Sea plane did not fly but cruise was started late in Ahmedabad for rich people
દિલીપ પટેલ
અમદાવાદ, 6 જુલાઈ 2023
સાબરમતી નદીમાં શ્રીમંત પરિવારો માટે શરૂ કરવામાં આવેલી લક્ઝરી ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ કે રિવર ક્રૂઝ રૂ.15 કરોડના ખર્ચે 10 જુલાઈથી પ્રજા માટે શરૂ થયું હતું. 32 ભોજનની ગુજરાતી વાનગી મળે છે. ભારત અને વિશ્વના હજારો રીવર ક્રૂઝ તપાસવામાં આવે તો તેઓ અમદાવાદ કરતાં શ્રેષ્ઠ છે. રીવર ક્રૂઝ શરૂ કરવામાં ગુજરાત સરકાર પછાત છે. ભારતમાં શ્રેષ્ઠ કહેવાય એવા 36 નદી પર ક્રૂઝ છે. જે 1 દિવસથી 29 દિવસ સુધી ઓફર કરે છે. આ ક્રૂઝ માટે સૌથી વધુ લોકપ્રિય મહિનો ઓક્ટોબર છે. જેમાં સૌથી વધુ સંખ્યામાં લોકો સફર કરે છે. લક્ષદ્વીપ, યાનમ, ગોવા, મેંગ્લોર, બ્રહ્મપુત્રા, ગંગા હેરિટેજ, માંડોવી, ડિબ્રુ – સૈખોવા, આંદામાન ટાપુઓ, ચિલ્કા તળાવ, સુંદરબન, કેરળ બેકવોટર્સ છે.
ક્રૂઝ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજથી દધિચીબ્રિજ સુધી જાય છે. જેમાં દેશ-વિદેશના શ્રીમંત પ્રવાસીઓ વધારે આવે છે. ગુજરાતના ધનાઢ્ય લોકો ક્રૂઝ માટે ગોવા જતાં હતા. હવે સાબરમતી આવે છે. લાઇવ શો, મ્યુઝિકલ પાર્ટી, બર્થ ડે પાર્ટી, ઓફીસ મિટિંગ કે અન્ય ફંક્શન પણ કરી શકાય છે. ફેમિલી ગેટ ટુ ગેધર માટે ભાડે પણ આપવામાં આવે છે. ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટની અંદર પણ ફર્નિચરને મૉર્ડન લૂક આપવામાં આવ્યો છે.
35 વેજીટેરિયન જૈન વાનગીઓ છે. ગુજરાત, રાજસ્થાની, ચાઈનીઝ, પંજાબી ભોજન છે. ભોજન માત્ર મેઈડ ઈન ગુજરાત નથી. અક્ષર ટ્રાવેલ્સ કંપનીના રિવર ક્રૂઝમાં એક વ્યક્તિના લંચનો 1800 અને ડિનરના 2000 ભાવ રાખી માત્ર શ્રીમંત લોકો માટે જ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે ટિકિટ દર અક્ષર ટ્રાવેલ્સ નક્કી કરશે.
લંચ માટે બપોરના 12 કલાકથી થી 1:15 અને બીજો સ્લોટ માં 1:45 થી 2:50 સુધીનો સમય રાખવામાં આવ્યો છે.જયારે ડિનર માટે રાત્રે 7:00 થી 8:30 અને બીજો સ્લોટ 9:00 થી રાત્રીના 11 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
અમદાવાદ સ્થિત કંપની અક્ષય ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ રિવર ક્રુઝનું સંચાલન કરશે. આ કંપની 5 સ્ટાર હોટલ જેવી ક્રુઝ ચલાવવા માટે SRFDCLને વાર્ષિક 45 લાખ રૂપિયા ચાર્જ ચૂકવશે. આ ક્રુઝનું એસેમ્બલિંગ રિવરફ્રન્ટ નજીક થયું છે અને આ પ્રોજેક્ટ પાછળ આશરે કુલ 15 કરોડ રૂપિયનો ખર્ચ થયો છે.
હાલમાં શહેરમાં રિવરફ્રન્ટ પર બે પોઇન્ટ પરથી બોટિંગ કરાય છે.
