કપાસના આગોતરા વાવેતર શરૂ, સૌરાષ્ટ્રમાં ચીનના કારણે કપાસનું વાવેતર ઘટશે

ગાંધીનગર, 26 મે 2021

ગુજરાતમાં ઘણાં ખેડૂતોએ કપાસનું આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે. પાદરામાં 15 મે 2021ના દિવસે ઘણાં ખેડૂતોએ કપાસનું આગોતરું વાવેતર કરી દીધું છે. 1 જૂન સુધીમાં વરસાદ પડે કે ન પડે પણ સિંચાઈથી 10 હજાર હેક્ટર અને વરસાદ પડે તે પહેલા 15 જૂન સુધીમાં 5 લાખ હેક્ટરમાં વાવેતર આ વર્ષે થઈ શકે છે. ગયા વર્ષે આગોતરો કપાસ 6 લાખ હેક્ટર હતો.

કોરોનાના કારણે ખેડૂતોને કપાસમાં ભાવ ઓછા આવવાના કારણે આ વખતે આગોતરું વાવેતર ઓછું થઈ શકે છે. કારણ કે કપાસના કુલ વાવેતરમાં 18 લાખ હેક્ટરની આસપાસ વાવેતર રહી શકે છે. સૌરાષ્ટ્રમાં ઘટાડો થઈ શકે છે તેની સામે ગુજરાતના બાકીના 3 વિસ્તારોમાં કપાસનું આગોતરું વાવેતર ગયા વર્ષની સાથે ઊભું રહી શકશે.

જેમાં 12 લાખ હેક્ટર તો બીટી કપાસનું હોવાનો અંદાજ છે. આ વખતે કપાસમાં ઇયળોનો મોટો રોગ હતો. કપાસમાં વરસાદ પણ આવ્યો હતો. તેથી ખેડૂતોને સારું એવું નુકસાન ગયું હતું. સૌરાષ્ટ્રના ખેડૂતો ગયા વર્ષની જેમ આ વર્ષે કપાસના સ્થાને મગફળીને વધારે પ્રાથમિકતા આપી શકે છે. કારણ કે મગફળીમાં સારા ભાવ મળ્યા હતા. ચીને સૌરાષ્ટ્રની મગફળી મોટા પાયે ખરીદ કરી લીધી હતી. કારણ કે ચીનમાં મગફળીનો પાક નિષ્ફળ રહ્યો હતો.

ગયા વર્ષે 15 જૂન 2020 સુધીમાં કપાસનું 6 લાખ હેક્ટર વાવેતર ચોમાસાના પહેલા વરસાદ પહેલા થઈ ગયું હતું. જેમાં 90 ટકા કપાસનું વાવેતર સૌરાષ્ટ્રમાં હતું.

1 જૂન 2020 સુધીમાં ગુજરાતમાં 13 હજાર હેક્ટરમાં કપાસનું આગોતરું વવાવેતર થયું હતું. જેમાં જૂનાગઢ, જામનગર, સુરેન્દ્ર નગર સૌથી આગળ રહ્યાં હતા.

સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લાઓમાં આગોતરું વાવેતર હતું. સૌથી વધું અમરેલીમાં 2 લાખ હેક્ટર કપાસ, ભાવનગર 82 હજાર હેક્ટર, રાજકોટ 82 હજરા હેક્ટર, બોટાદમાં 43 હજાર હેકટરમાં કપાસનું આગોતરું વાવેતર થયું હતું.

ચોમાસાના વરસાદ બાદ

13 જૂલાઈ 2020 સુધીમાં કપાસનું કુલ 20 લાખ હેક્ટરમાં હતો.

આ જ સમયે 2019માં 21 લાખ હેક્ટર કપાસનું વાવેતર હતું. અમરેલીમાં 3.3 લાખ, ભાવનગરમાં 2.24 લાખ, રાજકોટમાં 2 લાખ હેક્ટર વાવેતર થયા હતા.

સૌરાષ્ટ્રના 6 લાખ હેક્ટરના આગોતરા બીટી કપાસમાં ગુલાબી ઈયળનો હુમલો, ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન

ચીન અને અમેરિકાની લડાઈમાં ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો ફાવી જશે, ચીન પર અમેરિકાનો પ્રતિબંધ