Tag: gujarat
મોરબીમાંથી અપહ્રત બાળક સાથે અપહરણકાર દંપતિની ધરપકડ કરતી પોલીસ
મોરબી તા. ૦૭: સુરત પંથકના અપહ્રત બાળકને મોરબી પોલીસે મુકત કરાવી પોલીસે અપહરણ કરનારા દંપતિને ઝડપી લઇને સુરત પોલીસના હવાલે કર્યા હતા. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરીને અપહરણ કરનાર શખ્શોએ બાળકને મોરબીમાં રાખી ખંડણી માંગતા હોવાની પોલીસને બાતમી મળી હતી.મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમે અપહરણ કરનાર દંપતિને ઝડપી લેવા જુદી - જ...
આસુરી શક્તિના નાશના તહેવાર એવા દશેરાની ઉલ્લાસપૂર્વક ઉજવણીઃરાજ્યના સૌથી...
રાજકોટ, તા.08
અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો વિજય એવા વિજયા દશમીના પર્વની આજે સૌરાષ્ટ્રમાં દશેરાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જલેબી અને ગરમાગરમ ફાફડાં સાથેની જયાફત સાથે પરંપરાગત રીતે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી.
આજે રાવણ દહન, શસ્ત્રપૂજન, શૌર્યરેલી, શોભાયાત્રા સાથે વિજયા દશમીના પર્વની ઉજવણી તેમજ આ પાવન પર્વ પર લોકોએ સોનુ-ચાંદીની ખરીદી અને ...
સોમવારે મોડીરાત્રે ટ્રોમા સેન્ટર માં રેસિડેન્ટ ડોકટર્સ વચ્ચે છુટા હાથન...
અમદાવાદ, તા.08
સિવિલની પી જી હોસ્ટેલમાં દારૂની ખાલી બોટલો મળ્યાનો મામલો હજુ શમ્યો નથી. ત્યાં સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં સોમવારે મોડીરાત્રે રેસિડેન્ટ ડોક્ટર્સ વચ્ચે થયેલી છુટા હાથે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે શાહીબાગ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. અલબત્ત આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા પરદો પાડી ભીનું સંકેલવાનો પ્રયાસ ...
શહેરમાં નવ વર્ષમાં મેટ્રો પ્રોજેકટ માટે ૫૮૪૦, બીઆરટીએસ માટે ૭૦૦ વૃક્ષો...
અમદાવાદ,તા.08
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેટ્રો રેલ પ્રોજેટ માટે વૃક્ષો કાપવાની સુપ્રીમ કોર્ટે રોક લગાવ્યા બાદ અમદાવાદ શહેરમાં છેલ્લા નવ વર્ષમાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે ૫૮૪૦ અને બીઆરટીએસ પ્રોજેકટ માટે ૭૦૦ વૃક્ષોનુ નિકંદન કરાયુ છે.મેટ્રો પ્રોજેટ માટે કાપવામા આવેલા વૃક્ષોના નિકંદન મામલે સત્તાવાળાઓ તરફથી એવો દાવો કરાયો છે કે,બે વર્...
વૃક્ષોના નિકંદનના ભોગે આ તે કેવો વિકાસ?
ગાંધીનગર,તા:૦૭ મુંબઈમાં મેટ્રો માટે વૃક્ષોના નિકંદન પર વિરોધના વંટોળ હજુ ઊભા છે, ત્યાં અમદાવાદમાં પણ બુલેટ ટ્રેન માટે હજારો વૃક્ષો કપાઈ ગયાં છે. બંને પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના છે અને એક વૃક્ષની સામે 10 હજાર વૃક્ષ વાવવાનો નિયમ જળવાતો નથી, ઉપરાંત બંને પ્રોજેક્ટ માટે રિ-ટ્રીપ્લાન્ટેશન પણ નિષ્ફળ થયું છે. બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં હજારો વૃક્ષો કપાઈ ગ...
