Tuesday, June 2, 2026

Tag: gujarat

પાટણ જિલ્લાના એકમાત્ર સિદ્વપુર મગફળી કેન્દ્ર પર એક જ ખેડૂત મગફળી વેચવા...

પાટણ, તા.૦૨  પાટણ જિલ્લા સહીત સિદ્ધપુર પંથકમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું સારું ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારે હવે ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરી છે. આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ રૂ.1018ની કિંમતથી મગફળીની ખરીદી શરુ કરાઈ છે. ટેકાના ભાવની ખરીદી માટે પાટણ જિલ્લામાં એક માત્ર સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે સેન્ટર શરુ કરવામાં આવ્યુ...

પડતર પ્રશ્નો અને માંગણીઓને તાત્કાલિક પૂરી કરવા માટે કર્મચારીઓના ઉગ્ર દ...

રાજકોટ તા. ર ગુજરાત ઉર્જા વિકાસ લી. અને તેની સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા પપ૦૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે.  સાતમાં વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ. અને એલાઉન્સ એપ્રિલ-ર૦૧૬ થી ચુકવી આપવા ,તાત્કાલીક ભરતી કરવી, હાલની મેડીકલ સ્કીમ સુધારવી. હકક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાત...

મકરબાની પરિણીતાને દહેજ માટે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી

અમદાવાદ, તા. 3. શહેરના મકરબા વિસ્તારમાં આવેલા છારાનગરમાં રહેતી પરિણીતાને દહેજ માટે ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાં સામે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મકરબા વિસ્તારમાં અદાણી સીએનજી પંપની સામે છારાનગરમાં રહેતા આશાબેન શૈલેષભાઈ જાડેજાએ સરખેજ પોલ...

યુવતી સાથે સંબંધ નહિ રાખવાનું કહી યુવકની ધોલાઈ કરી

અમદાવાદ, તા. 3. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા યુવકને એક યુવતી સાથે સંબંધ હોવાથી એક મહિલા સહિત ચાર જણાએ આવીને તે યુવતી સાથે સંબંધ નહિ રાખવાનું કહીને હોકી વડે માર માર્યો હતો. આ અંગે યુવકે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના થલતેજ વિસ્તારમાં સાંદીપની સોસાયટી સામે મલાઈ તળાવના છાપરાંમાં રહ...

યાર્ડ ધમધમ્યા : જીરુંમાં લાભપાંચમ, ઊંઝામાં રૂ.3305નો ભાવ પડ્યો

ઊંઝા, તા.૦૨  શુક્રવારે લાભ પાંચમના શુભમુહૂર્તમાં જિલ્લાના મહેસાણા, ઊંઝા, વિસનગર, વિજાપુર, કડી, ઉનાવા સહિતના માર્કેટયાર્ડોના વેપારીઓએ શ્રી સવા સાથે વેપાર-ધંધાના શ્રી ગણેશ કર્યા હતા. ઊંઝા અને ઉનાવા માર્કેટયાર્ડમાં ખુલતા બજારે ખેડૂતોના ધસારા અને નવીન સોદાના પ્રારંભ સાથે યાર્ડ ફરી ધમધમતાં બન્યા છે. ખુલતા માર્કેટે ઊંઝામાં જીરુંના ભાવ રૂ.2600થી રૂ.330...

મહિલાએ પતિ સામે દહેજ માટે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

અમદાવાદ, તા.3 શહેરના ચાણક્યપુરીમાં રહેતી પરિણીતાને દહેજ માટે પતિ શારીરિક માનસિક ત્રાસ આપતો હોય તેમજ પિતા પાસેથી રૂપિયા બે લાખ લાવવાની માંગણી કરી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી ખાતે ઇન્દિરા સરકારી વસાહતમાં પોતાના પતિ સાથે રહેતા પાર્વતીબેન શૈલેષભાઈ કબીરા છૂટક મજૂરી કરીને પ...

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.એમ.એમ.પ્રભાકર સેવાનિવૃત્ત થતાં તેમ...

અમદાવાદ,તા.02 અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર વયમર્યાદાને કારણે આજે નિવૃત થયા છે.  અસારવા વિસ્તારના  આગેવાનો, સામાજિક કાર્યકરોએ સાફો પહેરાવી – ફુલહારથી તેમનું  સન્માન કરેલું હતું.સિવિલ હોસ્પિટલના  ડૉક્ટરો,  દ્વારા ડૉ. એમ. એમ. પ્રભાકરનું સન્માન કરવામાં આવ્યુ હતું.  સિવિલ હોસ્પિટલમાં ૧૪ વર્ષથી વધારે સમયથી સુપ્રીટેન્ડ...

ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયાઃ ઉભા પાક નષ્ટ...

સુરેન્દ્રનગર,તા.02 સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. મહા વાવાઝોડાની તીવ્ર અસર સૌરાષ્ટ્રભરમં જોવા મળી રહી છે. દિવાળીના તહેવારના દિવસથી હળવા ઝાપટાં પડ્યાં હતાં. પરંતુ હવે ભારે વાવાઝોડા અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. સવારથી જ  સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પોરબંદર અને ગીરસોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા...

