• ઉત્સવપ્રિય ભાજપ સરકારમાં છેલ્લા બે વર્ષમાં ઉત્સવો પાછળ રૂ. ૩૨૦૪.૫૩ લાખનો ખર્ચ
• એસ.ટી. નિગમ દ્વારા ખરીદ કરવામાં આવતી બસોનો ઉપયોગ સરકારી કાર્યક્રમોમાં મોટાપાયે ભીડ ભેગી કરવા માટે જ થાય છે.
• એસ.ટી. નિગમ દ્વારા ખરીદાયેલ બસોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા
ઉત્સવપ્રિય ભાજપની રૂપાણી સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં વિવિધ મહોત્સવો જેવા કે, નવરાત્રિ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, રન ફોર ટુરીઝમ, આફ્રિકા ડે એન્ડ ફેશન શો વગેરે ઉત્સવો પાછળ છેલ્લા બે વર્ષમાં રૂ. ૩૨૦૪.૫૩ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ ભાજપના ભગવા સરકાર પોતાની પ્રસિદ્ધી માટે પ્રજાના નાણાં ફૂંકી મારે છે. તે પણ રોજના રૂ.10 લાખ જેવી રકમ છે. જેમાંથી રોજ બે ગરીબોના ઘર સરકારી જમીન પર બની શકે. અમદાવાદમાં જેટલાં ભૂખ્યા ઊંઘી જાય છે તેમને મતફ ખાવનું આપી શકાય તેમ છે. રસ્તા પર રખડતા પશુઓને શહેરમાંથી ખસીડવા પાછળ આટલું ખર્ચ કરવામાં આવે કે રોજ રૂ.10 લાખના રોડ બનાવામા આવે તો 10 લોકોની જીવ બચાવી શકાય તેમ છે. પણ ભગવા અંગ્રેજો પ્રજાના નાણાંની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે.
રાજ્ય સરકારનું દેવું ચાલુ વર્ષે વધીને રૂ. ૨ લાખ ૪૦ હજાર કરોડ થવા જઈ રહ્યું છે, મુદ્દલ કરતાં વ્યાજની ચૂકવણી વધુ થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર કરકસરના પગલાં અપનાવવાને બદલે મહોત્સવો પાછળ પૈસાનો વેડફાટ કરી રહી છે. આવા ખોટા ખર્ચ બંધ કરી કરકસરના પગલાં અપનાવવા કોંગ્રેસે સરકારને અપીલ કરી હતી.
અમદાવાદમાં ૧૭,૯૨૫ અરજીઓ પૈકી ફક્ત ૮,૫૭૮ અરજીઓને જ એટલે ફક્ત ૫૦% અરજીઓને જ સ્વરોજગારી માટે સહાય ચૂકવવામાં આવી. ૪૦% અરજીઓને જ સહાય ચૂકવવામાં આવી છે.
ભાજપ સરકારના રાજમાં આજે દેશમાં બેરોજગારીનો દર ૪૫ વર્ષમાં સૌથી વધારે છે. સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ થવાને કારણે ઘણી પરીક્ષાઓ ગેરરીતિ થઈ હોવાનું સ્વીકારીને રદ્દ કરવાની સરકારને ફરજ પડી છે.
એસ.ટી. નિગમને નવી બસ ખરીદવા માટે છેલ્લા બે વર્ષમાં રૂ. ૩૯૫.૯૪ કરોડની રકમ ફાળવવામાં આવી હતી. તે અન્વયે એસ.ટી. નિગમ દ્વારા બે વર્ષમાં ૪,૦૦૯ બસોની ખરીદી કરવામાં આવી. આ નવી ખરીદવામાં આવેલ બસોનો ઉપયોગ સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે મોટાપાયે કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ટાટા મોટર્સ લિ. પાસેથી ૧,૪૮૯ બસ (ચેસીસ ડીઝલ ૧૦ મીટર) પ્રતિ બસ (ટેક્ષ સહિતનો) ભાવ રૂ. ૧૩.૯૪ લાખ હતો, જે ૨૦૧૯-૨૦માં વધીને રૂ. ૧૭.૧૦ લાખ થયો છે. એસ.ટી. નિગમ દ્વારા ખરીદ કરવામાં આવેલ બસોમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા શેખે વ્યક્ત કરી હતી. આ કથિત ભ્રષ્ટાચારની તટસ્થ અધિકારી દ્વારા તપાસ કરાવવાની માંગણી કરી હતી. અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના પ્રશ્નોના જવાબોમાં સરકારે લેખિતમાં સ્વીકાર્યું છે.