મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિકાસના કામો પ્રજા સુધી લઈ જવા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાઢી છે
તેમણે જે મુદ્દા ભાષણમાં લીધા છે તેની સામે વિસ્તવિકતા શું છે તે પણ જોવા જંવું છે.
મુખ્ય પ્રધાન – 20 વર્ષની વંદે ગુજરાત વિકાસ યાત્રા – વાસ્તવિકતા – તો અગાઉના 8 વર્ષની 3 સરકારો ભાજપની ન હતી. રૂપાણીએ 2021માં વંદે ગુજરાત યાત્રા કાઢી હતી. અને ભાજપે તેમને કાઢી મૂક્યા. હવે પ્રજા ભાજપને કીઢી મૂકશે. ત્યારે 80 રથ હતા. કામો કર્યા હોય તો પછી યાત્રા કાઢવાની જરૂર જ ન પડે.
20 વર્ષનો વિકાસ અને 20 વર્ષનો વિશ્વાસ – 2012માં વચન આપ્યું હતું કે, દરેકને ઘર આપશે. ગરીબોને રહેવા 50 લાખ મકાનો 2012થી બનાવવાના હતા. ગરીબને મફત મકાન નથી મળતા.
અમદાવાદથી રાજ્ય વ્યાપી શુભારંભ – આદિવાસી વિસ્તાર પછાત છે ત્યાંથી યાત્રા કેમ નહીં
5થી 19 જુલાઇ સુધી યાત્રા ફરશે – કૃષિ રથ યાત્રા ચોમાસા પહેલા કેમ ન નિકળી.
82 વિકાસ રથ ફરશે – એક રથ પાછળ 40 લાખનું ખર્ચ છે, 33 કરોડ પ્રજાના વેડફાયા
2500 કાર્યક્રમો યોજાશે – 50 લાખ માણસો જોડાશે, સમય બરબાદ થશે.
8 મહાનગરપાલિકાઓ તથા 33 જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય સ્તરે રથ ફરશે – પ્રજાના કામો ખોરંભે, 2.50 લાખ કર્મચારીઓ અધિકારીઓનો કરોડોનો પગાર ખોટો વેડફાશે.
લોકોએ મુકેલો વિશ્વાસ વિકાસ સ્વરૂપે જનતા જનાર્દનને આપણે પરત આપ્યો –
‘કહ્યું એ કર્યું’ – ઘણું કહ્યું પણ ઓછું કર્યું , હાલની સરકારનો રિમોટ ચૂંટાયેલા ધારાસબ્યો પાસે નથી પણ, કંટ્રોલ દિલ્હી અને સીઆર પાટીલ પાસે છે.
વિકાસની રાજનીતિ – 2011-12થી વર્ષ 2020-21 સુધીના 10 વર્ષમાં ખેતીવાડી, જંગલકામ, મત્સ્યોદ્યોગ, ખાણ, ખોદકામમાં ઘરગથ્થુ ઉત્પાદનમાં 5%નો ઘટાડો થયો છે.સરકાર અને ભાજપ સામે બોલનારને ખતમ કરવાની રાજનીતિ છે.
જનહિત કામો કર્યા – 20 વર્ષમાં 40 લાખ કરોડ વેરા પ્રજાએ સરકારને આપ્યા છે. તો પછી, માથાદીઠ રૂ. 65 હજારનું દેવું કેમ છે. પાંચ વર્ષમાં રૂ. 1,11,133 કરોડની રકમ રાજ્ય સરકારે વ્યાજની ચૂકવણી પાછળ ખર્ચ્યા છે. સામે રૂ. 2,09,861 કરોડનું નવું દેવું લીધું છે.
લોકકલ્યાણ યોજનાઓ – 20 વર્ષમાં એક માણસ દીઠ 7 લાખનો ખર્ચ કર્યો, કુટુંબ દીઠ 35 લાખનો ખર્ચ 20 વર્ષમાં કર્યો. ક્યાં છે કામો.
સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થઈ – રીવરફ્રંટમાં નર્મદાનું ગેરદાયકે પાણી નંખાય છે. નદી નહેર બની છે. રીવરફ્રંટથી ખસેડેલા 10 હજાર ઝુંપડાવાસીઓ આજે બદતર હાલતમાં છે.
2.50 લાખ કરોડનું 2022નું બજેટ – એક વર્ષમાં દરેક માણસ દીઠ 36 હજાર કરવેરા – ફી ઉઘરાવી છે. પ્રજાએ આપેલા પૈસાથી કામ કર્યા છે.
25 હજાર નવા કામોની જાહેરાત થશે – પગાર બાદ કરતાં સરકારને 25 હજાર કુલ કામો હોય તો, 5 હજાર કરોડનું એક કામ અંદાજપત્ર પ્રમાણે થાય.
કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરાશે – કામોમાં ભ્રષ્ટાચાર થાય છે તે જાહેર કરાયો નથી.
ગુજરાત દેશના ગ્રોથ એન્જીન તરીકે વિકાસની આગેવાની લઇ રહ્યું છે. – 15419 ફેક્ટરીમાં રોજ 8 લાખ મજૂરો કામ કરે છે. 2.41 લાખ નાના ઉદ્યોગો હતા.
ગુજરાત વર્લ્ડકલાસ બન્યું છે. – દેશમાંથી 7 લાખ અને ગુજરાતમાંથી 80 હજાર લોકો વિદેશ જતાં રહ્યાં છે. ગુજરાત વિશ્વ કક્ષાનું હોય તો શા માટે ગુજરાત છોડી રહ્યાં છે.
20 વર્ષમાં ગુજરાતની કાયાપલટ થઇ ગઇ છે. – તો પછી કોરોનામાં 6.50 કરોડ લોકોમાંથી 6 કરોડ જેટલા લોકોને અનાજ આપવું પડ્યું.
સંપુર્ણ શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે – 2001 પછી 3.70 લાખ હેક્ટર ખેતી જમીન ઘટી છે. કુટુંબ વિભાજનથી ખેતીના ટૂકડાં થતાં ગરીબી વધી છે. ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે.
ગુજરાત આજે ડબલ એન્જિન સરકારના બેવડા લાભ – 120 માંગણીઓ ગુજરાતની કેન્દ્ર સરકાર સમક્ષ હતી તે મોદીએ મંજૂર કરી નથી. કુદરતી આફતો સામે દિલ્હીએ ઓછી રાહતો આપી છે.
વિશ્વમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ગુજરાત બન્યું છે. –
વિકાસના મૂળ આધાર શિક્ષણ, સ્વાસ્થ્ય અને સલામતિ છે. – કોરોનાના એક જ વર્ષમાં કુપોષિત બાળકોમાં એક જ વર્ષમાં 28 ટકાનો વધારો થયો છે.
પાયાથી માંડીને ઉંચી ઈમારત સુધીનું કામ કર્યું છે. – 1.10 કરોડ કુટુંબોંથી 40 લાખ ગરીબ પરિવારો છે. ગુજરાતમાં એક પણ ઝૂંપડું ન હોવું જોઈએ તેના બદલે 20 લાખ કુટૂંબોને રહેવા સારું ઘર નથી.
વિકાસ જોવા દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે. – 1530 ગરીબ કલ્યાણ મેળામાં 1.47 કરોડ ગરીબો આવ્યા છે. આ જોવા વિદેશીઓ આવે છે.
શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
– ગુજરાતમાં 19,128 ઓરડાની અછત 2021માં હતી આજે તે વધીને 20 હજાર થઈ ગઈ છે. રાજ્યમાં કુલ 1326 સરકારી, 5181 ગ્રાન્ટેડ ,5138 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 187 સરકારી અને 147 ખાનગી શાળાઓને મંજૂરી અપવામાં આવી છે. માત્ર બે જ ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી અપાઇ છે. પ્રાથમિક શાળાઓ 40,746 છે અને તેમાં ખાનગી 7,191 શાળા છે. સરકારી 33,518 છે અને તેમાં 72.51 ટકા શાળાઓ જ ધોરણ-1 થી ધોરણ-8 ધરાવે છે. એટલે કે, 27.49 ટકા શાળાઓમાં આઠમું ધોરણ નથી. 12,599 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી 6004 શાળાઓ પાસે મેદાનો નથી. 40 ટકા સ્કૂલો એવી છે કે જ્યાં બાળકોને રમવાના મેદાનો નથી.
ડ્રોપ આઉટ રેશીયો 37% થી ઘટી 3% સુધી પહોંચ્યો છે. – સારું કામ છે. કોરોના પછી એક વર્ષમાં ગુજરાતમાં 1 લાખ બાળકોએ શાળા છોડી છે. 2019માં 18.39 લાખ બાળકો હતા જે એકાએક 2020માં 17.57 લાખ વિદ્યાર્થીઓ થઈ ગયા હતા. પણ કોલેજમાં તો માત્ર 3 ટકા વિદ્યાર્થીઓ જ જાય છે. 6 હજાર જેટલી સરકારી શાળાઓ બંધ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે.
સાક્ષરતા દર પણ ઉંચો આવ્યો છે. – સાક્ષરતા દર કેટલો છે. તે કેમ જાહેર કરતાં નથી. એન્યુઅલ સ્ટેટ્સ એજ્યુકેશન રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 30 ટકા મહિલાઓ અભણ છે. 25 ટકા વિદ્યાર્થીનીઓ શાળા શિક્ષણની વંચિત રહે છે. શાળામાં ભણતાં 40 ટકા બાળકોને ગુજરાતી આવડતું નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગુજરાતી ભાષામાં 2,35,302 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા એટલે કે 34 ટકા બાળકો ગુજરાતીમાં ઠોઠ જાહેર થયા હતા. ગુજરાતી ભાષાના 6 હજાર શિક્ષકો જ નથી.
