ગુજરાતના 14 જિલ્લામાં સિકલ સેલ એનીમિયા દર્દ નાબૂદીમાં મોદી 17 વર્ષથી નિષ્ફળ

Modi failed for 17 years to eliminate sickle cell anemia in 14 districts of Gujarat , गुजरात के 14 जिलों में सिकल सेल एनीमिया को खत्म करने में मोदी 17 साल से असफल

અમદાવાદ, 16 સપ્ટેમ્બર 2023
સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 29,600 સિકલ સેલ એનીમિયાના દર્દીઓ છે. સિકલસેલ એનિમિયાના દર્દીઓની સંખ્યા દક્ષિણ ગુજરાતમાં આશરે 10 થી 12 ટકા જેટલી નોંધાઈ છે. વલસાડ જિલ્લામાં 2500 દર્દીઓ છે. નવસારી જિલ્લામાં 1700 અને ડાંગ જિલ્લામાં 700 દર્દીઓ છે.

2006માં સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો ગુજરાતમાં પ્રારંભ કર્યો હતો. 14 આદિજાતિ જિલ્લાઓમાં સિકલસેલ એનિમિયા છે. 97 લાખ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 7.11 લાખથી વધુ સિકલસેલ વાહક અને 31 હજાર જેટલા સિક્લસેલ દર્દીઓ મળી આવેલા હતા. 2006થી પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ દર્દ નાબૂદ કરવાનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. જે 17 વર્ષથી સફળ થયો નથી.

2047 સુધીમાં સમગ્ર દેશમાંથી સિકલસેલ એનિમિયા નાબૂદીનો લક્ષ્યાંક છે. આ મિશન અંતર્ગત દેશના 40 વય સુધીના અંદાજિત 7 કરોડ જેટલા લોકોનું આ અભિયાન અંતર્ગત સ્ક્રીનિંગ રેપિડ ટ્સેટ દ્વારા થયું હતું.

સિકલસેલ એનિમિયા હિમોગ્લોબીનની ખામીને કારણે થતી વારસાગત બીમારી છે. સિકલસેલ એનિમિયા અનુવાંશિક બિમારી છે. જેમાં માતા અને પિતા તરફથી મળેલા બન્ને જીનમાં સિકલસેલ માલૂમ પડે ત્યારે તેમાં દરકાર લેવી પડે છે. બન્ને જીનમાં સિકલસેલ હોય તેને સિકલસેલ ડિસીઝ કહેવામાં આવ્યા છે. જ્યારે, માતા કે પિતામાંથી કોઇ પણ એક જીનમાં સિકલસેલ હોય તેને સિકલસેલ ટ્રેઇટ કહેવામાં આવે છે. સિકલસેલ એનીમિયા (Sickle cell anemia)આદીજાતિઓમાં (Tribal) જોવા મળતો વારસાગત રોગ (Genetic disease)છે. આ રોગ રંગ સૂત્રની ખામીના કારણે ઉદભવે છે. આ રોગને કારણે થતી શારીરિક અને માનસિક યાતનાઓ, વ્યથા ખુબ જ હોય છે.

વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કિશોરીઓના આરોગ્ય સંદર્ભે નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં શાળાએ જતી કે ના જતી 39 હજાર જેટલી કિશોરીઓનું સિકલસેલ એનેમિયા માટે તબીબી પરીક્ષણ કરવામાં આવશે.

આદિવાસીઓને આ વારસાગત રોગની પિડામાંથી મૂક્ત કરાવવાનું કામ ડો. યઝદી ઇટાલિયા (Dr Yazdi Italia) વર્ષોથી કરી રહ્યાં છે.

2005- 06ના વર્ષમાં રાજ્યમાં સિકલસેલના પ્રથમ 2 દર્દી વલસાડ જિલ્લાના મળી આવ્યા હતા. જેમનું નિદાન વલસાડ રક્તદાન કેન્દ્રના (Valsad Raktdan Kendra) ડો.યઝદી ઇટાલિયાએ કર્યું હતું. આ બંન્ને દર્દી સમગ્ર ભારતમાં સૌથી વધુ લાંબુ જીવન જીવ્યા હોવાનો શ્રેય નિદાન કરનાર વલસાડ રક્તદાન કેન્દ્રના ડો. યઝદી ઇટાલિયાને ફાળે જાય છે.

રાજ્યનો સિકલસેલનો પ્રથમ પ્રોજેકટ ડો.યઝદી ઇટાલિયાએ મુક્યો હતો. તેમણે આદિવાસી વિસ્તરોમાં સિકલસેલ માટે મોટી સંખ્યામાં એકસાથે ચકાસણી કરાવી હતી. વર્ષ 2006માં ગુજરાત સરકારે જવાબદારી સોંપી હતી. વર્ષ 2006માં સિકલસેલ એનીમિયા નિયંત્રણ માટે ભારતમાં પ્રથમ વલસાડ રક્તદાન કેન્દ્રને જવાબદારી સોંપી હતી.

2011માં રાજ્યના આ કાર્યક્રમને તે સમયના વડાપ્રધાન મનમોહનસિંઘે આખા દેશમાં લાગુ કરી હતી. જેમાં સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, કાઉન્સિલિંગ, સારવાર થાય છે.

બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને અમીરગઢ ૧૮૮ પુરુષો અને ૨૧૨ સ્ત્રીઓ મળી કુલ- ૪૦૦ સિકલસેલ ડીસીઝ (રોગ) દર્દીઓ છે. જ્યારે સિકલસેલ ટ્રેટ (વાહક) કુલ દર્દીઓ ૧૭,૮૩૨ છે. જેમાં ૮,૫૯૦ પુરુષો અને ૯,૨૪૨ સ્ત્રીઓ છે. અમીરગઢ તાલુકામાં ૪,૦૨૦ પુરૂષો અને ૪,૧૦૮ સ્ત્રીઓ મળી ટ્રેઈટ દર્દીઓની સંખ્યા કુલ-૮,૧૨૮ છે. જ્યારે દાંતા તાલુકામાં ૫,૦૭૦ પુરૂષો અને ૪,૬૩૮ સ્ત્રીઓ મળી ટ્રેઈટ દર્દીઓની કુલ સંખ્યા ૯,૪૦૮ છે.

સિકલસેલ ડીસીઝ દર્દી માટે આભા આઈ.ડી, PMJAY કાર્ડ, ડિસએબીલીટી કાર્ડ બનાવવામાં આવ્યા છે તેમજ આદિજાતિ વિભાગ દ્વારા ૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.

ન્યુમોકોકલ વેકસીન ૩૩૩ દર્દીઓને આપેલ છે અને ૬૭ દર્દીઓને આપવાની બાકી છે. હાઈડ્રોક્સી યુરિયા ટેબલેટ લેનાર દર્દીઓની સંખ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ વાર ૧૫૨ સિકલસેલ ડીસીઝ (રોગ) ના દર્દીઓને ડીસએબેલીટી સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવ્યા છે.

બચવા શું કરવું જોઇએ
આગળ વધતો અટકાવવા માટે સિકલસેલ ગુણ ધરાવતા હોય તો બીજા સિકલસેલ વાહક અથવા ડીસીઝ ગુણ ધરાવતી વ્યક્તિ સાથે લગ્ન ન કરવા જોઈએ. જેથી આવનાર પેઢીને સિકલસેલના રોગથી બચાવી શકાય. જન્માક્ષરની જેમ જ સિકલસેલના જન્માક્ષરને પણ પૂરતુ મહત્વ આપવું.