Friday, May 22, 2026

Tag: Politics

સરકાર એક રૂપિયો વળતર ચૂકવશે તો પણ મંજૂર હોવા સાથે શીખ સમુદાયની ન્યાય મ...

અમદાવાદ, તા. 27 તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 1984માં હત્યા કરાઈ હતી. ત્યારબાદ દેશભરમાં ફાટી નીકળેલા રમખાણોમાં અમદાવાદ શહેરમાં પણ અનેક શીખ કુટુંબોને ભારે નુકશાન ઉઠાવવું પડ્યું હતું. આ પૈકીના કેટલાંક પીડિતોએ ગુજરાતની વડી અદાલત સમક્ષ અપીલ કરી છે. આ અપીલમાં તેમને વળતર ચૂકવવાની માગણી કરવામાં આવી છે. આ મામલે અગાઉ સિંગલ જજે તેમની અરજી રદ્દ કરતાં ...

મહેસાણા પાલિકા કોંગ્રેસની, ટીપી કમિટી ભાજપ સરકારની

મહેસાણા, તા.૨૬ કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં કોંગી કોર્પોરેટરોના આંતરિક વિખવાદોના કારણે મુદત પૂરી થયાના ત્રણ મહિના પછી પણ સૌથી મહત્વની ટાઉન પ્લાનિંગ (ટીપી) કમિટીની રચના નહીં કરી શકતાં વિપક્ષ ભાજપે સરકારી રાહે ટીપી કમિટીની રચનાનો ખેલ પાડી દીધો છે. પાલિકામાં હાલ ભલે કોંગ્રેસનું શાસન હોય પણ રાજ્યના શહેરી વિકાસ વિભાગે નીમેલી આ કમિટીના તમામ 6 સ...

ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટનો એક રૂપિયો પણ અલ્પેશે મતવિસ્તાર માટે વાપર...

ગાંધીનગર, તા. 26 પોતાને ગરીબો વંચિતોના બેલી અને ઠાકોર સમાજની માત્ર સેવામાં સમર્પિત હોવાનું ચિત્ર પ્રતિબિંબિત કરીને પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓને વેગ આપનાર અલ્પેશ ઠાકોરને પ્રજાએ સ્પષ્ટ જાકારો આપી દીધો છે તેનું એક કારણ એ પણ હોઈ શકે કે અલ્પેશે ધારાસભ્ય તરીકે મળતી વાર્ષિક રૂપિયા બે કરોડની ગ્રાન્ટમાંથી પોતાના મતવિસ્તાર રાધનપુરમાં એક રૂપિયાનો પણ ખર્ચ ...

રાજકોટના વેપારીઓના ઉઝબેકિસ્તાન સાથે એમઓયુ, 22 કરોડના રબ્બર બેલ્ટ એન્જિ...

રાજકોટ,તા:૨૬ રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓ માટે હવે ઉઝબેકિસ્તાન નવા માર્કેટ તરીકે ઊભું થઈ રહ્યું છે, જે મુજબ રાજકોટના વેપારીઓ હવે ઉઝબેકિસ્તાનમાં પોતાના ધંધાની જમાવટ કરી શકશે. એમઓયુ હેઠળ ઉઝબેકિસ્તામાં રાજકોટના વેપારીઓ 22 કરોડના રબ્બર બેલ્ટ એન્જિન લગાવશે. ઉઝબેકિસ્તાન ગયેલા પ્રતિનિધિમંડળમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાલમાં જ મુખ્યપ્રધાન...

ઇબી-5 વિઝા સ્કીમમાં જોડાઈનેગુજરાતમાંથી ઉચાળા ભરી રહેલા બિઝનેસમેન

અમદાવાદ,શનિવાર ગુજરાત અને ભારતમાં ભાજપના શાસનમાં બિઝનેસ કરવા માટેનો માહોલ અનુકૂળ ન હોવાથી અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતું હોવાથી ગુજરાત અને ભારતમાંથી સંખ્યાબંધ બિઝનેસમેનો અમેરિકી સરકારના ઈબી-5 વિઝા લઈને પરિવાર સાથે વિદેશ સ્થાયી થઈ જવાનું પસંદ કરી રહ્યા છે. આ વિઝા મેળવીને પરિવારના તમામ સભ્યો માટે કાયમી નિવાસી - પરમેનન્ટ રે...

