Tag: gujarat
ફોરલેન બ્રિજ બનાવવા ગાયકવાડ સમયના લીમડાના 188 વૃક્ષો કાપવા સામે લોકોનો...
સિદ્ધપુર, તા.૧૦
સિદ્ધપુરના ખળી ચાર રસ્તાથી રેલવે ફાટક પાસે ખેરાલુ રોડ પર બની રહેલા ઓવરબ્રિજની કામગીરી શરુ થવા જઇ રહી છે, ત્યારે નવરાત્રીથી રોડ પર આવતા ગાયકવાડ સમયના સરકારી નિશાની વાળા 188 લીમડાનું નિકંદન નીકળી રહ્યું છે, જેને લઇ લોકોમાં રોષ ફેલાઇ રહયો છે. આ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોત તો સારું હતું તેવો સૂર વ્યકત થઇ રહયો છે.
ઓવરબ્રિજનું...
પાલાવાસણાથી કાલરીના 35 કિમીના રોડની ભયંકર દુર્દશા
મહેસાણા, તા.૧૦
મહેસાણાથી તીર્થધામ બહુચરાજીને જોડતા રોડ પર પાલાવાસણાથી કાલરી સુધીના 35 કિમીના ડબલ હાઇવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે ગણ્યે ગણાય નહીં એટલા છે. એમાંય પાલાવાસણાથી હનુમંત હેડુવા તેમજ બલોલથી નદાસા, આસજોલ સુધીના રોડનું તો નામોનિશાન બચ્યું નથી. બે મહિના પહેલાં જ બનેલા ચડાસણા-કાલરી રોડના પણ છોતરાં ઉડી ગયા છે. આ રોડનું કામ ચાલતું હતું ત...
પોતાની જ દિકરી, જમાઇ અને વેવાણનું અપહરણકરાના ત્રણને ઝડપી પાડતી પોલીસ
જુનાગઢ તા. ૧૦
સંબંધોની લજવતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની જ પુત્રી, જમાઇ અને વેવાણના અપહરણમાં પોલીસે વેવાઇ સહિત ૩ અપહરણકારોની ધરપકડ કરી છે. અપહરણકારો પાસેથી કાર અને બાઇક કબ્જે કરી અન્ય અપહરણકારોની શોધ શરૂ કરી છે. પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામે રહેતા રાવલ માવદીયાએ માંગરોળના મધરવાડા ગામનાં ભનુભાઇ ઉર્ફે મસરીયા મુળુભાઇ ધુડાની પુત્રી શાંતી સાથે દોઢે...
નાનામોટા પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયેલા જીલ્લા પંચાયત આપના દ્વારે કા...
અમદાવાદ,તા.10
બગસરા તાલુકા પંચાયત ખાતે " જીલ્લા પંચાયત આપનાં દ્વારે " અંતર્ગત જીલ્લા પંચાયત પ્રમુખ વાઘેલાની ઉપસ્થિતમા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આસપાસમાં આવેલા ગામના સરપંચ તેમજ અરજદારોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલી હતી. આ રજૂઆતન ધ્યાનમાં લઇને 70 ટકા લોકોના પ્રશ્રનોનો સ્થળ પરજ નિકાલ કરવામાં આવતાં અરજદારોમા ખુશીનો મહોલ જોવા મળ્યો હતો.
અમર...
એક અઠવાડિયા બાદ લર્નિંગ લાઈસન્સ આઈટીઆઈમાંથી જ મળી શકશે
ગાંધીનગર, તા. 10
રાજ્ય સરકારે રાજ્યના શીખાઉ વાહનચાલકોના લાઈસન્સ કઢાવવા માટે આરટીઓના સ્થાને આઈટીઆઈને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની એક તાલીમ સરકારે 11મી ઓક્ટોબરે ગોઠવી છે અને એક અઠવાડિયા સુધી નવી કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી આરટીઓ શીખાઉ લાઈસન્સની કામગીરી કરશે પણ ત્યારબાદ દરેકે આ લાઈસન્સ મેળવવા આઈટીઆઈ જવું પડશે.
