વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા સેનીટાઇઝર, હાથ ધોવા સાબુ, હેન્‍ડ ગ્લવ પણ આપવામાં આવશે

Sanitizers, hand washing soap, hand gloves will also be provided for voting in the Assembly elections.

• ચૂંટણી પંચ દ્વારા દેશમાં સામાન્ય ચૂંટણીઓ/પેટા ચૂંટણીઓ સમયસર યોજવા માટે ભારતના સંવિધાનમાં જોગવાઈ કરવામાં આવેલ છે. જેને અનુલક્ષીને ભારતનું ચૂંટણી પંચ સામાન્ય ચૂંટણીઓ/પેટા ચૂંટણીઓ સમયાંતરે યોજે છે.
• બિહારની સામાન્ય ચૂંટણીઓ અને અન્ય રાજ્યોની પેટા ચૂંટણીઓ યોજવાની જાહેરાત ભારતના ચૂંટણી પંચ દ્વારા અનુક્રમે તા.૨૬.૦૯.૨૦૨૦ તથા તા.૨૯.૦૯.૨૦૨૦ના રોજ કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ૮ (આઠ) બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે.જેમાં ૧-અબડાસા, ૬૧-લીંબડી, ૬૫-મોરબી, ૯૪-ધારી, ૧૦૬-ગઢડા (અ.જા.), ૧૪૭-કરજણ, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) અને ૧૮૧-કપરાડા (અ.જ.જા.) બેઠકોનો સમાવેશ થાય છે.
• ચૂંટણી પંચ દ્વારા તા.૧૭.૦૭.૨૦૨૦ ના પત્રથી કોવિડ-૧૯ મહામારી દરમ્યાન સામાન્ય/પેટા ચૂંટણીઓ યોજવા સંદર્ભે રાષ્ટ્રીય/ રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોના સુચનો/મંતવ્યો તા. ૩૧.૦૭.૨૦૨૦ સુધી મંગાવવામાં આવેલ હતાં, જે સંદર્ભે કરવામાં આવેલ વિનંતીના આધારે મુદત તા.૧૧.૦૮.૨૦૨૦ સુધી લંબાવવામાં આવી હતી. આયોગે વિવિધ રાજકીય પક્ષો તથા રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારીઓ તરફથી જાહેર સભા તથા ચૂંટણી પ્રચાર બાબતે મળેલ સૂચનો/મંતવ્યો વિચારણામાં લઈને કોવિડ-૧૯ મહામારી દરમ્યાન સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુરક્ષિત રીતે યોજાય તે માટેની એક વિસ્તૃત માર્ગદર્શિકા ઓગષ્ટ-૨૦૨૦માં બહાર પાડેલ છે. જે પૈકી રાજકીય પક્ષો તથા ઉમેદવારો દ્વારા નોમિનેશન/ચૂંટણી પ્રચાર કરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ નીચે મુજબ છે.
• ઘેર-ઘેર પ્રચાર:-
• કોઈપણ અન્ય પ્રતિબંધો તથા પ્રવર્તમાન COVID-19 માર્ગદર્શિકાને આધિન સુરક્ષા કર્મચારીઓ (જો હોય તો) ઉપરાંત ઉમેદવાર સહિત ૫ (પાંચ) વ્યક્તિઓ ઘેર-ઘેર જઈને ચૂંટણી પ્રચાર કરી શકશે.
• રોડ શૉ:–
• સુરક્ષા વાહનો (જો કોઈ હોય તો) ઉપરાંત દર ૧૦ (દસ) વાહનોને બદલે દર ૫ (પાંચ) વાહનો પછી કાફલો છુટો પાડવાનો રહેશે. વાહનોના કાફલાના બે સેટ વચ્ચે હાલના ૧૦૦ મીટરના અંતરના બદલે અડધા કલાકનો સમયગાળો રાખવાનો રહેશે.