ઓગષ્ટ મહિનામાં ઘટેલો વિકાસ દર ૨૦૦૮ ની મંદી જેટલો જ નીચો
અમદાવાદ,તા.૦૭
દેશની આર્થિકસ્થિતિ ઉપર નજર રાખી રહેલી નોમુરા સંસ્થાએ જે હાલનો અહેવાલ રજૂ કર્યો છે તે આંચકાજનક છે. દેશની દારૂણ આર્થિકવૃધ્ધિની સ્થિતિ દર્શાવતા આ અહેવાલે દેશના અર્થશાસ્રીઓ, સરકાર અને ઉદ્યોગકોરોને પુનઃવિચારણા કરવા મજબૂર કરી દીધાં છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે ગત ઓગષ્ટમાં જે રીતે પાંચ ટકા કરતાં ઓછો વિકાસ દર નોંધાયો છે તે 2008-09ની મંદ...
ગરીબ પરિવારો માટે ગૂંચવાડો ઉભો થયો, વિદેશની જેમ આખા દેશમાં એક જ આરોગ્ય...
ગાંધીનગર,તા.0૭ ગુજરાતમાં આરોગ્યની સુવિધા આપતી રાજ્ય સરકાર અને કેન્દ્રની યોજનામાં આરોગ્ય ની બાબતોને સમાંતર કરવા માટે આરોગ્ય વિભાગે તમામ આરોગ્યલક્ષી સેવાઓ માટે લોકોને એક જ કાર્ડ આપવાનું નક્કી કર્યું છે. હાલ આ સુવિધાનો લાભ લેવા માટે ત્રણ કાર્ડ રાખવા પડતા હતા, જો કે નવું કોમન કાર્ડ કઢાવવા માટે લોકોએ રૂપિયા ખર્ચવા પડશે.
ગુજરાત...
થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો રેડક્રોસ સોસાયટી અડીખમ સહારો
અમદાવાદ, તા. 07
આખા દેશમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માનવતાની સેવાનું કાર્ય કરી રહી છે. પરિવર્તનશીલ સંસારમાં જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્વિત છે. પણ ધન્ય છે એ લોકો જે જન્મ અને મૃત્યુની વચ્ચેનો સમય પરોપકાર, સેવા અને લોક કલ્યાણમાં પસાર કરે છે, આવા લોકો આવનારી પેઢી માટે પ્રેરણાનું કારણ બને છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પણ આ માધ્યમ થકી તાલુકા અન...
નવરાત્રીમાં ગાંધીજીની કૃતિ
રાજ્યમાં નવરાત્રીનો રંગ જામ્યો છે, ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે, ત્યારે ગાંધીનગરમાં આઠમાં નોરતાના દિવસે દિવડાથી મહાત્મા ગાંધીની અનોખી કૃતિ બનાવવામાં આવી હતી, કલ્ચરલ ફોરમ દ્વારા 30 હજાર દિવડાથી મા આદ્યશક્તિની આરતી ઉતારવામાં આવી હતી, અને ગાંધીજીની કૃતિ બનાવીને તેમને અનોખી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
જીએસટીની ઘટી રહેલી આવક રાજ્યો માટે વાગવા માંડેલી ચેતવણી ની ઘંટડી
અમદાવાદ, સોમવાર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કેન્દ્ર સરકારની આવકમાં મંદીની અસર હેઠળ થઈ રહેલા ઘટાડાનો પરિણામે રાજ્ય સરકારને ઘટેલી આવકનું વળતર આપવું ડિસેમ્બર પછી કેન્દ્ર સરકાર માટે કઠિન બની જશે. જીએસટીના અમલીકરણ પછી રાજ્ય સરકારને 14 ટકાના વાર્ષિક વધારા સાથે પડનારી ઘટને સરભર કરી આપવા કેન્દ્ર સરકાર કાયદેસર બંધાયેલી છે. આ જવાબદારી અદા કરવી કેન્દ્ર સરકાર...
