અજીબ કિસ્સો: કર્ણાટકના યુવાનને 11 મહિનામાં 101 મેમા આવ્યા, 57,000 નો દંડ

કેટલાંક લોકો એક-બે વાર દંડ ભર્યાં બાદ સુધરી જાય છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા લાગે છે પરંતુ કેટલાંક લોકો સુધરતા નથી. આવો જ એક કિસ્સો કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સામે આવ્યો છે જયાં એક વ્યકિતએ 11 મહિનામાં 101 વાર મેમો ફાટ્યો, પણ ચોંકાવનારી વાત એ છે કે આ વ્યકિતને તેના આ મેમા વિશે ખબર જ નહોતી. બેંગલુરુની એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા રાજેશ કુમાર દરરોજ પોતાના વાહનમાં ઓફિસ જાય છે.

વધુ વાંચો: બેંકોની મનમાની નહિ ચાલે, UPI ફી વસૂલનાર બેન્ક વિરૂધ્ધ થશે કાર્યવાહી

તેઓ ઘરથી ઓફિસ જઈ રહ્યાં હતા. તેઓ ઓફિસ જઈ રહ્યાં હતા ત્યારે એક જગ્યાએ તેમણે સિગ્નલ તોડ્યું અને એ દરમિયાન ટ્રાફિક પોલીસે મેમો આપ્યો અને વાહનનો રેકોર્ડ તપાસ્યો તો ખબર પડી કે તે દિવસે જ તેના અન્ય 6 મેમો ફાટી ચુકયા હતા અને આ સાતમો છે. આ વ્યકિતના વાહનની વધુ તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ વ્યકિતના પહેલા જ 94 મેમો આવી ચુકયા છે અને કુલ 101 ટ્રાફિક મેમો થયાં. પોલીસ અધિકારીઓ પ્રમાણે તમામ મેમો મેળવીને તે શખ્સને 5.5 ફુટ લાંબી મેમોની કોપી સોંપવામાં આવી છે. અત્યાર સુધી તેણે એક પણ ચલણ ચુકવ્યું નહોતું. જેના કારણે તેની બાઈક પોલીસે જપ્ત કરી લીધી છે. તેના પર યુવકે પોલીસ અધિકારીઓ પાસે દંડ રકમ 57,200 ચુકવવા ત્રણ દિવસનો સમય માંગ્યો છે.

વધુ વાંચો: પૂર્વી લદાખમાં ભારતના જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી, બંને પક્ષો વચ્ચે ફરી ઝપાઝપી