• ચુંટણી સભાઓ:-
• પ્રવર્તમાન COVID-19 ના દિશાનિર્દેશોનું પાલન કરીને જાહેર સભાઓ/ રેલીઓ યોજી શકાશે. જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ આ હેતુ માટે નીચે મુજબના પગલા ભરવાના રહેશે:
(a) જાહેર સભા યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્પષ્ટપણે માર્ક કરેલ એન્ટ્રી /એક્ઝિટ પોઇન્ટ સહિતના મેદાનો અગાઉથી ઓળખી કાઢવાના રહેશે.
(b) આવા તમામ ઓળખાયેલા મેદાનમાં હાજર રહેનાર લોકો માટે સામાજિક અંતરના ધોરણોને સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ અગાઉથી માર્કીંગ કરવાનું રહેશે.
(c) જિલ્લામાં COVID-19 સંબંધિત તમામ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા, આ અંગેની તમામ પ્રક્રિયાઓમાં જિલ્લા આરોગ્ય નોડલ અધિકારીને સામેલ કરવાના રહેશે.
(d) જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકે રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા નિર્ધારિત કરેલ સંખ્યા કરતા વઘારે સંખ્યામાં લોકો ભેગા ન થાય તે બાબત સુનિશ્ચિત કરવાની રહેશે.
(e) જિલ્લા ચૂંટણી અધિકારીએ આવી સભાઓ દરમ્યાન કોવિડ-૧૯ની સૂચનાઓ / માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવે છે કે કેમ તેની દેખરેખ માટે સેક્ટર હેલ્થ રેગ્યુલેટર્સની નિમણૂક કરવાની રહેશે.
(f) ઉપરોક્ત દરેક પ્રવૃત્તિ દરમ્યાન કોવિડ-૧૯ સંબંધિત તમામ જરૂરિયાતો જેવી કે, ફેસ માસ્ક, સેનિટાઇઝર, થર્મલ સ્કેનિંગ વગેરે સંતોષાય તે બાબત સંબંધિત રાજકીય પક્ષો અને ઉમેદવારોએ સુનિશ્ર્ચિત કરવાની રહેશે.
• સૂચનાઓનું ઉલ્લંઘન – COVID-19 સંબંધિત કોઈપણ સૂચનોનું ઉલ્લંઘન કરનાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ, ૨૦૦૫ની કલમ ૫૧ થી ૬૦ ની જોગવાઈઓ ઉપરાંત આઈપીસીની કલમ ૧૮૮ હેઠળ કાનૂની કાર્યવાહી અને ગૃહ મંત્રાલયના ૨૯/૦૭/2020ના હુકમ નં.40-3/2020-ડીએમ-આઇ(એ)માં ઉલ્લેખિત કાનૂની જોગવાઈઓ હેઠળ કાર્યવાહીને પાત્ર ઠરશે. જિલ્લા ચુંટણી અધિકારીએ આ બાબત સંબંધિત તમામના ધ્યાન પર લાવવાની રહેશે.
• જાહેર જગ્યાઓની ફાળવણી “સુવિધા એપ્લિકેશન” (https://suvidha.eci.gov.in) નો ઉપયોગ કરીને ભારતના ચૂંટણી પંચ દ્વારા અગાઉથી સૂચવેલ પધ્ધતિ અનુસાર જ કરવાની રહેશે.
• ચૂંટણી પંચની ઉપરોક્ત વિસ્તૃત માર્ગદર્શક સૂચનાઓ અનુસાર જિલ્લા ચૂંટણી અધિકારી/ચૂંટણી અધિકારી દ્વારા પેટા ચૂંટણી માટે જિલ્લા/વિધાનસભા મતવિસ્તાર કક્ષાએ “કોમ્પ્રેહેન્‍સિવ કોવિડ મેનેજમેન્‍ટ પ્લાન” તૈયાર કરેલ છે.
• ચૂંટણી પંચના આદેશ અનુસાર પેટા ચૂંટણીઓ સુરક્ષિત વાતાવરણમાં યોજાય તે માટે સાવચેતી માટેના વિવિધ પગલાંઓ આવરીને જિલ્લાકક્ષાએ પેટા ચૂંટણીઓ યોજવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહેલ છે. જે નીચે મુજબ છે.
• ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર કોવિડ-૧૯ માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી દિનકર રાવલ, અધિક નિયામક (જાહેર આરોગ્ય)ની રાજ્યકક્ષાના નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે તેમજ જિલ્લા કક્ષાએ પણ નોડલ અધિકારી (આરોગ્ય)ની નિમણૂક કરવામાં આવેલ છે.
• જિલ્લા કક્ષાએ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ તેઓને સંલગ્ન તમામ ચૂંટણી સ્ટાફ ઉપરાંત દરેક મતદાન મથકના તમામ અધિકારીઓ અને સલામતી અધિકારીઓને માસ્ક, સેનિટાઇઝર, ફેસ શિલ્ડ અને હેન્‍ડ ગ્લવ્ઝ ની કિટ પૂરી પાડવામાં આવશે.
• મતદાન મથકે મતદારો માટે સેનીટાઇઝર, હાથ ધોવા સાબુ અને પાણીની પણ વ્યવસ્થા રહેશે. તેમજ મતદાન કરવા માટે હેન્‍ડ ગ્લવ પણ આપવામાં આવશે.
• દરેક મતદાન મથકનું મતદાનના દિવસ પહેલા સેનિટાઇઝેશન કરવામાં આવશે.
• મતદાન મથક / મતદાન મથક સ્થળના પ્રવેશ સ્થાને મતદારોનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવશે.
• તેમજ મતદાન કરવા આવેલ મતદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીન્ગ જળવાય તેવી વ્યવસ્થા પણ રહેશે.

 રાજ્યની ૮ (આઠ) વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ નીચે મુજબ છે:
ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધિની તારીખ ૯-૧૦-૨૦૨૦ (શુક્રવાર)
ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૬-૧૦-૨૦૨૦ (શુક્રવાર)
ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ ૧૭-૧૦-૨૦૨૦ (શનિવાર)
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૯-૧૦-૨૦૨૦ (સોમવાર)
મતદાનની તારીખ ૩-૧૧-૨૦૨૦ (મંગળવાર)
મતદાનનો સમય સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી
મતગણતરીની તારીખ ૧૦-૧૧-૨૦૨૦ (મંગળવાર) સવારે ૮.૦૦ કલાકથી
 આજ રોજ તા. ૯-૧૦-૨૦૨૦ શુક્રવાર ના રોજથી ઉમેદવારી પત્ર સ્વીકારવાનું શરૂ કરવામાં આવેલ છે.
 આજે નામાંકન સ્વિકારવાનું શરૂ થયાના પ્રથમ દિવસે ઉપર્યુક્ત કોઈ પણ વિધાનસભા મતવિભાગોમાં કોઇ નામાંકન પત્રો રજુ કરવામાં આવેલ નથી.
 નામાંકન પત્રો તા.૧૬.૧૦.૨૦૨૦ સુધી રજુ કરી શકાશે.
 તા.૧૦.૧૦.૨૦૨૦ના રોજ બીજા શનિવારની જાહેર રજા હોવાથી તે દિવસે ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે નહી.
 ચૂંટણી પંચની ઉક્ત જાહેરાત થયેથી તુરત જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે.
મતદાર યાદી
તા. ૧-૧-૨૦૨૦ની લાયકાતના સંદર્ભે તા. ૭-૨-૨૦૨૦ ના રોજ પ્રસિદ્ધ થયેલ આખરી મતદાર યાદી મુજબ
 પુરુષ મતદારો – ૯,૬૮,૨૨૫
 સ્ત્રી મતદારો – ૯,૦૩,૩૫૩
 ત્રીજી જાતિના મતદારો – ૩૪
 કુલ મતદારો – ૧૮,૭૧,૬૧૨ – મતદારો નોંધાયેલ છે.
 ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ (૧૬-૧૦-૨૦૨૦) ના ૧૦ દિવસ અગાઉ એટલે કે, તારીખ તા. ૬-૧૦-૨૦૨૦ સુધી મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા. ૧-૧-૨૦૨૦ની લાયકાત સંદર્ભે હક દાવાઓ રજૂ કરી શકાતા હોઈ ઉપરોક્ત મતદારોની સંખ્યામાં ફેરફાર થશે.
 તા. ૧-૧-૨૦૨૦ની લાયકાતના સંદર્ભે તા. ૭-૨-૨૦૨૦ ના રોજ પ્રસિદ્ધ થયેલ આખરી મતદાર યાદી અને મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા. ૬-૧૦-૨૦૨૦ સુધી રજૂ થયેલ હક દાવાઓની સંકલિત મતદાર યાદીનો ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવશે. જેમાં
 ૩૨,૬૮૨ મતદારો ૮૦ વર્ષથી વધુ વયના,
 ૧૨,૯૭૭ શારીરિક દિવ્યાંગ મતદારો,
 અને ૮૫૦ સેવા મતદારોનો સમાવેશ થાય છે.

EVM-VVPAT
 ચૂંટણી પંચ દ્વારા જરૂરિયાતના સંદર્ભે પૂરતા પ્રમાણમાં EVM-VVPAT મશીનની ફાળવણી કરવામાં આવેલ છે કે જેની First Level Checking (FLC) પૂર્ણ કરવામાં આવેલ છે.
 EVM-VVPAT નું પ્રથમ તબક્કાનું રેંડમાઇઝેશન પૂર્ણ થયેલ છે.
મતદાન મથક
 દરેક મતદાન મથકે મતદારોની મહત્તમ સંખ્યા ૧૫૦૦ને બદલે ૧૦૦૦ રહેશે.
 ૮ વિધાનસભા મતવિભાગમાં કુલ ૧,૮૦૭ મતદાન મથક સ્થળો એ કુલ ૩,૦૨૪ મતદાન મથકો આવેલ છે. જે પૈકી ૨,૪૫૯ મુખ્ય મતદાન મથકો અને ૫૬૫ પૂરક મતદાન મથકોનો સમાવેશ થાય છે.
ચૂંટણી ખર્ચ નિયંત્રણ
 વિવિધ ટીમ – Flying Squad, Video Viewing Team, Video Surveillance Team વગેરે કાર્યરત થઇ ગયેલ છે.
 ચૂંટણીના જાહેરનામા પ્રસિદ્ધિની તારીખથી એટલે કે, આજ તા. ૯-૧૦-૨૦૨૦ થી Static Surveillance Team પણ કાર્યરત થઈ ગયેલ છે.
આદર્શ આચાર સંહિતા
 આદર્શ આચાર સંહિતાની અમલવારી અન્વયે તા. ૮-૧૦-૨૦૨૦ સુધી જાહેર મિલકત અને ખાનગી મિલકત પર લગાવેલ ૧,૯૪૪ પોસ્ટર, ૧,૬૩૭ બેનર દૂર કરવામાં આવેલ છે.
 પેટા ચૂંટણીના સંદર્ભમાં આજ રોજ તા. ૯-૧૦-૨૦૨૦ થી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત થયેલ છે. જેનો નંબર ૦૭૯-૨૩૨૫૭૪૯૪ ફેક્સ નંબર ૦૭૯-૨૩૨૫૭૦૯૦ છે.

ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિડ-૧૯ની વિસ્તૃત માર્ગદર્શિકા તથા ભારત સરકાર/રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારીના સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું તમામ રાજકીય પક્ષો/ઉમેદવારોએ ચુસ્તપણે પાલન કરવા ખાસ અનુરોધ કરું છું. विधानसभा चुनाव में मतदान के लिए सैनिटाइज़र, हाथ धोने का साबुन, हाथ के दस्ताने भी प्रदान किए जाएंगे।

તારીખ: ૦૯/૧૦/૨૦૨૦
ગાંધીનગર. ડૉ. એસ.મુરલી ક્રિષ્ણા
મુખ્ય નિર્વાચન અધિકારી
ગુજરાત