shrimp land scam in Gujarat, गुजरात में 1 लाख हेक्टेयर का झींगा जमीन घोटाला
દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓગસ્ટ 2023
ભારતમાં 8129 કિ.મી. અને ગુજરાતમાં 1600 કિ.મી.નો દરિયા કિનારાની કુદરતી ભેટ મળેલી છે. તેના પર લૂંટ શરૂ થઈ છે. 1600 કિલોમીટરમાં વાપીથી મોરબી અને કચ્છના જખૌ સુધી ઓછામાં ઓછા 40 હજાર જિંગા ફાર્મ કે તળાવો છે. સરેરાશ એ જિંગા ફાર્મ માટે બે હેક્ટર જમીન હોય છે. તે હિસાબે 80થી 1 લાખ હેક્ટર જમીનનું કૌભાંડ હોઈ શકે છે. દરિયા કાંઠાની ખારી જમીનનો એક હેક્ટરનો ભાવ 1 લાખ રૂપિયા ગણવામાં આવે તો પણ 2023માં 1 લાખ હેક્ટર જમીનની કિંમત રૂ.1 હજાર કરોડ થાય છે.
4થી 5 લાખ લોકો તેમાં કામ કરતાં હતા. જે વાવાઝોડાં વખતે વિગતો બહાર આવી હતી.
1 લાખ હેક્ટર જમીનમાં સરકારે મંજૂર કરેલા 3 ટકા જ છે. બાકીના બધા સરકારી જમીન પચાવી પાડી છે. 14 જિલ્લાના 32 તાલુકાના દરિયા કાંઠે જિંગા થાય છે. એક જિલ્લામાં સરેરાશ 3 હજાર હેક્ટરમાં ગેરકાયદે જિંગા પેદા કરવામાં આવે છે. 45છી 50 હજાર હેક્ટરમાં જિંગા પાકતાં હોવાનો અંદાજ આંદોલન કરી રહેલાં લોકોએ સેટેલાઈની સતવીરોના આધારે મૂક્યો છે. આ હિસાબે 45થી 50 હજાર ટન જિંગા વર્ષે પેદા થતાં હોવા જોઈએ. જેમાં સરકારની પચાવી પાડેલી જમીન પર જિંગા ખેડૂ જિંગા ખેતી કરે છે. એક હેક્ટરે 5 લોકોની જરૂર પડે છે. મોટા ભાગના લોકો કોળી અને મુસ્લિમ છે.
ઉત્પાદન
ભારતમાંથી વર્ષ 2016-17માં મુખ્ય નિકાસ થયેલ ચીજોમાંથી સીફૂડનો ફાળો રૂા.37 હજાર કરોડ હતો. ફાર્મમાંથી ઉછેરવામાં આવેલા જિંગાનું ઉત્પાદન રૂા.25 હજાર કરોડ હતું . એક હેક્ટરે 1 ટન જિંગાનું ઉત્પાદન થાય છે.
આંધ્રપ્રદેશ અને તમિલનાડુ પછી ગુજરાત જિંગા ઉત્પાદનમાં ત્રીજા સ્થાને હતું.
દરિયાકિનારો અને 3 લાખ 76 હજાર હેકટર સંભવિત ખારાશવાળો વિસ્તાર છે. 6 ટકા કરતા પણ ઓછો ઉપયોગ જિંગા ઉછેરમાં કરવામાં આવે છે. રાજયમાં મુખ્ય જિંગા ઉત્પાદનના વિસ્તારોમાં સુરત, નવસારી અને વલસાડ મોખરે છે.
આઇસીએઆર-સીબાની ટેકનોલોજીના ઉપયોગથી રાજયમાં જિંગા હેચરી અને બે ફીડ મિલો છે.
એકલા ભરૂચમાં જ 3 હજાર જિંગા ખેડૂતો છે. સરતર, વલસાડ, નવસારીમાં એટલાં જ જિંગા પેદા કરતાં ખેડૂતો છે.
