શહેરોના કુટુંબો વર્ષે સરેરાશ રૂ. 1 લાખનો વેરો ચૂકવશે The budget for 18 cities in Gujarat is ₹60,000 crore गुजरात के 18 शहरों का बजट 60 हज़ार करोड़ रुपये
દિલીપ પટેલ
અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2026
ગુજરાતની 17 મહાનગરપાલિકાનું 2026-27નું એક વર્ષનું ખર્ચ રૂ. 60 હજાર કરોડ થશે. જૂની 8 મહાનગરપાલિકાનું અંદાજપત્ર રૂ.49 હજાર કરોડ અને નવી 9 મહાનગરપાલિકામાં રૂ. 10 હજાર કરોડનું અંદાજપત્ર રહેશે.
17 મહાનગરોમાં અઢી કરોડ લોકો રહે છે. દરેક શહેરી લોકો પાસેથી વર્ષે રૂ.24થી 25 હજાર એટલે કે દરેક વ્યક્તિ પાસેથી મહિને રૂ.2 હજાર લેવામાં આવશે. 5 સભ્યોનું એક કુટુંબ ગણવામાં આવે તો વર્ષે રૂ. 1 લાખથી સવા લાખ શહેરની સરકારને વેરા, ફી, દર પેટે ચૂકવશે. આ ખર્ચ ગ્રામ્ય વિસ્તાર કરતાં અનેક ગણું વધારે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27 માટેનું બજેટ રૂ. 18,518 કરોડનું છે.
સુરત મહાનગર પાલિકાનું બજેટ 10593 કરોડ છે. આગામી ગણતરીના મહિનામાં સુરત પાલિકાની ચૂંટણી છે તેની ઈફેક્ટ સીધી બજેટ પર જોવા મળી રહી છે. કર વધારો નથી. ટુરિઝમ સીટી બનાવવા માટે શન ટુરીઝમ, ઈન્ડસ્ટ્રી ટુરિઝમ અને ટ્રેડ-એડવેન્ચર ટુરિઝમ બનાવાશે.
વડોદરા મનપાનું વર્ષ 2026-27નું બજેટ 7672.21 કરોડ
રાજકોટ મહાનગરપાલિકાનું રુ. 3604.90 કરોડનું બજેટ છે. વધારાના કરબોજ નથી. મિલકત વેરા અને પાણી વેરાના ચડત વ્યાજમાં રુ. 5,000 સુધીની માફી આપી છે.
ગાંધીનગર કોર્પોરેશનનું બજેટ 1918.35 કરોડ રૂપિયા છે. એઆઈ ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવ્યો છે. આઈટી પ્રોજેક્ટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. થઈ ગયું છે. જેને હવે આગામી ગુરુવારે મળનારી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાનું રૂ. 1860 કરોડના બજેટમાં 9 કરોડ રૂપિયાના કર વધારાનું સૂચન કરાયું છે
જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનર તેજસ પરમાર (IAS) દ્વારા રૂ. 1,501 કરોડનું માતબર બજેટ રજૂ કર્યું આગામી વર્ષ 2026-27 નું બજેટ કમિશનર તરફથી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવ્યું
ભાવનગર મહાનગર પાલિકાનું બજેટ રૂ. 2 હજાર કરોડની આસપાસ રહેશે.
જૂનાગઢ મનપાનું 1491.73 કરોડનું બજેટ મંજૂર. રૂા.6 કરોડનો કરબોજ.
જાન્યુઆરી 2025થી બીજી 9 મ્યુનિસિપલ કોર્પોરેશન મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને દરજ્જો અપાયો છે.
નવસારી મનપાનું રૂ. 1100 કરોડ નક્કી કરાશે.
9 મહાનરગરના બજેટ જાહેર થયા નથી. દરેકના સરેરાશ રૂ. 1 હજાર કરોડ ગણવામાં આવે તો તે 10 હજાર કરોડ આસપાસ રહેશે.
2021માં શહેરોની વસતીનો અંદાજ
શરેરોનો વિસ્તાર અને વસતી
શહેર ચો.કિ. વસતી લાખમાં 2021
અમદાવાદ – 530 – 82,53,000
સુરત – 461.6 – 74,90,000
વડોદરા – 220.33 – 22,33,000
રાજકોટ – 170 – 19,34,000
ભાવનગર – 108.27 – 7,71,000
જામનગર – 125.67 – 6,23,000
જૂનાગઢ – 160 – 4,15,000
ગાંધીનગર – 326 – 4,10,000
આણંદ – 47.89 – 3,74,000
નવસારી – 43.71 – 3,67,000
સુરેન્દ્રનગર – 58.6 – 3,29,000
મોરબી – 46.58 – 3,27,000
ગાંધીધામ – 63.49 – 3,22,000
નડિયાદ – 78.55 – 2,92,000
ભરૂચ – 43.8 – 2,90,000
પાટણ – 43.89 – 2,83,000
પોરબંદર – 38.43 – 2,82,000
મહેસાણા – 31.08 – 2,47,000
ભુજ – 56 – 2,44,000
વેરાવળ – 39.95 – 2,41,000
વાપી – 22.44 – 2,23,000
વલસાડ – 24.1 – 2,21,000
ગોધરા – 20.16 – 2,11,000
પાલનપુર – 39.5 – 1,82,000
હિંમતનગર – 21.01 – 1,81,000
કલોલ – 25.42 – 1,74,000
બોટાદ – 10.36 – 1,69,000
અમરેલી – 65 – 1,53,000
ગોંડલ – 74.48 – 1,45,000
જેતપુર – 23.27 – 1,53,000
ડીસા – 20.08 – 1,11,160
કૂલ – 3,037 – 2,76,50,000
મહાનગરો બનાવવાનું ભાજપનું રાજકારણ, મહાનગરો જાહેર કરવાનો ઇતિહાસ
ગ્રામ્ય નહીં, શહેરી ગુજરાતઃ 15 મહાનગરોનું અંદાજપત્ર રૂ.50 હજાર કરોડ
ગુજરાતી
English





