Tag: Social Issues
દરેક ખેડૂતોએ ખાસ જાણવા જેવો કાયદો – ‘મામલતદાર કોર્ટ એક્ટ’
                    ઘણી વખત કોઈ બાબતે શેઢા પાડોશીઑ વચ્ચે ઝઘડો થવાને કારણે એક ખેડૂત દ્વારા બીજા ખેડૂતને તેના ખેતરે જવાના રસ્તામાં કૃત્રિમ આડશ ઊભી કરી દેવામાં આવે છે. અથવા ખેતરાઉ રસ્તામાં ખાડા ખોદી નાંખવામાં આવે છે. ઘણી વખત રસ્તા આડે બાવળીયાનો ઢગલો કરીને પણ રસ્તો બંધ કરવામાં આવે છે. અથવા અવરોધ ઊભો કરીને વરસાદી પાણીનો નિકાલ અટકાવવામાં આવતો હોય છે... આવા સમયે જેનો રસ્તો બ...                
            સરકારી ‘અમલદાર’, કેમ આટલો બધો ‘માલદાર’?
                    ચાલુ અઠવાડિયામાં જ દરેકને વિચારતા કરી મૂકે એવા એક સનસનીખેજ સમાચાર જાણવા મળ્યા. પાટણના ધારાસભ્યએ એક કર્મચારી પર આક્ષેપ કરતાં નિવેદન કર્યું કે, “ગાંધીનગરનો એક નાયબ મામલતદાર બે હજાર કરોડની સંપતિનો માલિક છે અને સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને અધધધ કાળું નાણું એકઠું કર્યું છે. બિનખેડૂત હોવા છ્ત્તા ભ્રષ્ટાચાર કરીને પોતાની ધર્મપત્નીના નામે કરોડો રૂપિયાની જ...                
            સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૨)
                    ભાગ ૧ - સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૧)
ગેસ સિલિન્ડરમાં ભરવામાં આવતો મિથેન વાયુ સુગંધવિહીન હોય છે. આથી જો રાંધણ ગેસ લીકેજ થાય તો આપણને સુગંધ આવે નહીં અને ખબર પડે નહીં. જો આવું થાય તો અકસ્માતનું પ્રમાણ વધી જાય. આવું ન થાય અને ગેસ લીકેજની તરત જ જાણ થઈ જાય તે માટે ઇથાઈલ મરકેપ્ટન નામનો એક તીવ્ર વાસવાળો વાયુ પણ મિથેન સાથે ગેસ સિલિન્ડ...                
            સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૧)
                    હમણાં જ હજુ ચાર દિવસ પહેલાની આ સત્યઘટના છે. એક ત્રણ માળના એપાર્ટમેન્ટમાં બીજામાળે ત્રણ રસોઈયાઓ રહેતા હતા. તેઓ જે રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતા તેના શેઠે પોતાના એક સબંધીના આ ફ્લેટમાં રસોઈયાઓને રહેવા માટે વ્યવસ્થા કરી આપેલ. આ રેસ્ટોરન્ટની ફ્રેંચાઇઝી અન્ય શહેરમાં આપેલ હોય ત્યાં મોકલવા માટે બે નવા રસોઈયાઓ છેલ્લા દશ દિવસથી તાલીમમાં આવેલ હોય તેમને પણ આ ફ્લ...                
            …..રમન્તે તત્ર દેવતા:
                    પહેલા વાંચો: યત્ર નાર્યસ્તુ પૂજયન્તે....
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે ભારતમાં દર 15 મિનિટે એક બળાત્કાર નોંધાય છે. હવે આ તો સરકારી આંકડાઓ છે. વિચારો કે ખરેખર પરિસ્થિતી કેટલી ગંભીર હશે ! દર વર્ષે નોંધાતા બનાવો પૈકી 27.8% કિસ્સાઓમાં 18 વર્ષથી નાની યુવતીઓ ભોગ બનતી હોય છે. આવા અઢળક કિસ્સાઓ તો હજુ નોંધાતા પણ નથી. દુ:ખની વાત તો એ છે કે આવા...                
            યત્ર નાર્યસ્તુ પૂજયન્તે….
                    વર્ષો પહેલા 19 ની સદીમાં દીકરી જન્મે એટ્લે તેને દૂધ પીતી કરવાનો કુરિવાજ પ્રચલિત હતો. મોટે ભાગે દીકરાની ઇચ્છા રાખવાવાળા આ પુરુષપ્રધાન સમાજમાં દીકરી જન્મે તો એક મોટા તપેલામાં દૂધ ભરીને નવજાત બાળકીને તેમાં ડૂબાડીને મારી નાંખવાનું ક્રૂર કૃત્ય કરતાં હતા. એ સમયે રાજા રામમોહનરાય નામના મહાન વ્યક્તિએ આ પ્રથા સામે બંડ પોકારેલો. તેમણે તે સમયે સતીપ્રથા, બાળલગ્...                
            ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-2)
                    પહેલા વાંચો ભાગ-1: ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)
એક બાજુ જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા એવી ગુલબાંગો ફૂંકવામાં આવે છે કે અમે કોરોનાને માત આપી દઇશું. એક બાજુ તંત્ર આપની સલામતી માટે સતત ચિંતિત હોવાનો ડોળ કરી રહ્યું છે જેના ભાગરૂપે લગ્નમાં 50 થી વધુ માણસો બોલાવવાના નહીં, માસ્ક પહેરો નહીં તો 1000 રૂપિયાનો દંડ, ધાર્મિક સ્થળો બંધ, વર્ષોથી ...                
            ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)
                    સમગ્ર વિશ્વમાં અત્યારે જેનો કહેર ચાલી રહ્યો છે એવા કોરોના વાયરસ વિષે હજુસુધી દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સંશોધનકારો પણ જ્યારે સંપૂર્ણપણે માહિતગાર નથી ત્યારે આપણા શહેર અને ગામમાં શેરીએ શેરીએ કેટલાય બુદ્ધિજીવીઓ પોતે કોરોનામાં પીએચ.ડી. થયા હોય એવી વાતો કરતાં નજરે પડી રહ્યા છે. જ્ઞાની માણસ અને અજ્ઞાની માણસ આ બંને સારા પરંતુ અધૂરા જ્ઞાની માણસ ક્...                
            સમરથ કો નહીં દોષ ગુંસાઈ
                    ડો. ચિંતન વૈષ્ણવ  “સત્તા આગળ શાણપણ નકામું…” એવી એક કહેવત બહુ પ્રચલિત છે. અર્થાત આપણે એવું કહી શકીએ કે, જેની પાસે સત્તા છે એમને સલાહ આપવાની હિંમત કરાય નહીં, કે એમને નિયમો સમજાવવા જવાય નહીં. જો આપણા દેશમાં લોકશાહી શાસનપ્રણાલી અમલમાં છે, તો પછી આ કહેવત મુજબ વર્તવું એ લોકશાહીનો ભંગ કહેવાય.                
            
 ગુજરાતી
 English
		