ભારતમાં ગુજરાત રાજ્યનો મત્સ્ય ઉછેર ત્રીજા ક્રમે છે. છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતે મત્સ્ય નિકાસમાં વૃદ્ધિ કરેલી છે. ગુજરાત રાજ્યનો રાષ્ટ્રીય મરીન મત્સ્ય ઉત્પાદનમાં હિસ્સો 20 ટકા છે. રાજ્યના જી.ડી.પી.ના લગભગ 1.5 ટકા જેટલો છે. જીંગાની ખેતી વર્ષમાં બે વાર લેવાય છે. પ્રથમ ફેબુ્રઆરી થી મે અને બીજો જુલાઇથી ઓક્ટોબર વચ્ચે પાક લેવાય છે. એક હેક્ટરે 1 ટન જિંગાનું ઉત્પાદન થાય છે. કોસ્ટલ એકવાકલચર ઓથોરિટી એક્ટની રચના કરી છે. જેથી દરિયાઇ ખેડૂ અને માછીમારો વ્યવસાય કરી શકે.
નાનું રણ
કચ્છના નાના રણના ઘુડખર અભયારણ્ય 4953 ચોરસ કિલોમીટરમાં છે જેમાં 3500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાય છે. જેમાં જિંગા થાય છે. માળિયા, વેણાસર ગામો તેનો ધંધો કરે છે. 500 પરિવારો રાતના સમયે રણની અંદર હોડી ચલાવીને જિંગા પકડીને લાવે છે. બજારોમાં લીલા અને સૂકા એમ બંને જિંગાની માંગ રહે છે. લીલા જિંગાનો ભાવ 70થી 90 રૂપિયા કિલો વેચાય છે. જ્યારે સુકવેલા અને સાફ કરેલ જિંગા કિલોના રૂ.250થી 500 છે. 2023ના ચોમાસાની સીઝનમાં રણમાં અંદાજીત 10 હજાર મેટ્રિક ટન જેટલું આ જિંગાનું ઉત્પાદન થઈ શકે છે.
ભરૂચથી સુરત સુધી જીંગાના તળાવો ઊભા કરવાના અબજો રૂપિયાના જમીન કૌભાંડ થયા છે. સરકારી ખાર, ખરાબા અને પડતર પડેલી જમીનો પર જિંગા તળાવ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર જિંગા તળાવો બનાવી દીધા હતા. જેમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી સુધીની નોટિસ આપી હતી.
દાંડી ગામથી લઈને ભરૂચ જિલ્લાના હાંશોટ ગામની હદને આવેલા ઓલપાડ તાલુકાનાં મંડરોઈ ગામ સુધીમાં ખાર ખરાબા અને પડતર જમીનો પર 1000થી 1200 જિંગા તળાવો બન્યા છે.
ભરૂચના ભાજપના નેતા પરેશ પટેલનું લાખો રૂપિયાનું જીંગા તળાવ કૌભાંડ પકડાયા પહેલાં 1200 જીંગા તળાવમાં રૂ.9000 કરોડનું કૌભાંડ થયું હતું. ભાજપના નેતા પરેશ પટેલના પાણી ચોરી કૌભાંડ બહાર આવ્યા બાદ એક વાત નક્કી થઈ ગઈ છે કે, ભરૃચમાં ગેરકાયદે જીંગા ઉછેર કૌભાંડ આજે પણ ચાલી રહ્યાં છે.
ફેબ્રુઆરી 2015માં જીંગા ઉછેર માટેના દરિયા કાંઠાની જમીન પર ગેરકાયદે તળાવોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 8,500 હેકટર જમીનમાં 1,200 તળાવો ખોદી નાંખવામાં આવ્યાં હતાં. રૂ.9,000 કરોડનું જીંગા કૌભાંડ અંગે ભરૂચના મત્સયવિભાગના અધિકારી વી.એસ. ચૌધરીએ ધી કોસ્ટલ એકવાકલ્ચર ઓથોરીટી એકટની કલમ 14 મુજબ દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પણ પછી તેમાં કોને સજા થઈ તે અંગે આજ સુધી સત્તાવાળાઓએ જાહેર કર્યું નથી.
ભાજપના લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ મૌન બની ગયા હતા.
સપ્ટેમ્બર 2017માં ભરૂચના હાંસોટતાલુકાના વમલેશ્વર અને કતપોર ગામમાં ખેતીની જમીનમાં ગેરકાયદે તળાવ બનાવી જીંગા ઉછેરનું કૌભાંડ બહાર આવ્યું હોવા છતાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ મૌન ધારણ કરી લીધું હતું. આલીયાબેટમાં સરકારી જમીન પર બનાવી દેવામાં આવેલાં 1,200થી વધારે તળાવો તોડી પડાયા હતાં. રૂ.200ના કિલોના ભાવે જિંગા વેચાય છે.
