Tag: અમદાવાદ
ઓક્ટોબર એફ એન્ડ ઓ સિરીઝ કોન્ટ્રેક્ટ સિરીઝનો સુસ્ત પ્રારંભ
અમદાવાદ,તા:૨૭ અમેરિકામાં રાજકીય અસ્થિરતા વધવાને લીધે અમેરિકી બજાર નરમ થઈને બંધ થયા હતા, જેને લીધે એશિયન બજારની સાથે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમ્યાન શેરોમાં વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણ રહ્યું હતું. જોકે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ઘટાડો સીમિત રહ્યો હતો. જેથી સેન્સેક્સ 167 પોઇન્ટ તૂટીને 38,822.57ના મ...
જીસીએના પ્રમુખપદે પુત્ર જયની તાજપોશી અમિત શાહ કરશે
નરેન્દ્ર આઈ. પંચોલી અમદાવાદ, તા.27 ગુજરાત ક્રિકેટ એસોસિએશનને પણ અન્ય રાજ્યના એસોસિએશનની જેમ ચૂંટણી યોજવાની ફરજ પડી છે. એમ તો સત્તાવાર રીતે 28 સપ્ટેમ્બર શનિવારના રોજ એજીએમ યોજાશે જેમાં તમામ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાય એવી પૂરી શક્યતા છે. જેમાં ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અને જીસીએના પ્રવર્તમાન પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહને જ સત્તા સો...
સોળે કળાએ ખીલી સાબરમતી !!
વરસાદી માહોલમાં અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં નર્મદાનું પાણી છોડાતા સાબરમતી જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી છે !! એરોપ્લેનમાંથી લેવાયેલા આ દ્રશ્યમાં અમદાવાદ શહેર તરફ વહી રહેલી સાબરમતીને લઇ નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે. ફોટો:કલ્પિત ભચેચ
ગુજકોમાસોલની એજીએમમાં ડિરેક્ટર્સને સોનાની લગડીની લહાણી, સભાસદોને 21 ટક...
અમદાવાદ, તા.27 ગુજકોમાસોલની નવરંગપુરામાં નવી ઓફિસ ઊભી કરવામાં આવી તે પછી રિલીફ રોડનું મકાન અને જમીન વેચી દેવામાં ચેરમેનના લેવલેથી બારોબાર જ બધું પતાવી દેવાના વલણ સામે બોર્ડના અન્ય ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવેલા વિરોધને શમાવવા માટે ગુજકોમાસોલની ગત સપ્તાહે મળેલી વાર્ષિક સામાન્ય સભામાં તમામ ડિરેક્ટર્સને ભેટ તરીકે સોનાની લગડી આપી હતી. સભાસદોને 15 ટ...
ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે
ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા 2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...
અમરેલીમાં પિતા પાસેથી રૂ.2.5 કરોડ પડાવવા પુત્રીનું અપહરણનું તરકટ
અમરેલી,તા:૨૮ તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો.
સપ્ટેમ્બર સિરીઝમાં નિફ્ટી 5.75 ટકા વધ્યો અને બેન્ક નિફ્ટી 9.88 ટકા ઊછળ...
અમદાવાદ,તા:૨૬ વૈશ્વિક બજારોથી પ્રોત્સાહક સંકેતોને મળતાં શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ઘટવાનો માહોલ બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન કહેવામાં આવ્યું હતું કે યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે. જેથી બંને દેશો વચ્ચેનું વેપારયુદ્ધ ઠંડું પડવાની આશાએ સેન્સેક્સ 396 પોઇન્ટ ઊછળીને...
ગરીબોની સેવા પાછળ જીસીએસ હોસ્પિટલનો મેવાનો મુખવટો
અમદાવાદ, તા.26 પ્રખ્યાત ગુજરાત કેન્સર સોસાયટીના નામે ચાલતી ચામુંડા બ્રીજ પાસેની જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ઘટસ્ફોટ હોસ્પિટલનાં જ એક ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો છે. ટ્રસ્ટના નામે શરૂ કરાયેલી હોસ્પિટલ હવે તદ્દન ખાનગી હોસ્પટલ ની ઢબે જાહેર જનતા પાસેથી ચાર્જ વસૂલવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ગરીબોની સેવા? આ અંગ...
અપરાધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા બેન્કના ટોચના અધિકારીઓ સામે પગલાં લેવાન...
અમદાવાદ, તા.26 અર્થતંત્ર મંદીની પકડમાં સપડાઈ રહ્યું છે અને બેન્કો નબળી પડવા માંડી છે ત્યારે બેન્કના થાપણદારોને દંડ કરવાને બદલે બેન્કને નબળી પાડવા માટે જવાબદાર અને અપરાધી પ્રવૃત્તિ કરતાં બેન્કના ટોચના મેનેજમેન્ટને સજા કરવાની માગણી ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટ ચલમે માગણી કરી છે. આ સાથે જ તેમણે પંજાબ અને મહારાષ...
