અમદાવાદ, 1 જૂલાઈ 2020
અનલોક – 2ની છૂટછાટ બાદ એસ ટી બસનું સંચાલન ગીતામંદિર મધ્યસ્થ બસ સ્ટેન્ડ ખાતેથી સંચાલીત કરવાનું રહેશે. પણ સૌરાષ્ટ્રની તમામ બસો ગીતા મંદિર નહીં જાય.
આ નિયમનો અમલ 2 જૂલાઈ 2020થી કરવાનો આદેશ એસટી નિગમે કર્યો છે.
ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે બસ તેમજ પ્રવાસીનું વધુ ભારણ ન થાય તથા સોશીયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેથી અમદાવાદ શહેરમાં આવતી બસ અલગ જગ્યાએ ઊભી રાખવાનું નક્કી કરાયું છે.
ઉત્તર ગુજરાત ( મહેસાણા , પાલનપુર , વિભાગ ) થી સૌરાષ્ટ્ર ( રાજકોટ , જામનગર , જુનાગઢ , અમરેલી , ભાવનગર વિભાગ ) તરફ આવતી કે જતી સંચાલન થવા પામતી સર્વિસી રાણીપ , પાલડી , નહેરૂનગર , ઈસ્કોન , સરખેજ થઈ ( ગીતામંદિર બસ સ્ટેન્ડ સિવાય ) સંચાલન હાથ ધરવાનું રહેશે .
હિંમતનગર વિભાગથી સૌરાષ્ટ્ર તરફ આવતી કે જતી સર્વિસો કૃષ્ણનગર , બાપુનગર , પાલડી , નહેરૂનગર , થઈ તેના નિર્ધારિત માર્ગે ગીતામંદિર સિવાય સંચાલન હાથ ધરવાનું રહેશે .
અમદાવાદ શહેરના વિવિધ પરા વિસ્તારથી જેવા કે કૃષ્ણનગર , બાપુનગર થી ઉપડતી અને સૌરાષ્ટ્ર તરફ જતી કે આવતી સર્વિસો ( ગીતામંદિર બસ સ્ટેન્ડ સિવાય ) પાલડી , નહેરૂનગર , ઈસ્કોન થઈ તેના નિયત માર્ગે સંચાલન હાથ ધરવાનું રહેશે .
ઉત્તર ગુજરાત જેમ કે મહેસાણા , પાલનપુર , હિંમતનગર વિભાગ દ્વારા સંચાલીત અને દક્ષિણ ગુજરાત , પંચમહાલ , ખેડા , નડિયાદ , આણંદ , તરફ આવતી કે જતી સર્વિસોનું સંચાલન ગીતામંદિર બસ સ્ટેન્ડ થઈને હાથ ધરવાનું રહેશે .
અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતેથી ટર્મીનેટ થતી અને દક્ષિણ ગુજરાત , પંચમહાલ , દાહોદ તરફ જતી કે આવતી સર્વિસો ગીતામંદિર બસ સ્ટેન્ડથી સંચાલન હાથ ધરવાનું રહેશે .