કોવીડ – 19 ના કારણે જે વૈશ્વિક મહામારી ઉભી થઈ છે તેના નિવારણ માટે રાજ્ય સરકાર સર્વગ્રાહી પગલા લઈ રહી છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સાથે લોકડાઉનના સમયમાં પણ સફાઈ જાળવવી અત્યંત જરૂરી છે ત્યારે અમદાવાદ નજીકના સાણંદમાં સફાઈ કર્મચારીઓને માસ્ક તથા ફેસ શિલ્ડ આપવામાં આવ્યા છે અને તે પણ સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટે આગવી પહેલ કરી છે. સાણંદના માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારૉટ કહે છે કે, કોરોનાની મહામારીને નાથવા માટે ચારેબાજુ સ્વ્ક્ક્સ્હ્છતા જળવાય તે અત્યંત જરૂરી છે. સફાઈ કર્મચારીઓ નગરની સફાઈ માટે સતત પ્રવૃત્ત રહે છે ત્યારે તેમના સ્વાસ્થ્યની જાળવણી થવી જોઈએ તેવો અમારો ધ્યેય છે. એટાલે સાણંદ નગરમાં કાર્યરત એવા ૫૫ જેટલા સફાઈ કર્મચારીઓને મેડીકેટેડ માસ્ક તથા ફેસ શિલ્ડ આઅપવામાં આવ્યા છે. જેનાથી તેન્મમનું પણ સ્વાસ્થ્ય જાળવી શકે એમ તેમણે ઉમેર્યું હતું.
બારોટ કહે છે કે, “ આ સફાઈ કર્મચારીઓને તેમનો સેવા ભાવ ધ્યાને લઈને આગામી સમયમાં રેમ ન્ડના પે ન્ટ-શર્ટ્ની જોડી આપવામાં આવનાર છે સાથે સાથે દરેકનું ગુલાબના ફૂલથી સ્વાગત પણ કરવાન છીએ. અમે સોશ્યલ રીસ્પોન્સ્બિલિટીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવાના છીએ એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તે માટે સ્વૈચ્છિક-સેવાભાવી સંગઠનોને કરાયેલી અપીલના સંદર્ભમાં સાણંદમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને ટાટા મોટર્સના સહયોગથી આ 15 દિવસ ચાલે તેટલી જીવનજરૂરી ચીજવસ્તુઓની ૨000 કીટ અપાઈ છે. શ્રમિકો ગુજરાત બહારથી આવીને અહીં રોજી રોટી માટે દિવસ રાત મહેનત કરે છે. લોકડાઉનની સ્થિતીમાં આ લોકો ને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે હાલાકી ભોગવવી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા મળેલી સુચના અને માર્ગદર્શન હેઠળ તેમને સ્થળ પર જ કીટ પહોંચાડવામાં આવી છે. અને આ કિટ વિતરણ માં સંપૂર્ણપણે સોશિયલ distance જળવાયુ છે . અમે એક ખુલ્લા મેદાનમાં છુટા અંતરે કે મૂકી દીધી અને આ પરિવારોએ સ્વયં આવીને તે મેળવી લીધી. જો કે હવે આવી જરૂરિયાત ઉભી થશે તો પ્રાંત કચેરીને જ આવી કીટ પહોંચાડવા અમારી તૈયારી છે. જેથી કીટ વિતરણ દરમ્યાન કોરોના ફેલાવાની સંભવિત પરોસ્તિતીને ખાળી શકાય… આ રોગના સંક્રમણને અટકાવવા સાવચેતી ના ભાગરૂપે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 2000 જેટલી સેનીટાઈઝરની બોટલ તથા 2000 જેટલા માસ્ક સાણંદ પોલીસ સ્ટેશન, સાણંદ સીવીલ હોસ્પિટલ નળ સરોવર વન વિભાગ તથા આજુ બાજુના વિસ્તારમાં આપવામાં આવ્યા છે.