જીંગા તળાવ કૌભાંડ બહાર બાદ કોમી રમખાણો થયાં હતાં જેમાં ત્રણ યુવાનોના મોત થયાં હતાં. 200થી વધારે લોકો જેલના સળીયા પાછળ ધકેલાઇ ગયાં હતાં. ભાજપ તરફથી કોઇ મદદ કરવામાં આવી નથી. જીંગા તળાવમાં થયેલો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર હાંસોટના કોમી રમખાણો માટે જવાબદાર હતો. તેથી ભાજપમાંથી ઘણાં લોકોએ રાજીનામાં આપી દીધા હતા.
9000 કરોડના જિંગા કૌભાંડમાં મનસુખ વસાવા મૌન
સપ્ટેમ્બર 2017માં ભરૂચના હાંસોટતાલુકાના વમલેશ્વર અને કતપોર ગામમાં ખેતીની જમીનમાં ગેરકાયદે તળાવ બનાવી જીંગા ઉછેરનું કૌભાંડ બહાર આવતાં 98 તળાવો હતા, જેમમાંથી રૂ.17 કરોડના ખર્ચે બનેલાં 23 ખાનગી તળાવો તોડી પાડવામાં આવ્યાં હતા. ત્રણ વર્ષ પહેલાં આલીયાબેટમાં સરકારી જમીન પર બનાવી દેવામાં આવેલાં 1,200થી વધારે તળાવો તોડી પડાયા હતાં. રૂ.200ના કિલોના ભાવે જિંગા વેચાય છે. રૂ.900 કરોડ ઉપરાંતના જીંગા તળાવ કૌભાંડે રાજયભરમાં ચકચાર જગાવી હતી. હાંસોટમાં જીંગા તળાવ કૌભાંડમાં સરકારની નિષ્ક્રીયતાને કારણે અસામાજીક તત્વોને છુટો દોર મળી ગયો હતો. જીંગા તળાવ કૌભાંડ બાદ કોમી રમખાણો થયાં હતાં જેમાં ત્રણ યુવાનોના મોત થયાં હતાં.
સુરત – જિંગા
ખાનગી સંસ્થા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પુણેમાં અરજી નંબર 16-2020 ફરિયાદ કરી હતી. 2022માં સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, મજુરા તાલુકામાં આવેલા 10,000 થી વધુ ગેરકાયદે ઝીંગાના તળાવો સરકારી જમીન પર બનાવી દેવાયા હતા. તેની સામે નેશનલ ગ્રીન ટીબ્યુનલમાં ફરિયાદ થઈ હતી. સુરતના ડુમસના કાંઠા પટ્ટીના ગામોમાં સરકારી જમીનમાં 20 વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદે ઝીંગા તળાવોમાં ખેતી કરવામાં આવતી હતી.
ચોર્યાસીના ઉંબેર ગામના સર્વે નં.197માં 184 તળાવોમાંથી 75 તળાવો તોડી પડાયા હતા.
ઓલપાડના મોર, લવાછા, ઓરમા, કાછોલ, હાથીસા, મંદ્વોઇ, તેના, નેશ, કપાસી કુદિયાણા, દેલાસા,દાંડી, ભગવા તેમજ મજુરા તાલુકાના ખજોદ, ડુમસ,ભીમપોર, આલીયા બેટ, આભવા, તલગપોર સુરતના એરપોર્ટની આજુબાજુમાં મોટી સંખ્યામાં ગેરકાયદે ઝીંગાના તળાવો સરકારી જમીન પર બન્યા છે.
ઓલપાડ – સુરત
ઓલપાડના દરિયા કાંઠા પર 1 હજારથી વધારે જિંગા તળાવો સરકારી જમીન પર બની ગયા હતા. 16 ગામોમાં સરકારી જમીન પર ગેરકાયદે જિંગા તળાવ દૂર કરવાનો અને લેન્ડ ગ્રેબિંગ મુજબ ગુનો દાખલનો આદેશ 21 મે 2022માં આપવામાં આવ્યો હતો. વરસાદી પાણી તળાવોના કારણે નિકાલ ન થતાં ઓલપાડ તાલુકાનાં ગામોમાં ચોમાસામાં પૂર જેવી સ્થિતી હતી.
16 મે 2022માં દાંડી, કૂદીયાણા, ક્પાસી, કુવાડ, સરસ, ઓરમા, મોર, દેલાસા, મંડરોઈ, નેશ, કાછોલ, હાથીસા,લવાછા, તેના, સોંડલાખારા, કોબા અને ઠોઠબ એમ 16 ગામ હતા. તલાટીએ સરવે કર્યો હતો. કાર્યવાહી કરવાનું નાટક કરાતું આવ્યું હતું.
