Thursday, April 30, 2026

Tag: Breaking news

2020ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, શાળા 20 આંતરિક ગ...

ગાંધીનગર, તા.16 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2020માં બોર્ડની પરીક્ષા માટે 80-20ની પદ્ધતિ અમલી કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો માત્ર 80 ગુણના રહેશે, જ્યારે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ શાળાએ આપવાના રહેશે...

મગફળી વેચવા ખેડૂતોના ભારે ધસારા વચ્ચે ભાવ તૂટ્યા

હિંમતનગર, તા.૧૫ માર્કેટ યાર્ડમાં ઉચ્ચત્તમ વેચાણ ભાવ મળી રહ્યા હોવાથી મગફળીની ધિંગી ખરીદી થઇ રહી છે. ગઈકાલે રૂ.150 જેટલો ભાવ તૂટવા છતાં ટેકાના ભાવ કરતા વધારે મળતો હોવાથી ખેડૂતોના મગફળી વેચવા માટે ધસારો રહ્યો છે. સોમવારે 26390 બોરીની આવક થઇ હતી અને 120 ખેડૂતોની ખરીદી બાકી રહેતા મંગળવાર માટે ટોકન અપાયા હતા. મગફળીની આવકમાં વધારો થતાં ભાવમાં રૂ.150 ન...

રૂની ખુલતી મોસમે જ રૂ. ૧૦૦૦નુ ગાબડું: વ્હાઈટ ગોલ્ડની પ્રતિષ્ઠા ગુમાવી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૫: કપાસ વાવેતર વિસ્તારમાં ૨૦૧૯-૨૦ની ખુલતી મોસમમાં જ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૫૦૦થી ૧૦૦૦ ગબડી પડવાને લીધે રૂએ “વ્હાઈટ ગોલ્ડ”ની પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. પંજાબ અને હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ટેકાના ભાવથી ખરીદી શરુ કરી દીધી છે. રૂમાં ભેજ અને ક્વાલિટી પ્રમાણે ભાવ રૂ.૪૭૦૦થી ૫૨૫૦ આસપાસ બોલાય છ...

રાજકોટમાં દારૂના પાંચ સ્થળે દરોડા પાડીને 6 બુટલેગર્સને ઝડપી લેવાયા

રાજકોટ,તા:૧૫ રાજકોટ જિલ્લામાં પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી રૂ.1.60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પાડેલા પાંચેય દરોડા દરમિયાન એક મહિલા સહિત છ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બે આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયા છે.

રાજકોટમાં ડેન્ગ્યૂનો શહેરીજનો પર ભરડો, 13 દિવસમાં 151 કેસ નોંધાયા

રાજકોટઃ,તા:૧૫ ચોમાસું વીતી ગયું પણ કોર્પોરેશન દ્વારા મચ્છરના ઉપદ્રવને નાથવા માટે હજુસુધી ચોક્કસ પગલાં ભરવામાં આવ્યાં નથી, જેના પરિણામ સ્વરૂપ ડેન્ગ્યૂના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હવે જ્યારે શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે ત્યારે રહીરહીને કોર્પોરેશન દ્વારા 392 આશાવર્કર બહેનોની સાથે નર્સિંગ કોલેજ, સેનેટરી ઈન્સ્પેક્ટર, હોમિયોપથી ...

બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ

અમદાવાદ, તા. 15. શહેરના વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતી કરાયાનો બનાવ બનવા પામ્યો છે. આ ઘટના અંગેની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અન્ના મારિયા નામની એક વિદેશી યુવતી ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. છેલ્લા કેટલાક સમયથી તેણી શહેરના ડ્રાઈવઈન રોડ...

ચીનની સપ્તાહ લાંબી રજાઓ પછી ખુલેલી વૈશ્વિક નુર બજારમાં જહાજોની આછત

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૪: દેશના અર્થતંત્રનું બેરોમીટર જેમ શેરબજાર છે, તેમ દરિયાઈ માલવાહક જહાજોના નૂરની ઉથલપાથલ વ્યક્ત કરતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જાગતિક વ્યાપારની પારાસીસી છે. એક જ સપ્તાહમાં જહાજી નૂર બજારની તાર્કિક સ્થિતિ, એકાએક જહાજ માલિકોની તરફેણમાં પરિવર્તિત થઇ ગઈ છે. શુક્રવારે કેપ્સાઇકઝ જહાજોના નુર ઘટવાથી બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ પાંચ પોઈન...

મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધીઃઆપઘાત પાછળ માથા...

રાજકોટ તા. ૧૪: રાજકોટના ભગવતીપરામાં રહેતાં અને મજૂરી કરતો રવિ વાઘેલાએ નવમા નોરતે તા. ૯/૧૦ના રોજ ઝેરી દવા પી  જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રવિના  આપઘાત પાછળ એક યુવતિ કારણભુત હોવાનો આક્ષેપ રવિના પિતા ભરતભાઇ વાઘેલાએ કર્યો હતો.

મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

મહેસાણા, તા.૧૪ મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.

પીએમ સાહેબ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેશમાંથી તો પ્રવાસીઓ આવે છે...

ગાંધીનગર, તા. 14 રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા સરકારે મોટા ઉપાડે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું. 2018 સુધીમાં આ સ્ટેચ્યૂને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા 26 લાખ થઈ ગઈ છે. પરંતુ સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ બર આવ્યો નથી. એની પાછળ મુખ્ય કારણ એવું છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે સ...

અહેમદ બાબા અને 14ની ટોળકી કોંગ્રેસને લૂંટે છે ?

કોંગ્રેસના 15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો, વારંવાર હાર માટે આ ટોળી જવાબદાર What did Congress spokesperson and National Party representative Manohar Patel say or did he get notice? કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે એવું તે શું કહ્યું કે તેમને નોટિસ મળી અમદાવાદ : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ ...

નરોડા-દહેગામ રોડ પર વરસાદ વિના પડ્યો ભૂવો, બાઈકચાલક ઈજાગ્રસ્ત

અમદાવાદ, તા.11 વરસાદમાં તો સમગ્ર શહેરમાં ભૂવા પડવાના અનેક કિસ્સા નોંધાયા જ છે, પરંતુ વિના વરસાદે પણ નરોડામાં 15 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટના નોંધાઈ છે. આ ભૂવામાં પડી જવાના કારણે એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂવામાં પડી ગયેલા બાઈકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું...

વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચેના અકસ્માતમાં 25થી વધુ ઈજાગ્રસ...

મોરબી,તા:૧૧  વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળ્યા મુજબ ઈજાગ્રસ્તો પૈકી પાંચને ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે, જ્યારે એક એસ.ટી. બસના ચાલકને પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલે ખસેડાયો છે. જાણવા મળ્યા મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ વાંકાનેર-રાજકોટની એસ.ટી. બસ નંબર જીજે-18ઝેડ-0373 અને ...

અમપાના અધિકારીઓ માટે દાણાપીઠ કચેરીમાં શરૂ કરાયેલું જિમ મેયર બીજલ પટેલે...

અમદાવાદ, તા.૧૧ અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ક્લાસ વન અને ક્લાસ ટુના અધિકારી પોતાને ફિટ રાખી શકે એ માટે બે દિવસ પહેલાં શરૂ કરાયેલા જિમને મેયર બીજલ રૂપેશભાઈ પટેલે બંધ કરાવતાં આગામી દિવસોમાં આ મામલે અમપા અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો આમનેસામને આવી શકે છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની શહેરની મધ્યમાં આવેલા દાણાપી...

પોતાની જ દિકરી, જમાઇ અને વેવાણનું અપહરણ કરતા ત્રણને ઝડપી પાડતી પોલીસ

જુનાગઢ તા. ૧૦ સંબંધોની લજવતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની જ પુત્રી, જમાઇ અને વેવાણના અપહરણમાં પોલીસે વેવાઇ સહિત ૩ અપહરણકારોની ધરપકડ કરી છે. અપહરણકારો પાસેથી કાર  અને બાઇક કબ્જે કરી અન્ય અપહરણકારોની શોધ શરૂ કરી છે. પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામે રહેતા રાવલ માવદીયાએ માંગરોળના મધરવાડા ગામનાં ભનુભાઇ ઉર્ફે મસરીયા મુળુભાઇ ધુડાની પુત્રી શાંતી સાથે દોઢેક મ...