પૂનાની માયલેબ ડીસ્કવરી સોલ્યુશન્સને શોધેલી કોરોના ડાયગ્નોસ્ટીક કીટ્સનું ઉત્પાદન કરાશે

ફ્લુ જેવા લક્ષણો ધરાવતા સેમ્પલમાંથી રિયલ-ટાઈમ પીસીઆર આધારિત મોલેક્યુલર ડાયગ્નોસ્ટીક કીટ તૈયાર કરવામાં આવશે, જે કોરોના વાયરસનું સ્ક્રીનીંગ અને નિદાન કરશે

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કામ કરતી વૈધાનિક સંસ્થા ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડે પૂનાની માયલેબ ડીસ્કવરી સોલ્યુશન્સને તેમણે વિકસાવેલા કોરોના વાયરસ ડાયગ્નોસ્ટીક કીટ્સનું ઉત્પાદન વધારવા માટે મંજૂરી આપી છે. કંપનીએ કોરોના વાયરસ સામેની લડત માટે ટેકનોલોજીકલ દ્રષ્ટિએ ઈનોવેટીવ સોલ્યુશન્સ માટેના આમંત્રણના પ્રતિભાવમાં આ અરજી કરી હતી.

માયલેબ ડીસ્કવરી સોલ્યુશન્સ કે જેણે દર્દીઓમાં ફ્લુ જેવા લક્ષણો જોવા મળતાં હોય તેમના સેમ્પલ્સમાંથી કોરોના વાયરસ સ્ક્રીન કરીને નિદાન કરવા માટેનાં પીસીઆર આધારિત મોલેક્યુલર ડાયગ્નોસ્ટીક કીટસ વિકસાવનાર પ્રથમ સ્થાનિક કંપની બની છે. ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી પોતાના એકમમાં હાલમાં મેન્યુઅલ પ્રોસેસથી કીટ્સ તૈયાર થઈ રહી છે તેને બદલે ઓટોમેશન કરીને હાલના દૈનિક 30,000 ટેસ્ટ કીટસમાંથી ઉત્પાદન વધારીને દૈનિક 1 લાખ કીટ્સ તૈયાર કરવાનું કંપનીનું આયોજન છે. કંપની ઓટોમેશનની પ્રક્રિયા આગામી થોડાક મહિનાઓમાં પૂર્ણ કરશે તેવી અપેક્ષા છે. આ કીટને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓથોરિટીની મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રીય ઈમર્જન્સીને ધ્યાનમાં લઈને આ કીટને ખૂબ જ ટૂંકા ગાળામાં ઉપયોગમાં લેવામાં આવશે.

ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડે તા.20 માર્ચ, 2020ના રોજ ભારતીય કંપનીઓ અને એકમો પાસેથી રાષ્ટ્રની સર્વેલન્સ, ઈન્ફેક્શન પ્રિવેન્શન, નિયંત્રણ, લેબોરેટરી સપોર્ટ અને ખાસ કરીને કોરોના વાયરસના ફેલાવાના કારણે ગંભીર રીતે બિમાર દર્દીના આઈસોલેશન અને વેન્ટીલેટર મેનેજમેન્ટ માટે અરજીઓ મંગાવી હતી. ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડના આ આદેશમાં પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓને સ્વદેશી ટેકનોલોજીના વ્યાપારીકરણ માટે નાણાંકિય સહાય પૂરી પાડવાનો ઈરાદો વ્યક્ત કરાયો હતો. માયલેબનો સમાવેશ આમંત્રણનો પ્રત્યુત્તર આપનાર કંપનીઓમાં થાય છે.

આ અનુરોધનો ઉદ્દેશ દેશની સર્વેલન્સ, ઈન્ફેક્શન પ્રિવેન્શન/ નિયંત્રણ, લેબોરેટરી સપોર્ટ અને ખાસ કરીને ગંભીર બિમારી ધરાવતા દર્દીમાં કોરોના વાયરસના પ્રસારને નિયંત્રિત કરવા માટે આઈસોલેસન અને વેન્ટીલેટર મેનેજમેન્ટ માટે સજ્જતા ઉભી કરવાનો હતો. મહત્વની તાકીદની જરૂરિયાત ટેસ્ટીંગ, આઈસોલેશન અને સંપર્કનું ટ્રેસીંગ વધારવાનો પણ હતો, કે જેથી રોગના પ્રસારની સાંકળ તોડી શકાય. ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડે તેને મળેલી દરખાસ્તોના પ્રથમ સેટની સમીક્ષા કરીને આ કેટેગરીની દરખાસ્તોને અગ્રતાના ધોરણે હાથ ધરી હતી અને સરકારમાંના તથા આઈઆઈટી, આઈઆઈએસસી, એઈમ્સ, આઈસીએમઆર અને ડીબીટી જેવી શૈક્ષણિક સંસ્થાઓના નિષ્ણાંતોની આકરી મૂલ્યાંકન પ્રક્રિયા પાર કરવાની હતી.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ તથા ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન પ્રોફેસર આશુતોષ શર્મા જણાવે છે કે “વાયરસના આ સમયમાં કરેલા કામથી અમને હેતુની અભૂતપૂર્વ તિવ્રતા શિખવા મળી છે અને અમે ઝડપ, કાર્યક્ષમતા અને ગુણવત્તા સાથે કામગીરી કરી શક્યા છીએ, જે કોરોના વાયરસ પછીના સામાન્ય સમયમાં એક નવી સામાન્ય સ્થિતિ ગણાય છે. યુવા પ્રોફેશનલ્સની ઉર્જા અને નિપુણતા ધરાવતી ટીમ હંમેશા કામગીરીમાં સફળ રહી છે.”