનાજ રૂ.2 અને રૂ3માં આપવામાં આવે છે તે યોજના સફળ છે. કારણ કે તેમાં આનંદીબેન પટેલે કોઈની નકલ કરી ન હતી.

ગુજરાતમાં 40 લાખ ગરબ કુટુંબ છે. જેમને ગેસના ચૂલા આપ્યા છે. ગરીબ અને ખેડૂત વિરોધી રૂપાણીની મૂડીવાદી ભાજપ સરકારે ભલે અમ્મા કેન્ટીનની નકલ કરી હોય પણ કહેવત છે કે નકલ કરનારામાં અકલ ન હોય. એવું જ રૂપાણીએ કર્યું છે.

ગુજરાતમાં રૂપાણી ભલે ગરીબોને ભોજન આપવામાં સાવ નિષ્ફળ ગયા હોય પણ  તેની સામે મહારાષ્ટ્રમાં શિવસેનાએ રૂ.10માં ભોજન આપવાનું જાન્યુઆરી 2020થી શરૂં કર્યું છે. મહારાષ્ટ્રમાં 18 હજાર હજાર શિવભોજન કેન્દ્ર ઉભા કરાઈ રહ્યાં છે. મુંબઈમાં 1950, પુણેમાં 1500 થાણેમાં 1350 કેન્દ્ર ઉભા કરવા નક્કી કર્યું હતું. મહિને 2 કરોડના ખર્ચનો અંદાજ છે. મહિલા બચત ગુ્રપ, ભોજનાલય, રેસ્ટોરન્ટ અથવા મેસ આ પૈકી સક્ષમ હોય તેને શિવભોજન યોજના ચલાવવાની તક અપાઈ રહી છે. 35થી 50 રૂપિયાની થાળી રૂ.10માં આપવામાં આવી રહી છે. પ્રત્યેક થાળીમાં 30 ગ્રામની બે રોટલી, 100 ગ્રામ શાક, 100 ગ્રામ ભાત, 100 ગ્રામ વરણ (દાળ)ની કિંમત માત્ર 10 રૂપિયા નક્કી કરાઈ હતી.