ઉઉનાના સૈયદ રાજપરા ગામના માછીમારોની બોટની સમુદ્રમાં જળસમાધીઃ તમામનો આબ...

ઉના,તા.02 ગુજરાતના દરિયાકાંઠા ઉપર વાતાવરણમાં પલટો આવ્યો છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહા  વાવાઝોડાની અસર દરિયાની અંદર વધુ તીવ્ર વર્તાઇ રહી છે. દરિયામાં પવનને કારણે મોજા ઉછળી રહ્યાં છે અને દરિયો તોફાની બની ગયો છે. ત્યારે હજુપણ દરિયામાં રહેલી બોટ અને ખલાસીઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. ઉનાનાં ...

આરોગ્ય વિભાગ દ્વારા ઘેરઘેર ફોગિંગ અને દવા છંટકાવવાની કામગીરી કરવામાં આ...

જામનગર, તા.૨: જામનગરમાં પાણીજન્ય રોગચાળો ઓછો  થવાનું નામ નથી લેતો. જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેંગ્યુના ૪૫ દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવના સારવાર હેઠળ છે. જયારે ૪૫ જેટલા દર્દીઓને ડેંગ્યુની સારવાર આપી રજા આપવામાં આવી છે.સરકારી હોસ્પિટલ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓમાં પણ ડેંગ્યુના અનેક કેસો...

સેબીએ તમામ બેન્કોને 24 કલાકમાં એનપીએના આંકડાઓ રજૂ કરવા આદેશ કર્યો

અમદાવાદ,તા.02 શેરબજારમાં લિસ્ટ થયેલી તમામ બેન્કોને તેમની નોન પરફોર્મિંગ એસેટ્સ-એનપીએની વિગતો 24 કલાકમાં જ જાહેર કરી દેવા આદેશ કર્યો છે. એનપીએ સામે કેટલી જોગવાઈ કરી છે અને પ્રોવિઝન કરવામાં નિશ્ચિત મર્યાદાથી ઉપર ગયા છે કે નહિ તેની વિગતો માત્ર 24 કલાકમાં જ રજૂ કરી દેવા આદેશ કર્યો છે. રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ રજૂ કરવા માટે રિઝર્વ બેન્કે માગણી કરી તેન...

ગુજરાતમાં 2019માં ચોમાસામાં 4 વાવાઝોડાં ત્રાટકેલા

ગાંધીનગર, 3 નવેમ્બર 2019 ગુજરાતના દરિયાકિનારે એક જ સિઝનમાં ચાર વાવાઝોડા આવ્યા હોવાની પહેલી ઘટના બની છે. મોસમ બદલાઇ રહી છે જેનું કારણ ક્લાયમેટ ચેન્જ છે. મોડું શરૂ થયેલું ચોમાસુ આ વખતે લાંબુ ચાલ્યું હોવાથી ખરીફ સિઝનના પાકને મોટી અસર થઇ છે. વાયુ વાવાઝોડાથી ચોમાસુ મોડુ શરુ થયુ 2019ના વર્ષમાં વાયુ નામના વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગ...

અમરાઈવાડીમાં ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા એક મહીલાને ગંભીર ઈજા પહોંચી

અમદાવાદ,તા.0૧ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન વિસ્તાર ખાતે આવેલી જગદીશ પંડિતની ચાલીમાં અમપા હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે સવારે જે સમયે ફોગીંગની કામગીરી કરાઈ રહી હતી એ સમયે ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા મહીલાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાઈ હતી.આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.સ્થાનિક...

અમદાવાદની શિક્ષીકાને કોલગર્લ દર્શાવી બદનામ કરનાર મનોવિકૃત યુવકની ધરપકડ...

અમદાવાદ, તા.1 મહિલાના નામનું બોગસ આઈડી બનાવી અન્ય યુવતીઓ સાથે ચેટીંગ કરતા મનોવિકૃત યુવકને કોઈ બ્લોક કરી દે તો તે યુવતીના ફોટા ફેક આઈડી પર અપલોડ કરી બદનામ કરતો હતો. રાજકોટમાં રહેતા અને ધોરણ 9 સુધી ભણેલા ઋષિકેશ નલીનભાઈ દવે નામના આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે અમદાવાદમાં રહેતી એક શિક્ષીકાને કોલગર્લ તરીકે દર્શાવવાના ગુનામાં ધરપકડ કરી છે. રાજકોટ જવા...

ત્રણ ફેઝમાં પ્રોજેક્ટ હાથ ધરાશે, પહેલા મંદિર પરિસરનો વિકાસ કરાશે

અમદાવાદ, તા.૧ દિવાળી પર્વ બાદ અમપાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં જગદીશ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટ અંગે રજૂ કરાયેલી દરખાસ્તને બહાલી અપાઈ છે. આ પ્રોજેકટ ત્રણ ફેઝમાં પૂરો કરાશે. પહેલા ફેઝમાં મંદિર પરિસરનો વિકાસ કરાશે. પહેલો ફેઝ દોઢ વર્ષમાં પૂરો કરવાનો અંદાજ છે. રૂપિયા સો કરોડના ખર્ચે આ પ્રોજેકટ પુરો કરાશે. સ્થાયી સમિતિના અ...