ગુજરાતમાં 4-જીના સમયમાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરોને હાલ 2-જી અને 3-જીની સ્પીડ મળે છે ત્યારે 5-જીના શરૂ થયેલા સપનાં હજી અધુરાં રહેશે તેમ લાગી રહ્યું છે. દેશમાં 5-જીનો કારોબાર ટેલીકોમ કંપનીઓને મોંઘો પડી રહ્યો છે તેથી ગુજરાતમાં 5-જી સ્પીડ આવતાં હજી છ વર્ષ જેટલો સમય લાગી શકે છે. રાજ્યમાં મેટ્રોને 16 વર્ષ થયાં છે, જ્યારે 5-જીને હજી છ વર્ષનો સમય લાગશે.
ઉંચા ભાવ, અપૂરતા સ્પેકટ્રમ અને નવી બ્રાન્ડસ ઉપલબ્ધ નહી હોવાથી 5-જીની સવારી મોડી
ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ બનાવવાનું સપનું 2003માં જોવામાં આવ્યું હતું પરંતુ હકીકતમાં મેટ્રોરેલનું બાંધકામ 2016માં શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં 16 વર્ષનો વિલંબ થયો છે. 2004માં જ્યારે ભારત સરકારે ગુજરાત ની તત્કાલિન નરેન્દ્ર મોદીની સરકારને જયપુરની જેમ મેટ્રોરેલ પ્રોજેક્ટ શરૂ કરવા ભલામણ કરી હતી પરંતુ મોદીએ મેટ્રોની જગ્યાએ બીઆરટીએસ પસંદ કરતાં મેટ્રોરેલના ખર્ચમાં ચાર ગણો વધારો થઇ ગયો છે. બીઆરટીએસ ફેઇલ થતાં મોદીએ મેટ્રોરેલનો પ્રોજેક્ટ સ્વિકાર્યો હતો. એવું જ 5-જી નેટવર્કમાં થઇ રહ્યું છે. બે વર્ષ પહેલાં 5-જી નેટવર્ક શરૂ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે તેમાં ત્રણ વર્ષ થશે. ટેલીકોમ વિભાગના સૂત્રો કહે છે કે ઉંચા ભાવ, અપૂરતાં સ્પેક્ટ્રમ અને નવી બ્રાન્ડ્સ ઉપલબ્ધ નહીં થવાથી 5-જીની સવારી દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં મોડી આવશે. હાલ દેશમાં રિલાયન્સ જીયો સિવાયની બઘી ટેલીકોમ સર્વિસનો વહીવટ ખાડે ગયો છે અને દેવાંના ડુંગર નીચે દબાયેલી છે.

ભાવ બાદ કવોન્ચટિટીનો મુદ્દો પણ સપાટી પર આવ્યો
ભારતીય મોબાઇલ ફોન કંપનીઓ 5-જી નેટવર્ક ઊભું કરવાની યોજના ઓછામાં ઓછાં પાંચ વર્ષ પાછળ ઠેલે તેવી શક્યતા છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા ના ડિરેક્ટર જનરલ રાજન મેથ્યુસે જણાવ્યું હતું કે, “અમે 5-જી નેટવર્કને ઓછામાં ઓછાં પાંચ વર્ષ પાછળ ઠેલીશું. જોકે, આ ઓપરેટરનો દૃષ્ટિકોણ છે.” મેથ્યુસે જણાવ્યું હતું કે, “અગાઉ ભાવની સમસ્યા હતી. હવે ક્વોન્ટિટીનો મુદ્દો પણ સપાટી પર આવ્યો છે. તેને લીધે 5-જી સર્વિસના કોમર્શિયલ લોન્ચિંગમાં વિલંબ થશે.” સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ખાનગી ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઇડિયા તેમજ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ્સ બનાવતી કંપનીઓ હુઆવી,એરિક્સન, સિસ્કો અને સિએનાનું પ્રતિનિધિત્વ કરે છે. ઉદ્યોગ માટે સૌથી પહેલાં ભાવની સમસ્યા ઊભી થઈ હતી. મોટા ભાગના ઓપરેટર્સના મતે એક મેગાહર્ટ્ઝ માટે 492 કરોડનો આંકડો પોસાય તેમ નથી.
ભારતમાં 5-જી સબસ્ક્રિપ્શન માત્ર 2022માં જ ઉપલબ્ધ, 2025 સુધીમાં 5-જીનો હિસ્સો 11 ટકા
સ્વિડનની ટેલિકોમ ઇન્ફ્રા કંપની એરિક્સને જણાવ્યું હતું કે, ભારતમાં 5-જી સબસ્ક્રિપ્શન્સ માત્ર 2022માં જ ઉપલબ્ધ બનશે. અગાઉ દેશમાં 5-જી સર્વિસની પ્રારંભિક કોમર્શિયલ સેવા 2020માં ઉપલબ્ધ રહેવાનો અંદાજ હતો. ભારતના એકંદર મોબાઇલ સબસ્ક્રિપ્શન્સમાં 2025 સુધીમાં 5-જીનો હિસ્સો લગભગ 11 ટકા હશે.
ભારતના ટેલીકોમ વિભાગે 5-જી માટે 3,300-3,600 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ નિર્ધારિત કર્યું છે. તેણે રેડિયોવેવ્સ 20 મેગાહર્ટ્ઝ ના બ્લોકમાં ફાળવવાની ભલામણ કરી હતી. એટલે 100 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમ માટે ઓપરેટરે ઓછામાં ઓછા 50,000 કરોડ ચૂકવવા પડશે. ટેલિકોમ ઉદ્યોગ અત્યારે કુલ 7.5 લાખ કરોડનું ઋણ ધરાવે છે. તીવ્ર સ્પર્ધાને કારણે કંપનીઓના માર્જિન દબાણમાં છે. ઉપરાંત, એરટેલ અને વોડાફોન આઇડિયાએ સુપ્રીમ કોર્ટના આદેશથી એજીઆર પેટે ત્રણ મહિનામાં 89,000 કરોડ ચૂકવવા પડશે. ટેલિકોમ વિભાગે અગાઉ 300 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. અન્ય લોકોએ પણ આ સ્પેક્ટ્રમની માંગણી કરી હતી. અંતરિક્ષ વિભાગ માટે 25 મેગાહર્ટ્ઝ અને સંરક્ષણ ક્ષેત્ર માટે 100 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ સાથે કુલ 125 મેગાહર્ટ્ઝની ફાળવણી થઈ ચૂકી છે.
સરકારે સ્પેકટ્રમની હરાજીનો સંકેત પણ આપ્યો હતો
સરકારે અગાઉ જણાવ્યું હતું કે, ભારતમાં 2020 પૂરું થતાં સુધીમાં 5-જીનું પ્રારંભિક લોન્ચ થશે. સરકારે માર્ચ 2020 સુધીના સમગ્ર નાણાકીય વર્ષમાં સ્પેક્ટ્રમની હરાજી કરવાનો સંકેત આપ્યો હતો પરંતુ તે શક્ય બની શકે તેમ નથી. ગુજરાતમાં મેટ્રોરેલનો પ્રોજેક્ટ જેમ વિલંબમાં પડી રહ્યો છે તેવી જ રીતે 5-જી નેટવર્કની પ્રક્રિયા પણ વિલંબમાં ચાલી રહી છે.

English





You must be logged in to post a comment.