ફણગાવેલા અનાજ, કઠોળ, શાક, ભાજીના બી, સુકામેવાનું સુપર ફાસ્ટ ફૂડની ખેતી 

Cultivation of Sprouted Cereals, Beans, Vegetables, Vegetable Seeds, Super Fast Food

ગાંધીનગર, 13 માર્ચ 2021

ખેડૂતો હવે ફણગાવેલા બીની ખેતી કરવા લાગ્યા છે. ખેતર કે ઘરે તે ફણગાવીને શહેરોમાં પેકીંગ કરીને મોકલવાનો નવો ટ્રેન્ડ જોવા મળે છે. ફણગાવેલા અનાજ, કઠોળ, શાક, ભાજીના બી, સુકામેવાનું સુપર ફાસ્ટ ફૂડની ખેતી  માટે આ નવો પ્રકાર છે. ફણગાવેલા અનાજ કે કઠોળ ખેતરમાં જ બને છે એવું નથી, તે ઘરે બનાવી શકાય છે. ફણગાવેલા એટલે કે અંકુરિત થયેલા અનાજનો ખોરાક લોકપ્રિય બની રહ્યો છે. તે હવે અમદાવાદમાં મોલમાં પેકીંગમાં મળે છે. શહેરી લોકો હવે તેને સુપર ફૂડ ગણે છે. કુદરતી પૌષ્ટિક જીવંત આહાર છે. 15 દિવસમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તીમાં સુધારો થાય છે. થાક, પ્રદૂષણની અસર, નકામા એસિડ દૂર કરી ઉર્જા વધારે છે. તેથી તે સુપર ફૂડ કહેવામાં આવે છે.

આણંદ કૃષિ યુનિવર્સિટી ઉપરાંત અનેક કૃષિ વિજ્ઞાનીઓએ ફણગાવેલા અનાજ, કઠોળ, તેલિબીંયી, શાકભાજીના બી, ઘાંસના બીને પાણીમાં ભીંજવીને તેમાં ફણગા ફૂટે પછી તુરંત કાચા ખાવાથી શું ફાયદો થાય છે તેના અભ્યાસ કરેલા છે. આખા વિશ્વમાં આ સુપર ફૂડનો પવન ફૂંકાયો છે. ગુજરાતમાં હવે સવારનો નાસ્તો ફણગાલેવા કાચા ખોરાકથી થતો હોવાનો હજારો કુટુંબો છે.

ઘરે એક વાટકામાં મુઠી એક પલાળી દીધા બાદ 24 કે 48 કલાકમાં તેમાંથી અંકૂર ફૂટી નિકળે છે. પ્રોટિનથી ભરપૂર બને છે. જે શરિરને મજબૂત કરે છે. રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. ફણગાવ્યા પછી 2થી 4 મિનિટ માટે તડકામાં રાખવાથી તેના પોષકતત્વો વધી જાય છે.

તમામ કઠોળ, અનાજ, તલ, રજકાના બી, મેથી, ગાજરના બી, મગફળી, સૂર્યમુખી, બ્રોકોલી, સરસવ, મૂળો, લસણ, સુવાદાણા, કોળા, બદામ, અનાજ, ઘઉંનાં જવ, રાઇ,  જુવાર, બાજરી, લીંબુના બીને પલાળીને અંકૂર ફૂટે ત્યારે ખાઈ શકાય છે. અંકૂર મોટા તેમ તત્વો વધું રહેશે. ખાતા પહેલા 5 મીનીટ સૂર્યપ્રકાશમાં રાખવાથી તત્વો, વિટામિન કે વધે છે.

આણંદની કોલેજ ઓફ એગ્રિકલ્ચરલ એન્ફોર્મેશન ટેકનોલોજીના મત મૂજબ ફણગાવેલા કઠોળ એનાજ એ પાચન શક્તિમાં સુધારો કરે છે. ફાસ્ટફૂડ છે.
કાચા તમામ ખાદ્ય પદાર્થોમાં સૌથી વધું પૌષ્ટિક અને ગુણકારી ફણગાવેલા કઠોળ હોય છે. અનાજને અંકૂરિત કરવાથી તેમાં ફરી એક વખત તાજગી અને પૌષ્ટિકતાં વધી જાય છે.

