Tag: gandhinagar
સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની વિધાર્થીઓની તૈયારી
ગાંધીનગર, તા. 14
રાજ્ય સરકારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો જે નિર્ણય લીધો તેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયાં છે. આ સંજોગોમાં ધોરણ 12ની લાયકાત પર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ફોર્મ ભરાવ્યા અને ત્યારબાદ નિયમો બદલીને જે પ્રકારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે તેના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં કર્...
ગુજરાતમાં મતદારો ઉદાસિન: ઇવીપીમાં માત્ર 59 લાખ મતદારોનું વેરીફિકેશન
ગાંધીનગર,તા.14
ભારતીય ચૂંટણી પંચના નવા મતદાતા વેરીફિકેશન કાર્યક્રમ (ઇવીપી)માં વેરીફિકેશન કરવાની માત્રા ગુજરાતમાં ખૂબ ઓછી હોવાથી કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતથી નારાજ છે. મહત્વની બાબત એવી છે કે અત્યાર સુધીમાં જે વેરીફિકેશન થયું છે તેમાં આદિવાસી વિસ્તાર અગ્રેસર છે, જ્યારે અમદાવાદ જેવા મોટા શહેર અને જિલ્લામાં ચૂંટણી પંચને નિરાશા પ્રાપ્ત થઇ છે.
ઈવી...
‘મારા પર રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે જીએસટી અને આઈટી વિભાગના દરોડા’: ...
ગાંધીનગર,તા.13
બાયડ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર રાજુભાઈ ખાંટ ભાજપના ઉમેદવારના મોટા મત કાપે તેમ છે. ભાજપના ઉમેદવાર હારે તેમ હોવાથી ભાજપના દિલ્હી સ્થિત નેતાઓએ તેમના ઉપર આવકવેરો અને જીએસટીના દરોડા પાડવાની સૂચના અમિત શાહની મદદથી આપવામાં આવી હતી.
દરોડા પાછળ શાહની ભુમિકા
રાજુભાઈના ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલી લક્ષ્મી ટેક્સટાઈલ પર જીએસટી ટીમે ...
પીએમ સાહેબ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેશમાંથી તો પ્રવાસીઓ આવે છે...
ગાંધીનગર, તા. 14
રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા સરકારે મોટા ઉપાડે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું. 2018 સુધીમાં આ સ્ટેચ્યૂને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા 26 લાખ થઈ ગઈ છે. પરંતુ સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ બર આવ્યો નથી. એની પાછળ મુખ્ય કારણ એવું છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે સ...
શું તમે જાણો છો કે ઝીકા અને ડેન્ગયુ માટે એક જ મચ્છર જવાબદાર છે.
ગાંધીનગર,તા.13
સમગ્ર રાજયમાં ડેન્ગયુનો રોગચાળો વકરી રહ્યો છે પરંતુ ઝીકાનો કોઈ કેસ નોંધાયો નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ઝીકા વાયરસ એડીસ ઈજીપ્તી નામના માદા મચ્છરના કારણે ફેલાવો પામે છે. ભારતમાં ઝીકા વાયરસના ફેલાવા માટે એડેસ ઈજીપ્તી નામની પ્રજાતિ મુખ્યત્વે જવાબદાર છે. આ જ મચ્છરની પ્રજાતિ ડેન્ગયુ કે યલો ફિવર માટે પણ જવાબદાર છે.
રાજયમ...
ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી?, દારુના વેચાણ અંગે એસપીને પત્ર લખો.....
ગાંધીનગર,તા.13
ગુજરાતમાં શિક્ષણનો દાટ વળી ગયો છે. એક સ્કૂલ સંકુલમાં વિદ્યાર્થીઓને જ્યારે એવો પ્રશ્ન પૂછાયો કે ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી હતી. આ સવાલના કારણે રાજ્યના શિક્ષણતંત્રની આબરૂના ધજાગરા ઉડ્યાં છે. આ સંકુલે બીજો વિવાદાસ્પદ પ્રશ્ન દારૂબંધીનો પૂછ્યો હતો. આ બન્ને સવાલોના કારણે રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓને આંચકો લાગ્યો છે.
દારુના...
અહેમદ બાબા અને 14ની ટોળકી કોંગ્રેસને લૂંટે છે ?
કોંગ્રેસના 15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો, વારંવાર હાર માટે આ ટોળી જવાબદાર
What did Congress spokesperson and National Party representative Manohar Patel say or did he get notice?
કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે એવું તે શું કહ્યું કે તેમને નોટિસ મળી
અમદાવાદ : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ ...
8000 વૃક્ષોની વસતી સામે વિસનગરના તરભ ગામની વસતી 6000
ગાંધીનગર, તા.૧૨
ગુજરાત સરકાર વૃક્ષો વાવવાની અપીલ કરે છે પરંતુ મહેસાણા જિલ્લામાં આવેલું એક ગામ એવું છે કે, આ ગામમાં જેટલી વસતી છે તેનાથી વધારે વૃક્ષો વાવવામાં આવેલા છે. લીલોતરીથી આચ્છાદિત ગામ જોવું હોય તો મહેસાણાના આ ગામમાં જવું પડે. ગામડાના યુવાનોને ફરજીયાત વૃક્ષો વાવવાનો આદેશ ગામના વડીલો દ્વારા આપવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુક...