18 વર્ષનો વિલંબ કેમ
ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ પ્રોજેક્ટ કે જે શરૂ થવામાં 18 વર્ષ લાગ્યા છે. 2005માં એમઓયુ અને 2011માં ટેન્ડરિંગ કરાયુ હતું. જોકે તે કેન્સલ થતા બાદમાં પ્રોજેકટ ખોરંભે ચડી ગયો હતો. થોડા મહિનાઓ પહેલા તેનું ટેન્ડરિંગ થતા પ્રોજેક્ટની કામગીરી પુરજોશ શરૂ થઈ હતી. અક્ષર ગ્રુપના અધ્યક્ષ મનીષ શર્મા કહ્યું હતું કે, ક્રુઝના એમઓયુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે સાઇન કરવામાં આવ્યા હતા. આખરે આ ક્રુઝ શરૂ થઈ રહ્યું છે. દેશનું પહેલું છે કે જે ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યું છે. એપ્રિલ 2023ના પહેલા સપ્તાહમાં ક્રુઝ બોટ શરૂ કરવાની હતી. પણ જૂલાઈમાં શરૂ કરી શકાય હતી.
30 મીટર લાંબી અને 10 મીટર પહોળાઈના ક્રૂઝમાં ભોજન, સંગીત રજૂ થાય છે. ફાયર સેફ્ટીની સુરક્ષા છે. ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝમાં ઉપર અને નીચે એમ બે માળમાં શ્રીમંત લોકો બેસીને ફૂડની મજા માણે છે. રેસ્ટોરાં ક્રૂઝની નીચેનો ભાગ કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી એસી છે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવવામાં આવ્યું છે. રેસ્ટોરાંમાં ટીવી, પ્રોજેક્ટર, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ છે. બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણે છે. ઉપરનો ભાગ ખુલ્લો છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા નદીમાં મનોરંજન શરૂ કરાયું છે. નદીના ઉપયોગ બદલ અક્ષર ટ્રાવેલ્સ દ્વારા વાર્ષિક રૂ. 45 લાખની લાઇસન્સ ફી સાબરમતી રિવરફ્રન્ટ તંત્રને ચૂકવવામાં આવે છે. મહિને 3.75 લાખનું ભાડું કંપનીને મળે છે. આખા દિવસમાં આ ક્રૂઝની બે ડીનર અને બે લંચ ટ્રીપ થાય છે. એક દિવસમાં 600 લોકો હોય છે. પણ કેટલાં ફેરા કરવા તે નક્કી નથી. આમ તો 5 ફેરા થઈ શકે છે.
વાસણા બેરેજમાં એસેમ્બલ
2023ના ફેબ્રુઆરી મહિનામાં વલસાડના ઉમરગામથી ક્રૂઝને સાબરમતી રિવરફ્રન્ટ પર લાવવામાં આવી હતી. ત્રણ મહિના સુધી બનાવવામાં લાગ્યા હતા. ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. વાસણા બેરેજ પાસે રિવર ફ્રન્ટ ખાતે ક્રુઝની બોડી તૈયાર કરાઈ છે. જે બોડી તૈયાર થતા તેને આજે સાબરમતી નદીમાં ઉતારવામાં આવી અને બાદમાં ઇન્ટિરિયર ડિઝાઇન કામ હવે શરૂ કરાશે. જેથી ક્રુઝને નદીમાં લાવવામાં હાલાકી ન પડે.
આ પણ વાંચો —————
મોદી અને રૂપાણીએ 9 હજાર કરોડના પ્લેન લીધા, પણ પ્રજાના વિમાનો બંધ કરી દીધા
https://allgujaratnews.in/gj/modi-and-rupani-purchage-planes-worth-rs-9000-crore-but-stop-public-flights/
મોદીએ સી-પ્લેન ઉડાવ્યું અને અમદાવાદમાં હવાઈ મુસાફરોનો આંકડો 62% નીચે ગયો
https://allgujaratnews.in/gj/modi-fly-sea-plane-and-reduced-ahmedabad-air-passenger-by-62/
સી પ્લેનના ફરી સ્વપ્ન બતાવાયા, શ્રીમંતો સિવાય કોઈ નહીં બેસી શકે
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%ab%87%e0%aa%a8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ab%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a8-%e0%aa%ac%e0%aa%a4%e0%aa%be/
પક્ષીઓથી સી પ્લેનને છે મોટુ જોખમ, જાણો કેવી રીતે
https://allgujaratnews.in/gj/sea-plane-at-great-risk-from-birds-gujarati-news/
સી પ્લેના ભાડામાં એક જ દિવસમાં ધરખમ ઘટાડો, જાણો નવું ભાડું
https://allgujaratnews.in/gj/sea-play-fares-fall-drastically-in-one-day-gujarati-news/
મોદીએ 3 વખત સી પ્લેન ઉડાવેલું તે વોક વે હવે મોતનો માર્ગ બન્યો
https://allgujaratnews.in/gj/ahmedabads-sabarmati-riverfron/
ક્રૂઝની વિશેષતાઓ
પ્રોફેશનલ મેનેજમેન્ટ, વાઇફાઇ, સીસીટીવી કેમેરા.
