Tag: અમદાવાદ
GST અધિકારીઓ સરકારને મુર્ખ બનાવી રહ્યાં છે ! મોરબીમાં દિવસની અનેક ગાડી...
અમદાવાદ, રાજકોટ, મોરબી,તા:23 રાજ્યમાં બોગસ બિલિંગના કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, અલંગ, ભાવનગર, સુરત અને અમદાવાદના કેટલાક કૌભાંડીઓ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી બચી રહ્યાં છે, આરોપીઓને બચાવવામાં રાજ્ય સરકારના એક મંત્રીના ખુબ જ નજીકના ગણાતા અધિકારીની મોટી ભૂમિકા છે, આ અધિકારીની કૃપાથી જ થોડા સમય પહેલા સુરતના બે મોટા કૌભાંડીઓને ધરપકડથી બચાવી લે...
મહારાષ્ટ્ર એનસીપીમાં પડેલા ભાગલાને લઈને ગુજરાતમાં અવઢવની સ્થિતિ
અમદાવાદ, તા. 23. મહરાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા એક પખવાડિયાથી સરકાર રચવાને લઈને ભારે મથામણ ચાલતી હતી. આ દરમિયાનમાં આજે સવારે ભાજપમાં દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રીપદના અને એનસીપીના અજિત પવારે ઉપમુખ્યમંત્રીપદના શપથ લેતા મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. અજિત પવારે ઉપ મુખ્યમંત્રીપદના...
શિવસેના ગુજરાતમાં સિંહની સામે નહોર વગરનો વાઘ
કે ન્યૂઝ, અમદાવાદ,તા:23 મહારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષ એવા શિવસેનાએ આખરે દગો કર્યો છે. તેની શરૂઆત ગુજરાતમાં 2017માં વિધાનસભાની અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને કરી હતી. પણ શિવસેના ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું ક્યારેય પાડી શકી નથી. ગુજરાતમાં શિવસેના સદંતર નિષ્ફળ રહી છે. મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવનારી શિવસેના ગુજરાતમાં કેવી નિષ...
વાહન ચોરોને મોકળુ મેદાન, પોલીસ પરેશાન
અમદાવાદ, તા.22
સોલા પોલીસ માટે વાહન ચોરીના ગુનાઓ માથાનો દુખાવો બની ગયા છે અને તેનું મુખ્ય કારણ છે સોલા સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓની આડોડાઈ. સોલા પોલીસ સ્ટેશનની લગભગ 58 ચોરસ કિલોમીટર વિસ્તારની હદમાંથી ચાલુ વર્ષે 132 વાહનો ચોરાયા છે. ચોરી થયેલા વાહનો પૈકી 24 ટકા એટલે કે, 32 વાહનો માત્ર અડધો કિમીની હદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ચો...
ગાંધીજી-સરદારના નામે શરૂ કરાયેલી ક્રાંતિયાત્રા વિસરાઈ
પ્રશાંત પંડિત
અમદાવાદ, તા.22
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં છેલ્લા પંદર વર્ષથી સત્તારૂઢ ભાજપ વિવિધ પ્રકારની યાત્રાઓ કરી લોકોને ભ્રમિત કરવામાં સફળ રહ્યો છે. આજ પ્રકારે વર્ષ-૨૦૧૨-૧૩માં મહાત્મા ગાંધીજી અને સરદારના નામે ફરી શરૂ કરાયેલી ક્રાંતિયાત્રા માત્ર એક વર્ષ કાઢવામાં આવ્યા બાદ હાલ આ યાત્રા શાસકપક્ષ ભાજપ દ્વારા અભેરાઈ ઉપર ચઢાવી દેવાઈ છે. આ અં...
સવા સો વર્ષ જુના ઐતિહાસિક એલિસબ્રીજને હેરીટેજ ગેલેરી તરીકે વિકસાવવા દ...
