Tuesday, March 11, 2025

Tag: Religious

ભગવાન જગન્નાથ જમીનદાર અને કિલોબંધી સોનાના માલીક

પુરી,તા:૨૮ હિન્દુઓના મંદિરો કરોડોના આસીમી હોય છે. જેમાં અતિપ્રાચીન મંદિરોમાં તો જાણે સોનાચાંદીના દાગીના, હિરા માણેક નો ખજાનો હોય છે.લખલૂંટ પૈસાની રેલમછેલ હોય છે. ધનાઢ્ય મંદીરોમાં અનેક લોકો રોજેરોજ લાખો કરોડોનું દાન કરે છે. ભગવાન પાસે જમીન પણ હોય છે. આ જમીનો તેમને દાનમાં મળેલી હોય છે. જગન્નાથ પુરીના ઇષ્ટદેવ ભગવાન જગન્નાથ પાસે ૬૦ હજાર એકર જમીન અન...

અમદાવાદમાં અગીયારમી સદીનીપ્રાચીન સૂયૅનારાયણની પ્રતીમાં

અમદાવાદ,તા:૦૨ અમદાવાદના વિક્ટોરિયા બગીચા પાસે આવેલ પ્રાચીન નિંબાકૅદેવતીથૅ, પંચનાથ મહાદેવ મંદિરમાં સૂયૅનારાયણની શૈલીની દૃષ્ટિએ અગીયારમી સદીના ઉત્તરાર્ધ કે બારમી સદીના પૂર્વાઘૅનું ઉપાસ્ય શિલ્પ છે. સૂયૅ નારાયણનુ શિલ્પ 66. 5 સેન્ટિ. ઉચુ અને 4 સેન્ટિ. પહોળું છે બને હાથમાં કમળ છે. કવચઘારી પ્રતિમાની ઉપર બંને બાજુએ અશ્ચમુખી અશ્ર્વિનીકુમારો તથા નીચે આયુઘ...

ત્રણ ફેઝમાં પ્રોજેક્ટ હાથ ધરાશે, પહેલા મંદિર પરિસરનો વિકાસ કરાશે

અમદાવાદ, તા.૧ દિવાળી પર્વ બાદ અમપાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં જગદીશ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટ અંગે રજૂ કરાયેલી દરખાસ્તને બહાલી અપાઈ છે. આ પ્રોજેકટ ત્રણ ફેઝમાં પૂરો કરાશે. પહેલા ફેઝમાં મંદિર પરિસરનો વિકાસ કરાશે. પહેલો ફેઝ દોઢ વર્ષમાં પૂરો કરવાનો અંદાજ છે. રૂપિયા સો કરોડના ખર્ચે આ પ્રોજેકટ પુરો કરાશે. સ્થાયી સમિતિના અ...

લાભ પાંચમ નિમિત્તે પૂજા કરી ધંધાનું મુર્હુત કર્યું

અમદાવાદ,તા:01 અમદાવાદ સહિત રાજ્યભરમાં વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા લાભપાંચમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વેપારીઓએ બ્રાહ્મણો પાસે સારું મુહૂર્ત કઢાવી પૂજાપાઠ કરાવ્યા હતા, ઉપરાંત પરંપરાગત ચોપડાપૂજનની સાથે કોમ્પ્યુટરની પણ પૂજા કરી હતી. વેપારીઓએ નવાવર્ષમાં સારા વેપારની મનોકામના સાથે પોતાના ધંધાની શરૂઆત કરી હતી. કરોડોનો ધંધો કરનારાથી લઈને નાનકડી ર...

નવા વર્ષ નિમિત્તે વાચ્છડાદાદાના દર્શને ગયેલા અનેક લોકો રણમાં ફસાયા

કચ્છ,તા.31 દિવાળી બેસતા વર્ષ અને ભાઇબીજના દિવસે રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદે વિનાવ વેર્યો તો  છે જ પરંતુ સાથેસાથે લોકોના તહેવારની ઉજવણી ઉપર ગ્રહણ લગાડી દીધું હતું. જ્યારે બહાર ફરવા ગયેલા લોકોની પણ વરસાદે વિલન બનીને મજા બગાડી નાંખી હતી. કેટલાય દર્શનાર્તીઓ પણ યાત્રાધામોમાં ગયાં હતા ત્યાં ફસાઇ ગયાં હતાં. આવું જ ગુજરાતના વાછડાદાદાના મંદિરે દર્શાના...