ભારતમાં બનેલું પહેલું પેસેન્જર કેટામરીન ક્રૂઝ.
બે પ્રોપલ્શન એન્જિન તથા બે જનરેટર.
30 મીટર લંબાઈ તથા લોઅર અપર ડેક
150+15 ક્રુ મેમ્બર્સની કેપેસિટી
ત્રણ વોશરૂમ
લોઅર ડેક (સેન્ટ્રલી એરકંડિશનર) અપર ડેક ઓપન ટુ સ્કાય.
સિટિંગ એસી રેસ્ટોરન્ટ.
સમય સ્લોટ 12થી 1:20 અને 1:45થી 3:15 લંચ સ્લોટ.
7:15થી 8:45 અને 9:00 થી 10:30 ડિનર
મ્યુઝિક તથા એલઈડી સિસ્ટમ.
દરરોજ લાઈવ કાર્યક્રમ.
મોક્ટેઈલ બાર.
35થી વધુ વેજિટેરિયન/જૈન વ્યંજનો. (સૂપ, સ્ટાટર, મેઈન કોર્સ, વિવિધ ડેઝર્ટ)
180થી વધુ લોકોને બેસવા માટે ભવ્ય વેઈટિંગ એસી લોંજ.
અટલબ્રિજથી દધિચીબ્રિજ વચ્ચે દોઢ કલાકના લંચ/ડિનર એન્ટરટેઈમેન્ટ સાથે રાઈડ.
ઈન્ટરનેશનલ સ્ટાર્ન્ડડ મુજબ ચેકઈન
ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ માટેની વ્યવસ્થા.
પ્રોફેશનલ મેનેજમેન્ટ.
વાઈફાઈ
હાઈ રિજ્યોલ્યુશન સીસીટીવી કેમેરા.
ઐતિહાસિક શહેર અમદાવાદની ઓડિયા-વીડિયો ગાઈડ વિઝ્યુઅલ દ્વારા જાણકારી.
કોર્પોરેટ અને અન્ય પ્રસંગ કે ઈવેન્ટ માટે ચાર્ટડ માટેની વ્યવસ્થા.
ક્રૂઝ એન્ટ્રી વખતે પ્રોપર સિક્યુરિટી.
વીઆઈપી લોન્જ.
અપર ડેક પરથી પ્રવાસી સાબરમતીનાં મનોહર દૃશ્યોનો આનંદ માણી શકશે.
બોર્ડિંગ માટે 27 મીટર લાંબી અને 14 મીટર પહોળી વિશાળ 700 ટન કેપેસિટીવાળી જેટી.
સલામતીના સાધનો
165 લોકોની ક્ષમતા માટે ઇમરજન્સી રેસ્ક્યૂ બૉટ.
12 તરાપ જેની અંદર 20 લોકો બેસી શકે બેસીને તરી શકે તેવી કેપેસિટી ધરાવે છે.
ફાયર સિસ્ટમ, ફાયર એલાર્મ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર, ફાયર કંપની ઈનબિલ્ડ વ્યવસ્થા છે.
પાવર ફેલ થાય તો બેટરી થી ચાલતી ઈમરજન્સી લાઈટ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ઈમરજન્સી એક્ઝિટ ડોર
180 લાઈફ સેફ્ટી જેકેટ
12 તરાપા (10 લોકો અને 20 લોકો બેસીને તરી શકે તેવી કેપેસિટી)
ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર એલાર્મ સિસ્ટમ સાથે, સ્મોક ડિટેક્ટર, પોર્ટેબલ અગ્નિશામક આગ સંબંધિત સલામતી માટે સ્થાપિત ફાયર સેફટી અને ફાયર પંપની ઈનબિલ્ટ વ્યવસ્થા.
કોઈપણ કટોકટીની કાળજી લેવા માટે-ઈમર્જન્સી રેસ્ક્યુ બોટ દરેક સમયે/સ્ટેન્ડબાય ઉપલબ્ધ ઈમર્જન્સી રેસ્કયુ બોટની વ્યવસ્થા.
6 નંગ-કટોકટીમાં ઉપયોગ કરવા માટે રિંગ બોય્સ.