આ અંગે રાજ્યના ટ્રાન...
મેઘરજના વાસણાથી 10 ફુટ, વિજયનગરના ચંદવાસાથી 8 ફૂટ લાંબો અજગર પકડાયો
મેઘરજ, તા.૧૦
મેઘરજ નગરને અડીને અરવલ્લીની ગીરીમાળાઓ આવેલી હોવાથી અવારનવાર વન્ય પ્રાણીઓ અને અજગરો દેખા દેતા હોય છે, ત્યારે સોમવારના રોજ વાસણા નજીક પેટ્રોલપંપ પાસે સાડા બારેક વાગે અજગરે દેખાદેતા લોકોના ટોળા એકઠા થયા હતા અને વનવિભાગને જાણ કરતા વનવિભાગના નરેશ ડામોર અને ભદ્રેશ પટેલે ઘટના સ્થળે પહોંચી દસ ફુટના લાંબા અજગરને રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો હતો ...
જમ્મુથી નીકળેલો ગ્રીનમેન મહેસાણામાં, દેશમાં 24,000 કીલોમીટર પરિભ્રમણ ક...
મહેસાણા, તા.૧૦
પર્યાવરણ બચાવોની લોકજાગૃતિ કેળવવા વિશ્વમાં સૌથી લાંબી સાયકલ યાત્રાએ નિકળેલ રાજસ્થાનના બાડમેરના લંગેરા ગામનો 34 વર્ષીય યુવાન જમ્મુથી યાત્રા પ્રસ્થાન કરીને દેશમાં 24000 કીલોમીટર પરિભ્રમણ કરશે. સાયકલ યાત્રાની સાથે સાથે પડાવમાં ઠેરઠેર વૃક્ષારોપણના રચનાત્મક કાર્ય સાથે 10 રાજ્યના 10300 કીલોમીટર ખેડીને ગ્રીનમેનથી જાણીતા નરપતસિહ રાજપુરોહિ...
ભાજપના બે મોટા રાજકીય નેતાઓની ખટપટમાં ‘એર એમ્બ્યુલન્સ’ પ્ર...
અમદાવાદ, તા.10
એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ'ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મોટા રાજકી...
શાકભાજીના ભાવ આસમાને આંબ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ
અમદાવાદ, તા. 10
ચાલુ વર્ષે ગુજરાત પર વરસાદની ખાસ્સી એવી મહેરબાની રહી. અને સમગ્ર રાજ્યમાં જરૂરી મહેર કરતાં વધારે પ્રમાણમાં મેઘ મહેર થઈ છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે વરસાદની સીઝનમાં શાકભાજીના ભાવ વધારે હોય છે, પરંતુ વરસાદ બાદ પણ હજુ આ ભાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં.
અમદાવાદમાં શાકભા...
વિદ્યાર્થીઓના નામ, જન્મતારીખ અને અટક જિલ્લા શિક્ષણાધિકારી બદલી શકશે
ગાંધીનગર, તા. 09
ગુજરાતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર હવેથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ પણ પોતાનું નામ તથા અટક અને જન્મ તારીખમાં સુધારો સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી જ કરાવી શકશે. અત્યાર સુધી આવો સુધારો વર્તમાન જોગવાઈ મુજબ ધોરણ ૧૦ની પરીક્ષા બાદ કરાવી શકાતો ન હત...
મહેસાણાના આયંબીલ ભવનના રસોડામાં ગેસના બે સિલિન્ડર ફાટ્યા, પ્રચંડ અવાજથ...
