ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગુજરાતમાં સર્ચ કાર્યવાહી
નવી દિલ્હી, તા.02-08-2022
ભારતમાં આવક વેરો ભરનારા 6 કરોડ લોકો છે, જે 60 લાખ કરોડ વેરો ભરે છે. જેમાં પગારદાર કે વ્યક્તિગત વેરો ભરનારા 5.75 કરોડ લોકો રૂ.21 લાખ કરોડ વેરો ભરે છે. 12 લાખ સંયુક્તિ હિંદુ કુટુંબ, 13 લાખ પેઢી, 10 લાખ કંપની અને બીઓઆઈ છે.
સૌથી વધું કરોડા 20 લાખ પેઢી કે કંપનીઓ પર પડે છે. ધંધાદારી લોકો 25 લાખ કરોડ વેરો ભરે છે.ધરવેરાની 1 લાખ કરોડની આવક છે.
પણ કેન્દ્ર સરકાર તો કંઈક જૂદુ જ કહે છે. રેવન્યુ સેક્રેટરી તરુણ બજાજે જાહેર કર્યું હતું કે, આવક અને અન્ય પ્રત્યક્ષ કર તેમજ પરોક્ષ કરમાં વધારો થતાં ભારતનું કર સંગ્રહ 2021-22માં ₹27.07 લાખ કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
આવકવેરા વિભાગે 20.07.2022ના રોજ કાપડ, રસાયણ, પેકેજિંગ, રિયલ એસ્ટેટ અને શિક્ષણના વૈવિધ્યસભર ક્ષેત્રોમાં રોકાયેલા અગ્રણી વેપારી જૂથ પર શોધ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. સર્ચ એક્શનમાં ખેડા, અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં ફેલાયેલી કુલ 58 જગ્યાઓ આવરી લેવામાં આવી હતી.
સર્ચ ઓપરેશનના પરિણામે, દસ્તાવેજો અને ડિજિટલ ડેટાના રૂપમાં વિવિધ ગુનાહિત પુરાવાઓ મળી આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યા છે. આ પુરાવાઓ દર્શાવે છે કે જૂથ વિવિધ પદ્ધતિઓ અપનાવીને મોટા પાયે કરચોરીમાં રોકાયેલું છે, જેમાં એકાઉન્ટના ચોપડાની બહાર બિનહિસાબી રોકડ વેચાણ, બોગસ ખરીદીઓનું બુકિંગ અને રિયલ એસ્ટેટ વ્યવહારોમાંથી નાણાંની રસીદોનો સમાવેશ થાય છે. આ જૂથ કોલકાતા સ્થિત શેલ કંપનીઓના શેર પ્રીમિયમ દ્વારા બિનહિસાબી રકમના સ્તરમાં પણ સામેલ હોવાનું જણાયું છે. રોકડ આધારિત ‘સરાફી’ (અસુરક્ષિત) એડવાન્સ દ્વારા પેદા થયેલી બિનહિસાબી આવકના કેટલાક ઉદાહરણો પણ મળી આવ્યા છે.
એવું પણ જાણવા મળ્યું હતું કે જૂથ ઓપરેટરો દ્વારા તેની લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં હેરાફેરી કરીને નફાખોરીમાં સામેલ છે. જપ્ત કરાયેલા પુરાવાઓ એ પણ દર્શાવે છે કે જૂથ પ્રમોટરોના અંગત ઉપયોગ માટે કાલ્પનિક સંસ્થાઓ દ્વારા ભંડોળની ઉચાપત કરી રહ્યું છે. વધુમાં, પુરાવાઓનું વિશ્લેષણ સૂચવે છે કે જૂથ તેની પબ્લિક લિમિટેડ કંપનીઓના હિસાબના ચોપડામાં પણ હેરાફેરીમાં સામેલ છે.
સર્ચ કાર્યવાહીના પરિણામે રૂ.1000 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં બિનહિસાબી રોકડ રૂ. 24 કરોડ અને બિનહિસાબી તેવા દાગીના, બુલિયન વગેરે લગભગ કિંમત રૂ. 20 કરોડનો મુદ્દામાલ સર્ચ દરમિયાન જપ્ત કરવામાં આવ્યો છે.
વધુ તપાસ ચાલુ છે.
છ વર્ષ કરતાં વધારે સમયથી ભાડાના મકાનમાં ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવકવેરા વિભાગની કચેરી છે. જેમાં હોદ્દો અને 30 જગ્યા ખાલી છે. તેની પાછળનું કારણ ફક્ત એટલું છે કે તેમના બેસવા માટે જગ્યા નથી. કચેરી 6JCW + RHJ માં આવેલા એડિશનલ ઇન્કમ ટેક્સ ઓફિસ બિલ્ડિંગ, ઉદ્યોગ ભવનની પાસે, સેક્ટર 11, ગાંધીનગર બે માળમાં ચાલે છે.
