Friday, September 20, 2024

Tag: Sachivalay

દિવાળીના વેકેશન પછી આજથી સચિવાલયમાં ધમધમાટ શરૂ થશે

ગાંધીનગર,તા.03 દિવાળીના લાંબા વેકેશન પછી આવતીકાલ 4થી નવેમ્બરથી સચિવાલયમાં વહીવટી કામગીરીનો ધમધમાટ શરૂ થશે. રાજ્યના મોટાભાગના કર્મચારીઓ રવિવારે રજા પરથી પાછા આવી ગયા છે. આટલા દિવસ સુધી સચિવાલય સૂમસામ ભાસતું હતું. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની તેમજ સચિવાલયના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની પાંખી હાજરી પછી સોમવારે સચિવાલય ભરચક બની રહેશે, જો કે હજી બે દિવ...

ગાંધીનું ગુજરાત: જુના સચિવાલયમાં કલાસ વન અધિકારી વિદેશી દારૂની બોટલો સ...

અમદાવાદ, તા.02 ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો તો સરકારે બનાવી દીધો છે, પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે સૌ કોઈ જાણે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલાસ વન અધિકારી જુના સચિવાલયમાં નોકરીના સ્થળેથી વિદેશી દારૂની બે મોંઘીદાટ બોટલો સાથે ઝડપાતા તેની સેકટર-7 પોલીસે ધરપકડ કરી ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત કરી દીધો હતો. કબ્જે લેવાયેલી બે દારૂની બ...

સચિવાલયમાં પણ દિવાળી ફિક્કી, ગિફ્ટ નહીં માત્ર મીઠાઈને સ્થાન

ગાંધીનગર, તા. 26 ગુજરાતમાં આ વર્ષે દિવાળીના તહેવારો ફિક્કા નજરે પડી રહ્યાં છે. આર્થિક મંદીની અસર કોર્પોરેટ ક્ષેત્રમાં વધુ જોવા મળી રહી છે. સચિવાલયમાં દિવાળીના તહેવારો નિમિત્તે પ્રધાનમંડળના સભ્યો, તેમના અંગત સ્ટાફ અને સચિવોની ચેમ્બરમાં દરવર્ષે દેખાતી દિવાળીની ગિફ્ટનું સ્થાન માત્ર મીઠાઇએ લીધું છે. દિવાળીના મીની વેકેશન પહેલાં સચિવાલયના વિભાગો અન...

સરકારની ગુડબુકમાં આવતા પંકજ કુમાર અથવા મુકેશ પુરી નવા મુખ્યસચિવ બની શક...

ગાંધીનગર, તા. 22 ગુજરાતના મુખ્ય સચિવનો કાર્યકાળ 30મી નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના નવા મુખ્ય સચિવ કોણ બનશે તેની અટકળો હાલમાં સચિવાલયમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે સરકારની ગૂડબૂકમાં હોય એવા વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ એટલે કે અધિક મુખ્ય સચિવ હોય તેમને આ પદ આપવામાં આવે છે. મુખ્ય સચિવને અપાયું હતું છ મહિનાનું એક્સ્ટેન્...

ખાતાકીય તપાસની મંથર ગતિથી ભ્રષ્ટ કર્મચારીઓને સજાને બદલે મજા

ગાંધીનગર, તા.04 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ કે કર્મચારીઓને છાવરવામાં નહીં આવે, તમામને સજા કરવામાં આવશે. રૂપાણીનું આ વાક્ય રૂપાળું છે પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારી અધિકારી કે કર્મચારીને સજા થતી નથી. એક કિસ્સો છેલ્લા 13 વર્ષથી સરકારની ફાઇલોમાં ચાલી રહ્યો છે જેમાં કસૂરવાર બિન્દાસ છે. ભ્રષ્ટાચારન...

સચિવાલયની સરકારી ગાડીઓ દ્વારા જ ટ્રાફિકના નિયમોના લીરેલીરા

અમિત કાઉપર, ગાંધીનગર,તા:૨૭ સામાન્ય માણસ પાસેથી ટ્રાફિકના તમામ નિયમોના ચુસ્તપણે પાલનનો આગ્રહ રાખનારા સરકારી તંત્રના રાજકીય અને વહીવટી પદાધિકારીઓ દ્વારા જ ટ્રાફિકના નિયમભંગનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે નવા ટ્રાફિક નિયમો અમલી બનાવ્યા તે પહેલાં જ ફોર-વ્હીલરના વિન્ડો ગ્લાસ પરથી કાળી ફિલ્મ હટાવવા અંગે આદેશ કર્યો હતો. જો કે સરકારના પ્રહરી...