ક્રૂઝમાં પાવર ફેલ થવાના કિસ્સામાં બેટરી પર ચાલતી ઈમર્જન્સી લાઈટો ઉપલબ્ધ.
ક્રૂઝનું માળખું થર્મલ ઇન્સ્યુલેશન દ્વારા અગ્નિથી સુરક્ષિત.
1 કેપ્ટન 1 જોઈન્ટ કેપ્ટન તથા 7 ક્રુ મેમ્બર્સ ફુલ ટાઈમ ઓન ક્રૂઝ.
ઓનબોર્ડ પર હાજર એડવાન્સ વોકીટોકી અને રેડિયો સાધનોનો ઉપયોગ કરીને જો કોઈ ઘટના ઊભી થાય તો ક્રૂ તાત્કાલિક ધોરણે કિનારાની ટીમ સાથે વાતચીત કરી શકશે.
પબ્લિક એડ્રેસ સિસ્ટમ.
ફસ્ટ એડ ફોર ઈમર્જન્સી.
ઇમર્જન્સી એક્ઝિટ ડોર.
સાધનોની યોગ્ય ઓળખ માટે બોટમાં પર્યાપ્ત સાઇન અને સિગ્નલો નિશ્ચિત કરવામાં આવ્યાં છે.
અટલબ્રિજ રિવર ફ્રન્ટ પર
100 પ્રવાસીઓ માટે વિશાળ વેઈટિંગ લક્ઝરી એસી લોંજ
વેબસાઈટ https://aksharrivercruise.com/
અક્ષર ટ્રાવેલ્સ પ્રા. લિ, 9, સિટી સેન્ટર, બીજો માળ, સ્વસ્તિક ક્રોસ રોડ, સી.જી. રોડ, અમદાવાદ 380009. ગુજરાત.
રિવરફ્રન્ટ પર ટૂંક સમયમાં જોય રાઇડ પણ શરૂ થઈ જશે. રિવરફ્રન્ટ પર ક્રૂઝ, સી પ્લેન અને જોય રાઇડ શરૂ થશે. બગીચા, ફ્લાવર ગાર્ડન, ઇવેન્ટ સેન્ટર, સાયકલિંગ, સી-પ્લેન, હેલિપેડ અને અટલ બ્રિજ મનોરંજન માટે બન્યા છે. ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે.
અગાઉ શું નક્કી થયું હતું
જાન્યુઆરી 2021માં જાહેરાત થઈ હતી કે, રિવર ક્રુઝ બોટ પર 20 મિનિટ મુસાફરી માટે શરૂ થવાનું હતું. જે 14 ઓગષ્ટ 2021થી શરૂ થઈ હતી. ક્રુઝ બોટ એક ફેરામાં 60 લોકોને લઇ જવાના હતા. રિવર ક્રુઝ બોટની વ્યક્તિદીઠ ટિકિટની કિંમત 200 રુપિયા નક્કી કરાઈ હતી. ટિકિટ વલ્લભ સદનના કાઉન્ટર પર મળવાની હતી. સાબરમતી રિવરફ્રન્ટની વેબસાઇટ પરથી ઓનલાઇન બુક થવાની હતી. સાઉન્ડ સિસ્ટમ સાથે ક્રુઝની સવારી વલ્લભ સદનથી એલિસબ્રીજ લઇ જવાની હતી.
ખાસ ડિઝાઇન કરેલા લક્ઝરી નાના જહાજો નદીઓમાં ચલાવવા મુશ્કેલ હોય છે.
ભારત પાસે મોટી સંખ્યામાં નદીઓ સાથે 7,500 કિમીનો લાંબો, પ્રભાવશાળી દરિયાકિનારો છે, ત્યારે રિવર ક્રૂઝના લાભો સમુદ્રી સફર સુધી પણ વિસ્તરશે. ં ક્રુઝ પ્રવાસન માટે દેશમાં 111 જળમાર્ગો ખોલવાની સરકારની યોજના હતી.
મુંબઈ, ગોવા અને વિઝાગના દરિયાઈ બંદરો પર આંતરરાષ્ટ્રીય ક્રૂઝ લાઇનર્સ રહ્યાં છે. મોટી સંખ્યામાં ભારતીયો ક્રુઝ રજાઓ માટે સિંગાપોર અને મલેશિયાની મુલાકાત લે છે. ગંગા, યમુના, કાવેરી, નર્મદા અને બ્રહ્મપુત્રા નદીઓમાં છેલ્લા કેટલાક સમયથી નાના પાયે આંતરદેશીય નદી પ્રવાસન કાર્યરત છે. એમ.વી. ગંગા વિલાસ જેવા ફ્લેગશિપ જહાજને એક બહુ-દેશી પ્રવાસ સાથે લોન્ચ કરવામાં આવલું છે.
