Tag: Breaking news
તમામ બેઝ મેટલમાંથી કોપર આ વર્ષે સૌથી ખરાબ સ્થતિમાં
અમદાવાદ,તા:૧૦
આપણે અહીંથી ઘેરી મંદીમાં પ્રવેશ કરીશુ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બેઝ મેટલ્સ બજાર જે અત્યારે માંગ પુરવઠાની સમતુલા ધરાવે છે તે અસમતોલ બની, વધુ ભાવઘટાડાનો સામનો કરશે. તમામ બેઝ મેટલમાંથી કોપરે ૨૦૧૯મા સૌથી ખરાબ સ્થતિનો સામનો કર્યો છે. વૈશ્વિક મેક્રો અર્થવ્યવસ્થાનાં નિરાશાજનક સેન્ટીમેન્ટે કોપરના નીચા ભાવ નીર્ધારણમાં મુખ્ય ભૂમિકા કરી...
ભાજપના બે મોટા રાજકીય નેતાઓની ખટપટમાં ‘એર એમ્બ્યુલન્સ’ પ્ર...
અમદાવાદ, તા.10
એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ'ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મોટા રાજકી...
શાકભાજીના ભાવ આસમાને આંબ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ
અમદાવાદ, તા. 10
ચાલુ વર્ષે ગુજરાત પર વરસાદની ખાસ્સી એવી મહેરબાની રહી. અને સમગ્ર રાજ્યમાં જરૂરી મહેર કરતાં વધારે પ્રમાણમાં મેઘ મહેર થઈ છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે વરસાદની સીઝનમાં શાકભાજીના ભાવ વધારે હોય છે, પરંતુ વરસાદ બાદ પણ હજુ આ ભાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં.
અમદાવાદમાં શાકભા...
વિશ્વ બેન્કના ચેરમેન સાથે મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવશે
ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થળે 31 ઓક્ટોબરે હાઈપ્રોફાઈલ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વ બેન્કના ચેરમેન પણ ઉપસ્થિત રહેવાના છે. એ ઉપરાંત ભારત સરકારના તમામ કેડરના ઓફિસર્સ અને કેબિનેટના મંત્રીઓ પણ કેવડિયામાં આવીને ત્રણ દિવસ રોકાશે.
નર્મદા નદી પર રાજ્ય સરકારે બનાવે...
સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે પણ ચેકડેમ ખાલી
અમરેલી,તા:૦૯ સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે, ત્યારે આટલા વરસાદ છતાં બગસરાના ચેકડેમ ખાલીના ખાલી જ રહ્યા છે. એટલે કે કહી શકાય કે અતિવૃષ્ટિથી પાક બરબાદ તો થયો જ, બાકીની સિઝનમાં પાણીના અભાવે ફરી પાક બરબાદ થવાનો છે.
અમરેલીના બગસરા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યા હતા, પર...
સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ, આઠ ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર,તા:૦૯ સાયલામાં જૂની અદાવતમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં થયેલી અથડામણમાં આઠ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્રમાં ડુંગળીના હબ ગણાતા મહુવામાં ડુંગળીના ભાવમાં ભડકો
અમરેલી,તા:૦૯ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના પાકમાં જબરજસ્ત નુકસાન થયું છે, જેના કારણે બગસરા શાકમાર્કેટમાં મુલાકાત લેતા શાકભાજી અને ડુંગળીના ભાવમાં મોટો ભડકો જોવા મળ્યો છે. શાકભાજીમાં ભાવવધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ 20 કિલોના આશરે 950 થઈ ગયા છે.
હાલમાં સ્થિતિ એવી છે...
108 ઈમર્જન્સી એમ્બુલન્સ મોડી આવતાં સીએમના ભાઈનું મોત
રાજકોટઃતા:૦૯ 108 ઈમર્જન્સી સેવાના કારણે અનેક લોકોના જીવ બચવાના દાખલા આપણે જોયા છે, તો 108ની બેદરકારીના કારણે મોતના કિસ્સા પણ આપણે જોયા છે. જો કે આ વખતે 108ની બેદરકારીનો પરચો ખુદ મુખ્યમંત્રીને જ થઈ ગયો છે. 108ને કોલ કર્યા બાદ 45 મિનિટ મોડી પડતાં તેમના માસિયારા ભાઈ અનિલભાઈનું અવસાન થયું છે. સમગ્ર ઘટના જાણમાં આવતાં જ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપ...
