Wednesday, August 5, 2026

Tag: અમદાવાદ

નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં કેવડિયા આવેલા પીએસઆઈએ ગોળી મારી કરી આત્મહત...

અમદાવાદ,તા.17  નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા (ઉં.વ 29) એ પોતાના કપાળમાં પોતાના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.  આત્મહત્યાની આ...

હવામાંથી પ્રદુષણ ઓછું કરવા એમિશન ટ્રેડિંગ સ્કીમનું રાજીવ ગુપ્તાનું તૂત...

અમદાવાદ,તા:૧૭ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સોળમી સપ્ટેમ્બર 2019થી શરૂ કરવામાં આવેલી રહેલી એમિશન ટ્રેડિંગ સ્કીમ વાયુ પ્રદુષણને ઘટાડ્યા વિના મોટેપાયે હવાનુ પ્રદુષણ કરનારાઓને બચાવી લેવાનો એક કીમિયો જ હોવાનું જાણકારોનું કહેવું છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન રાજીવ ગુપ્તાએ પ્રદુષણ ઘટાડ્યા વિના પ્રદુષણ ઘટાડવાનો દેખાવ કરવા માટે આ તૂત...

અમદાવાદ આરટીઓમાં સ્ટાફનો અભાવ, સર્વર ડાઉન થવાના કારણે લોકોને ભારે હાલ...

અમદાવાદ, તા. 17 રાજ્યમાં સોમવારથી અમલી બનેલા મોટર વ્હિકલ એક્ટના નવા નિયમો બાદ અમદાવાદ આરટીઓ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. છેલ્લાં કેટલાંય સમયથી અમદાવાદ આરટીઓમાં એજન્ટ રાજ, સ્ટાફનો અભાવ, સર્વર ડાઉન થવાના કારણે આરટીઓમાં આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં આજે અમદાવાદ આરટીઓમાં લાયસન્સ માટે આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો...

હવે એક કરોડથી વધુ રકમના ચૂકવણા પર બે ટકાના દરે ટીડીએસ નહી

અમદાવાદ,તા.17 ગુજરાતના સુરત, વડોદરા, ઊંઝા, રાજકોટ, ગોન્ડલ, સિદ્ધપુર, મહેસાણા સહિતના સંખ્યાબંધ માર્કેટ યાર્ડ દ્વારા એક કરોડથી વધુ રોકડના ચૂકવણા પર બે ટકાના દરે ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્શન એટ સોર્સ-કરકપાત કરવાના નિર્ણય સામેના વિરોધને ગ્રાહ્ય રાખીને કેન્દ્ર સરકારે આજે એક કરોડથી વધુના રોકડના પેમેન્ટ કરવામાં આવે તો તેના પર ટીડીએસ ન કરવાની જાહેરાત કર...

નવા ટ્રાફિક નિયમોથી એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં વધારો

અમદાવાદ, તા. 17 શહેરમાં ટ્રાફિકના નિયમો કડક બનતાં અને મોટા દંડ વસૂલતા મેમો ફાટતાં શહેરીજનોએ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી દીધો છે. સામાન્ય રીતે ઓફિસ કે અન્ય કામઅર્થે બહાર જવા પણ લોકોએ હવે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ વધારી દીધો છે. શહેરીજનોએ જાહેર પરિવહનનો ઉપયોગ વધારી દેતાં એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં પ...

પ્રજાના વિરોધ સામે સરકારનો દંડો પડી ગયો ઠંડો

અમદાવાદ, તા.17 ટ્રાફિક નિયમનના ભંગ બદલ અમલમાં આવેલી દંડની મોટી રકમનો સોશીયલ મિડીયામાં ભારે વિરોધ થતા સરકારનો દંડો ઠંડો પડી ગયો છે. સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક પોલીસ પર દંડ-કાર્યવાહીને લઈને હુમલા થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડ્રાઈવ નહીંયોજવા તેમજ દંડનો ટાર્ગેટ આપવાનો ટાળ્યો છે. પાછળના દિવસોની સરખામણીમાં અમદાવાદ શહેર ખાતે સ્થળ માંડવાળના કેસો65થી ...

પિરાણા સાઈટ પર કચરો લઈ જતાં વાહનો ફસાઈ રહ્યાં છે

અમદાવાદ,તા:૧૭  કોર્પોરેશનની બેદરકારીના કારણે શહેરભરમાં ગંદકીના ઢગ ખડકાઈ રહ્યા છે, પરંતુ કરોડોનો યુઝર્સ ચાર્જ ઉઘરાવતું નઘરોળ તંત્ર હજુ નિદ્રામાં જ છે. એક તરફ પિરાણા સાઈટ પર રસ્તાના અભાવે અને કચરાના ગંજ પડવાના કારણે હૂક લોડર વાહનો ફસાઈ રહ્યાં છે, જેનાથી ચારથી પાંચ ફેરા કરવાના બદલે માંડ બે ફેરા જ થઈ શકે છે. બીજી તરફ આરટીએસ સ્ટેશન ખાતેના અધિકારી પણ હાજ...

પ્રજાનાં નાણાંથી તક્તીવાળા બાંકડા મૂકવા કોર્પોરેટર્સનો ખોટો ખર્ચ

અમદાવાદ,તા:૧૭ કોર્પોરેશન દ્વારા શહેરવાસીઓ પાસેથી કરોડોમાં ટેક્સ તો વસૂલવામાં આવે છે, પણ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના હિતાર્થે આ નાણાં જેમને ફાળવવામાં આવે છે તે કોર્પોરેટર આત્મપ્રસિદ્ધિ માટે તેનો બેફામ ધુમાડો કરી નાખે છે. કોર્પોરેશન દ્વારા પ્રજાકીય કામો માટે દરેક કોર્પોરેટરને દરવર્ષે રૂ.25 લાખનું બજેટ આપે છે, જે તેમણે તેમના વિસ્તારમાં સફાઈ, રોડ, ...

