Saturday, July 11, 2026

Tag: અમદાવાદ

ડિપ્લોમાં એન્જિનિયરીંગની સ્વનિર્ભર કોલેજોમાં 20 હજાર બેઠકો ખાલી રહેવાન...

અમદાવાદ,તા.5 ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્વનિર્ભર કોલેજોમાં ખાલી પડેલી અંદાજે ૩૦ હજાર જેટલી બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવામાં આવ્યા બાદ કોલેજોએ જે તે વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને હાલમાં ફાઇલો પ્રવેશ સમિતિને સુપ્રત કરવાનુ શરૂ કરી દીધુ છે. ફાઇલ સુપ્રત કરવાનો આજે છેલ્લો દિવસ છે. આમ છતાં આજે કુલ ૭...

રાજ્યમાં કોંગોનો કાળો કેર : ૬૧ શંકાસ્પદ, નવ પોઝીટીવ અને ચારના મોત

અમદાવાદ, તા.5 અમરેલી, જામનગર , ભાવનગર અને બનાસકાંઠા સુંધી પહોંચેલા કોંગોએ કાળો કેર વર્તાવ્યો છે.  જેમાં અત્યાર સુંધી કુલ ૬૧ શંકાસ્પદમાંથી ૯ પોઝીટીવ અને ચારના મોત થયાં છે. જેને કારણે આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ આરોગ્ય વિભાગ રોગચાળો વ્યાપક બન્યો હોવાની ના પાડે છે. તો બીજી બાજુ કોંગો બાદ વડોદરામાં દેખાયેલા લેપ્ટોસ્પારો...

કામ માટે પ્રજા ખાય ધક્કા, બિલ્ડરોને એનએ માટે બખ્ખાં

હેમીંગ્ટન જેમ્સ અમદાવાદ, તા.05 રાજ્યની વિજય રૂપાણી સરકારને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની ખૂબજ ચિંતા છે. બુધવારે તેમણે તમામ કલેક્ટર્સ અને અન્ય સબંધિત અધિકારીઓને જમીનના એનએની કાર્યવાહી ઝડપી કરવા વિશેષ સુચના આપી છે. સ્વભાવિક છે કે અર્થતંત્રને ગતિ આપવાના નામે તેમણે બિલ્ડરોને લાભ થાય એવી વ્યવસ્થા કરી છે પણ બીજી બાજુ સામન્ય પ્રજાના કમ માટે સરકારે જ નક્ક...

ગોતામાં રહેતી નર્સ સાથે મિત્રતા કરવા ફેક એકાઉન્ટ બનાવનારો યુવક ઝડપાયો

અમદાવાદ,તા:૫ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી અને અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકેકામ કરતી મહિલા સાથે મિત્રતા કરવા બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનારા યુવકની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.મહિલાના તેના પતિ સાથેના ફોટાનો ઉપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને મહિલાના સંબંધીઓના મોબાઈલ ફોન નંબર મેળવવાનો પણ આરોપીએ પ્રયાસ કર્યો હતો. ગોતા વ...

વિદેશી બેંકોના ખાતેદારોની ચોરાયેલી માહિતીથી એટીએમમાંથી રૂપિયા ઉપાડવાના...

અમદાવાદ, તા.5 વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્જે લીધુ...

381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન પકડાયા, બેંકમાં વ્યાપક છેતરપીંડી

અમદાવાદ : વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો અમદાવાદની યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્...

અમદાવાદનાં 20 જંક્શન પર બનશે નવા ઓવરબ્રિજ

અમદાવાદ,તા:૫ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જ જઈ રહી છે, જેને નાથવા માટે કોર્પોરેશને 20 જંક્શન પર નવા ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવાની યોજના બનાવી રહ્યું છે, જે સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીના ટ્રાફિકને અનુરૂપ રહેશે, જેમાં વાહનોનો પ્રકાર અને વાહનોના જવાની દિશા અને સમયનું પણ ધ્યાન રખાશે. 2011-12માં શહેરના ટ્રાફિકથી ...

અત્યાધુનિક સીનકાસેન બુલેટ ટ્રેન દોડશે મુંબઈ-અમદાવાદ

અમદાવાદ,તા:૫ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલમાં ચાલી રહ્યું છે, જે માટે કેન્દ્ર સરકાર જાપાન પાસેથી 70 અબજ રૂપિયાના ખર્ચે 18 સીનકાસેન બુલેટ ટ્રેન ખરીદવા જઈ રહી છે, જે હાઈસ્પીડ ટ્રેન પૈકી વિશ્વની પ્રથમ સિસ્ટમ છે. જો કે હાલમાં પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે જમીન અધિગ્રહણના કારણે વિવાદમાં સપડા...

દુનિયાના ટોપ-10 રહેવાલાયક શહેરોમાં ગુજરાતનું એકપણ નહીં

અમદાવાદ,તા:૫ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા વિશ્વનાં રહેવાલાયક 10 શહેરોની યાદી જાહેર કરવામાં આવી, જેમાં ગુજરાતનાં કોઈ શહેરને સ્થાન મળ્યું નથી. ત્યાં સુધી કે ટોપ-10ની યાદીમાં પણ ભારતના કોઈ શહેરને સ્થાન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે, IIUના પાંચ માપદંડોના આધાર પર શહેરોની પસંદગી કરવામાં આવે છે, જેમાં એર પોલ્યુશન, ભ્રષ્ટાચાર, ખરાબ પ્રાથમિક સુવિધા...