સૂકા અનાજમાં વિટામિન હોતા નથી પણ ફણગાવવાથી સી, ઈ, એ જોવા મળે છે. ફણગાવેલા મગમાં વિટામિન 285 ટકા વધે છે. થીયામીન 2.8 ટકા વધે છે. રિબોફ્લેવીન 515 ટકા વધે છે. નીયાસીન 256 ટકા વધે છે. એસ્કોરેબીક એસિડ એટલેકે વીટામીન સી 600 ટકા વધે છે. અંકૂર જેટલા મોટા એટલા પોષક તત્વો વધારે હોય છે.

ફણગાવવાથી મોટો ફાયદો એ થાય છે કે હાજર એન્ઝાઈમની માત્રામાં વધારો થાય છે. તેથી શરીરમાં ઘટકોનું શોષણ ઝડપથી શરૂ થાય છે. ફણગાવેલા કઠોળ અનાજ ઓમેગા 3 અને ફેટી એસિચ્સનો સારો સ્ત્રોત છે. જે હ્રદયને ફાયદો કરે છે.

આવા અનાજમાં કેલરી ઓછી હોવાથી વજન અને ચરબી ઘટાડવાનો ઉત્તમ ખોરાક છે.

ગુણવત્તા વધે છે

સુકા મેવા, બાદામ , કાજુ દ્રાક્ષને પલાળીને ખાવાથી તે વધું સક્રિય બને છે.

ફણગાવેલા અનાજનો ઉપયોગ બ્રેડ, ચિપ્સ, પાસ્તા અને પિઝા ક્રસ્ટ્સ જેવા ઉત્પાદનોમાં પણ થાય છે.

4થી 38 ગણા વધુ વિટામિન સી, 9થી 12 ટકા વધુ પ્રોટીન અને 20 ટકા પાચન શક્તિ સુધારે છે.

ફાયટીક એસિડ સામગ્રીને 81% સુધી ઘટાડી શકે છે. લેક્ટિનના સ્તરમાં 85% ઘટાડો થયો છે. પ્રોટીઝ ઇન્હિબિટર્સમાં 76% ઘટાડો થાય છે.

નિયમિત ખાવાથી કમરના કદનું 23% ઓછું અને મેદસ્વી થવાનું જોખમ 22% ઓછું થાય છે. કોરોનરી હ્રદય રોગનું જોખમ 22% ઓછું હોય છે.

બ્રોકોલી સ્પ્રાઉટ્સ સલ્ફ્રોફેનથી ખૂબ સમૃદ્ધ હોવાનું માનવામાં આવે છે. બ્રોકોલી ફ્લોરેટ્સની તુલનામાં, ફણગાવેલા બ્રોકોલી બીજમાં 50 ગણો વધુ સલ્ફ્રોફેન હોય છે.

સુકા કઠોળ હોય ત્યારે તેમાં પોષકતત્વો સુષુપ્તાવસ્થામાં હોય છે. જે કલાકો પલાળી રાખવાથી પુનઃજાગૃત થાય છે. તેમાં પૌષ્ટિકતા અત્યંત ઝડપથી વધે છે. વિટામીનોમાં વધારો થાય છે. ફણગાવવાથી વિટામિન એ, ઈ, કે વધે છે. એન્ટીઓક્સિડન્ટ, વિટામિન એ, બી, સી, કે, બી-1, બી-5, ખાઈમિન, રાયબફ્લેવિન, નિયાસિન,  તથા સૂક્ષ્મ તત્વોથી સમૃદ્ધ છે. કેલ્શિયમ, ફોસ્ફરસ, ફોલેટ, ઓમેગા 3, ફેટી એસિડ્સ, વિટામીન-બી કોમ્પલેક્ષ 3થી 10 ગણા વધે છે. જે વિટામિન બી અને ફોલિક એસિડ હોય છે.