પ્રશાંત પંડીત,તા.21
વિશ્વભરમાં હેરીટેજ સપ્તાહની ઉજવણી શરૂ થઈ ગઈ છે.અમદાવાદ શહેરમાં પણ ૧૨૫ વર્ષની ઉંમરે પહોંચી ગયેલા એલિસબ્રીજની જર્જરીત હાલત અને ખવાઈ ગયેલા સ્ટીલ ફ્રેમ સ્ટ્રકચરની યાદ આવતા આ ઐતિહાસિક પુલને હેરીટેજ ગેલેરી તરીકે અને માત્ર રાહદારી જ ઉપયોગ કરી શકે એ પ્રમાણે વિકસાવવા કન્સલ્ટન્ટ પાસે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરાવાશે.આ માટે તેને ૭૧ લ...
બીઆરટીએસ એટલે બ્રેક રહિત ટ્રાન્સપોર્ટ સર્વિસ
કે. ન્યૂઝ, અમદાવાદ,તા.21 ગઈકાલે સુરત, આજે અમદાવાદ અને ફરીથી સુરત એમ માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં સરકારી સિટી બસ અને બીઆરટીએસ દ્વારા બન્ને શહેરોમાં અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ રાખી છે. અકસ્માત બાદ બન્ને શહેરોમાં એકબીજા પર દોષારોપણની ક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, મોટાભાગના લોકો એવું માને છે કે, સિટી બસ અને બીઆરટીએસ દ્વારા બેફામપણે બસ ચલાવવામાં આવે ...
ચેરમેન વિપુલ મિત્રા અને મેમ્બર સેક્રેટરી બી. એમ. પ્રજાપતિની મિલીભગતે ય...
અમદાવાદ, તા. 21 તામિલનાડુમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાએ શરૂ કરેલી અમ્મા કેન્ટીનની તર્જ પર ગુજરાતમાં બે વર્ષ પહેલાં શરૂ કરાયેલી બાંધકામ શ્રમિકોને બપોરનું ભોજન આપવા માટેની યોજના ખાડે ગઈ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાનની અતિ મહત્વાકાંક્ષી અન્નપૂર્ણા યોજનામાં સરકાર અને સરકારી અધિકારીઓની ઉદાસીનતાના કારણે લાભાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે. પરિણામે મોટ...
અમદાવાદમાં એમડી ડ્રગ્સ ફિરોઝ ચોર લાવ્યો
નશાખોરોથી લઈને શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં એમડી (મિથાઈલઈનડાય ઓકસીમેથાએમ ફેટામાઈન) ડ્રગ્સનું દૂષણ એટલી હદે ફેલાઈ ગયું છે કે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. કેટલાક વર્ષો અગાઉ એમડી નામનું ડ્રગ્સ શું છે તેની કોઈને ખબર ન હતી. આજે એમડી ડ્રગ્સ પાન-મસાલા ગુટખાની જેમ એક ચોકક્સ સિન્ડીકેટ દ્ધારા માર્કેટમાં વેચાઈ રહ્યું છે. ચોરમાં ડ્રગ્સ માફિયા બનેલો ફિરોઝ ચ...
મુંબઈમાં ગુજરાતના પ્રધાનો વાહનો લઈને કેમ અટવાઈ જાય છે ?
ગાંધીનગર,તા.14 ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા માર્ગો પર ટ્રાફિક જામની છે. આપણા પડોશી રાજ્ય મહારાષ્ટ્રના મેટ્રોસિટી મુંબઇમાં અમદાવાદ કરતાં બમણાંથી વધુ વસતી છે છતાં ત્યાં ટ્રાફિક નિયમન કડક હાથે થાય છે તેથી વાહનચાલકો લેન તોડતાં પણ ગભરાય છે, કારણ કે સીધું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવે છે જ્યારે અમદાવાદમાં કોઇપણ સાઇડથી વાહન ક્યારે માર્ગની વચ્ચે આવી જશે તે...