અમદાવાદના બોપલમાં અકસ્માતમાં મહિલાનું મોત

અમદાવાદ,તા:૫ બોપલના સ્વાગત બંગલો પાસેના રસ્તા પર સવારે 8 વાગ્યાની આસપાસ લાલ રંગની વૈભવી કારની અડફેટે એક રાહદારી મહિલાનું મોત નીપજ્યું. સ્થાનિકોના કહેવા મુજબ લાલ રંગની ક્રેટા કાર ચલાવતી મહિલા 100ની આસપાસની સ્પીડે જઈ રહી હતી અને કારને કાબૂ ન કરી શકતાં મહિલાને અડફેટે લઈ દીવાલ સાથે કાર ટકરાઈ હતી. અકસ્માત બાદ તુરંત જ મહિલા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હ...

લેકફ્રન્ટ ઉપરની એકટિવિટી ફરી કયારે શરૂ થઈ શકશે?

અમદાવાદ,તા.૪ ૧૪ જૂલાઈને રવિવારે સાંજે પોણા પાંચના સુમારે કાંકરીયા ખાતે ધડાકાભેર રાઈડ તુટી પડી હતી.આ રાઈડમાં સવાર એવા બે લોકોના મોત થયા હતા.૫૦ લોકો ઘાયલ થયા હતા.આ ઘટનાના ૫૦ દિવસ પછી પણ આર એન્ડ બી વિભાગ તરફથી કોઈ ગ્રીન સિગ્નલ ન મળવાને કારણે માત્ર ઝૂ,બાલવાટીકા અને નોકટરનલ ઝૂ સિવાય તમામ એકટિવિટીઓ છેલ્લા ૫૦ દિવસથી લેકફ્રન્ટ ખાતે બંધ છે.તંત્રએ આ ૫૦ દિ...

અમપાનો મુર્તિ વિસર્જન માટે પાંચ કરોડના ખર્ચે 60 કુંડ બનાવવાનો નિર્ણય

અમદાવાદ શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસથી અનેક ભકતો દ્વારા ગણેશની સ્થાપના કરી તેનુ વિસર્જન પણ શરૂ કરાયુ છે.ઘણાં એવા ભકતો હોય છે કે જે દોઢ,ત્રણ કે પાંચ દિવસ ગણેશ ભગવાનની મૂર્તિનુ ઘરમાં સ્થાપન કરતા હોય છે.આ પરિસ્થિતીમાં અમપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે ૬૦ કુંડ બનાવવાના નિર્ણયને પગલે હડકંપ મચી જવા પામ્યો છે.અમપાના સુત્રોના કહે...

અમદાવાદ શહેરમાં ફોગીંગ માટે સો પોર્ટેબલ મશીન લેવામાં આવશે

અમદાવાદ, તા.૦૪ અમદાવાદ મહાનગર પાલિકાના તંત્રમાં કયાં-શું ચાલી રહ્યુ છે, એનાથી ખુદ શાસક પક્ષને પણ તંત્ર દ્વારા અંધારામાં રાખવામાં આવી રહ્યુ છે. આ વર્ષનું ચોમાસુ પુરુ થવાની તૈયારીમાં છે. એવા સમયે હેલ્થ વિભાગ દ્વારા સો જેટલા પોર્ટેબલ ફોગીંગ મશીન લેવા તૈયારી શરૂ કરી છે. આ અંગે મળતી માહીતી મુજબ, અમપાના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં ફોગીંગ માટે ડીઝલ ઓપરેટે...

બીજી મેડિકલમાં બંધ બાયોમેટ્રિક્સનું વર્ષે સવા લાખ ભાડું ચૂકવાયું

અમદાવાદ,તા.04 સરકારી તંત્ર દ્વારા ઘણી યોજનાઓની મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવે છે પરંતુ જ્યારે  તેના યોગ્ય અમલીકરણની વાત આવે છે ત્યારે જ આ યોજનાનું સુરસુરીયું થઈ જાય છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને સ્થાને બનેલા બોર્ડ ઓફ  ગવર્નન્સ (બીઓજી) દ્વારા મેડિકલ કોલેજમાં સ્ટાફની બાયોમેટ્રિક એટેન્ડન્સ અંગે કડક બનાવાયેલા કાયદાની પણ સ્થિતિ કંઈક એવી જ છે. જેન...

એકબીજાને ભાંડતા ભાજપ-કોંગ્રેસના સભ્યો સ્ટડીટુર(?) તો કરે છે પણ રીપોર્ટ...

અમદાવાદ,તા.04 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં એકબીજાને ભાંડતા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિવિધ સ્ટડી ટુરના નામે છેલ્લા પંદર વર્ષમાં એકપણ વખત સ્ટડી ટુરનો રિપોર્ટ રજુ કરાયો નથી.બે મહીના અગાઉ પણ ભાજપના ૧૩૧ અને કોંગ્રેસના ૪૭ કોર્પોરેટરો દક્ષિણભારતના પ્રવાસે જઈ આવ્યા છે.છતાં હજુ સુધી કોઈએ સ્ટડી ટુરનો રિપોર્ટ મુકયો નથી.શહેરી...