મજૂરોને લઈ જવા એસ.ટી. હોવા છતાં લક્ઝરી બસ કેમ ? કોના લાભાર્થે? – કોંગ્રેસ

આંતરજીલ્લા પરિવહન માટે ભાડું કોણ ચૂકવશે ? પ્રવાસી કે સરકાર ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે

એક બાજુ ગુજરાત સરકાર પરપ્રાંતીઓને તેમના વતન પરત મોકલવા વ્યસ્ત છે બીજી બાજુ રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાંથી પોતાના વતન ના જીલ્લાઓમાં જવા માટે શ્રમિકો ઉતાવળા થયા છે. લોકડાઉનના ત્રણ રાઉન્ડના કારણે પુરતો જમવાનું, બાળકોના દૂધ તથા દવાઓથી લઈને વૃદ્ધોની સારસંભાળ અઘરી બની રહી છે ત્યારે હવે રાજ્યના જ કારીગરો અને શ્રમિકો પોતાના વતનમાં જવા દબાણ વધારી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે આંતરજિલ્લા આવાગમન માટે જે વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે એમાં સરકાર સ્પષ્ટતા કરે કે ભાડું કોણ ચુકવશે ??

જો પ્રવાસ કરનાર વ્યક્તિએ જ ભાડું ચૂકવવાનું હોય અથવા સરકાર ચુકવવાની હોય તો પણ મોંઘીદાટ લક્ઝયુરિયસ બસ કેમ ?? આ લક્ઝરી બસ સરકાર કોના લાભાર્થે ચલાવવા માંગે છે ??

સરકાર પાસે પોતાનું એસ.ટી. નિગમ છે..પોતાની બસો છે..પોતાના ડ્રાઇવર છે.પોતાના કન્ડક્ટર છે..ડિઝલ સિવાય કઈ ખર્ચ નથી.આમ પણ આપણે ડ્રાઇવર-કન્ડક્ટર અને સમગ્ર નિગમના કર્મચારીઓને પગાર તો આપી એ જ છીએ તો સરકાર પણ કેમ લક્ઝરી બસ નો આગ્રહ રાખે છે ?? એ સમજાતું નથી..કોંગ્રેસ પક્ષની માંગણી છે કે આંતરજિલ્લા અવનગમન માટે એસ ટી બસનો ઉપયોગ કરવો જોઈએ અને સરકારના ખર્ચે વ્યવસ્થા કરવી જોઈએ.