સૂકી ભઠ્ઠ વેરાન નદીમાં આડબંધ બંધાતા માત્ર ત્રણ-ચાર ઇંચ વરસાદથી સૂકી ભઠ્ઠ નદી જીવતી થઈ ગઈ છે. ધોળકા તાલુકાના ભોળાદ સહિત 10 ગામો પાસે વહેતી લીંબડી-વઢવાણ ભોગાવો નદી જીવતી થઈ છે. તેથી 11 હજાર એકર જમીનને ફાયદો થયો છે. ગયા વર્ષે બનેલા આડબંધના કારણે હવે પાણી ભરાયા છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તથા રાજકોટ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદના પરિણામે અને ભોળાદ ખાતે સિંચાઇ વિભાગ દ્વારા ૩૦૦ મીટર લંબાઇનો આડબંધ બંધાવાના કારણે આ સૂકીભઠ્ઠ ભોગાવો નદી પુનર્જીવન પામી છે. ભોગાવો નદી ૨૦ કિલોમીટર જેટલા વિસ્તારમાં પણ બે કાંઠે વહેતી જોવા મળે છે.
20 કિલોમીટર વિસ્તારમાં ૧૨૭ એમ.સી.એફ.ટી.(મીલીયન ક્યુબીક ફીટ) વરસાદી પાણીનો જળસંગ્રહ થયો છે. તેના કારણે ધોળકા તાલુકાના બુરહાનપુર, ભોળાદ, લોલીયા, ધનાળા, સમાણી, ઉટેલીયા, ગુંદી, સરગવાડા, ફેદરા અને પીપળી સહિતના અન્ય ગામોની સીમની અંદાજે ૧૧ હજાર એકર જમીનને સિંચાઇનો પરોક્ષ લાભ મળશે.
નવરાત્રી, દિવાળી પછી માનો કે નદીમાં પાણી હોત પરંતુ દરિયાની ભરતીના કારણે દરિયાઇ પાણી આ વિસ્તાર સુધી આવવાના કારણે આ બધું જ પાણી ખારું થઇ જવાથી તેનો કોઇ રીતે ઉપયોગ ખેતીમાં થઇ શકતો ન હતો. સમુદ્ર માંથી ભરતીના કારણે સર્જાતી ખારાશ અટકશે અને ખેતીની જમીન નવસાધ્ય બનશે. ભોળાદથી ૫ કિલોમીટર દૂર આવેલા દરિયાની ભરતીથી ભૂગર્ભ પાણી ખારાશ પ્રસરી ગયેલી હતી. નદીના પાણી પણ ખારા થઇ જતાં એ સમસ્યા હતી હવે તે ઓછી થઈ રહી છે.
આડબંધ પહેલા પાણી ભોળાદ પાસેના દરિયામાં વહી જતું હતું. આથી માત્ર વરસાદી ખેતી જ આ વિસ્તારમાં થતી હતી. આ વિસ્તારમાં મોટે ભાગે નવરાત્રી-દિવાળી પછી ભાલીયા ઘઉંનું વાવેતર થતું હોય છે. હવે પહેલા વરસાદી આધારિત ખેતીના કારણે ઘઉંનો ઉતારો બે ગણો થઈને ૩૦ થી ૩૫ મણ થઈ ગયો છે. આવું જ ચણાનું થયું છે.
કપાસનું વાવેતર પણ આગામી વર્ષોમાં કરી શકાશે. સમગ્ર વિસ્તારના કૃષિ અર્થતંત્રને વેગ મળશે. પશુપાલનને પણ ખાસ કરીને લીલો ઘાસચારો મળી રહેવાથી પશુઓની દૂધ ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થશે.
રૂ.3.86 કરોડના ખર્ચે બનેલો છં. માટીનો કાચો આડબંધ લોલીયા પાસે પણ બંધાવ્યો છે. આ કાચા આડબંધના કારણે લોલીયા પાસેની ઓમકાર નદી પણ બે કાંઠે વહેતી જોવા મળે છે. આડબંધ ૩૦૦ મીટરની લંબાઇમાં અને ૯.૭૦ મીટરની ઉંડાઇની આર.સી.સી.ની દિવાલ દ્વારા બંધાયો છે. જેની જાડાઇની દિવાલ ૬૦ સેમી. થવા જાય છે. નદીના કાંઠાના સંરક્ષણ માટે ગેબીયન વોલ સહિતનું સ્ટ્રકચર તૈયાર કરાયું છે. 



English



You must be logged in to post a comment.