Tag: અમદાવાદ
જયાંસુધી સંપૂર્ણ સલામતિની ખાત્રી ન થાય ત્યાંસુધી શાળામાં જવા શિક્ષિકાઓ...
અમદાવાદ,તા.12 સાણંદની ઝોલાપુરની સરકારી પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા શિક્ષિકાઓ પર કરાયેલા હુમલાની ઘટના બાદ આજે દિવસ દરમિયાન આ શિક્ષિકાઓ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીમાં બેસી રહી હતી. વિભાગ દ્વારા આજે ગામના સરપંચ સહિતના આગેવાનોને બોલાવીને સમાધાનના પ્રયાસો શરૂ કરાયા હતા. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં ગ્રામજનોને ઉશ્કેરવાની કામગીરી કરનારા શાળા...
ઓટો શેરોની પ્રોફિટ બુકિંગને લીધે સેન્સેક્સ 167 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 1...
અમદાવાદ,તા:૧૨ સ્થાનિક શેરબજારમાં શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી આવતી મંદીથી ગયા સપ્તાહે બાઉન્સબેક થયું હતું, પરંતુ નબળા આર્થિક ડેટા અને સ્લો ડાઉનથી બજારમાં ઊંચા મથાળેથી શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 166.54 પોઇન્ટ ઘટીને 37,104.28ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી50 ઇન્ડ...
નાના વેપારીઓને રિટર્ન ફાઈલ કરવામાં એક વર્ષનું એક્શટેન્શન અપાવાની શક્યત...
અમદાવાદ,ગુરૂવાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કાઉન્સિલની આગામી 20મી સપ્ટેમ્બરે મળનારી બેઠકમાં નાના વેપારીઓને તેમના 2017-18ના નાણાંકીય વર્ષનું રિટર્ન ફાઈલ કરવામાં એક વર્ષ સુધીની રાહત આપવામાં આવે તેવી સંભાવના હોવાનું સ્ટેટ જીએસટીના ટોચના સૂત્રોનું કહેવું છે. 2017આ માટે વેપારીઓને 2017-18ના પહેલા ત્રણ મહિનામાં વેલ્યુ એડેડ ટેક્સ -વેટની વ્યવસ્થા હતી અને પ...
એક જ કુટુંબની રૂ.500 કરોડની ખેતીની જમીન રહેણાંક વિસ્તારમાં ફેરવવાનું ભ...
ગાંધીનગર, તા.૧૨ અમપાની ટાઉનપ્લાનિંગ કમિટિ દ્વારા ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા એક બિલ્ડર જૂથને ફાયદો કરાવવા માટે થઈને ગોપાલપુર, સૈજપુર અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ૫૦ થી ૬૦ સર્વે નંબરોમાંથી ખેતી ઝોન દૂર કરી રહેણાંક વિસ્તારમાં ફેરવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. જંત્રીના ભાવ પ્રમાણે એક જ કુટુંબની રૂ.500 કરોડની જમીન થવા જાય છે. સરકારની મં...
ચાંદખેડાના મહિલા કોર્પોરેટરની દંબગાઈ, લોકઅપમાં પૂરેલા પતિનો વિડીયો બના...
અમદાવાદ, તા.12 ચાંદખેડાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી સામે દિલ્હીની એક મહિલા વકીલે ગાળો બોલી ધમકી આપીહોવાની ફરિયાદ નોંધાઈ છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલી ઘરેલુ હિંસા અને છેતરપિંડીની ફરિયાદમાં લંડનથી ભારતમાં એરપોર્ટ પર ઉતરેલા રાજશ્રીબહેન કેસરીના પતિ જપમનદીપ અહલુવાલીયાની લુકઆઉટ સરક્યુલરના આધારે ધરપકડ થઈ હતી અને આરોપી જપ...
વાહન ચલાવવું હશે તો અનુસરવા પડશે નિયમો
અમદાવાદ,તા:૧૨ પરિવહન મંત્રાલય દ્વારા ટ્રાફિકને લગતા નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે, તે મુજબ દરેક વાહનચાલકે તેના નિયમો અનુસરવા પડશે. જે મુજબ લાઈસન્સ અને આરસી બુક તમારા મોબાઈલથી લિન્ક કરાવવાં પડશે. આ નિયમ દિલ્હી અને ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવ્યો છે, અને તે મુજબ તમામ વાહનચાલકોએ ફરજિયાત આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. તબક્કાવાર હવે સમગ્ર દેશમાં આ નિયમ ...
અમદાવાદ કોર્પોરેશનની અધિકારીઓ માટે બેવડી નીતિ
અમદાવાદ,તા:૧૨ મ્યુનિ. કોર્પોરેશનમાં હાલમાં ઉચ્ચ અધિકારીઓ સાથેની બેવડી નીતિ આંતરિક અસંતોષ ઊભો કરી રહી છે. મ્યુનિ. કમિશનર કેટલાક ચોક્કસ લોકોની તરફદારી કરવા અન્ય અધિકારીઓનો ભોગ લઈ રહ્યા છે, જેના ભાગરૂપે કેટલાક માનીતા કર્મચારીઓને પ્રમોશન આપવાની સાથે કેટલાક અણમાનીતાને નોટિસ આપી સસ્પેન્શનના પગલાં લેવામાં આવ્યાં. અમદાવાદમાં નિકોલની પાણીની ટાંકીના બાંધક...
