જૂનાગઢ, 16 સપ્ટેમ્બર 2020
આપણે પોસ્ટ ઓફિસને ટપાલની લેવડ દેવડ માટે કે બચત ખાતા તરીકે જોઈએ છીએ. પરંતુ ટપાલ વિભાગે નવતર અભિગમ અપનાવી મહાનુભાવો કે લોકપ્રીય હસ્તીઓની જેમ કોઈપણ વ્યક્તિ પોતાના ફોટાવાળી ટિકિટ પણ બનાવી તેવો નિર્ણય કર્યો છે.
સામાન્ય રીતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા મહાનુભાવો અને લોકપ્રીય હસ્તીઓની ટપાલ ટિકિટ બહાર પાડવામાં અઆવે છે. પરંતુ હવે ટપાલ વિભાગ દ્વારા આપના ફોટા વાળી ટિકિટ બનાવી શકાય છે. આ સુવિધા હેડ પોસ્ટ ઓફિસ ગાંધીગ્રામ જૂનાગઢ તથા સબ પોસ્ટ ઓફિસ પ્રભાસ પાટણ ખાતે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે લોકો પોતાના ફોટાવાળી ટિકિટ બનાવી શકે છે જેનો ચાર્જ એક શીટના રૂ.300/- છે અને તેમાં 12 (બાર) ટિકિટ આપવામાં આવે છે.
આ ટિકિટો જન્મ દિવસ ની યાદગીરી રૂપે બનાવી શકાય. વર-કન્યાના ફોટા સાથેની ટિકિટ લગ્ન કંકોત્રી પર લગાવી શકાય. સ્કૂલ/કોલેજ/સંસ્થાનું નામ-લોગો વગેરેને ટિકિટ બનાવી શકાય. વધુ માહિતી માંટે હેડ પોસ્ટ માસ્ટર હેડ પોસ્ટ ઓફિસ ગાંધીગ્રામ જૂનાગઢ તેમજ સબ પોસ્ટ માસ્ટર,સબ પોસ્ટ ઓફિસ પ્રભાસ પાટણ નો સંપર્ક સાધવા સુપ્રી. ઓફ પોસ્ટ ઓફિસીઝ જૂનાગઢ વિભાગની યાદીમાં જણાવાયું છે.