રાજકોટમાં ભાજપ સામે કોંગ્રેસે હેલમેટવાળા રાવણનું દહન કરી વિરોધ નોંધાવ્...
રાજકોટ,તા:૦૮ કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ફરી હેલમેટના કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે કોંગ્રેસ કાર્યકરોએ ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે.
વાહન વ્યવહારના કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમોનો કોંગ્રેસ દ્વારા અગાઉ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે દશેરાના પ્રસંગને આનુસંગિક કોંગ્રેસે હેલમેટ પહેરેલા રાવણના પૂતળાનું દહન કર્યુ...
ઝોમેટોમાંથી પિઝા રિફંડની લાલચ આપી ગઠિયાએ સેરવી લીધા રૂ.60,885
અમદાવાદ, તા.8
‘ખરાબ થયેલા પિઝા બદલી નહીં આપીએ રિફંડ આપીશું’ તેમ કહીને એક ગઠિયાએ યુવકને એક નહીં બબ્બે વખત છેતર્યો છે. સાણંદ ખાતે જય હિંદ રેસ્ટોરન્ટ ચલાવતા ઋષભ શાહના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ.60,885 ગઠિયો સેરવી ગયો છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીના ફોન નંબરના આધારે તપાસ શરૂ કરી છે.
થલતેજ સુરધારા બંગલોઝમાં રહેતા ઋષભ વરાં...
મ્યુનિ. કમિશનરના આદેશને ઘોળીને પી ગયા પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ
રાજકોટ,તા:05 કોર્પોરેશન દ્વારા હાલમાં જ શહેરની ટ્રાફિકની સમસ્યાના નિરાકરણરૂપે પૅ એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના નિયમ પ્રમાણે એક કલાક મુજબ ટુ-વ્હીલર માટે રૂ.2 અને કાર માટે રૂ.5નો દર નક્કી કરવામાં આવ્યો છે. જો કે રાજકોટ કોર્પોરેશનના આ આદેશને કોન્ટ્રાક્ટર્સ જાણે ઘોળીને જ પી ગયા હોય તેમ પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ બાઈકચાલક પાસેથી એક ...
જૂનાગઢમાં એરંડાના તળિયે જતા ભાવના પગલે વેપારીનો વિરોધ
જૂનાગઢઃ05 સિઝનમાં એરંડિયાના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે એરંડાના ભાવ હાલમાં રૂ.1200થી ઘટીને રૂ.800 સુધી તળિયે બેસી ગયા છે. આ અંગે વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને એરંડાની હરાજી બંધ કરી દીધી છે.
ગોંડલમાં પુત્રના ગળે ચાકુ રાખીને મહિલા સાથે દુષ્કર્મ
રાજકોટઃ05 ગોંડલમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી, જેમાં એક નરાધમ દ્વારા પુત્રના ગળે છરી રાખીને તેની માતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. આટલું જ નહીં મહિલા પાસેથી રૂ.1.20 લાખ જેટલી રકમ અને ઘરેણાં પણ લૂંટી લેવામાં આવ્યાં.
ડાંગર 1835, મકાઈ 1760 અને બાજરી 2000 રૂપિયે પ્રતિ ક્વિંટલથી સરકાર ખરીદ...
ગાંધીનગર, તા.04
રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત તો અગાઉ કરી જ છે, જ્યારે હવે સરકારે ચાલુ સિઝનમાં ડાંગર, મકાઈ અને બાજરીની પણ ટેકાના ભાવે ખરીદી કરશે એવી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર 16 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી આ ત્રણ પાકની ખરીદી કરશે.
ડાંગર, મકાઈ અને બાજરીનો ટેકાનો ભાવ
આ મામલે નાગરિક પુરવઠાપ્રધાન જયેશ રાદડિય...
પશુઓનું મારણ કરનારી દિપડી અંતે પાંજરામાં પૂરાઇ
ધોરાજી તા.૪ : પાટણવાવના ઓસમ પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા વસવાટ કરતા હોવાની ચર્ચાઇ હતી. છેલ્લા ઘણા સમયથી વાડીએ જતા ખેડુતોએ દીપડાને જોયેલા જેના કારણે ખેડુતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલો ખેડુતો અને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. આ દિપડાએ આ વિસ્તારમા નાના વાછરડા...
ગુજરાતી
English