રૂપાણી આટલું તો કરો, નહીંતર વધું મોત થશે

અમદાવાદ, 16 મે 2020

કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, વિનામૂલ્ય ટેસ્ટીંગ, ઉત્તમક્વોલીટીની સારવાર, અન્ય બિમારીથી પીડાતા દરદીઓને સારવાર રાજય સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ની મંજુરી વિના ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ બંધ કરી દેવાયા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટની ફી રુ.2000 થી રુ . 4000 છે . પહેલા ખાનગી લેબમાં ટેસ્ટની મંજુરી આપવી જોઈએ તેનો સમગ્ર ખર્ચ રાજય સરકારે ઉપાડવો જોઈએ .

હાલમાં અમદાવાદના પશ્ચિમવિસ્તારમાં આવેલ ત્રણ ખાનગી લેબમાં કોરોના વાયરસના ટેસ્ટ થઈ રહ્યા છે . રાજય સરકારે જરુરી ઈન્ફાસ્ટ્રક્યર પુરું પાડીને અન્ય ખાનગી લેબમાં વિનામૂલ્ય દર્દીઓના ટેસ્ટ થાય તે માટે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ . નહીંતર વધું મોત થશે.