ગાંધીનગરમાં આઇટી વિભાગમાં ઓછામાં ઓછા 80 લોકો કામ કરી રહ્યા છે. તેમા 50 અધિકારીઓ પરેશાન છે.
આવકવેરા વિભાગના પ્રોટોકોલ મુજબ ટોચના અધિકારીઓ માટે એક કેબિનની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ કમનસીબે કચેરીમાં પૂરતી જગ્યા નથી. કેબિન અને બેસવાની જગ્યાના લીધે ગાંધીનગર વિભાગમાં ઓછામાં ઓછું પોસ્ટિંગ અને ટ્રાન્સફર થાય છે.
નવી ઓફિસ ફાળવવા વિનંતી કરી છે પરંતુ 6 ર્હષથી જી સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી. ફાઇલ એક વિભાગમાંથી બીજી વિભાગમાં ફરી રહી છે. આવકવેરા વિભાગે છ વર્ષ પહેલા નવી ઇન્કમ ટેક્સ કચેરી માટે જમીન ખરીદી હતી. તે સેક્ટર 11ના સચિવાલય સંકુલમાં આવેલો છે. આ પ્લોટ હજી એમને એમ પડેલો છે.
કચ્છ, જકોટ અને વડોદરા જેવા નાના શહેરોમાં પણ આવકવેરા વિભાગની પોતાની ઓફિસ છે.
પાયાની સગવડો માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
ફેસલેસ એસેસમેન્ટ હોવા છતાં પણ આવકવેરા વિભાગ પાસે ઉન્નત કક્ષાનું કમ્પ્યુટર પણ નથી. ટેકનિક સાથે મેળ ખાતું નથી.
ગાંધીનગરનો આવકવેરા વિભાગ અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલી મુખ્ય કચેરીના હેઠળ આવે છે.
જ્યારે બીજી બાજું કચ્છ, જ્યાં સારી કચેરી છે ત્યાં કોઈ કામ કરતું નથી.
એક સમયે આખા કચ્છને પોતાના કાર્યક્ષેત્રમાં રાખતી ગાંધીધામની આવકવેરા કચેરી હવે ધણી ધોરી વગરની થઈ ગઈ હોય તેવો તાલ સર્જાયો છે. ગાંધીધામ રેંજનો એક રીતે ખાત્મો કરી દેવાયો છે અને તેને રાજકોટ અંતર્ગત કાર્યાન્વિત કરાયુ છે ત્યારે હવે કચેરીમાં કોઇ અવરજવર કે ચહલપહલ ગાયબ થઈ ગઈ છે, એક સમયે માર્ચ મહિનામાં ધમધમી ઉઠતી આ કચેરીમાં હવે તમામ કામગીરી ઓનલાઈન થઈ જતા કામકાજ ન રહ્યું હોય તેમ લાંબા સમય સુધી અધિકારીઓ કચેરીમાં પગ પણ મુકતા નથી તેવી ચર્ચા ઉઠી રહી છે.
કચ્છમાં થતા આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને રાજકોટ આયુક્ત અંતર્ગત કાર્યાન્વિત વ્યવસ્થાને અલાયદુ સ્વરૂપ આપીને ગાંધીધામ રેંજને વધુ મજબુત બનાવાઈ હતી. આજ તર્જ પર સેન્ટ્રલ જીએસટી વિભાગમાં પણ કામ કરાયું હતું, ત્યારે અહિ ઉલટી ગંગા વહી હોય તેમ તમામ કામકાજ ઓનલાઈન કરાતા રેન્જની સ્થાનિક ભૂમિકા અસ્પષ્ટ થઇ ગઇ છે. અન્ય સ્થળોના ઓનલાઈન આવતા કાર્યોને અહિથી હેંડલ કરાતા હોવાનું સુત્રોએ જણાવે છે પરંતુ કચેરીએ મુખ્ય અધિકારીઓ ખુબ જુજ અને અઢી થી ત્રણ કલાક લંચ બ્રેકમાં મશગુલ રહેતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.
નવા નિયમો આવ્યા બાદ સર્વેના હક્કો પણ ચાલ્યા ગયાનું સૂત્રો જણાવે છે ત્યારે ભુતકાળમાં પણ કચેરી પર સર્વે તેમજ દરોડાઓના નામે ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ પણ ઉઠી હતી. આ અંગે સ્થાનિક અધિકારીઓના સંપર્ક ન થઇ શકતા તેમનો પક્ષ જાણી ન શકાયો હતો.