રોગ ભગાડે

ગર્ભાવસ્થામાં અંકૂરિત અનાજ કઠોળ ખાવામાં આવે તો બાળકની માનસિક અને શારીરિક નબળાઈ રહેતી નથી. ડાયાબિટીશના દર્દીઓ માટે શ્રેષ્ઠ છે.
એન્ઝાઈમ્સ સક્રિટ બનતાં આંતરડાની કાર્યક્ષમતા વધારીને પાચન સુધારે છે. વિટામીનના કારણે ખોરાક સરળતાથી પચે છે. હ્રદયની કામગીરી સુધારે છે.
નુકસાન કરતાં હોય એવા અનાજના એસિડ નાશ પામે છે. શરીરમાં યુરિક એસિડ વધી જતાં નથી. મોટી ઉંમરની બિમારી થતી નથી. લોહી જામવું, અલ્સર, પાંડુરોગમાં દવા જેવું કામ કરે છે.  તાવ, કેન્સર, મજ્જતંત્ર-ન્યૂરોના રોગોમાં સાજા થવામાં મદદ કરે છે. ફણગાવેલા અનાજ કોબી સાથે ખાવાથી કેન્સરને આગળ વધતું અટકાવી શકાય છે. લીવર અને ફેફસાંને મજબૂત કરે છે. આંખો માટે સારા છે.

આણંદની કોલેજ ઓફ એગ્રિકલ્ચરલ એન્ફોર્મેશન ટેકનોલોજીના કૃષિ વિજ્ઞાનીઓ કહે છે કે, પાચનની નબળાઈ હોય એવા લોકો માટે આ સારો ખોરાક છે.

સુષ્ક અનાજ-કઠોળ ખાધા પછી પ્રોટીનને એમિનો એસિડમાં રૂપાંતરિત થવામાં 3થી 5 કલાક લાગે છે. પણ ફણગાવવાથી પ્રોટીન આપો આપ એમિનો એસિડમાં રૂપાતરિત થઈ જાય છે. તેથી પાચનની મહેનત અને શક્તિ બચે છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હીના બી પટેલ વિગતો આપી છે. મીઠાશ હોય છે. ખૂબ ચાવીને ખાવા જોઈએ નહીંતર ગેસ થઈ શકે છે. ફણગાવેલા કઠોળ ગરમ કરીને ખાવા કરતાં કાચા ખાવાથી પોષક તત્વો વધુ મળે છે. કાચુ ખાવાથી કબજિયાત દૂર થાય છે. રાંધવાથી વિટામિનો 5 ટકા નાશ પામે છે. અનાજના ખનીજતત્વો પર સાઈટ્રિક એસિડ જામેલો હોય છે તે નાશ પામે છે.

કાયાકલ્પ કરતો અમૃત આહાર છે.

ઘઉંમાં વિટામિન ઈ ભરપુર હોય છે. ચામડી અને વાળ ચમકદાર સુંવાળા કાળા બને છે. નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે. વધારાની ચરબી નાશ કરે છે.

શાકભાજીના બીને 5-6 દિવસ સુધી પલાળવા પડે છે.

અંકૂરિત અનાજનો લોટ

ફણગાવેલા અનાજને 12 કલાક સુકવી ભેજ દૂર કરીને તેમાંથી લોટ બનાવી શકાય છે. ફણગાવેલા અનાજનો લોટ બનાવવા માટે, ફૂડ ડિહાઇડ્રેટર – અનાજ સૂકવવાનાં સાધનો અને અનાજ દળવાની ઘંટીમાં દળીને સામાન્ય લોટની જેમ ઉપયોગ કરી શકાય છે.

મગ અંકૂર ફૂટે એટલે તેના સારી રીતે ફણગાવવા માટે તેના પર વજનદાર વસ્તુ મૂકો.