શહેર ફરી એક વાર પ્રદુષણના કાળપંજામાં ધકેલી દેવામાં આવ્યુ!
અમદાવાદ, તા.26 વર્ષ 2007થી ગુજરાતના મહાનગરોમાં ડિઝલ ઓટો રિક્ષાઓની મનાઈ હોવા છતાં અમદાવાદ આરટીઓ દ્વારા ડિઝલ ઓટો રિક્ષાઓને ગેરકાયદે મંજૂરી આપીને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની વિગતો જાહેર થઈ છે. અમદાવાદમાં હજારો ડિઝલ રિક્ષાઓને મંજૂરી આપી દઈને શહેરને ફરી એક વખત પ્રદુષણના કાળ પંજામાં ધકેલી દેવામાં આવ્યું છે. ગયા મહિને 2019મ...
અમદાવાદમાંથી દેશવ્યાપી નકલી ચલણી નોટનું નેટવર્ક ઝડપાયું
અમદાવાદ,તા:૨૬ દેશના અર્થતંત્રને કથડતું કરવાનું એક ષડયંત્ર પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જો કે આ ષડયંત્રને પાર પાડવા માટે પાકિસ્તાને પોતાના માણસો મોકલવાની જરૂર રહેતી નથી. થોડાઘણા રૂપિયામાં આપણા જ સ્થાનિક યુવાનો આ ષડયંત્રનો ભાગ બનીને નકલી નોટોના હેન્ડલર બનીને દેશના અર્થતંત્રને તોડી રહ્યા છે. અમદાવાદના બાપુનગરમાંથી આવા જ એક ષડયંત્રનો પર્દ...
સુરતના ક્રિપ્ટો કરન્સી રેકેટમાં સંડોવાયેલા બે ભાગીદારો ઝડપાયા
અમદાવાદ, તા.૨૫ ક્રિપ્ટો કરન્સી અથવા તો વર્ચ્યુંઅલ કરન્સી દ્વારા લોકોને છેતરવાની એક ડઝન જેટલી ઘટનાઓ સુરતમાં બની ચૂકી છે. જેમાં લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. ગારનેટ કોઈનના નામે એક ઠગ ટોળકીએ લોકોને સારા રોકાણની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. આ કેસમાં વધુ બે આરોપીઓને સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ઝડપી લેતા ધરપકડનો આંક ચાર પર પહોંચ્યો છે. સુરતના ભ...
સંજીવ ભટ્ટની સજા સસ્પેન્ડ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી
અમદાવાદ,તા:૨૫ સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી, ત્યાં હાઈકોર્ટ દ્વારા તેમને ફરી એક આંચકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જામનગરના 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સંજીવ ભટ્ટની સજા સસ્પેન્ડ કરવાની માગણીને ફગાવી દીધી છે. 1990માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન અપાયેલા બંધના એલાન દરમિયાન એક વ્યક્...
રોકાણકારોની વહારે આવ્યું ‘એક આવાઝ-એક મોરચા’નું પ્રતિનિધિમંડળ
અમદાવાદ,તા:૨૫ તાપી ઉચ્ચ અધિકારીઓ સાથે એક આવાઝ-એક મોરચાના પ્રતિનિધિમંડળની તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી, જેમાં પ્રશાશન સાથે લાંબી ચર્ચા બાદ સંગઠનની સમજૂતી સાથે જિલ્લા પ્રશાસન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરતમાં 23 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી ભરવામાં આવેલાં દાવા ફોર્મ બિટકનેક્ટ, સમ્રુદ્ધજીવન તથા મૈત્રેયના રોકાણકારો જે ત...
ડ્રગ્સનો કેસ કરવાની ધમકી આપી તોડનો પ્રયાસ કરનારી નકલી પોલીસ ઝડપાઈ
અમદાવાદ, તા.૨૫ ટયૂશનમાંથી છૂટીને ઘર તરફ જઈ રહેલા સ્ટુડન્ટસને દાસ્તાન સર્કલ પાસે ડ્રગ્સ કેસના નામે ડરાવી સાત હજાર રૂપિયાનો તોડ કરવા નિકળેલા બે નકલી પોલીસવાળાની ધરપકડ કરવામાં આવી છે. નિકોલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી 20 વર્ષીય દિપક પટેલ અને દિવ્યરાજ ચૌહાણ (બંને રહે. નિકોલ)ની પૂછપરછ હાથ ધરી છે. ટયૂશનમાંથી છૂટીને ઘર તરફ જઈ રહેલા એક કિશોર અને ત્રણ...

English