Wednesday, August 12, 2026

Tag: અમદાવાદ

જમતાં પહેલાં હોટલના રસોડાની લટાર મારવાનો ગ્રાહકનો અધિકાર

અમદાવાદ, તા. 7 રૂપાણી સરકારે હોટલમાં જમવા માટે જતા ગ્રાહકોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો તેનો ખુબ જ આનંદ છે અને એનો પણ સંતોષ છે કે સોશિયલ મીડિયાની તાકાતને કારણે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આનંદનગરની હોકો ઈટરીના આઉટલેટમાં કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી. હોક્કો ઈટરીની ચણા પૂરીની ઘટના પહેલા હેવમોર અને હવ હોકો ઈટરીના નવા નામે ઓળખાતી...

‘મહા’ વાવાઝોડાની સંભવિત અસર સામે અમપાનું તંત્ર હાઈએલર્ટ પર

અમદાવાદ,તા.૬ રાજ્ય માથે ઝળુંબી રહેલા મહા વાવાઝોડાને લઈ અમદાવાદ શહેરમાં ગંભીર અસર પહોંચવાની શક્યતા નથી, છતાં શહેરમાં બુધવારે મોડીરાતથી ગુરુવારે પણ ભારે વેગીલા પવનને સાથે વરસાદ પડવાની સંભાવનાને પગલે અમપા દ્વારા સમગ્ર તંત્રને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યુ છે. અમદાવાદના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ઊભી થનારી સંભવિત અસરને પહોંચી વળવા તંત્ર દ્વારા બાવન જેટ...

ભળતા મેઈલ એડ્રેસ પરથી મેસેજ કરીને 25300 ડોલરની છેતરપિંડી કરાઈ

અમદાવાદ, તા. 6. શહેરના વેપારીએ ચાઈનાથી દવાનો કાચો માલ મગાવ્યો હતો. જે અંગે ચાઈનાની કંપનીના ભળતા મેઈલ એડ્રેસ પરથી કોઈએ મેસેજ કરીને પેમેન્ટ મગાવ્યું હતું. જે અંગે વેપારીએ જમા કરાવેલા 31,600 ડોલરમાંથી 25300 ડોલરની રકમ ઉપાડી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વસ્ત્રાલ રોડ ઉપર મહાદેવનગરમાં રહેતા નરેશકુમાર રાણાજી ક...

ગુજરાત બ્રહ્મભટ્ટ યુવા સંગઠનના મેનેજિંગ ટ્રસ્ટી સામે 1.16 કરોડની છેતરપ...

અમદાવાદ, તા. 6 ગુજરાત બ્રહ્મભટ્ટ યુવા સંગઠનના મેનેજિંગ ટ્રસ્ટી સમાજ દ્વારા સંગઠનના મુખપત્રના આજીવન લવાજમ નામે તેમજ વિશેષ અંકના દાતા પેટે શુભેચ્છકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ મુખપત્રને બંધ કરીને તેનો હિસાબ ન આપી રૂ. 1.16 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કૃષ્ણનગર ખાતે શિવ એપાર્ટમેન્ટમાં રહેતા...

શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓની વચ્ચે પંખો તૂટી પડતા બે ને ઈજા પહોંચી

અમદાવાદ, તા.૦૬ શહેરના ઉત્તરઝોનમાં અમપા સંચાલિત શારદાબેન હોસ્પિટલના ફીમેલ વોર્ડમાં હોસ્પિટલ સત્તાવાળાઓની બેદરકારીના કારણે શિલિંગ ઉપર લગાવેલો પંખો તુટી પડતા બે લોકોને સામાન્ય ઈજા થવા પામતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઘટના અંગે મળતી માહીતી મુજબ, શારદાબેન હોસ્પિટલના ફીમેલ વોર્ડમાં બુધવારે બપોરના સુમારે ફીમેલ વોર્ડના દર્દીઓ સાથે તેમના સંબંધીઓ ...

અમદાવાદની હોટેલના જમણમાંથી મરી ગયેલો મંકોડો નીકળ્યો

અમદાવાદ,તા ૦૬ અમદાવાદ અને અન્ય સ્થળે પણ જંકફૂડ અને ફાસ્ટફૂડમાં જીવજંતુ નીકળવાની ઘટનાઓ વારંવાર બનતી જ રહે છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી હોકો ઈટરી નામની રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પિરસવામાં આવેલા ચણામાંથી મરેલો મંકોડો નીકળતાં ગ્રાહક દ્વારા આ અંગે મેનેજરને ફરિયાદ કરવામાં આવી હતી. જેની સામે હોટેલ મેનેજરે રેસ્ટોરન્ટના કૂકને નોકરીમાંથી હટાવી દેવા...

ગુજરાત યુનિ.માં ઉત્તરવહી ચકાસણીમાં ગેરરીતિ કરનારા પ્રોફેસરને બ્લેકલીસ્...

અમદાવાદ, તા.૦૬ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ગુજરાત કોલેજના પ્રોફેસર આર.કે. શાહએ આચરેલી ગેરરીતિઓની તપાસ માટે રચાયેલી કમિટીએ આપેલા અહેવાલના આધારે તમામ ગેરરીતિઓ પુરવાર થતાં તેમને પરીક્ષાની કામગીરીમાંથી કાયમી ધોરણે બાકાત રાખવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ભવિષ્યમાં નાણાંકીય કામકાજ હોય તેવી કોઇ જવાબદારી આ પ્રોફેસરને યુનિવર્સિટીએ ન સોંપવી અને સરકારે ...