નવા ટ્રાફિક નિયમોથી AMTS-BRTSની આવકમાં વધારો

અમદાવાદ,તા:૧૭ અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમો કડક બનતાં અને મોટા દંડ વસૂલતા મેમો ફાટતાં શહેરીજનોએ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી દીધો છે. સામાન્ય રીતે ઓફિસ કે અન્ય કામઅર્થે બહાર જવા પણ લોકોએ હવે એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ વધારી દીધો છે. અમદાવાદના શહેરીજનોએ જાહેર પરિવહનનો ઉપયોગ વધારી દેતાં એએમટીએસ અને બીઆરટીએસની આવકમાં પણ સારો એવો વધારો થયો...

સાત યુનિટોમાં મચ્છરો મળતા સીલ કરાયા

અમદાવાદ,તા.૧૬ શહેરમાં વધતા જતા મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા અમપા દ્વારા સોમવારે શહેરના સાત ઝોનમાં ૧૪૯ એકમોમાં તપાસ કરાઈ હતી.જે દરમિયાન ૪૯ એકમોને નોટીસ આપી સાત યુનિટોને સીલ કરાયા છે.રૂપિયા ૧.૪૦ લાખનો દંડ વસુલ કરાયો છે.નારણપુરાના મનોરમા પાર્ટી પ્લોટ,ખાડિયાના સુમેલ બિઝનેસ પાર્ક,ચાંદખેડાના સેન્ટ્રલ સ્કેવર સાઈટ,નરોડામાં મંગળજી સ્ક્રેપ કોર્પોરેશન,...

અમદાવાદ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ફરમાવાયો પ્રતિબંધ

અમદાવાદ,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨જી ઓકટોબરથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધની જાહેરાતને પગલે અમદાવાદમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પાણી માટે વપરાતી મિનરલ પાણીની બોટલો મામલે રાજય સરકાર એક સર્વગ્રાહી નીતિ ઘડવા જઈ રહી છે.જે જાહેર કરવામાં આવ્યા બાદ તેનો અમલ અમદાવાદમાં કરાશે એમ મ્યુનિ...

સિરિયલ કિલરે 10 લૂંટ કબૂલી, ચોપડે એકપણ નોંધાઈ નથી

અમદાવાદ, તા.16 વર્ષ 2016થી પિસ્તોલ બતાવીને લૂંટ ચલાવતા સિરિયલ કિલર મદન નાયકે સીઆઈડી ક્રાઈમ સમક્ષ ત્રણ હત્યા સિવાયના ફક્ત લૂંટ કરી હોય તેવા 10 ગુનાઓ કબૂલ્યા છે. હત્યારાએ કબૂલ કરેલા ગુનાઓ પૈકીનો એકપણ ગુનો ગાંધીનગર પોલીસના ચોપડે નોંધાયેલો મળ્યો નથી. સવા ત્રણ મહિનાના ગાળામાં લૂંટ સમયે પ્રતિકાર કરનારા ત્રણ લોકોના માથામાં પાછળથી ગોળી મારી દેનારા મદ...

અમદાવાદને રોજનુ ૧૨૦ કરોડ લીટર નર્મદાનુ પાણી મળશે,નદી બે કાંઠે વહેતી થઈ...

અમદાવાદ,તા.૧૬ રાજયની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવરની ૪૦ વર્ષમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક પાણીની સપાટી ૧૩૮.૬૮ મીટરે ઓવરફલો થઈ રહી છે.આ પરિસ્થિતિમાં રાજયમાં અમદાવાદ એક એવુ શહેર બનશે.જેને આગામી બે વર્ષ સુધી પીવાના પાણીની કોઈ તકલીફ નહીં રહે.નર્મદા કેનાલ દ્વારા અમદાવાદને રોજનું ૧૨૦ કરોડ લીટર પાણી મળી રહેશે.આ સાથે શહેરમાં આવેલા તળાવોને પણ નર્મદાના પાણી...

ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકાએ સેન્સેક્સ 261 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટીએ 11,000ની...

અમદાવાદ સપ્તાહના પ્રથમ દિવસે શેરોમાં બેતરફી વધઘટે ભારે ઘટાડો થયો હતો. સાઉદી આરબની કંપની અરામકોના બે પ્લાન્ટમાં ડ્રોન હુમલા પછી ક્રૂડ ઓઇલની કિંમતોમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં એક તબક્કે 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારત ક્રૂડ ઓઇલનો ચોખ્ખો આયાતકાર દેશ છે. વળી સરકારી ઓઇલ ફીલ્ડની હુમલાની અસર આખા વિશ્વ પર પડશે. જેથી સેન્સ...

હોમિયોપેથી અને આયુર્વેદમાં પ્રવેશની પ્રક્રિયા અટવાઈ ગઈ

અમદાવાદ, તા. 16 હોમિયોપેથી અને આયુર્વેદમાં સાત કોલેજોની મંજૂરી ન આવતાં સમગ્ર પ્રવેશ પ્રક્રિયા વિલંબમાં પડી રહી છે. આ કોલેજોની મંજૂરી ન આવવાના કારણે પેરા મેડિકલ ફિઝિયોથેરાપી અને નર્સિગ પ્રક્રિયા પણ અટકી ગઈ છે. હવે પ્રવેશ સમિતિ દ્વારા આગામી તા.૨૦મી પહેલા આયુર્વેદ-હોમિયોપેથીની બાકી સાત કોલેજોની મંજૂરી ન આવે તો પણ કાર્યવાહી પૂર્ણ કરી દેવાનું નક્કી ક...