કિમ નદી
કિમ નદીના પટ પર ગેરકાયદે ઝીંગા તળાવો હતા. ઓલપાડના 14 ગામોમાં ઝીંગા તળાવોની માપણી કરી હતી.
આલીયા બેટ – સુરત
સુરતના ડુમસ પાસે આલિયા બેટ પરની 780 હેક્ટર સરકારી જમીન પર 150 ગેરકાયદે ઝીંગા તળાવો બનાવી દેવાયા હતા. રૂ25કરોડનો વેપાર તેમાંથી થયો હતો. ‘મહા’ વાવાઝોડા સમયે આ વાત બહાર આવી હતી. 10 વર્ષમાં અહીં રૂ.200 કરોડના જિંગા પેદા કરવામાં આવ્યા છે. જે જાપાન અે ચીન મોકલાયા છે. નવાબ હૈદરે 1949માં બેટ ગૌચર જમીન તરીકે સરકારને આપી દીધો હતો. ત્યારથી ગામવાસી ઢોર ચરાવવા માટે બેટ પર લઇ જતા હતા. ખેતી શરૂ કરી હતી. ગામના લોકોએ 2013થી આલિયા બેટ પર ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવી દીધા હતા. મામલતદાર, તલાટીની ગંભીર બેજવાબદારી હતી. હવે અહીં પર્યટક સ્થળ વિકસાવવાનું છે. કેટલાક તળાવ મુંબઇના જિંગાના વેપારીને આપી દીધા હતા. બોટથી જઈ શકાય છે. બેટ પર લોકો આવે નહીં તેથી એવી અફવા ફેલાવી હતી કે અહીં ભૂત છે. ફેબ્રુઆરી 2021માં મનાઈ હુકમ આપ્યો હતો. તેમાં આદેશ કર્યો હતો કે, ગેરકાયદે ઝીંગાના તળાવોમાં ઝીંગા ઉછેરની કોઇ પ્રવૃતિ કરવી નહીં.
આલીયા બેટ – ભરૂચ
નર્મદા નદીના કિનારે આવેલાં અને ભૌગોલિક દ્દષ્ટિએ મોકાનું સ્થાન ધરાવતાં આલિયાબેટમાં સર્વે નંબર 1ની 8.500 હેક્ટર સરકારી પડતર છે. હાંસોટ ગામના મહિલા સરપંચનો પતિ જ જમીન પચાવી લેવામાં હતો. મુખ્ય સુત્રધાર ગણાતાં હાંસોટના પપ્પુ ખોખર અને સાબીર કાનુગાની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ પૈકી એક પપ્પુ ખોખર હાંસોટના મહિલા સરપંચનો પતિ હતો. મે 2014માં 100 પોલીસ સાથે 700 કર્મીઓએ આલીયા બેટ પર 3 દિવસ સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું. ગુજરાતનું આ રીતનું સૌથી મોટું શોધ કાર્ય હતું. 8,500 હેકટર સરકારી જમીનમાં પરવાનગી વગર 1,200થી વધુ તળાવો ખોદી ગેરકાયદે જિંગા ઉછેર કરવામાં આવતો હતો.