ગાંધીનગરના યુવાન સહિત બે વ્યક્તિ સાથે રૂ. 2.60 લાખની ઠગાઇ કરી

અમદાવાદ, તા.૦૬ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી અલ-રશિદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીની સંચાલિકા સામે વિદેશ મોકલવાના બહાને રૂ. 2.60 લાખની છેતરપિંડી કર્યા અંગેની વધુ એક ફરિયાદ નોંધાવાઇ છે. ગાંધીનગરના યુવક અને એક મહિલાને દુબઈ મોકલવાના બહાને રૂપિયા મેળવી ઠગાઇ કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના સેકટર 3-ડી,માં રહેતા રજનીકુમાર કાંતિલાલ પટેલે ...

ખોખરામાં મકાન વેચવાના મુદ્દે પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યો

અમદાવાદ, તા.6 . શહેરના ખોખરા વિસ્તારમાં મકાન વેચવાની તકરારમાં પુત્રએ 83 વર્ષના પિતાને માર માર્યો હતો. આ અંગે પિતાએ ખોખરા પોલીસ મથકમાં પુત્ર સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જો કે, પિતાને માર માર્યા બાદ પુત્ર પલાયન થઇ ગયો હતો. જેથી પોલીસે ફરાર પુત્રની તપાસ શરૂ કરી છે. ખોખરા ખાતે 83 વર્ષિય હિંમતલાલ ભવાનભાઇ મિસ્ત્રી પોતાના દિકરા અને...

શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુએ કુલ ૩૧૭૫ કેસ,દસના મોત

અમદાવાદ,તા.06 આ વર્ષે ચોમાસાની પુરી થયેલી ચાર માસની સીઝનમાં અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૮ કરતા પણ વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના કુલ ૩૧૭૫ કેસ નોંધાયા છે.આ વર્ષે અત્યારસુધીમાં ડેન્ગ્યુથી કુલ દસ લોકોએ જીવ ગુમાવ્યા છે.શહેરમાં ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારો નવરંગપુરા,નારણપુરા,ગોતા સરખેજ,વેજલપુર સહીતના અન્ય ...

નવા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર્સને સોમવારથી ઝોનમાં કામગીરી સોંપાશે

અમદાવાદ, તા.૬ અમપામાં નવા નિમાયેલા ૨૫ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સને આગામી સોમવારથી ઝોનકક્ષાએ કામગીરીની ફાળવણી કરી પૂર્ણ રીતે એક વર્ષના પ્રોબેશન પર કામ કરતા કરી દેવાશે. આ નવી નિમણૂક થવાથી અમદાવાદ શહેરના વિકાસની ગતિ વધુ ઝડપી બનશે એવો વિશ્વાસ મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, અમપા વહીવટીતંત્રમાં...

વધુ કમાતા લોકો માટે વધુ વેરો લાદીને નાણાકિય સ્રોત વધારવા સરકારના પ્રયા...

અમદાવાદ,તા.25 કેન્દ્ર સરકાર હવે આવકનો સ્રોત વધારવા માટે નવા નવા નુસખા અજમાવીર રહી છે અને એટલેજ 2019માં મે મહિનામાં સ્પષ્ટ બહુમતી મેળવ્યાં બાદ મોદી સરકારે પોતાનું પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. પાંચમી જુલાઈના રોજ રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામને દેશના સુપર રિચ લોકો પર સરચાર્જ લાદીને નાણાકિય સ્ત્રોત વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ સ...

બદરૂદીન શેખની ચા-પાણી વાતથી કોંગ્રેસ ભયમાં

અમદાવાદ, તા.૦૬ શહેરના બહેરામપુરાના કોર્પોરેટર અને પૂર્વ મ્યુનિસિપલ વિપક્ષનેતા તરીકે પાંચ વર્ષ સુધી એકહથ્થુ સત્તા ભોગવનારા બદરૂદીન શેખે એક વધુ વિવાદ સર્જયો છે. અમપાના એક કર્મચારીના પિતાના અવસાન બાદ યોજાયેલા બેસણા બાદ કોંગ્રેસના આ કોર્પોરેટરે બેસણામાં આવેલા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ભાજપના ધારાસભ્ય સહીત કેટલાક ભાજપના વર્તમાન અને પૂ...

અમેરિકાના ડ્રગ કંટ્રોલરે અમદાવાદ સ્થિત દવાની કંપની ઝાયડસ ફાર્માને નોટિ...

અમદાવાદ,બુધવાર દવાની ગુણવત્તાને મુદ્દે ચૂક થતી હોવાનું જણાવીને અમેરિકાના ડ્રગ કંટ્રોલર જનરલે અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને નોટિસ અને ચેતવણી આપી છે. મોરૈયા ખાતાને પ્લાન્ટમાં કંપની દ્વારા દવાની ક્વોલિટીની જાળવણીને મુદ્દે સમાધાન કરવામાં આવતું હોવાનું જણાવીને ચેતવણી આપી છે. સૌથી આઘાતજનક બાબત તો એ છે કે આ વરસે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલરે વિશ્વ...

યુનિ.ના તમામ અધ્યાપકોની એકસરખી ડિગ્રી દર્શાવાઈ

અમદાવાદ, તા. 06 સામાન્ય રીતે છબરડાંઓ માટે ખૂબ જ જાણીતી થયેલી ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. આ છબરડો એવો છે કે, યુનિવર્સિટીની વેબસાઈટ પર સંસ્કૃત, કાયદા તેમ જ અર્થશાસ્ત્રના અધ્યાપક હોવા છતાં તેઓ બીએસસી થયેલા દર્શાવાઈ રહ્યા છે. આટલો મોટો ગોટાળો વેબસાઈટ પર હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો તે વાતથી તદ્દન અજાણ હોવાનું જાણવા મળ્યું છે....