Thursday, July 16, 2026

Tag: Agriculture

વઢીયાર પંથકના ગામલોકો માટે ઝિતેલા ફળ આજીવિકાનું સાધન ગણાય

સમી, તા.૧૦  પાટણ જિલ્લાના સમી આસપાસના વઢિયાર પંથકમાં પાણીમાં થતું ફળ ઝીતેલા લોકોમાં ખૂબજ જાણીતું છે. ચાલુ વર્ષે પુષ્કળ વરસાદ થતાં તાલુકાના મોટાભાગના ગામોમાં ભરાયેલા પાણીમાં આ ફળના વેલા પથરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ફળ લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યું છે. વઢીયારની જમીન કાળીતર અને કઠણ હોઇ પાણીની શોષણ ક્ષમતા ઓછા પ્રમાણમાં છે. જેને કારણે વરસાદી...

માવઠાનો માર : પલળી ગયેલી મગફળીના માત્ર રૂ.૭૦૦ થી ૮૦૦ ના ભાવ મળે છે

હિંમતનગર, તા.૦૭ પાછોતરા વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લામાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. હાલ ખૂલ્લા બજારમાં રૂ.700થી 800 નીચા ભાવથી ખરીદી થઇ છે અને વેપારીઓ દ્વારા નીચા ભાવ માટે પલળી ગયેલ મગફળીની ગુણવત્તાનું કારણ આગળ કરાઇ રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સમયસર અને સારો વરસાદ થતા મગફળીનું 15 હજાર હેક્ટરમાં વધુ વાવેતર થતા વાવેતરનો કુ...

રાજ્યના શહેરોમાં ડુંગળીના ભાવ આસમાને, અન્ય શાકભાજીના ભાવ પણ વધશે

ગાંધીનગર,તા.07 ગુજરાતમાં ડુંગળીની અછત સર્જાઇ હોવાથી તેના દામ હજી પણ વધશે તેવી શંકા છે, હાલ છૂટક બજારમાં શાકભાજીનો ભાવ પ્રતિકિલોએ 90 રૂપિયા છે જે આગામી સપ્તાહ સુધીમાં 100 રૂપિયા થાય તેવી સંભાવના છે. ડુંગળીની જેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધે તેવું એપીએમસી કહે છે. જો કે ખેડૂતોને વધેલા ભાવનો ફાયદો થતો નથી, માત્ર વેપારીઓ નફાખોરી કરી રહ્યાં છે. ચોમાસાન...

ખેડબ્રહ્મા-વિજયનગરમાં પાક નુકસાનીનો સર્વે શરૂ

હિંમતનગર, તા.૦૫  2 જી નવેમ્બરે સા.કાં. જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ થવાને કારણે ખેતીપાકને સંભવિત નુકસાની અંગે બંને તાલુકાના 982 થી વધુ ખેડૂતોએ જાણ કરતાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી દ્વારા વીમા કંપનીને સર્વે હાથ ધરવા સૂચના અપાઇ છે. બીજી બાજુ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પણ ગ્રામ સેવકોના માધ્યમથી સર્વે કામ...

બનાસકાંઠામાં 3.16 લાખ હેક્ટર વાવેતર પૈકી 39 હજાર હેકટર વિસ્તાર અસરગ્રસ...

પાલનપુર, તા.૦૫ જિલ્લાના 14 તાલુકાના 443 અસરગ્રસ્ત ગામોમાં 69 ગ્રામ સેવકોની ટીમો દ્વારા જુદા જુદા 13,182 ખેડૂતોનો પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 3.16 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી 39 હજાર હેકટર વાવેતર વિસ્તારને અસર થઈ હોવાનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે. જિલ્લામાં સહુથી વધુ ડીસામાં 3200 ખેડૂતોને અસર થઈ હોવાનું તેમજ સહુથી ઓછા...

વાવાઝોડામાં પાકને થયેલા નુકસાનનો પણ સરવે કરવાનો સરકારનો નિર્ણય

ગાંધીનગર, તા. 04 રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ માથે મંડરાયેલું છે. ત્યારે આ મહા સંકટનો સામનો કરવા માટે સરકારે તમામ પ્રકારની તૈયારીઓ કરી હોવાનો દાવો કર્યો છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે આવેલા વિવિધ વાવાઝોડાના કારણે સૌથી વધુ માર ખેડૂતોને પડ્યો છે. અને આ વખતે આવી રહેલા મહા વાવાઝોડામાં પણ ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. આ સંકટ સમયે રાજ્ય સરકારે પ...

માવઠાથી ખેડૂતોના હાથનો કોળિયો ઝૂંટવાયો

મહેસાણા, તા.૦૩ મહેસાણા જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઊંઝામાં 16 મીમી, જ્યારે વિસનગરમાં 9 મીમી વસ્યો હતો. તો સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં સતલાસણામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. વડનગરમાં પણ બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે થોડાક સમય વરસાદ પડ્યા બાદ બંધ થઇ ગયો હતો. જ્યારે વડનગરમાં પણ 1...