ગુજરાતના મુખ્યસચિવની દોડમાં ત્રણ IAS ઓફિસર
ગાંધીનગર,12
ગુજરાતના નવા મુખ્યસચિવપદે નિયુક્તિ પામવા માટે સિનિયર એવા ત્રણ સનદી અધિકારીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા સર્જાઈ છે. રાજ્યના હાલના મુખ્યસચિવ જગદીપ નારાયણ સિંહનું એક્સટેન્શન નવેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારે આ પદ પર નિયુક્ત થવા માટે ત્રણ ઓફિસર લોબિંગ કરી રહ્યા છે.
ગુજરાતમાં મુખ્યસચિવના ખરા હક્કદાર અરવિંદ અગ્રવાલ છે કે જેઓ નાણાવિભાગન...
ગુજરાતમાં રીચાર્જીંગ વેલ વિના બનતી ઇમારતોમાં જળસંકટનો ભય
ગાંધીનગર,તા.11
ગુજરાતમાં કોઇપણ વસાહતનું નિર્માણ થાય અને તેને ભૂગર્ભના જળનો ઉપયોગ કરવો પડે તો બનાવવામાં આવનારા બોરવેલ પહેલાં રાજ્ય સરાકારમાં તેણે લેખિતમાં બાંહ્યધરી આપવાની હોય છે કે બોરવેલની સાથે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે રીચાર્જીંગ વેલ બનાવવામાં આવશે. જો કે આ કાયદાનું પાલન 80 ટકા વસાહતોના નિર્માણમાં થઇ રહ્યું નથી. ખાનગી તો ઠીક સરકારી બ...
આંગણવાડીના મહિલા અધિકારી અને કર્મચારીના ફોન બંધ આવતા લાલિયાવાડી બહાર આ...
ગાંધીનગર, તા. 11
સરકારી કર્મચારીઓ સામાન્ય રીતે કામચોરી કરતાં હોવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. સરકારી કર્મચારીઓ દ્વારા ચાલુ ફરજે પોતાના કામના સ્થળેથી ગાયબ રહેવું અથવા તો ફોન બંધ રાખવાની ઘટનાઓ ભૂતકાળમાં પણ બહાર આવી છે. પરંતુ જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન એક અધિકારીનો ફોન ફરજના સમયે બંધ આવતા ગુસ્સે ભરાયા હતા એવું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહ...
રાજ્યની તમામ શાળાઓમાં દીકરીઓને આત્મરક્ષણની તાલીમ અપાશે
ગાંધીનગર, તા. 10
સુરક્ષિત દીકરી સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યની દીકરીઓને વધુ સુરક્ષા પુરી પાડવા માટે તથા આત્મરક્ષણ માટેની યુક્તિઓ શીખવવા મહિલા આયોગ દ્વારા ‘કવચ’ કાર્યક્રમનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેના દ્વારા દીકરીઓને આત્મરક્ષણની તાલીમ સહિત માર્ગદર્શન આપવાનો ધ્યેય રાજ્ય સરકારનો છે.
આજે ગાંધીનગ...
પાટનગરના આંતરિક રસ્તાઓની બિસ્માર હાલત માટે મેયરે પત્ર લખ્યો
ગાંધીનગર, તા. 10
રાજ્યના પાટનગરમાં વરસાદના કારણે ઘણાં સેક્ટરોમાં માર્ગોની હાલત બિસ્માર બની ગઇ છે. રાજ્યનું પાટનગર હોવાના કારણે શહેરના રસ્તા બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. વરસાદના કારણે શહેરના સેક્ટરોના આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે. ત્યારે ભાજપના પૂર્વ પ્રધાન આઈ. કે. જાડેજાની માફક ગાંધીનગરના મેયરે માર્ગ અને મકાન વિભાગન...
દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમની આગામી દિવસોમાં સ્થાપના કરાશે
ગાંધીનગર, તા. 10
સરકારે રાજ્યનાં દિવ્યાંગોને આપવામાં આવતી સાધન સહાયની રકમ બમણી કરવા સહિતની કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર વ્યક્તિ દીઠ ૧૦ હજાર રૂપિયા આપે છે તે સાધન સહાય યોજનાની રકમ દિવાળી બાદ બમણી એટલે કે ૧૦ હજાર રૂપિયાની જગ્યાએ ૨૦ હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દિવ્યાંગ નાણાં અને વિકા...
એક અઠવાડિયા બાદ લર્નિંગ લાઈસન્સ આઈટીઆઈમાંથી જ મળી શકશે
ગાંધીનગર, તા. 10
રાજ્ય સરકારે રાજ્યના શીખાઉ વાહનચાલકોના લાઈસન્સ કઢાવવા માટે આરટીઓના સ્થાને આઈટીઆઈને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની એક તાલીમ સરકારે 11મી ઓક્ટોબરે ગોઠવી છે અને એક અઠવાડિયા સુધી નવી કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી આરટીઓ શીખાઉ લાઈસન્સની કામગીરી કરશે પણ ત્યારબાદ દરેકે આ લાઈસન્સ મેળવવા આઈટીઆઈ જવું પડશે.
આ અંગે રાજ્યના ટ્રાન...
ગુજરાતી
English