Wednesday, January 14, 2026

Tag: narmada

બનાસકાંઠામાં 71 સ્થળોએ નમામી દેવી નર્મદે મહોત્સવ યોજાશે

પાલનપુર, તા.૧૬  ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદારસરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ નમામિ દેવી નર્મદે મહોત્સવ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવાશે. આ મહોત્સવની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૬ સીટ અને ૫ નગરપાલિકા વિસ્તારમાં એમ કુલ-૭૧ સ્થળોએ મહોત્સવ ઉજવાશે. જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ થરાદ મુકામે કૃષિ વિજ્...

રાજકોટ અને આસપાસના વિસ્તારની જીવાદોરી સમાન ભાદર-1 ઓવરફ્લોના આરે

રાજકોટ,તા.12 રાજકોટની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટી આજે સવારે 32 ફૂટે પહોંચી જતા હવે ઓવરફલો થવામાં ફક્ત બે ફુટ બાકી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર-1 ડેમમાં વધુ એક ફૂટ નવા પાણીની આવક થઈ છે. વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં નર્મદા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે  ભાદર-1 ડેમમાં સૌની યોજના હેઠળ સતત નર્મદ...

જો નર્મદા બંધ 138 મીટર ભરાયો હોત તો 192 ગામ સાથે 40 હજાર ઘર જ ડૂબી ગયા...

નર્મદા બચાવો આંદોલનનો દાવો છે કે જો ડેમને આશરે 138 મીટરની મહત્તમ ઊંચાઈએ ભરવામાં આવે તો 192 ગામો અને આશરે 40,000 પરિવારોના ઘર, મિલકત અને ખેતરો ડૂબી જશે. તમામ વિસ્થાપિત લોકોને ન તો યોગ્ય વળતર આપવામાં આવ્યુ છે, ન તો તેમના યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા બચાવો આંદોલન નેતા મેધા પાટકરની આગેવાની હેઠળ વિસ્થાપનની સ્થિતિને કારણે નારાજ લોકોએ ...

નર્મદા બંધ 138 મીટર ભરાય તો 192 ગામની સાથે 40 હજાર ઘર ડૂબી જશે

2017માં મધ્યપ્રદેશના ધર અને બરવાની બે જિલ્લામાં સરદાર સરોવર ડેમ 128 મીટર વટાવાના બેક વોટર લેવલને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 300થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારો ગુજરાતમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમના ડૂબેલા વિસ્તારમાં આવે છે. ચીખલદા ગામ અને નિસારપુર શહેર એવા નીચાણવાળા વિસ્તારોમાં સામેલ હતા. જ્યાં નર્મદાન...

નર્મદા બંધના કાટ ખાઈ ગયેલા દરવાજા હોવાથી ખોલવા પડ્યા

સરદાર સરોવર ડેમને લઈને મેઘા પાટકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે નર્મદા બંધના દરવાજા લગાવ્યા તે પહેલાં વર્ષો સુધી કાટ ખઈને પડેલાં હતા.  ડેમના દરવાજા ગુજરાત દ્વારા ખોલવામાં આવ્યા હતા પરંતુ સંપૂર્ણ પુનર્વસન વિના લોકોને ડૂબી જવું ગેરકાયદેસર છે. મધ્યપ્રદેશમાં સતત વરસાદને કારણે નર્મદા નદી પણ બબાલમાં છે. જેની અસર સરદાર સરોવર ડેમ પર પણ પડી...

ડેમને 137 મીટર સુધી ભરવાની કેન્દ્રએ પરવાનગી ન આપતાં ખેડૂતોને ઓછું પાણી...

નર્મદા નદી ત્રણ વર્ષ બાદ બે કાંઠે વહેવા લાગી છે. નર્મદા નદીનાં ઉપરવાસ તેમ જ ભરૂચની આસપાસનાં વિસ્તારોમાં પડી રહેલા સતત વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 131 મીટર પહોંચી જતાં તેનાં દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જોકે, ડેમને 137 મીટર સુધી ભરવાની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેની મંજૂરી ન આપતાં 131 મીટર પર પાણીની સપાટી આવતાં...

થરાદમાં નર્મદાના પાણી આપવા માટે રજૂઆત કરાઈ

થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓએ બુધવારે નાયબ કલેકટર કચેરીમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ વખતે ચોમાસામાં અપુરતો અને અનિયમિત વરસાદ છે. માટે ચોમાસાનું વાવેતર અમુક વિસ્તારોમાં થયું નથી અને અમુક વિસ્તારોમાં ખેડૂતોએ કરેલા વાવેતર પાણી વગર સુકાઈ રહ્યો હોય ખેડૂતને પાણીની તાતી જરૂરિયાત છે. થરાદ વિસ્તારમાં રાજ્ય સરકારની કરોડોના ખર્ચે તૈયાર થયે...

નર્મદા ડેમમાં ભરપૂર પાણી આવતાં ગુજરાતની પિવાના પાણીની ચિંતા દૂર થયી

સરદાર સરોવરના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી આવક વધી છે અને પાણીની માંગ ઘટતા નર્મદાની મુખ્યનહેરમાં પાણી છોડવાનું ઘટાડવામાં આવ્યું હોવાથી સપાટી વધીને 122.24 થઈ ગઈ છે. નર્મદા બંધમાંથી 12 હજાર કયુસેક ઘટીને 5554  કયુસકે કરી દેવામાં આવ્યું છે.પાણીની જાવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 24 કલાકમાં 20 સેન્ટિમીટર વધી છે. ઉપવાસ માંથી પાણ...