સોમવારથી ચાર દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ

રાજકોટ,તા:૦૩  વરસાદે ખેડૂતોનો ઉતરી ગયેલો મગફળીનો પાક ફરી બગાડ્યો છે. તૈયાર મગફળી વરસાદમાં પલળી જતાં ટેકાના ભાવે વેચવા માટે તૈયાર ખેડૂતો દ્વિધામાં મુકાયા છે, અને ટેકાના ભાવે વેચાણઅર્થે જિલ્લા તંત્રએ બોલાવ્યા હોવા છતાં જવાનું ટાળ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે 200 જેટલા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે બોલાવ્યા હતા, જેમાં માત્...

યાર્ડ ધમધમ્યા : જીરુંમાં લાભપાંચમ, ઊંઝામાં રૂ.3305નો ભાવ પડ્યો

ઊંઝા, તા.૦૨  શુક્રવારે લાભ પાંચમના શુભમુહૂર્તમાં જિલ્લાના મહેસાણા, ઊંઝા, વિસનગર, વિજાપુર, કડી, ઉનાવા સહિતના માર્કેટયાર્ડોના વેપારીઓએ શ્રી સવા સાથે વેપાર-ધંધાના શ્રી ગણેશ કર્યા હતા. ઊંઝા અને ઉનાવા માર્કેટયાર્ડમાં ખુલતા બજારે ખેડૂતોના ધસારા અને નવીન સોદાના પ્રારંભ સાથે યાર્ડ ફરી ધમધમતાં બન્યા છે. ખુલતા માર્કેટે ઊંઝામાં જીરુંના ભાવ રૂ.2600થી રૂ.330...

સાબરકાંઠામાં માવઠાથી મગફળી- કપાસને નુકસાનની ભીતિ

હિંમતનગર, તા.01  બે દિવસ અગાઉ રાત્રિ દરમિયાન થયેલ માવઠાને કારણે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં મગફળી તથા કપાસને નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે પરંતુ બીજા દિવસે સવારથી જ તડકો નીકળતા એકંદરે નુકસાનની સંભાવના નહિવત્ હોવાનુ ખેતીવાડી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે બીજી બાજુ દિવેલાને પિયત મળી જતાં ફાયદો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિ...

માવઠાથી થયેલા પાકના નુકશાનનો સરવે બે તબક્કામાં કરાશે

ગાંધીનગર, તા. 31 રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકશાન અંગે પાટનગરમાં મુખ્યપ્રધાને એક સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદથી જે ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેની બે તબક્કામાં સરવેની કામગીરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ અંગે કૃષિ વિભાગના સચિવ પી.કે.પરમારે આ...

કાંદા પકવવા માટે ધરુ ઉછેર કેવી રીતે કરશો?

પાટણ, તા.૧૪ રવિ ડુંગળીના તંદુરસ્ત, ફેરરોપણી લાયક અને વધારે ધરુ મેળવવા માટે ડુંગળીના ગાદી ક્યારાને ઉનાળે પાણી આપી પછી ૨૫ માઈક્રોન (એલ.એલ.ડી.પી.ઈ) પ્લાસ્ટિકથી ઢાંકવા. ડુંગળીના બીજને થાયરમ ૭૫ ટકા એસ.ડી.ની ૩ ગ્રામ એક કિ.ગ્રા. પ્રમાણે બીજ-માવજત આપી વાવવા, ધરુ ઊગ્યા બાદ ૧૦ દિવસ પછી થાયરમ ૭૫ ટકા વે પા. ૦.૨ ટકા અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. O.૧ ટકા અ...

ટેકનોલોજીના સથવારે ખેતી કરતા વીરપુરના ડીજીટલ ખેડૂત અરવિંદભાઈ ગાજીપરા

અમદાવાદ,તા.26  આજે પ્રત્યેક ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવષ્કાર થઈ રહ્યો છે ત્યારે આ દેશના અર્થતંત્રમાં જેનો અગત્યનો હિસ્સો છે તે કૃષિ ક્ષેત્ર પણ આમાથી બાકાત નથી. આજે ખેડૂત ખેતીમાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ તરફ વળતો થયો છે. માત્ર કાંડાની મહેનત જ નહી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના સથવારે હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક કરતો થયો છે.  આધુનિક મ...

કપાસનું ઉત્પાદન કરતાં ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારનો પણ ફટકો (હેડિંગ)

અમદાવાદ, તા. 26 ખેડૂતોને એક તરફ ભારે વરસાદના કારણે પાક બગડી જવાથી મોટો ફટકો પડ્યો છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ઘટી રહેલા ભાવથી આ માર બેવડાયો છે. ભારતીય માર્કેટ કરતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂનો ભાવ ઓછો રહેતાં નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ સંજોગોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે એકમાત્ર સરકારી ખરીદીની જ રાહ જોવી પડશે. આંતરરાષ્...

ગાંધીનગર, તા.23 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના ચોથા દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ યુત શવકત મિરઝીયોયેવ સાથે બે કલાક સુધી લંબાણપૂર્વક બેઠક યોજીને ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-ઊદ્યોગના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો. ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખે ભારત સાથેની તેમના દેશની મિત્રતા અને ખાસ કરીને ગુજરાતના વ...