નવી દિલ્હી,
મુંબઇ બ્લાસ્ટના આરોપી દાઉદ ઇબ્રાહિમનું કોરોનાથી મોત થઇ ગયું હોવાના મેસેજ ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે અને કેટલીક ન્યૂઝ ચેનલોમાં દેખાઇ રહ્યાં છે, બે દિવસ પહેલા સમાચાર હતા કે દાઉદ અને તેની પત્ની મેઝબીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેને પાકિસ્તાનના કરાંચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હવે અહેવાલ મળી રહ્યાં છે કે દાઉદનું કોરોનાથી મોત થઇ ગયું છે. જો કે દાઉદના ભાઇ અનીસે આ વાતને માત્ર અફવા ગણાવી છે. દાઉદ પાકિસ્તાન આર્મીની છત્રછાયા નીચે કરાંચીના ક્લિફ્ટન વિસ્તારમાં રહે છે અને અહીથી તેનું સટ્ટા-નશાનું નેટવર્ક ચલાવે છે, તે હોટલ અને કન્ટ્રક્શન બિઝનેસમાં પણ છે.
ભારત સામે તે અનેક આતંકી હુમલાના ષડયંત્રોમાં સામિલ છે, ભારતીય ગુપ્તચર એજન્સીઓ હાલમાં તેની પાછળ લાગેલી છે અને હવે તેના મોતના સમાચાર પર ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, જો કે અત્યાર સુધી આ મામલે કોઇ સત્ય સામે આવ્યું નથી.
ગુજરાતી
English




