અમદાવાદ
અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે અને લોકો બેપરવાહ બની રહ્યા હોવાથી વહીવટીતંત્ર દ્વારા શહેરમાં ફરી કડક નિયમો લાગુ કર્યા છે. જેમાં હવે શહેરના આ 27 વિસ્તારોમાં રાતના 10 વાગ્યા બાદ બજારો અને દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેમ છતાં લોકો સંક્રમણના જોખમને નજર અંદાજ કરીને માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર મોડી રાત સુધી રોડ-રસ્તાઓ, બજારોમાં ટોળા મળીને બેસતા હોવાની ફરિયાદો ઉઠતા મ્યુનિ. કોર્પોરેશન ફરી હરકતમાં આવ્યુ છે અને 27 વિસ્તારોમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો – બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
જાણો ક્યાં 27 વિસ્તારોમાં દુકાનો-બજારો રાત્રે બંધ રહેશે
- પ્રહલાદનગર રોડ
- વાયએમસીએ રોડથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
- પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
- બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
- એસજી હાઇવે
- ઇસ્કોન ક્રોસ રોડથી શપથૃ4 અને 5 સર્વિસ રોડ
- સિંધુ ભવન રોડ
- બોપલ-આંબલી રોડ
- ઇસ્કોનથી બોપલ-આંબલી રોડ
- ઇસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
- સાયન્સ સીટિ રોડ
- શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફુટનો એસપી રિંગરોડ પર
- આંબલી સર્કલથી વૈશ્નોદૈવી સર્કલ સુધી 200 ફુટના એસપી રિંગરોટ પર
- સીજી રોડ
- લો-ગાર્ડન (ચાર રસ્તા અને હેપી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)
- વસ્ત્રાપુર તળાવને ફરતે
- માનસી સર્કલથી ડ્રાઇવ-ઇન રોડ
- ડ્રાઇવ-ઇન રોડ
- ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફુટ રોડ)
- શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
- બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
- આઇઆઇએમ રોડ
- શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (બીઆરટીસી કોરીડોરની બંન્ને બાજુ
- રોયલ અકબર ટાવર પાસે
- સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
- સરખેજ રોઝા- કેડિલા સર્કલ ઉજાલા સર્કલ
- સાણંદ ક્રોસ રોડ – શાંતીપુરા ક્રોસ રોડ