મધ્ય પ્રદેશના વિરોધ બાદ નર્મદામાં વીજ ઉત્પાદન શરૂ, બંધની ટોચની સપાટીએ ...

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ૨૫ મી જુલાઇ,૨૦૧૯ના રોજ સૌ પ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ - ટોચની સપાટી પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવીને સવારના ૮ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર થઈ હતી. તેમ નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.યુ.દલવાણીએ જાહેર કર્યું હતું.  121.92 મીટર સપાટી વટાવે એટલે બંધના દર...

૨૯,૨૩૧ કિ.મી. લંબાઇની નર્મદા પ્રશાખા નહેરને ભૂગર્ભ પાઇપલાઇનથી પૂરી કરી...

ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના ખેતર સુધી સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટે માઇનોર અને સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા માટે રૂા.૨૭૪૪.૨૬ કરોડની જોગવાઇ કરી છે. જેમાં માઇનોર સુધીની નહેરોના બાંધકામ માટે રૂા.૧૭૩૯.૩૫ કરોડ અપાશે. જેમાંથી વધારાના ૧.૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા ઉત્પન્ન થશે. ભૂગર્ભ પાઈપ માટે 1 હજાર કરોડ સહભાગી સિંચાઇ યોજના અન્વયે ...

૮૯૧૧ ગામો અને ૧૬૫ શહેરોને નર્મદાનું પાણી, તો તંગી કેમ ?

નર્મદા યોજના દ્વારા નાગરિકોને પીવાના પાણી પૂરું પાડવા માટે છેલ્લા બે વર્ષમાં જલ વર્ષના સાડા સાત મહિના સુધી કોઇપણ કાપ વિના પૂરું પડાયું છે અને આવનારા સમયમાં પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે, ગઇ સાલ જેટલું પાણી કરતાં જરૂર પડશે તો તેનાથી પણ વધુ પાણી આપવા અમારુ નક્કર આયોજન છે. તેમણે નાગરિકોને પાણીનો વેડફાટ ન કરવા અને પાણી બચાવવા પણ અપીલ કરી છે. યોજના...

નદીના મુખમાં માટીનો આડબંધ બનતાં ભોગાવો જીવતી થઈ ને 11 હજાર હેક્ટર ખેતી...

સૂકી ભઠ્ઠ વેરાન નદીમાં આડબંધ બંધાતા માત્ર ત્રણ-ચાર ઇંચ વરસાદથી સૂકી ભઠ્ઠ નદી જીવતી થઈ ગઈ છે. ધોળકા તાલુકાના ભોળાદ સહિત 10 ગામો પાસે વહેતી લીંબડી-વઢવાણ ભોગાવો નદી જીવતી થઈ છે. તેથી 11 હજાર એકર જમીનને ફાયદો થયો છે. ગયા વર્ષે બનેલા આડબંધના કારણે હવે પાણી ભરાયા છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તથા રાજકોટ જિલ્લાની આસપાસના...

નર્મદાના નામે ફરી એક વખત ભાજપનું રાજકારણ

નાયબ મુખ્ય પ્રધાન અને નર્મદા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, ચારે ભાગીદાર રાજ્યોને કોર્ટ દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે ૩૧ જૂલાઈ ૨૦૧૭ સુધીમાં નર્મદા વિસ્થાપીતોને ખસેડી દેવા જેથી કરીને ચોમાસામાં વરસાદ થતાં સંપૂર્ણ ડેમ ભરી શકાય. મધ્યપ્રદેશના વિસ્થાપીતોને ખસેડવા માટે ગુજરાત સરકારે રૂ.૪૦૦ કરોડ જે તે સમયે મધ્યપ્રદેશ સરકારને ચુક્વી દીધા છે. મધ...

નર્મદા બંધ: કોની હતી ભૂંડી સરકાર અને કઈ સરકાર હતી કૃપાળુ?

56 વર્ષ પછી નર્મદા બંધનું કામ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂરું કર્યું છે. તે સમય દરમિયાન ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓએ નર્મદા બંધ પૂરો થાય એ માટે મરણીયા પ્રયાસ કર્યા હતા. પણ નર્મદા યોજના પૂરી ન થાય તે માટે દેશના અનેક લોકોએ વિરોધ કર્યો હતો. મધ્યપ્રદેશ સરકારોએ નર્મદા યોજના સામે સૌથી વધારે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ 40 હજાર લોકોના પુનઃવસન અને પર્યાવરણના મ...

પાણી માટે ખેડૂતોની રઝળપાટ, ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી

થરાદ તાલુકાના ગડસીસર નજીકથી પસાર થતી ડિસ્ટ્રીબ્યૂટરી કેનાલમાં પાણી ન મળતાં ખેડૂતો રજૂઆત માટે થરાદ ધસી આવ્યા હતા. રામપુરા અને સવપુરા ગામના ખેડૂતોએ  નર્મદા વિભાગની કચેરીએ ધસી જઇ રોષ ઠાલવ્યો હતો. જોકે સવારથી ભૂખ્યા તરસ્યા ખેડૂતોનો આક્રોશ જોઈ કેટલાક અધિકારીઓ ખુરશી છોડી ભાગી ગયા હતા. જ્યારે હાજર અધિકારીઓએ પણ એકબીજા અધિકારી પર દોષનો ટોપલો ઢોળી જવાબદારીમા...