Saturday, August 22, 2026

Tag: Politics

વિદ્યાર્થીઓએ તેમનું લક્ષ્ય ઉંચું રાખવું પડશે. નીચું લક્ષ્ય હશે તો તમને...

ગાંધીનગર,તા.29 ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)ના સાતમા દિક્ષાંત સમારોહમાં અમિત શાહે ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ  વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓએ તેમનું લક્ષ્ય ઉંચું રાખવું પડશે. નીચું લક્ષ્ય હશે તો તમને કોઇ મદદ કરી શકશે નહીં. શિક્ષણ અને કેરિયરમાં જોશ હોવો જરૂરી છે. આ યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્...

ઉનાળામાં ગરમીથી ત્રસ્ત અમદાવાદીઓ લીમડાના આશરે

અમદાવાદ, તા.29 ગ્લોબલ વોર્મીંગ અને ગ્રીન હાઉસ ગેસના પ્રકોપના કારણે આખી પૃથ્વી પર તાપમાન વધી રહ્યું છે. તેની સીધી અસર અમદાવાદને થઈ છે. ગરમ અમદાવાદ વધુ ગરમ બની રહ્યું છે. ઉનાળામાં રાહત આપે એ રીતે શહેરમાં વૃક્ષ આયોજન થતાં તાપમાનને નીચે લાવવા, ગરમી શોષી લઈ ઠંડક આપતા લીમડાને રોપવામાં પ્રાથમિકતા બતાવી છે. 10 લાખ વૃક્ષોમાં 3 લાખ નવા લીમડાના વૃક્ષ વાવવા...

ગુજરાત રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી, સુરત-રાજકોટના મ્યુનિસિપલ કમિશ...

અમદાવાદ , તા:૩૦ સરકારે આજે એક સાથે ૭૯ સનદી અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં ચૂંટણી  પંચના કમિશનર તરીકે સંજય પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મ્યુંનીસિપલ કમિશનર અને કલેકટર બનેની બદલી કરવામાં આવી છે. જ્યારે સુરતના મ્યુનીસીપલ કમિશનર ની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશનર રાકેશ શંકર ની પ...

પર્યાવરણનાં જતન માટે શહેરમાં દોડતી થઈ ઈલેક્ટ્રિક બસો

શહેરમાં પર્યાવરણનાં જતન માટે અને તેની સુરક્ષા માટે ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ શહેરમાં ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમ તબક્કામાં શહેરનાં માર્ગો પર 50 ઈલેક્ટ્રિક બસો દોડતી થઈ છે. આ બસોની ખાસિયત એ છે કે, ઇલેક્ટ્રિક બસો શાંત, મુલાયમ અને વાતાવરણને અનુકૂળ રહેશે. અમપાન...

મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે 12 ઉમેદવારના ફોર્મ રદ થયા

મહેસાણા, તા.૨૯ વાર્ષિક રૂ.9000 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા અર્બન કો-ઓ. બેંકના 17 ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણીમાં બુધવારે ફોર્મ ચકાસણીમાં ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ, ગુજરાત મલ્ટી ગેસવાળા દશરથ પટેલ સહિત 12 ઉમેદવારોના ફોર્મ રદ થતા હડકંપ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 94 પૈકી 82 ફોર્મ માન્ય રહ્યા છે, ત્યારે 31મીએ ફોર્મ પરત ખેંચવાની અવધી બાદ ...

આધાર કાર્ડ માટે રઝળતાં વૃધ્ધાની પુત્ર-પૌત્ર સાથે ઈચ્છામૃત્યુની માગ

મહેસાણા, તા.28 બહુચરાજીના કાલરી ગામના 65 વર્ષનાં વૃદ્ધાએ 38 વર્ષના પુત્ર અને 4 વર્ષના પૌત્ર સાથે દેહ છોડવા જિલ્લા કલેકટર સમક્ષ ઇચ્છામૃત્યુની માગણી કરી છે. અંગૂઠાની છાપ નહીં મળવાના કારણે તેમનું આધારકાર્ડ નીકળતું નથી અને તેના કારણે મળવાપાત્ર સરકારી લાભો માટે છેલ્લા 2 વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાવા છતાં કોઇ પરિણામ નહીં મળતાં ઇચ્છામૃત્યુની માગણી ...

મોરબીમાં નાની સિંચાઈ યોજનાના નામે મસમોટું કૌભાંડ

અમદાવાદ,તા:૩૦ ખેડૂતોના પ્રાણપ્રશ્ન સિંચાઈનાં પાણી માટે સરકાર દ્વારા ચલાવાતી નાની સિંચાઈ યોજનામાં મોરબીમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જે અંતર્ગત સરકારે મોરબીના તમામ પાંચ જિલ્લા માટે રૂ.30 કરોડની ફાળવણી પણ કરી છે, જો કે તમામ પાંચ જિલ્લામાં 334 કામ ન કરી માત્ર ચોપડે ચિતરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું, જે કરવામાં આવ્યો ભ્રષ્ટાચારી અધિકારીઓ અને...

અમપા ફાયરના ૧૫ જવાનો રાષ્ટ્રપતિ ગેલેન્ટરી ભથ્થા,મેરોટીયસ ઈન્ક્રીમેન્ટ...

અમદાવાદ,તા.૨૮ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૦૨માં ગોધરાકાંડ બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.એ સમયે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા અંડરપાસ નજીકની હોટલ મોતી મનોર નામની હોટલમાં તોફાની ટોળા દ્વારા આગ લગાવવામાં આવી હતી.આ આગમાં પોતાના જીવને પણ જાખમમાં મુકીને અમદાવાદ ફાયરના જવાનો દ્વારા સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગમાં ફસાયેલા ૧૮ લોકોને જીવતા બચાવી લેવામાં...