મોટર વ્હિકલ નિયમો મુજબ ગુજરાત સરકારના ૨.૫ કરોડ વાહનો ગેરકાયદેસર

અમિત કાઉપર ગાંધીનગર,તા.25 વાહન વ્યવહારમાં કાયદાનો ભંગ કરનારને આકરો દંડ કરવામાં આવી રહ્યો છે, પણ સરકાર પોતે જ વર્ષોથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહી છે. ગુજરાત સરકારના ૨.૫ કરોડથી વધુના વાહનો 'ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' એવાં લખાણ સાથે ફરે છે. જે કાયદાની વિરુદ્ધ છે. મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯ મુજબ કોઈ પણ સરકાર આવું લખાણ લખી શકે નહીં. છતાં ગુજરાત સરકાર વર્...

મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી ભાજપના નેતાઓની પ્લાસ્ટિકની ફે...

ગાંધીનગર, તા.13 ગાંધીનગરના સચિવાલયમાં પાંચ રૂપિયાની પાણીની બોટલ બીજી ઓક્ટોબરથી બંધ કરવામાં આવે તેવી સંભાવના છે. આ બોટલો હાલ સચિવો અને મુખ્યપ્રધાન કાર્યાલયમાં ઘૂમ મચાવે છે. સચિવાલયની મુલાકાતે આવતા અરજદારો અને ઉદ્યોગના પ્રતિનિધિઓને પીવા માટે પાણીની બોટલો આપવામાં આવે છે પરંતુ હવે તેના સ્થાને કાચના ગ્લાસમાં પાણી અપાશે. આનાથી પર્યાવરણની જાળવણી તો થશે...

રાજયમાં 16મી સપ્ટેમ્બરથી નવો મોટર વાહન કાયદો અમલી કરવામાં આવશે

ગુજરાતના છે, જે કેન્દ્ર સરકારના નવા મોટર વાહન કાયદા અન્વયે છે. આ નવા કાયદાનો અમલ 16મી સપ્ટેમ્બરથી શરૂ કરાશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિયમો નો અમલ લોકો ને હેરાન કરવા નહિ પરંતુ નાગરિકોની સલામતિ સેફ્ટી માટે છે. ગુજરાતમાં મોટર વાહન એક્ટનો સખ્તાઇથી અમલ કરવા માટે મુખ્યમંત્રીએ સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં મિડીયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ભારત સર...

આઇપીએસની બદલીમાં લાગ્યુ ગ્રહણ: શાહની મંજૂરી બાદ લેવાશે નિર્ણય

ગાંધીનગર, તા.09 ગુજરાત સરકારે રાજ્યના 79 આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલી કર્યા પછી પોલીસ વિભાગની બદલીઓ અટકી પડી છે. આ બદલીઓ સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં થવાની હતી પરંતુ ગ્રહણ લાગ્યું છે. શાહની મંજુરી જરુરી સચિવાલયના સૂત્રો કહે છે કે પોલીસની બદલીઓ કરતાં પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરવાનગી જરૂરી છે. સરકાર જે આઇપીએસની બદલી કરવાની છ...

દિલ્હી દરબારની મંજૂરી વગર રૂપાણી પાણી પણ પિતાં નથી

ગાંધીનગર, તા. 30 ગુજરાત હવે ખંડિયું રાજ્ય બની ગયું છે. રૂપાણી સરકાર જે નિર્ણય લે છે તે દિલ્હીના ઈશારે લઈ રહી છે. પહેલાં કોંગ્રેસમાં જે રીતે રાજ ચાલતું હતું તે હવે ભાજપમાં પણ શરૂ થયું છે. દિલ્હીથી જે યોજના બને છે તેનો અમલ ગુજરાતમાં રૂપાણી કરે છે. કેન્દ્ર આધારિત યોજનાઓનો અમલ વધારે હોય છે. ગુજરાત સરકારની પોતાની આગવી વિચારધારા પ્રમાણેની યોજના અમલી બ...

ગુજરાત રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી, સુરત-રાજકોટના મ્યુનિસિપલ કમિશ...

અમદાવાદ , તા:૩૦ સરકારે આજે એક સાથે ૭૯ સનદી અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં ચૂંટણી  પંચના કમિશનર તરીકે સંજય પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મ્યુંનીસિપલ કમિશનર અને કલેકટર બનેની બદલી કરવામાં આવી છે. જ્યારે સુરતના મ્યુનીસીપલ કમિશનર ની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશનર રાકેશ શંકર ની પ...

નવેમ્બર પછી રાજ્યના મુખ્ય સચિવ તરીકે સંગીતા સિંઘ અથવા પંકજ કુમારની સંભ...

ગાંધીનગર, તા. 21 ગુજરાતના વહીવટી તંત્રમાં સામૂહિક બદલીઓ થવાની સંભાવના છે. બદલીઓના આ ઓર્ડર આ સપ્તાહના અંત સુધીમાં કે ઓગષ્ટના અંત સુધીમાં થવાની શક્યતા છે. જે ઓફિસરોની બદલી થવાની છે તેમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનરો, બોર્ડ-કોર્પોરેશનના એમડી, સચિવાલયના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સચિવાલયના સૂત્ર...