આવાસ યોજનાના ડ્રો દ્વારા 4439થી વધુ પરિવારો માટે ઘરના ઘરનું ઉજાસ પર્વ ...

અમદાવાદ, તા. 26 કેન્દ્ર સરકારના નેતૃત્વમાં દેશમાં પાંચ વર્ષમાં અર્બન ડેવલપમેન્ટના જે અપ્રતિમ વિકાસ કામો થયા છે તેની વિશ્વ આખાએ નોંધ લેવી પડે તેમ છે. અમદાવાદ મહાનગર સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને નવી ગતિ મળી હોવાનું કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું. ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવ્યું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા ...

રાહુલ મોડલ ફ્લોપ થતાં કોંગ્રેસમાં જૂના નેતાઓ ફરી લાઇમ લાઇટમાં આવશે

ગાંધીનગર, તા.26 ગુજરાતમાં રાહુલ મોડલ ફ્લોપ થતાં પ્રદેશ કોંગ્રેસમાં જૂના નેતાઓ ફરી લાઇટમાં આવી શકે છે. ખાસ કરીને કેન્દ્રીય નેતા અહમદ પટેલ તેમજ ગુજરાતમાંથી ફેંકાઇ ગયેલા ત્રણ મહારથીઓ – અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનો સમય પાછો આવી રહ્યો છે.  સોનિયા ગુજરાતના પરિણામોની સમીક્ષા કરશે ગુજરાતની પેટાચૂંટણીમાં કોંગ્રેસને મળેલા વ...

દેશ અને ગુજરાતની રાજનીતિમાં રાજકીય હનુમાનની બોલબાલા

ગાંધીનગર, તા.૨૬ રાજનીતિમાં જે વ્યક્તિ સર્વોચ્ચપદે બિરાજમાન હોય છે તેમને તેમનો હનુમાન હોય છે. અહીં હનુમાન એટલે કટ્ટર સમર્થક નેતા. ભગવાન રામચંદ્ર પાસે કટ્ટર રામભક્ત હનુમાન હતા, તેવા હનુમાન પ્રત્યેક સરકારમાં જોવા મળે છે. ગુજરાતનો રાજકીય ઇતિહાસ તપાસીએ તો ખબર પડે છે કે, મુખ્યમંત્રી પાસે હનુમાન રહ્યાં છે. એવા હનુમાન ભારતના વડાપ્રધાન પાસે પણ હોય છે. ...

સચિવાલયમાં પણ દિવાળી ફિક્કી, ગિફ્ટ નહીં માત્ર મીઠાઈને સ્થાન

ગાંધીનગર, તા. 26 ગુજરાતમાં આ વર્ષે દિવાળીના તહેવારો ફિક્કા નજરે પડી રહ્યાં છે. આર્થિક મંદીની અસર કોર્પોરેટ ક્ષેત્રમાં વધુ જોવા મળી રહી છે. સચિવાલયમાં દિવાળીના તહેવારો નિમિત્તે પ્રધાનમંડળના સભ્યો, તેમના અંગત સ્ટાફ અને સચિવોની ચેમ્બરમાં દરવર્ષે દેખાતી દિવાળીની ગિફ્ટનું સ્થાન માત્ર મીઠાઇએ લીધું છે. દિવાળીના મીની વેકેશન પહેલાં સચિવાલયના વિભાગો અન...

18 વર્ષથી ખેરાલુ બેઠક ભાજપ પાસે, સતત પાંચમી જીત, મતની ટકાવારી બે વર્ષમ...