દ્વારિકાધિશના મંદિરમાં દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજના દિવસે દર્શનના સ...

અમદાવાદ, તા. ૨૫ : યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં સામાન્યરીતે વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે પરંતુ દિવાળી પર શ્રદ્ધાળુઓની ખાસ ભીડ જોવા મળે છે જેના પરિણામ સ્વરુપે મંદિર વહીવટીતંત્ર તરફથી ધનતેરસથી લઇને દિવાળી સુધી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ૨૭મી ઓક્ટોબરના દિવસે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળા આર...

રાજ્યપાલે દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવી

દ્વારકા,23 રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે દ્વારકા ખાતે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા. તેઓ વહેલી સવારે જામનગરથી નિકળી દ્વારકા સરકીટ હાઉસ ખાતે ટુંકું રોકાણ કરી જગતમંદિર ખાતે દ્વારકાધિશના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. જગતમંદિર ખાતે રાજયપાલ સાથે જિલ્‍લા કલેકટર ડૉ. નરેન્‍દ્રકુમાર મીણા, દ્વારકાધિશ દેવસ્‍થાન સમિતિના વહિવટદાર અને પ્...

વકફ 1995ના કાયદા હેઠળ ઈમામ, મૌલવી જેવા લોકોની નોંધણી ફરજિયાત કરવાની મા...

રાજ્યમાં આવેલી મસ્જિદો અને મદરેસામાં રહેતા અને ઈસ્લામનું શિક્ષણ આપતાં ઈમામ, મુફ્તિ, મૌલવી, આલિમ, કારી જેવા લોકોની નોંધણી કરવામાં આવતી નહિ હોવાથી સાચા મુસ્લિમ સમાજના લોકોને ભોગવવાનો વારો આવે છે. બે દિવસ પહેલાં સુરતમાંથી લખનૌના કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલા કેટલાક મુસ્લિમ લોકો ઝડપાતા સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને આ પ્રકારની ઘટના...

યુવકો દ્વારા અંગારા ઉપર ગરબામાં ઘૂમીને માતાજીની આરાધના

જામનગર,તા.04 જામનગરના રણજીતનગરમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળના યુવકોએ આજે પણ પ્રાચીન  ગરબાની પરંપરા જાળવી રાખી છે. અહીં ખેલૈયાઓ દાંડીયા અને તાળી રાસ જેવા રાસ તો રમે જ છે. પરંતુ દાંતરડા રાસ, મશાલ રાસ અને તલવાર રાસ આ ગરબીનું વિશેષ આકર્ષણ છે. ખલૈયાઓ જ્યારે તલવાર, દાંતરડા અને મશાલ લઈ રમવા ઉતરે છે, ત્યારે તેને નિહાળવા આવેલા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે....

રાજનીતિના ચાણ્કય ગણાતા શાહની ધર્મશ્રધ્ધા: માણસામાં બહુચર માતાની આરતી ઉ...

ઓક્ટોબર 1964માં જન્મેલા અમિત શાહ હાલની રાજનીતિના ચાણક્ય ગણાય છે. તેમનો જન્મ મુંબઈના એક ધનાઢ્ય વેપારીના પરિવારમાં થયો હતો. રાજકારણમાં આવતા પહેલા તેઓ ગુજરાતના તેમના પૈતૃક ગામ માણસામાં પ્લાસ્ટિકના પાઈપનો પારિવારિક વેપાર સંભાળતા હતા. અને નાનપણથી જ ધર્મ પ્રત્યેની તેમની આસ્થા હોવાના કારણે વર્ષોથી તેઓ તેમના પૈતૃક ગામ માણસાના બહુચર માતાની આરતીમાં નવરાત્રિ ...