ગુજરાતમાં જે વાત ખૂટે છે તેમાં રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સિંગલ-વિન્ડો ક્લિયરન્સ અને રાજ્યના કાયદાઓમાં એકરૂપતાના અભાવ રહ્યાં છે.
મોદીની કેન્દ્રની સરકાર દ્વારા 2014ની શરૂઆતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પર્યટન જળમાર્ગો પર ક્રુઝ ટુરિઝમ હાથ ધરવા માટેના રૂટને સંયુક્ત રીતે ઓળખશે અને યોગ્ય બર્થિંગ સુવિધાઓ સાથે તમામ હવામાનમાં નેવિગેબલ ચેનલો સહિત જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પગલાં લેશે. તે માટે ગુજરાતમાં કંઈ જ થયું નથી. હવે મોદીને 10 વર્ષ થવા આવ્યા છે ત્યારે સાબરમતીને આ યોજના મળી છે.
સાબરમતી કરતાં ગંગા વિલાસ શ્રેષ્ઠ
ભારતમાં વિશ્વના સૌથી લાંબા રિવર ક્રૂઝનું લોન્ચિંગ કરાયું હતું. ભારતનું સૌથી મોટું ગંગા વિલાસનું લોંચ ઇનલેન્ડ રિવર બંદરો, જેટી અને ક્રૂઝ ટર્મિનલના ઝડપી વિકાસ માટે માર્ગ મોકળો કરશે. આ માત્ર શરૂઆત છે અને તકોની આઇસબર્ગની ટોચ છે જે ક્રુઝ પર્યટન સમગ્ર રાષ્ટ્ર માટે તેની સાથે લાવે છે. ગંગા વિલાસ એ તેના પ્રકારની પ્રથમ ક્રુઝ સેવા છે, જેને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અને ઈન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IWAI) તરફથી સમર્થન મળ્યું છે.
ભારતનું જ નહીં, વિશ્વનું સૌથી મોટું રિવર ક્રૂઝ પણ છે. ક્રુઝ શિપ 5 રાજ્યોમાં 3,200 કિલોમીટરનું અંતર કવર કરે છે, અને 5 દિવસની મુસાફરીમાં 27 નદીઓ પાર કરીને મુલાકાતીઓને 2 દેશોના 50 થી વધુ મુખ્ય પર્યટન સ્થળો પર લઈ જાય છે. જે ભારતમાં અન્ય કોઈ રિવર ક્રૂઝ ઓફર કરતું નથી તેવું પેકેજ આજે છે. 18 લક્ઝરી સ્યુટ્સ અને આધુનિક સુવિધાઓથી સજ્જ, ગંગા વિલાસ એ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે મેળ ખાતું નદીનું ક્રૂઝ છે અને તેથી સ્થાનિક પ્રવાસીઓ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ આકર્ષિત કરશે.
ભારતે ક્રુઝ પેસેન્જર ટ્રાફિક હાલમાં 0.4 મિલિયનથી વધારીને 4 મિલિયન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે
આગામી વર્ષોમાં ક્રુઝ ટુરિઝમની આર્થિક ક્ષમતા US$110 મિલિયનથી વધીને US$5.5 બિલિયન થવાની ધારણા છે. ભારતીય ક્રૂઝ માર્કેટ આગામી દાયકામાં 10 ગણો વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે છે.
ચાર થીમ-આધારિત કોસ્ટલ ડેસ્ટિનેશન સર્કિટ એટલે કે ગુજરાત પિલગ્રિમેજ ટુરિઝમ, વેસ્ટ કોસ્ટ – કલ્ચરલ એન્ડ સિનિક ટુરિઝમ, સાઉથ કોસ્ટ – આયુર્વેદિક વેલનેસ. ક્રુઝ ટુરિઝમનું અન્ય સંભવિત ઘટક છે જેની શોધ કરી શકાય છે.
ભારતની પ્રથમ સ્થાનિક ક્રુઝ લાઇનર, અંગરિયાએ પ્રાચીન કોંકણ કિનારે તેમજ મુંબઈ-ગોવા દરિયાઈ માર્ગે અનેક સફર કરી છે. તે વિશ્વ કક્ષાનું મનોરંજન તેમજ ઉત્કૃષ્ટ ભોજન અને અન્ય ઘણી સુવિધાઓ આપે છે