મહેસાણા, તા.૨૫ ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરની 29,091 મતની જંગી લીડથી વિજય થયો હતો. મત ગણતરીના તમામ 20 રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું હોઇ રસાકસીના માહોલ વગર ભાજપની એકતરફી જીત થઇ હતી. ચાર ઉમેદવારોમાંથી એનસીપી અને અપક્ષના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ હતી. બપોરે 12 વાગ્યાના અરસામાં પરિણામ આવી જતાં ભાજપના સમર્થકો, કાર્યકરોએ બાસણ...

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષે નિધન

ગાંધીનગર, તા. 25 ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું આજે અમદાવાદમાં 82 વર્ષની વયે અવાસન થયું છે. તેમણે ગુજરાતમાં 28મી ઓક્ટોબરથી 1997થી 4થી માર્ચ 1998 સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાતાં પરીખ તેમના ઉત્તરાધિકારી તરીકે રાજપાની સરકારના મુખ્યપ્રધાન બન્યા હતા. દિલીપ પરીખનો જન્મ 1937માં થયો હતો. મુંબઈની એલફિ...

ભાજપ શાસિત અમપા દ્વારા સ્વચ્છતા સેસના નામે 77 કરોડથી વધુ કર વસુલાશે

અમદાવાદ, તા. 25 પ્રશાંત પંડિત અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા વર્ષ 2019-20 માટે વેરાની આવક રૂપિયા 1050 કરોડ અંદાજવામા આવી છે. કરદાતાઓને જે વેરાના બિલો પહોંચતા કરાયા છે એમાં સ્વચ્છતા સેસના નામે રહેણાંકની મિલ્કતોમાં વાર્ષિક રૂપિયા 365 અને કોમર્શિયલ મિલ્કતોમાં વાર્ષિક રૂપિયા 720નો વધારાનો બોજા નાંખવામાં આવ્યો છે. અમપા દ્વારા 18 વર્ષ પહેલા કરા...

ધાર્યું પરિણામ ન મળતાં અમિત શાહનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો

ગાંધીનગર, તા. 25 રાજ્યની છ બેઠકોની પેટાચૂંટણીમાં ધાર્યું પરિણામ ન મળતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને અમદાવાદ પહોંચતા જ એરપોર્ટ પર જ પ્રદેશ ભાજપના પ્રમુખ અને ગૃહરાજ્ય પ્રધાનને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા અને પ્રદેશ નેતાગીરીના પણ ક્લાસ લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહપ...

દુર્ઘટના બાદ બંધ પડેલી રાઈડ ચાલુ કરવા બે પ્રધાનોએ દખલગીરી કરવી પડી

હેમીંગ્ટન જેમ્સ અમદાવાદ, તા. 25 અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)ના તદ્દન વાહિયાત અને આળસુ તંત્રનો ઉત્તમ દાખલો કાંકરીયામાં છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલી રાઈડો છે. ઘટનાને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં બંધ પડેલી બાળકોની રાઈડને શરૂ કરવા માટે કોઈના પેટનું પાણી પણ હાલતું નથી. છેવટે કરોડો રૂપિયાનું રોકાણ કરનારા રાઈડના ઓપરેટરોએ ચાલુ સપ્તાહે ગૃહ પ્રધાન પ્રદ...

નર્મદા જિલ્લાની કેવડિયા કોલોનીને સ્પેશિયલ સ્ટેટસનો દરજ્જો મળશે

ગાંધીનગરઃતા:25 ગુજરાત સરકાર કેવડિયા કોલોની માટે વિશેષ દરજ્જો એટલે કે સ્પેશિયલ સ્ટેટસ આપવાનું વિચારી રહી છે, કારણ કે આ જગ્યાએ સાધુ બેટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવેલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ સ્થળને પ્રવાસન મથક બનાવવા માગતી હોવાથી તેના વહીવટમાં ઝડપ આવે અને આ વિસ્તારનો વિકાસ કરવા વિચારી રહી છે. 31 ઓક્ટોબરે ભારતના વડાપ્રધ...