હાંસોટ – ભરૂચ
ખેતીની જમીનમાં તળાવ બનાવી જીંગા ઉછેરનું કૌભાંડ બહાર આવ્યું છે. હાંસોટના કતપોર અને વમલેશ્વરમાં 123 ગેરકાયદે તળાવો તોડી નાંખ્યા હતા. કતપોર ગામના કોટેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગે કન્ટેનરમાં જીંગાની હેરાફેરી થતી હતી. તળાવના માલિક શૈલેષ પટેલ પાસે પરવાનગીના દસ્તાવેજોની માંગણી કરી હતી. ખેતીની જમીનમાં તળાવ બનાવી તેમાં જીંગાનો ઉછેર કરવામાં આવતો હતો. જમીનનો હેતુફેર કર્યા સિવાય જીંગાનો ઉછેર કરાયો હોવાથી 1,775 કીલોથી વધારે જીંગાનો જથ્થો સીઝ કર્યો હતો. શૈલેષ પટેલને 3.37 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
કોડીનાર – જિંગા
કોડીનારના કાજ ગામે ઝીંગાફાર્મ ભાજપના એક નેતાની દાદાગીરીથી 2018થી ગૌચરની જમીન પર બની રહ્યાં છે. ભાજપના જમીન માફીઆઓ દ્વારા 78 જીંગા તળાવો બનાવી દેવાયા હતા. ગાયની જમીન પર જિંગા પાળવામાં આવે છે. લોકોએ મામલતદાર કચેરીએ વિરોધ કર્યો હતો. 8 દિવસથી કોડીનાર મામલતદાર કચેરીએ પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. પ્રશ્નોને વાચા ન મળતા ગ્રામજનોએ પ્રાંત અધિકારીના છાજીયા લીધા હતા. ગૌચર ખોદીને તળાવ બનાવે છે. દરિયાનું ખારૂં પાણી જમીનમાં ઉતરે છે. ખેડતોના કૂવા અને બોરમાં ભળી રહ્યું છે. પાક અને જમીન બિનઉપજાઉ બની છે. ખેતી બચાવવા અને ગૌચરની જમીન છૂટી કરાવવા છેક હાઈકોર્ટમાં ધા નાખી હતી. કલેક્ટર અને એસપીને ઝીંગા ફાર્મની કાયદેસરતા અંગે તપાસ કરી હતી. ઝીંગા ફાર્મ દૂર કરવા અને ગૌચરની જમીન છૂટી કરવા હુકમ કર્યો હતો.
પશુધનના પ્રમાણમાં 490 હેકટર જમીન ઘટે છે. ગ્રામ પંચાયતની વારંવારની તંત્રમાં રજૂઆત કરી હતી કે ગૌચર આપો. તેથી 2019માં 145 હેક્ટર પડતર જમીન ગૌચર તરીકે આપી હતી. જિલ્લા ડી.એલ.આર. કચેરીને 2 વર્ષમાં 19 પત્રો જમીન માપવા માટે લખ્યા હતા. છતાં જમીનની માપણી થઈ ન હતી. અને જિંગા તળાવો બની ગયા હતા. ઉછેર માટેના વિશાળ તળાવો બનાવવામાં આવ્યા છે. જેમાં માત્ર એકાદ તળાવના પાળા તોડવાનું રોજકામ કર્યું હતું. કોડીનાર નજીકના નાના દરિયાકાંઠે ગામો છે જેમાં મુળ દ્વારકા મહાભારતની મૂળ દ્વારકાના ઐતિહાસિક સ્થળ છે. દીપડા અહીં રહે છે. સારી નાળિયેરી થાય છે.
પાદરા – જિંગા
2015માં પાદરા તાલુકાના કરખડી ગામે ખાલસા કરવામાં આવેલી જમીનમાં કેટલાક શખ્સો દ્વારા જિંગા ફેક્ટરી શરૂ કરી હતી. ગામના લોકોએ મામલતદારને જાણ કરી છતાં કંઈ ન કર્યું. સામુહીક ખેતી કરવા ગરીબ લોકોને આપી હતી. બ્લોક નં. 1944માં જવાહર સામુહીક ખેતી મંડળી, નવ સહાય સામુહીક ખેતી મંડળી, જય કિસાન સામુહીક હક ખેતી મંડળ પહેલાં ખેતી કરતાં હતાં. કેટાંક માથભારે લોકોએ મંડળીના સભ્યોને હાંકી કાઢ્યા હતા. જેમાં હાલ ખેતી થતી નથી. જમીનમાં તળબદા સુખદેવ છોટા, રણછોડ ફુલાભાઇ તળપદા, લાલભાઇ ભુજાભાઇ તળપદા કાયદેસર કબજો કરી તેમાં જેસીબીથી ખોદકામ કરી તળાવો બનાવેલા હતા. 200થી વધુ વૃક્ષો કાપી નાંખ્યા હતા.
તળાજા
તળાજાના મીઠી વીરડીના દરિયાકાંઠે 40 નોંધાયેલા અને 150 ખાનગી જિંગા બનાવતી પેઢીઓ હતી. 350 હેક્ટરમાં આ ઉદ્યોગ વિસ્તરેલો છે.
