Friday, December 27, 2024

Tag: Technology

MSMEને સશક્તિકરણ આપવા માટે ટેકનોલોજી પ્લેટફોર્મ ‘CHAMPIONS’...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે ટેકનોલોજી પ્લેટફોર્મ ચેમ્પિયન્સનો પ્રારંભ કરાવ્યો. તેનું સંપૂર્ણ નામ છે C-ક્રિયેશન અને H-હાર્મોનિયસ A-એપ્લીકેશન ઓફ M-મોર્ડન P-પ્રોસેસ ફોર I-ઇન્ક્રીઝીંગ ધી O-આઉટપુટ એન્ડ N-નેશનલ S- સ્ટ્રેન્થ. આ પોર્ટલ તેના નામ અનુસાર જ નાના એકમોને તેમની ફરિયાદોનું નિવારણ કરીને, તેમને પ્રોત્સાહિત કરીને, સહાયતા કરીને, મદદ કરીને અને ...

ગુજરાતમાં 5 લાખ લોકો પર એક ડ્રોન નજર રાખીને જાસૂસી કરે છે

ગાંધીનગર, 5 એપ્રિલ 2020 રાજ્યમાં 114 ડ્રોન મારફતે ગુજરાતના 6.50 કરોડ લોકો અને વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે . 5,70,175 લોકો પર એક ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદમાં થોડા લોકો પકડાયા છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 24 કલાકમાં 1213 અને હોમ કવોરન્ટાઈન ભંગના 415 તથા અન્ય 201 ગુનાઓ મળી કુલ 1865 ગુનાઓ 04 એપ્રિલ 2...

5G ને આવતા છ વર્ષ થશે !!!

ગુજરાતમાં 4-જીના સમયમાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરોને હાલ 2-જી અને 3-જીની સ્પીડ મળે છે ત્યારે 5-જીના શરૂ થયેલા સપનાં હજી અધુરાં રહેશે તેમ લાગી રહ્યું છે. દેશમાં 5-જીનો કારોબાર ટેલીકોમ કંપનીઓને મોંઘો પડી રહ્યો છે તેથી ગુજરાતમાં 5-જી સ્પીડ આવતાં હજી છ વર્ષ જેટલો સમય લાગી શકે છે. રાજ્યમાં મેટ્રોને 16 વર્ષ થયાં છે, જ્યારે 5-જીને હજી છ વર્ષનો સમય લાગશે. ...

માણસ બન્યો મોબાઈલ !!!

ગુજરાતમાં વસતી કરતાં મોબાઇલ ફોન વાપરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. હાલની સ્થિતિએ રાજ્યની વસતી 6.40 કરોડ હોવાનું અનુમાન છે પરંતુ મોબાઇલ ગ્રાહકોની સંખ્યા 6.87 કરોડ થઇ છે. એટલે કે રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં મોબાઇલ વાપરનારો વર્ગ છે. એવું પણ બની શકે છે કે કેટલાક લોકો પાસે એક કરતાં વધુ કનેક્શન હોઇ શકે છે. જૂની મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓનું ...

ભારત ૪-જીમાં ફાંફે ચઢ્યુ છે ત્યારે ચીને ૫-જી તરફ છલાંગ લગાવી દીધી

ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓએ ત્યાંના ૫૦ શહેરોમાં 5G નેટવર્ક નીશરૂઆત કરી દીધી છે. ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓ અનુક્રમે ચાઈના સેલ્યુલર, ચાઈનાટેલિકોમ, ચાઈનાયુનિકોમ કંપનીઓએત્યાંના મુખ્ય શહેરો બીજીંગ તેમજ શંઘાઈ સહિતના ૫૦ શહેરોમાં ૫ G નેટવર્ક ની શરૂઆત કરી દીધી છે. આ 5G ઈન્ટરનેટ પ્લાનના ૧ મહિનાદીઠ ૧૨૮ યુઆન એટલેકે ૧,૨૯૦ રૂપિયા ચૂકવવાનાઆવે છે...

પાંચ જ મીનીટમાં બિત્કોઇન ૫૦૦ ડોલર તુટ્યો

મુંબઈ તા. ૨૫ બિત્કોઇન ગુરુવારે પાંચ જ મીનીટમાં ૫૦૦ ડોલર તુટ્યો. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ લિબ્રા ક્રીપ્ટો કોઈનને તરતો મુકવા માટેની, અમેરિકન સંસદમાં કેફિયત (ટેસ્ટીમની) આપવા ઉભા થયા તે પહેલાની મીનીટોમાજ આ ઘટના બની. લિબ્રા ક્રીપ્ટોકરન્સી બાબતે ફેસબુકનાં અક્કડ વલણે, બિત્કોઇનનાં સેન્ટીમેન્ટ પર પ્રભાવ પાડ્યો હતો. બિત્કોઇન જેવી ક્રીપ્ટોકરન્સીએ અમેરિ...

ઘેટી ગામના આરોગ્ય કેન્દ્રમાં રાજ્યનું પ્રથમ હેલ્થ એટીએમ કાર્યરત

પાલિતાણા,તા.22   પાલિતાણા તાલુકાના ઘેટી ગામે રાજ્યનું સૌ પ્રથમ હેલ્થ એટીએમ મુકવામાં આવ્યું છે. આ હેલ્થ એટીએમ થકી કોઈ પણ વ્યક્તિ ૨૦ મિનિટમાં ૪૧ રોગની તપાસ કરાવી શકશે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ હેલ્થ એટીએમને તાજેતરમાં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે. આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીના સંયોજનથી લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે હેલ્થ એટીએમની સેવા શર...

2030 સુધીમાં ગુજરાત અને રાજસ્થાનમાં હવામાન પલટાશે

ગાંધીનગર, તા.૨૬ પશ્ચિમી ભારત તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની જમીનમાં ગરમીનું અને વરસાદનું પ્રમાણ વધી શકે છે. 2030 સુધીમાં આ બન્ને રાજ્યોમાં ગરીમીના પ્રમાણમાં બે થી ત્રણ ટકાનો વધારો થાય તેવી સંભાવના છે. એ ઉપરાંત જ્યાં રણ છે અને વરસાદ ઓછો છે ત્યાં ભવિષ્યમાં તોફાની વરસાદ થઇ શકે છે. સસ્ટેનેબલ ટેકનોલોજી કેન્દ્ર બેગ્લોરના એક વૈજ્ઞાનિક એન.એ...