થરાદ મુખ્ય નહેર પર કાર-ટ્રેક્ટરનો અકસ્માત

થરાદ, તા.૧૫ થરાદની મુખ્ય નર્મદા નહેર પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પરીવાર પાલનપુરથી ઢીમા દર્શનાર્થે જતો હતો. ઘટનાને પગલે કારને નુક્શાન થયું હતું. જ્યારે કારમાં સવાર ત્રણ પુરૂષ એક બાળકનો આબાદ બચાવ થયો હતો.

પુસ્તકોના પ્રચારના અનોખા ભેખધારી ધોરાજીના મુઠ્ઠી ઉંચેરા માનવી સવજીભાઇ ...

ધોરાજી,તા:૧૪ જીવનમાં વાંચન વિચારોને સંતુલિત રાખે છે અને મને તંદુરસ્ત રાખે છે તેવી નવી પેઢીને શીખ આપી રહ્યાં છે સવજીભાઇ પટોળિયા. ધોરાજીમાં રહેતાં સવજીભાઇ આજે પણ 59 વર્ષની ઉમરે પણ પુસ્તકોના વાંચન , સંગ્રહ અને લોકોને વાંચવાની પ્રેરણા આપવાનો અનેરો શોખ અને માનો કે અભિયાન ચલાવે છે અને એટલે જ પોતાની ઘર ગણો કે નાની ઓરડી તેને જીવનાથ પુસ્તકાલયમાં રૂપાંતરિ...

રાધનપુરના મુસ્લિમ સમાજે બિન ઇસ્લામિક ફિલ્મને રોકવા પ્રાંત અધિકારીને આવ...

રાધનપુર, તા.૧૨ રાધનપુરના મુસ્લિમ સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં જણાવ્યા મુજબ આજથી થોડાક સમય પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી બિન ઇસ્લામિક ફિલ્મ ‘આયેસા ધ મધર ઓફ બેલીયેવર’નું ટ્રેલર પ્રસારિત કરવામાં આવ્યું હતું, આ ફિલ્મ ઉત્તરપ્રદેશના રહેવાસી વસીમ રઝવી દ્વારા બનાવવામાં આવી છે. જેમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદ(સ....

વરસતા વરસાદની વચ્ચે પણ અંબાજી ભણી શ્રધ્ધાળુઓના ઘોડાપૂર

અંબાજી, તા.૧૧ લીલીછમ અરવલ્લીની ગીરીમાળા વચ્ચે બિરાજતાં માઁ અંબાના પાયલાગણ કરવા નીકળી પડેલા હજારો ભક્તો હજુ રસ્તામાં છે. મંગળવારે મેઘરાજા કસોટી કરતા હોય તેમ ધોધમાર વરસ્યા, પણ આતો માઁ અંબાના ભક્તો, રોકાય એ બીજા.માનો રથડો ખેંચતા જાય અને બોલતા જાય બોલ માડી અંબે જય જય અંબે. આગળવાળા બોલે જય અંબે. પાછળવાળા બોલે જય અંબે. ધજાવાળા બોલે જય અંબે. એમ કહી એકબ...

મોડાસામાં મુસ્લિમ બિરાદરોએ મહોરમની ભાવપૂર્વક ઉજવણી કરાઈ

મોડાસા, તા.૧૦ મોડાસા શહેરમાં મંગળવારે તાજીયાનું મોડાસા નગરમાં કસ્બા સમાજના બિરાદરો દ્વારા જુલુસ નીકાળી શહેરના માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું. તાજીયા જુલૂસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. અરવલ્લી જીલ્લા નવ નિયુક્ત કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર અને જીલ્લા પોલીસવડા મયુર પાટીલ તાજીયા જુલુશ નિહાળી તાજીયા કમિટીની મુલાકાત લીધી હતી. મોડાસાના પ્રમુખ સુભાષ શાહ,...