ભાવનગર પાસે 1125 હેક્ટર ભાંભરા પાણીનો વિસ્તાર છે. વર્ષ 2018માં 40 ફાર્મરોને જીંગા ઉછેર માટે 140 હેક્ટર જમીન ફાળવી હતી. પ્રત્યેક હેક્ટર દિઠ 1 ટન જિંગા ઉત્પાદન થાય છે. ભાવનગરમાં ઘોઘા, જસવંતપુરા, કોટડા, ગણેશગઢ, બાવળીયાળી વિસ્તારમાં જિંગા ફાર્મ છે. ભાવનગરમાં વનામી પ્રજાતિના જીંગા વિશેષ પ્રમાણમાં ઉછેરાય છે. જે ચેન્નાઇથી બીજ આવે છે. ખાડીના ભાંભરા પાણીમાં ઉછેરી વેરાવળ અને ત્યાંથી પ્રોસેસ થઇ ગલ્ફ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરાય છે. જ્યારે ડોલોમાઇ ટાઇગર પ્રજાતિનું હવે પ્રત્યારોપણ પણ શરૂ કરાયું છે.
દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 1,70,000 હેક્ટરમાં ઝીંગાનું કાયદેસર વાવેતર થાય છે. પણ ગેરકાયદે વાવેતર તેનાથી અનેક ગણું છે. ભારત 14.73 મિલિયન મેટ્રિક ટન માછલી ઉત્પાદન સાથે ત્રીજા ક્રમનો સૌથી મોટો માછલી ઉત્પાદક છે. 10 લાખ ટન ઉત્પાદન સાથે, 7 લાખ ટન ઝીંગાનો સૌથી મોટો નિકાસકાર છે. ભારતમાંથી થતી દરિયાઈ નિકાસમાં ઝીંગાનો હિસ્સો 70 ટકા છે.
2018ની સરખામણીમાં 2019માં ઝીંગાનું ઉત્પાદન 7.2% વધીને 8,04,000 ટન થયું. હવે તે 10 લાખ ટન છે. આંધ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ 71% ઝીંગાનું ઉત્પાદન કરે છે. અન્ય ઝીંગા ઉત્પાદક રાજ્યો પશ્ચિમ બંગાળ (10%), ઓડિશા (9%), ગુજરાત (5.5%) અને તમિલનાડુ (2.7%) છે. ગણ ગુજરાતના ગેરકાયદે ઝીંગા ક્યાં જાય છે તે સવાલ છે.
ચીન 25% હિસ્સા સાથે યુએસ (42%) પછી ભારતીય ઝીંગાનો બીજો સૌથી મોટો ખરીદનાર છે. ત્રણ મુખ્ય ઝીંગા ઉત્પાદક રાજ્યોના પાણીમાં ઓછી ખારાશને કારણે સારી લણણી થઈ છે. ગુજરાત અને તમિલનાડુમાં પાણીમાં વધુ ખારાશના કારણે ઝીંગાનું ઉત્પાદન પ્રભાવિત થયું છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પોંડિચેરી, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત છે.
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા છે. તેઓ ગુજરાતના અમરેલીના છે. તેઓ જ્યારથી મત્યસ્ય પ્રધાન થયા ત્યારથી ગુજરાતમાં ગેરકાદયે ઝીંગા માછલી વધારે બની રહી છે.
ભારતમાં 2.8 કરોડ માછીમારો અને મત્સ્ય ખેડૂતો છે.
વૈશ્વિક માછલી ઉત્પાદનમાં લગભગ 8% હિસ્સો ધરાવતો ભારત માછલીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. 10 વર્ષો દરમિયાન ભારત સરકારે મત્સ્યોદ્યોગ અને જળચરઉછેર ક્ષેત્રે રોકાણ વધાર્યું છે. 2015 થી, કેન્દ્ર સરકારે બ્લુ રિવોલ્યુશન સ્કીમ કુલ રૂ. 38,572 કરોડના રોકાણને મંજૂરી આપી.
મત્સ્યપાલન અને જળચરઉછેરમાં અત્યાર સુધીનું સૌથી વધુ રોકાણ છે. 3 વર્ષમાં રૂ. 14,656 કરોડના પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા.
ભારતની આઝાદી સમયે મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર સંપૂર્ણપણે પરંપરાગત પ્રવૃત્તિ હતી. હવે વ્યાપારી સાહસમાં પરિવર્તિત થયું છે. 1950 થી 2021-22 ના અંત સુધીમાં રાષ્ટ્રીય માછલી ઉત્પાદનમાં 22 ગણો વધારો થયો છે. ભારતનું 2013-14માં મત્સ્ય ઉત્પાદન 95.79 લાખ ટન હતું. 2021-22માં 162.48 લાખ ટન થયું હતું.