મહેસાણા, તા.૦૯
મહેસાણા શહેરના આઝાદ ચોકમાં આવેલી જૈન સમાજના આયંબીલ ભવનના રસોડામાં સવારે 10 વાગ્યે ગેસના બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો ભયાનક કહતો કે, ભવનના બારી અને બારણાના તૂટ્યા હતા તેમજ કાચની બારીઓના કાચ તૂટ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિની અહેવાલ નથી. દરમિયાન બ્લાસ્ટના પ્રચંડ અવાજથી આસપાસના લોકો ગભરાયા હતા.
આયંબીલ ભવનમાં સવ...
કાંકરેજના ચીમનગઢ ગામે કુહાડીના ઘા ઝીંકી ખેડૂત યુવકની નિર્મમ હત્યા કરી ...
થરા, તા.૦૯
કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન હદમાં આવેલા ચીમનગઢ (નવા ઝાલમોર)ગામે આસો સુદ-નોમની રાત્રે ખેતરમાં કપાસના પાકને પિયત કરી સુઈ રહેલા ખેડુત રાયમલભાઈ દેવશીભાઈપટેલ (કાથેરાટીયા)ના યુવાન પુત્રની રાજસ્થાની આદિવાસી મજુર યુવકે મોઢા-ગળાના ભાગે અસંખ્ય કુહાડીના ઘાઝીંકી નિર્મમ હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી ફેલાઈ છે. ચીમનગઢ (નવાઝાલમોર...
કડી થોળ રોડ ઉપર આવેલ લાખોના ખર્ચે બનેલ અંડરબ્રિજમાં સળિયા દેખાયા
કડી, તા.૦૯
કડી શહેરમાં આ વર્ષે અવિરત ચાલું રહેલા વરસાદથી રસ્તાઓ બિસ્માર થવાની સાથે જોખમી બન્યા છે. કડીના થોળ રોડ ઉપરના આવેલ અન્ડરબ્રિજ, બાલાપીર, હાઇવે અને નંદાસણ રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. સારા વરસાદના પગલે પ્રવાસીઓનો ધસારો આ રોડ પર વધુ રહે છે. જેમાં તાજેતરમાં નિતિન પટેલે ઉદ્ઘાટન કરેલ બ્રિજ ઉપર લોખંડના સળિયા બહાર આવી જતાં જાનહાનિ થઇ શકવાની ...
રેલવેઓવર બ્રિજ ઊંચો કરવાની કામગીરી દિવાળી પછી શરૂ થશે
પાલનપુર, તા.૧૦
પાલનપુરમાં ગુરુનાનક રેલવે ઓવરબ્રિજને ઊંચો કરવાની કામગીરી દિવાળી બાદ હાથ ધરાનાર છે. જેને લઈ રેલવે ઓવરબ્રિજની એક સાઈડ દિવાળી આસપાસ બંધ કરાશે. પુલ નીચેથી હવે નિયમિત ડબલ ડેકર ટ્રેન નીકળનાર હોઇ પુલ 80 સે.મી. ઊંચો કરવામાં આવશે. જોકે સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાશે તેવામાં રેલવે અધિકારીઓએ જે વૈકલ્પિક રસ્તાઓ સૂચવ્યા છે....
મેઘરજમાં ચાર મહિનામાં ગટરની પાઇપ લાઇનો તૂટી જતાં ગંદકીનું સામ્રાજ્ય
મેઘરજ, તા.૦૯ મેઘરજના ઇન્દીરા નગર કેથોલીક માર્ગ ઉપર રામનગર સોસાયટીની ચોકડી પાસે ગટર યોજનાની પાઇપ લાઈન તૂટી જવાને લઈ ગંદકી પેદા થવાના કારણે આજુબાજુની સોસાયટીઓમાં રહેતાં 300 ઉપરાંત પરીવારો ત્રાહીમામ્ પોકારી ઉઠયા છે. જેને લઈ ભયંકર રોગચાળો પેદા થવાના કારણે વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે.
મેઘરજ પંચાલ માર્ગ ઉપર ઈન્દિરાનગર, રામનગર સહીતની 10 જેટલ...
ગુજરાતી
English