મફતભાઈના પુસ્તકાલયની પ્રેરણાથી દેવેન્દ્ર પટેલે આકરૂન્દમાં બનાવ્યું આધુ...
અભિજિત ભટ્ટ અમદાવાદ,તા:20 વિસનગર પાસે આવેલા કડા ગામમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના પતિ ડો. મફત પટેલે બનાવેલા પુસ્તકાલયમાંથી પ્રેરણા લઈને જાણીતા પત્રકાર દેવેન્દ્ર પટેલે પોતાના વતન આકરૂન્દમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પુસ્તકાલય બનાવવાની શરૂઆત કરી છે. જે આગામી વર્ષે માર્ચ 2020માં આકરૂન્દ અને તેની આસપાસના 25 ગામોના ગરીબ અને મધ્યમ વર...
સરકાર:મિલ્કત વેરો કયા આધારે લેવાય છે તેના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ક...
પ્રશાંત.પંડીત,તા.૧૯ જ્યારે આપણે અમદાવાદ મહાનગરપાલિકામાં હોંશેહોંશે મિલકતવેરો ભરીને સંતોષ માની લઇએ છેકે એક વર્ષ માટે આપણે સરકારને આપવાનો વેરો ચૂકવી દીધો છે જેથી તંત્ર દ્વારા સારા વિકાસ કામો થશે અને આપણને સુવિધા પણ મળી રહેશે. પરંતુ આપણે જે મિલકત વેરો ભરીએ છીએ તેની રકમ કઇ રહીતે ગણાય છે અને તે ક્યાં આધારે ગણતરી થાય છે તેની આપણે દરકાર લીધી છે? આપણને...
બેન્કોએ કરોડોનું ધિરાણ લેનારને નાદાર જાહેર કર્યા ?
અમદાવાદ, તા. 19
દેશભરમાં ઉદ્યોગપતિઓ દ્વારા બેન્કોમાંથી કરોડોની લોન લઈને તે ભરપાઈ કર્યા વગર વિદેશ ભાગી છૂટવાના કિસ્સાઓ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન નોંધાયા છે. અને કેન્દ્ર સરકાર કે બેન્કો આવા લોકો સામે કોઈ પગલાં ભરી નથી શકતી. હજુ આ મામલાઓની સ્યાહી સુકાઈ નથી ત્યાં ગુજરાતના નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બેન્કો પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસ...
અમદાવાદ શહેરમાં ઐતિહાસિક ઈમારતો અને સ્મારકો નું આયોજન
પ્રશાંત.પંડીત,તા.૧૯
અમદાવાદ શહેરમાં ૨૨ અને ૨૩ નવેમ્બર એમ બે દિવસ હેરીટેજ ફેસ્ટીવલનું આયોજન કરાયુ છે.બે દિવસ દરમિયાન શહેરના ભવ્ય ઐતિહાસિક વારસા વિષે શહેરીજનોને માહીતગાર કરાશે. આ અંગે મળતી માહીતી મુજબ,૧૮ થી ૨૫ નવેમ્બર દરમિયાન દર વર્ષે યોજાતા વૈશ્વિક હેરીટેજ સપ્તાહને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ હેરીટેજ ટ્રસ્ટના સંયુકત...
આજથી વારસા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ : ‘હેરિટેજ અમદાવાદ’ની ...
અમદાવાદ,તા:19 આજથી વારસા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ રયો છે. ત્યારે યુનેસ્કો દ્વારા અમદાવાદને હેરિટેજ સીટીનું સન્માનભર્યું બિરુદ મળ્યાને પણ બે વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. અલબત્ત, યુનેસ્કો એ અમદાવાદ ના અભ્યાસના આધારે હેરિટેજ સિટીની જાળવણી માટે સ્મારકોને દબાણમુક્ત કરવા, સ્મારકો અને પોળોમાં આવેલી હેરિટેજ ઇમારતોનું જતન ઉપરાંત ટ્રેફિક -પાર્કિંગની સમ...

English