Tag: અમદાવાદ
હરિદ્વાર મેલમાં વડીલોની માનવતાઃ 61 ખેલાડીઓને બેસવાની વ્યવસ્થા કરી આપી
મહેસાણા, તા. 19
મહેસાણા અને અમદાવાદથી હરિદ્વાર મેલમાં યાત્રાએ નીકળેલા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના વડીલોએ ટ્રેનમાં માનવતાથી લોકોનાં દિલ જીતી લીધાં. હરિયાણામાં નેશનલ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઇ રહેલા અને પહેલી ટ્રેન ચૂકી જતાં હરિદ્વાર મેલમાં ચડેલા રાજસ્થાનના 61 ખેલાડીઓને બેસવા જગ્યા નહીં મળતાં આ વડીલોએ તમામ માટે જગ્યા કરી આપી હતી. વડીલોના...
વિદ્યાર્થીઓને બૂટ અને શર્ટ પહેરીને જ કોલેજ આવવાનું ફરમાન અપાતા હોબાળો ...
અમદાવાદ, તા. 19
આંબાવાડીમાં આવેલી સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે બૂટ અને શર્ટ પહેરીને જ કોલેજોમાં આવવાની ફરજ પાડતાં ભારે હોબાળો મચી ગયો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આ મુદ્દે પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને ભારે હોબાળો મચાવીને આગામી ૨૪ કલાકમાં આ પ્રકારનો નિર્ણય પાછો ખેંચવા માંગણી કરી હતી. જો પ્રિન્સિપાલ નિર્ણય પાછો ન ખેંચ...
હવે સાબરમતી રિવરફ્રન્ટમાં પણ કૌભાંડ, ઓડિટમાં રૂપિયા 69 કરોડનો ગોટાળો સ...
અમદાવાદ, તા:૧૭
ગુજરાતમાં ભાજપના રાજમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સાબરમતી રિવરફ્રન્ટમાં રૂપિયા 69 કરોડના ગોટાળા સામે આવ્યાં છે, આ કૌભાંડનો ખુલાસો ઓડિટમાં થયો છે, કોર્પોરેશનમાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ વિજિલન્સ દ્વારા સમગ્ર કેસની તપાસની માંગ કરી છે. વિપક્ષના આરોપ મુજબ રૂપિયા 69 કરોડ ક્યાં ગયા તેનો કોઇ ...
પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન હાજરીના અમલ પછી ત્રણ માસમા ૪૧૧ શિક્ષકો મંજુરી...
અમદાવાદ, તા.૧૬
રાજયની તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ઓનલાઇન હાજરી ભરવાનુ શરૂ કરવામા આવ્યુ છે. પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા કરાયેલા આદેશ બાદ એપ્રિલ સુધીમા કઇ સ્કૂલમાં કેટલા શિક્ષકો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર તેની વિગતોમાં વિભાગ દ્વારા મેળવવામાં આવી હતી. જેમાં કુલ ૪૧૧ શિક્ષકો ગેરહાજર રહ્યા હોવાની વિગતો મળી હતી. વિભાગ દ્વારા ૧૫૭ શિક્ષકો સામે અનધ...
રાજ્યના 159 નગરોમાં 750થી વધુ પાણીની ટાંકી, 200થી વધુ ટાંકીઓ ભયજનક
રાજ્યની 159 નગરપાલિકાઓ ઉપર કલેક્ટર દેખરેખ રાખતા હતા. પણ તેમની પાસેથી 14 મહિના પહેલાં સત્તા આંચકી લઈને વિજય રૂપાણીની સરકાર દ્વારા નવું કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન બનાવવામાં આવ્યું છે. જ્યાં ટેન્ડરો સિવાય પ્રજાની સલામતી અંગે કંઈ વિચારવામાં આવતું નથી. જેની અમદાવાદની બોપલ નગરપાલિકાની ટાંકી તૂટી પડી અને 3 લોકોનાં મોત થયાં તે ઘટના બાદ પોલ ખૂલી છ...
ગુજરાત રાજયમાં 84 ટકાથી વધુ વરસાદ; મેઘમહેરથી ૪૦ ડેમો છલકાયાં
ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને કારણે અત્યાર સુધીમાં એટલે કે ૧૪ ઑગસ્ટ-સવારે ૮.૦૦ વાગ્યે સરેરાશ ૮૪ ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે ૪૦ જળાશયો છલકાઈ ગયા છે. 30 જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ 30 જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયાં છે. સરદાર સરોવર જળાશય કૂલ સંગ્...
ફાર્મા સેક્ટરે પણ મંદીના મારને કારણે કર્મચારીઓની છટણી શરૂ કરી
મંદીના મારની અસર ફક્ત લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉપર જ નથી પડી રહ્યાં પરંતુ તે ઓર્ગેનાઇઝડ સેક્ટરને પણ મોટી અસર કરી રહ્યાં છે. તેનું ઉદાહરણ ફાર્મા સેક્ટર છે. ગુજરાત ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રિઝનું હબ ગણાય છે. છેલ્લા ઘણા દાયકાઓ દરમિયાન ફાર્મા સેક્ટરે ગુજરાતમાં સારુ એવું કાઠું કાઢ્યુ હતું. પરંતુ હવે તે ભૂતકાળ બની રહ્યો હોય તેવી દશા છે. હાલમાં જ સનફાર્મામાં જ...
કાંકરિયામાં આવ્યા અસંખ્ય માઈગ્રેટરી પક્ષીઓ, આવીને માળો કર્યો, બચ્ચા આપ...
ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદમાં બંને દેશોના નાગિરકોને સરહદો નડે પણ આ વ્યોમચરોને કોઈ રોકટોક નથી. અમદાવાદના કાંકરિયા તળાવ અને તેને અડીને આવેલો પ્રાણીસંગ્રહાલયમાં છેલ્લા એક મહિનાથી ખેચરો આવ્યા છે જે મોટાભાગના પાકિસ્તાન અને તેની આજુબાજુના દેશોમાંથી આવ્યા હોવાનુ કહેવાય છે. જનસત્તાએ ઝૂની મુલાકાત લઈને આ પક્ષીઓને શોધવાનો અને તેની ફૂડ હેબીટ જાણવાનો પ્રયાસ ક...
કાંકરિયા રાઈડ દૂર્ઘટનાની તપાસ દિશાહીન
કાંકરિયા લેક ખાતે આવેલી સુપરસ્ટાર એમ્યૂઝમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની રાઈડમાં જુલાઈ 14ને રવિવારે પેંડુલમ રાઈડ તૂટી જવાની ગોઝારી ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા તેને આ સપ્તાહમાં એક મહિનો થશે. આ ઘટના બની ત્યારથી લઈને આજ સુધી કાંકરિયા ફરતે આવેલી તમામ રાઈડને બંધ કરી દેવામાં આવી છે. સત્તાધીશો કહે છે કે, જ્યાં સુધી રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા તમામ રાઈડનું ઈન્સ્...
હીરાના વેપારીને બંધક બનાવી લાખોની ખંડણી વસૂલવાના ષડયંત્રમાં મહિલા સહિત...
અમરેલીના હિરા વેપારીને ડાયમંડ ખરીદવાના બહાને આણંદ ખાતે બોલાવી માર મારી લૂંટ ચલાવ્યા બાદ બંધક બનાવી પાંચ લાખની ખંડણી વસૂલવાનું ષડયંત્ર રચનારી ટોળકીનો બાપુનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. હીરાના વેપારી સાથે આણંદ ખાતે બિભત્સ વર્તન કરી જાળમાં ફસાવનાર મહિલા તેમજ બાપુનગરની આંગડીયા પેઢીમાં પાંચ લાખ લેવા આવનાર શખ્સની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલી ...
ધોલેરા હજુ 2થી 4 ફૂટ પાણીમાં, 12 દિવસે સ્થિતિ સામાન્ય
ભારે વરસાદથી ધોલેરા સર અને સ્માર્ટ સિટી પાણીમાં ડૂબી ગયું છે. 4 હજાર લોકોની વસતી ધરાવતાં ધોલેરા ગામમાં 2થી 4 ફૂટ પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે. ગામ લોકોએ શાળા અને સરકારી મકાનોમાં આશ્રય લેવો પડ્યો છે. કેટલાક કુટુંબોને આશ્રય માટેની જગ્યા ન હોવાથી ધોલેરા માટે બનેલા નવા માર્ગો ઉપર જ રહેવું પડ્યું છે. અહીં 12 દિવસ સુધી પાણી ભરાયેલા રહેશે...
હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું, લોકોના ઘરોમાં વરસાદી પાણી
શહેરમાં શુક્રવારે વહેલી સવારે ચારથી છના સમયમાં ભારે ગાજવીજ સાથે વરસેલા વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હાટકેશ્વર સર્કલ વધુ એક વખત બેટમાં ફેરવાયું હતું. બાપુનગર વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં પૂર્વના વિસ્તારોના ગટરના પાણી બેક મારતા પાણીની સપાટી ૩૩ ફૂટ પર...
ડિપ્લોમા એન્જિનિયરિંગનો તા.10મીથી શરૂ થનારો ઓફલાઇન રાઉન્ડ સ્થગિત કરી દ...
ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ 39 હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા ઓફલાઇન રાઉન્ડ કરવાની જાહેરાત કરી હતી. જે વિદ્યાર્થીઓ ખાલી પડેલી બેઠકોમાં ઓફલાઇન રાઉન્ડમાં પ્રવેશ લેવા ઇચ્છતાં હોય તેમને સંમતિ આપવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં હાલમાં 1700 જેટલા વિદ્યાર્થીઓએ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયામ...
સરખેજમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, તંત્રનાં તમામ દાવાઓ પોકળ
શહેરમાં શનિવારે વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદ બાદ પૂરા થયેલા ૨૪ કલાકમાં સૌથી વધુ સરખેજ વિસ્તારમાં સાડા સાત ઈંચ વરસાદ થયો હતો. શહેરમાં સરેરાશ પાંચ ઈંચ ઉપરાંતના વરસાદને પગલે ૪૭ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ૧૪૩ વૃક્ષો ધરાશાયી થયા છે. મ્યુનિ.તંત્ર દ્વારા કરાયેલા તમામ દાવાઓ સામે વાસ્તવિકતા એ છે કે, બાર કલાક પછી પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસા...
ધોધમાર વરસાદથી વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ સિટિ ધોલેરા પાણીમાં
ધોલેરા વિસ્તારમાં ભારે વરસાદ થતાં ધોલેરા સર અને દુનિયાનો સૌથી મોટો સ્માર્ટ સિટીનો ચાલુ પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધોલેરા, પીપળી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ પર બંને બાજુ પાણી જ પાણી છે. ધોલેરાના 40 હજાર હેક્ટર જમીન પર પાણી ફરી વળ્યા છે. 10 વર્ષથી અહીં શહેર બનાવવાનો પ્રોજેક...
ગુજરાતી
English