ગેસ્ટ હાઉસમાંથી બહાર નિકળતા કપલનો તોડ કરતી નકલી પોલીસ ઝડપાઈ
અમદાવાદ, તા.૧૧ પૂર્વ અમદાવાદના સીટીએમ વિસ્તાર તેમજ નેશનલ હાઈ-વે નંબર 8 પર આવેલા ગેસ્ટ હાઉસની બહાર તોડ કરતી નકલી પોલીસની ટોળકીને અસલી પોલીસે પકડી લીધી છે. રામોલ પોલીસે એક યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્રણ પૈકી બે આરોપી અગાઉ નકલી પોલીસ બનવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. રા...
મોબાઈલ ફોન માટે બાળકની હત્યા કરી લાશને દાટી દેનારો હત્યારો ઝડપાયો
અમદાવાદ, તા.૧૧ દેત્રોજ તાલુકાના રામપુરા-ઘટીસણા રોડ પર 11 વર્ષના બાળકનું ગળુ કાપી હત્યા કર્યા બાદ લાશને દાટી દઈ પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરનારા હત્યારાને અમદાવાદ એલસીબીએ ઝડપી લીધો છે. પ્રવિણ ઉર્ફે ભોલો ઉર્ફે પવલો બજાણીયાએ એક મોબાઈલ ફોન માટે બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે હત્યારા પાસેથી લૂંટી લેવાયેલો મોબાઈલ ફોન કબ્જે લીધો છે. ...
દંપતિને સમાધાનના બહાને બોલાવી આરોપીઓએ દેરાસરમાં હુમલો કર્યો, યુવતિ લઈન...
અમદાવાદ, તા.૧૧ ઓક્ટોબર-2016માં પ્રેમ લગ્ન કરનારા શાહ યુવકની પત્નીને તેના પરિવારજનોએ સમાધાનના બહાને નવરંગપુરા દેરાસરમાં બોલાવી કારમાં ઉપાડી ગયા છે. આ અંગે અપહ્યુતના પતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પત્નીના સંબંધીઓ સહિત અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. અપહરણ અને હુમલાની ફરિયાદ નોંધાવતાની સાથે જ આરોપીઓને ઝડપી લેવા તથા અપહ્યુતને છોડાવવા પોલીસે અમ...
અમપાના કોર્પોરેટરો અને પદાધિકારીઓમાં પ્રજાના નાણાંથી પ્રવાસ કરવાનો ચસ્...
અમદાવાદ,તા.૧૧
અમદાવાદ શહેરના વધુ એક મેયર બિજલ રૂપેશભાઈ પટેલ ૨૪ સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક ખાતે આયોજીત હાઈલેવલ પોલીટીકલ ફોરમમાં ભાગ લેવા નાયબ મ્યુનિસિપલ કમિશનર આર કે મહેતા સાથે રવાના થશે.આ બંનેના પ્રવાસ અંગે મંજુરી માંગતી એક દરખાસ્ત શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે નાયબ મ્યુનિસીપલ કમિશ્નર પણ સાથે શહેરના મેયર સેવન ફો...
વસતી વિસ્ફોટ: ગુજરાતમાં આઠ વર્ષમાં 48 લાખ લોકો ઉમેરાયા
ગાંધીનગર,તા.11 ગુજરાતના પોપ્યુલેશન પ્રોજકશન એટલે કે વસતી અનુમાનના આંકડા ઘણાં ચોંકાવનારા છે. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટમાં 2019માં ગુજરાતની વસતી વધીને 6.52 કરોડ થઇ ચૂકી છે, જે છેલ્લા સેન્સસ સર્વે પ્રમાણે 6.03 કરોડ હતી. ગુજરાતમાં 2020માં વસતી છ કરોડને પાર થઇ જશે. પોપ્યુલેશન પ્રોજેક્શન્સ ફોર ઇન્ડિયા એન્ડ સ્ટેટ્સ 2001-2026ના એક રિપોર્ટ પ્રમાણ...
પલાળવાથી રંગ પ્રસરી જાય એ નકલી નોટની આસાન ઓળખ છે
અમદાવાદ,તા.11 ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લાખો રૂપિયાની ફેક કરન્સી રેકેટમાં સૌરાષ્ટ્રના ભાવનગરના શખ્સ અને અમદાવાદની પણ એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાજ્યભરમાં ગમે ત્યાં નકલી ચલણી નોટનો કાંડ થાય પરંતુ તેનો છેડો તો મોટેભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ જ હોય છે, એમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે. પોલીસ...
અમદાવાદ મેટ્રો રેલમાં બેન્ક કરપ્ટ IL & FS કંપનીને ફરીથી કોન્ટ્રાક્...
ગાંધીનગર,તા.11 અમદાવાદની મેટ્રો રેલમાં સરકારે ફરીથી બેન્ક કરપ્ટ કંપની આઈએલ& એફએસ (IL & FS) ને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ કંપની તેનું કામ 12મી સપ્ટેમ્બરથી શરૂ કરી દેશે. આમ કરવાનું કારણ એવું છે કે આ કંપનીને કાઢીને જે કંપની લેવામાં આવી હતી તેણે પણ કામ કરવાની અનિચ્છા દર્શાવી હતી તેથી ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન ફસાઇ ગયું છે, હવે ફરી...
સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 125 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 11...
અમદાવાદ,તા:૧૧ વૈશ્વિક સારા સંકેતો અને આર્થિક સુધારાની આશાએ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી સતત પાંચમા દિવસે સુધરીને બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ 125 પોઇન્ટ વધી 37,270.82ને મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 32.65 પોઇન્ટ વધીને 11,035.70ની સપાટીએ બંધ રહ્યો હતો. મોહરમની રજા પછી બજાર તેજી સાથે ખૂલ્યું હતું. બજારમાં ઓટો, મેટલ, પેપર, રિયલ્ટી...

English