મોદી રાજમાં 10 વર્ષમાં 100 લાખ ટન વધારો 2023 સુધીમાં થઈ જશે. 2022-23 માટે રાષ્ટ્રીય માછલીનું ઉત્પાદન પણ 174 લાખ ટન થશે. જે 2013-14ની સરખામણીમાં 81% વધુ છે.
આંતરદેશીય માછલીનું ઉત્પાદન 1950-51માં માત્ર 2.18 લાખ ટનથી વધીને 2021-22માં 121.12 લાખ ટન થયું છે. 2013-14ના અંતે 61.36 લાખ ટનથી વધીને 2021-22ના અંતે 121.12 લાખ ટન થયું છે. આંતરદેશીય ઉત્પાદન 61.36 લાખ ટન સુધી પહોંચવામાં 63 વર્ષ લાગ્યા હોવા છતાં, છેલ્લા નવ વર્ષમાં આટલો જ જથ્થો પ્રાપ્ત થયો છે. જે ગેરકાયદે ઝીંગા ફાર્મના કારણે શક્ય બન્યું છે. જેમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધારે છે.
ભારતની સીફૂડની નિકાસ 2013-14થી 2022-23 સુધીમાં બમણી થઈ છે. જ્યારે સીફૂડની નિકાસ 2013-14માં રૂ. 30,213 કરોડ હતી, તે વર્ષ 2022-23માં રૂ. 63,969.14 કરોડ થઈ હતી. 111.73% ની વૃદ્ધિ દર્શાવે છે. ભારતીય સીફૂડની નિકાસ 129 દેશોમાં થાય છે, જેમાં યુએસએ સૌથી મોટો આયાતકાર છે.
રૂપાલા માને છે કે, ખારી એક્વાકલ્ચર જેમાં ઝીંગા (ઝીંગા)ની ખેતી અગ્રેસર છે તે સરકારી નીતિ દરમિયાનગીરીઓ દ્વારા હજારો વૈવિધ્યસભર નાના એક્વાકલ્ચર ખેડૂતોની સફળતાની ગાથા છે. છેલ્લા 9 વર્ષોમાં, ખાસ કરીને આંધ્રપ્રદેશ, ગુજરાત, ઓડિશા અને તમિલનાડુ રાજ્યોમાંથી ઝીંગાની ખેતી અને નિકાસમાં તેજી આવી છે. દેશના ઝીંગાનું ઉત્પાદન 2013-14ના અંતે 3.22 લાખ ટનથી 267% વધીને 2022-23ના અંતે રેકોર્ડ 11.84 લાખ ટન છે. 2022-23ના અંતે ઝીંગાની નિકાસ બમણીથી વધીને રૂ. 43,135 કરોડ છે. જે મોદી રાજમાં રૂ.50 હજાર કરોડ થઈ જશે.
થવાની ધારણા છે, જે 2013-14ના અંતે રૂ. 19,368 કરોડથી 123 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ભારતમાં આધુનિક ઝીંગા ઉછેરની શરૂઆત 1980ના દાયકાના અંતમાં થઈ હતી, જે ઝીંગા માટેની વૈશ્વિક ભૂખ, સીફૂડની નિકાસને પ્રોત્સાહન આપવાની સરકારી નીતિઓ અને હેચરી, ફાર્મ અને પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે મૂડી પૂરી પાડતી અનેક કોર્પોરેટ સંસ્થાઓ દ્વારા પ્રેરિત હતી. તે મુખ્યત્વે કાળા વાઘના ઝીંગા (ફેનોરસ મોનોડોન) પર અને થોડા અંશે ભારતીય સફેદ ઝીંગા (ફેનેરોપેનિયસ ઇન્ડિકસ) પર આધારિત હતું.
થોડા વર્ષો પછી, જ્યારે વ્હાઈટ સ્પોટ સિન્ડ્રોમ વાયરસ (WSSV) ભારતના કિનારા પર પહોંચ્યો, ત્યારે ક્ષેત્રના વિકાસને ગંભીર અસર થઈ, અને ભારતની સર્વોચ્ચ અદાલતે, પર્યાવરણીય કાર્યકરોની અરજીઓ પર ધ્યાન આપતા, દરિયાકાંઠાના પાણીમાં ઝીંગા ઉછેર પર પ્રતિબંધ મૂક્યો. ઝીંગા જળચરઉછેરના પુનઃપ્રારંભ માટે ભારતીય સંસદના અધિનિયમની આવશ્યકતા હતી અને ત્યારપછીના વિકાસના તબક્કામાં ઘણા નાના ખેડૂતોની માલિકીની અથવા ભાડે લીધેલી પાંચ હેક્ટરથી ઓછી જમીનની સ્વતંત્ર હેચરી અને ખેતરોના વિકાસ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો. રુચિની પ્રજાતિઓ બ્લેક ટાઈગર ઝીંગા રહી પરંતુ તાજા પાણીના ઝીંગા (મેક્રોબ્રાચિયમ રોઝેનબર્ગી)નું નોંધપાત્ર ઉત્પાદન પણ હતું.