પહેલા અમને પ્લાસ્ટીકનો વિકલ્પ આપો પછી પ્લાસ્ટીક ફ્રીનો અમલ કરો

ગાંધીનગર,તા.28 પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયા અને પ્લાસ્ટીક ફ્રી ગુજરાત એ રૂપકડાં નામ છે પરંતુ હકીકતમાં પ્લાસ્કીટ લોકોનો જીવન સાથે વણાઇ ચૂક્યું છે. વેપારીઓ તો ઠીક લોકો પણ બજારમાં પ્લાસ્ટીકની બેગ માગી રહ્યાં છે. જો સરકાર પ્લાસ્ટીક ફ્રી રાષ્ટ્ર કરવા માગતી હોય તો અમને કાગળનો પુરવઠો પુરો પાડવો જોઇએ કે જેથી અમે કાગળની બેગો બનાવી શકીએ. આ શબ્દો પ્લાસ્કીટ મેન્ય...

ગ્રાહકની ફરિયાદને ધ્યાનમાં લઈ 14 દિવસમાં રિફંડ આપવું ફરજિયાત કરાશે

ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓએ ગ્રાહક તરફથી માલની ગુણવત્તા કે ક્વોલિટી અંગે કોઈ ફરિયાદ મળે અને ગ્રાહક તેને માટેના ચૂકવેલા પૈસા પરત માગે તો 14 જ દિવસમાં તેમને તે નાણાં ફરજિયાત પરત કરી દેવાના રહેશે. આ પદ્ધતિએ નાણાં પરત ન ચૂકવારાઓ સામે કડકમાં કડક પગલાં લેવાની જોગવાઈ ઇ-કોમર્સ ગાઈડલાઈનમાં સમાવવામાં આવી છે. ઓનલાઈન વેચાણ માટે કાયદાકીય જોગવાઈ કરવાની સાથે તેના ન...

ભાજપમાં ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન, પક્ષ નથી આમળતું તેમના કાન

અમદાવાદ : શુક્રવારે બિલ્ડર પાસેથી રૂપિયા લેવાનો વીડિયો વાઈરલ થયા બાદ ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોર્પોરેટર તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેને પક્ષ ભ્રષ્ટ માને છે તે સભ્ય પદે તો ચાલુ છે. રાજ્યભરમાં પુલકિત જેવા ચૂંટાયેલા અનેક નેતાઓ લાંચ લેતા પકડાયા છે. પુલકિત 10 હજારની લાંચ લેતા પકડાયા હતા. બ...

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેરમાં આજે આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવશે

અમદાવાદ,તા.૨૮ અમદાવાદ શહેરમાં વધી રહેલા હવાના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ૨૯ ઓગસ્ટના રોજ સવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવી દોડતી કરશે.આગામી સમયમાં વધુ ૫૦ ઈ-બસો શહેરના માર્ગો પર દોડતી કરાશે.અમપાના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદ શહેરના લોકોને હવાનુ પ્રદુષણ ઘટાડવાના આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. અમપાના કમિશનર વિજય...

આંતરજ્ઞાતિ લગ્નમાં એનઓસીની જરૂરિયાત નહીં રહે, રૂપાણીનો વાયદો

ગુજરાતમાં આંતરજ્ઞાતિ લગ્નો વધી રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે આ પ્રકારના લગ્નના જોડાઓ માટે સરકારી એક લાખની સહાય માટે હવે કન્ચાના માતા-પિતા પાસેથી એનઓસી કે સોગંદનામાની જરૂરિતાય નહીં રહે. આ પહેલાં જિલ્લાના અધિકારીઓ દ્વારા આ પ્રકારના લગ્નમાં એનઓસી માગવામાં આવતી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરજ્ઞાતિ લગ્ન કરતા યુવક ...

સાબરકાંઠા સાબરડેરીના ચેરમેને આપ્યું રાજીનામું

અમદાવાદ, તા. 27 સાબરકાંઠાની પ્રતિષ્ઠિત સાબર ડેરીમાં હાલમાં જ યોજાયેલી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે અચાનક જ આજે ડેરીનાં ચેરમેન મહેશભાઈ પટેલે રાજીનામું આપતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે પોતાનું રાજીનામું ડેરીનાં એમડી ડો. ડી. એમ. પટેલને મોકલી આપ્યા બાદ એમડીએ નવા ચેરમેનની નિમણૂંક ન થાય ત્યાં સુધી ડેરીનાં વાઈસ ચેરમેન જયં...

બિસ્કિટ અને આંતરવસ્ત્રો જેવા ઉદ્યોગો પણ ચિંથરેહાલ બનતા મંદીના એંધાણ

અમદાવાદ,તા.23 નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ બાદ દેશમાં આર્થિક વિકાસની ગતિ બમણી રહેશે તેવા આર્થિક જગત સ્વપ્ન જોઇ રહ્યું હતું. પરંતુ આ સ્વપ્ન દુઃસ્વપ્ન બની રહ્યું હોવાનો અહેસાસ આર્થિક જગતને થઇ રહ્યો છે. ફક્ત મોદી વિરોધીઓ જ નહીં પરંતુ મોદીના અનેક વખત વખાણી ચૂકેલા ઉદ્યોગપતિઓ પણ હવે આર્થિક મંદીના દેશના બારણે ટકોરા પડી રહ્યા હોવાની દહેશત વ્યક્ત ...