અહેમદ પટેલ સોનિયા ગાંધીનો પડછાયો બનતાં ગુજરાત કોંગ્રેસ ભડકે બળી રહી છે...
અમદાવાદ, તા.07
વિધાનસભાની પેટા ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદને ઠારવા કોંગ્રેસનું મોવડીમંડળે ગુજરાતના પ્રભારી રાજીવ સાતવને તાત્કાલિક ગુજરાત મોકલીને સ્થિતિને સાંભળવાનો આદેશ કર્યો છે. દરમિયાનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જયરાજસિંહ પરમારને મળીને નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને વચ્ચે બેઠક થઈ હતી. અમિત ચાવડા પક્ષના ...
ગુજરાતમાં એપ્રેન્ટિસ યોજનામાં કૌભાંડની આવતી દુર્ગંધ, મોટું કૌભાંડ ખૂલવ...
ગાંધીનગર,તા:૦૭ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાને રાજ્યભરમાં નબળો પ્રતિસાદ મળ્યો છે. ખાનગી કંપનીઓ યુવાનોને ટ્રેનિંગ માટે રોકે છે, પરંતુ કોઈપણ પ્રકારનું સ્ટાઈપેન્ડ આપતી નથી અને સરકારી ગ્રાન્ટના રૂપિયા ચાંઉ કરી જાય છે. જો સરકાર આ યોજનામાં તકેદારી નહીં રાખે તો વર્ષના અંતે સૌથી મોટું કૌભાંડ સામે આવી શકે છે.
...
વર્ષે દહાડે 20 હજારથી વધારે આરસી બુક અને લાઈસન્સ પરત આવે છે
અમદાવાદ, તા. 07
શહેરમાં રોજેરોજ વાહનોની સંખ્યા વધી રહી છે. વધતી વાહનોની સંખ્યાને કારણે શહેરના આરટીઓમાં પણ ઘણીવાર અવ્યવસ્થાનો માહોલ સર્જાઈ જાય છે. આવા સંજોગોમાં રોજેરોજ નોંધાતાં વાહનો અને વાહનચાલકોના લાઈસન્સમાં ભારે ધસારો રહે છે. શહેરના આરટીઓમાં દર મહિને ટુ અને ફોર-વ્હીલરની મોટી સંખ્યામાં નોંધણી થતી હોય છે. ત્યારે નોંધાયેલાં વાહનોની આરસી બુક અને ...
બી.જે. મેડિકલ હોસ્ટેલના દારૂડિયા ડોક્ટર્સ, 50થી વધુ દારૂની બોટલ મળી
અમદાવાદ સોમવાર
એકતરફ ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી વચ્ચે દારૂના મુદ્દે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે, ત્યારે શહેરની જાણીતી બી.જે. મેડિકલ કોલેજના ડોક્ટર્સની પી.જી. હોસ્ટેલના ધાબા પરથી બ્રાન્ડેડ અને મોંઘીદાટ દારૂની ડઝનબંધ ખાલી બોટલો મળતાં જબરજસ્ત હોબાળો મચી ગયો છે.
બી.જે. મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલના ધાબેથી દારૂની ખાલી બોટલો મળવાની ઘટનાને ...
બામરોલી પાસે ઊભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું ઘટનાસ્થળે મોત
બોડેલી, તા.07
બોડેલી નજીક ડભોઇ રોડ પર આવેલ બામરોલી ગામ પાસે ગતરાત્રિના રોડ પર ઊભી રહેલી ટ્રકની પાછળના ભાગે મોટરસાયકલ લઈને આવી રહેલો એક યુવાન ઘૂસી જતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બોડેલી પીકઅપ સ્ટેન્ડ વિસ્તારમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરૈયા ગામના બ્રાહ્મણવાસમાં રહેતા ભરતભાઈ કનુભાઈ જોષીનો 22 વર્ષીય યુવાન દીકરો રાહુલ કુમાર જોષી છેલ્લા ...
ગુજરાતી
English