જ્યારે 2000 ના દાયકાના મધ્ય સુધી વોલ્યુમમાં વધારો થતો રહ્યો, રોગની સમસ્યાઓ, ધીમી પ્રાણી વૃદ્ધિ અને કદની વિવિધતાને કારણે દાયકાના બીજા ભાગમાં અટકી ગઈ. બ્રૂડસ્ટોક માટે, આ પ્રદેશ જંગલી પકડાયેલા કાળા વાઘના ઝીંગા પર આધાર રાખતો હતો, જેનો અર્થ એ થયો કે રોગાણુઓને બાકાત રાખવું અત્યંત પડકારજનક હતું અને પ્રજનન સંપૂર્ણપણે અશક્ય હતું. અન્ય મુખ્ય એશિયાઈ ઉત્પાદકોના અનુભવને ધ્યાનમાં લઈને, ભારતે 2008માં ચોક્કસ પેથોજેન ફ્રી (SPF) પેસિફિક વ્હાઇટ ઝીંગા (લિટોપેનિયસ વેનેમી) રજૂ કરવાનું નક્કી કર્યું. કેટલીક પસંદગીની સંસ્થાઓને પ્રાયોગિક સંસ્થાઓને આયાત અને પ્રદર્શિત કરવાની મંજૂરી આપીને દેશે પ્રજાતિઓને કાળજીપૂર્વક રજૂ કરી. પરીક્ષણ, જેના આધારે વધુ આયાત માટે નિયમો બનાવવામાં આવ્યા હતા અને લાગુ કરવામાં આવ્યા હતા.
વિશ્વના ટોચના ઝીંગા ઉત્પાદક
ભારતમાં 38 ફીડ મિલો છે જે 3.5 મિલિયન મેટ્રિક ટનની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા સાથે ઝીંગા ફીડનું ઉત્પાદન કરી શકે છે. 2019 માં, ઝીંગા ફીડનું વેચાણ વોલ્યુમ 1.3 મિલિયન મેટ્રિક ટન હોવાનો અંદાજ હતો. ગ્રોલ ફીડ્સ દ્વારા ફોટો.
ભારતીય ઝીંગા ઉછેર ઉદ્યોગ 550 થી 600 હેચરીમાંથી પ્રતિ વર્ષ 120 બિલિયન પોસ્ટલાર્વા (PL) ની અંદાજિત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
વિશ્વના ટોચના ઝીંગા ઉત્પાદક
ભારતે 2019માં 652,253 MT ઝીંગાની નિકાસ કરી હતી, જેનું મૂલ્ય US$4.89 બિલિયન હતું. છેલ્લા દાયકા રણની નિકાસમાં 430 ટકાનો વધારો થયો છે. મુખ્ય બજારોમાં યુનાઇટેડ સ્ટેટ્સ (46.7 ટકા), ચીન (23.8 ટકા), યુરોપિયન યુનિયન (12.1 ટકા) અને જાપાન (6.4 ટકા)નો સમાવેશ થાય છે.
પ્રતિ ચોરસ મીટર લગભગ 40 ઝીંગાનું પ્રમાણ વ્યાપકપણે અનુસરવામાં આવે છે. તેથી, દેશ મોટા ઝીંગાનું ઉત્પાદન કરી શકે છે. ભારતીય ખેડૂતો વધુ સારી નફાકારકતા માટે મોટા ઝીંગા, ખાસ કરીને કાળા વાઘના ઉત્પાદનમાં ખૂબ જ રસ ધરાવે છે.
મોટા પી. મોનોડોનનું ઉત્પાદન એક નોંધપાત્ર તક માનવામાં આવે છે, ખાસ કરીને ગુજરાત જેવા ઉત્તરીય રાજ્યોમાં.
સરકારે તાજેતરમાં ભારતમાં SPF બ્લેક ટાઇગર શ્રિમ્પની આયાતને મંજૂરી આપી છે.