દીકરીઓ માટે અલગ શૌચાલય બનાવ્યા છે. – અગાઉની સરકારોએ 30 વર્ષમાં શાળા બનાવી, ભાજપે 20 વર્ષમાં દીકરીઓ માટે શૌચાલયો બનાવ્યા.
20 વર્ષ પહેલાં ગુજરાતમાં 21 યુનિવર્સિટીઓ હતી, આજે 102 છે. – ભાજપ સરકારનું આ કામ સારૂં થયું છે. ડોનેશન વધ્યું છે, સરકારી કોલેજો ઓછી થઈ છે.
26 એન્જિનિયરિંગ કોલેજો હતી હવે 133 છે. – 60 ટકા એન્જીનીયર બેકાર ફરે છે. જે કામ પર છે તેને પહેલો પગાર 8 હજાર મળે છે. એન્જીનરોની નોકરીના પગાર ઘટાડી શોષણ થાય છે.
મેડિકલની 1375 બેઠક હતી, આજે 5700 છે. – ગુજરાત સરકારનું આ શ્રેષ્ઠ કામ થયું છે. શ્રીમંતના બાળકો વધારે ડોક્ટર થઈ રહ્યાં છે. 50 ટકા ગરીબ વિદ્યાર્થીઓ છે તે ડોક્ટર થઈ શકતા નથી.
આદિજાતિઓ, મહિલાઓ, યુવાઓ, ગ્રામીણ ગરીબો સૌનું સશક્તિકરણ થયું છે.
ગુજરાતે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. – 10 વર્ષ પહેલાં ખેતીની જમીન 10 વિઘા એક ખેડૂત ધરાવતાં હતા તે હવે 5 વીઘા ધરાવતાં થયા છે. જેમાં તેનું ગુજરાન ચાલી શકતું નથી. તેથી ગરીબી વધી રહી છે. ખેતીમાં ક્યાં છે પ્રગતિ.
સમાજના દરેક વર્ગ માટે કામ કર્યા છે. – તો પછી, 15 વર્ષમાં ખેતમજૂરોનો વધારો થયો છે, 17 લાખ ખેત મજૂરો વધી ગયા છે. જેમાં નાના ખતરો વેચીને મજૂરો બની ગયા છે. એસ.ટી., એસ.સી. અને ઓ.બી.સી.ના કલ્યાણ પાછળ ભાજપ સરકારે 2૦18-19ના પ્રમાણમાં 2૦ 202-21માંં ફક્તને ફક્ત રૂ. 177.75 કરોડનો વધારો કર્યો છે.
જન પ્રત્યેની સંવેદના અને સર્વના સર્વાંગી વિકાસ કામ કર્યા. – 2018માં ચોથાભાગની વસતી ગરીબ હતી. તે કોરોના અને ખેતીમાં મંદી પછી 30થી 33 ટકા થઈ ગઈ છે.
કડક કાયદા ઘડી કડક અમલ કરાયો છે. – ભૂમિ એન્ટીક્રોચમેન્ટ વિરોધી કાયદો લાગુ, 14 વર્ષની સજાની જોગવાઈ, છતાં જમીન પરના દબાણો વધ્યા છે. 2008માં ગ્રામ ન્યાયાલય ધારો પસાર થયો પણ ગુજરાતમાં તેનો અમલ થયો નથી. ફેબ્રુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે 18 રાજ્યોને આદેશ આપ્યો કે તમે હજી સુધી ગ્રામ ન્યાયાલયો માટે જાહેરનામું બહાર પાડ્યું કેમ નથી.
કડક કાયદાના કારણે રાજ્યમાં શાંતિ છે. કોમી તોફાન ભૂતકાળ બન્યો છે.
બોડી વોર્ન કેમેરા સાથે શાંતિ-સુરક્ષા મજબૂત બનાવી છે.
સ્ટાર્ટ અપ રેંકીંગમાં ગુજરાત પ્રથમ છે. -સ્ટાર્ટઅપ ઈન્ડિયા વેબસાઈટ અનુસાર ગુજરાતમાં 14,200 નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ છે.
એમ.એસ.એમ.ઇ, ઔદ્યોગિક ઉત્પાદન વગેરે ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. – રાજ્યમાં 800 મોટા ઉદ્યોગો અને 35 લાખ મધ્યમ અને નાના ઉદ્યોગો આજે ચાલે છે. 2003થી વાઇબ્રન્ટ પરિષદ શરૂ થઈ ત્યારથી રાજ્યમાં 17 લાખ રોજગારી ઊભી થઈ હોવાનો દાવો છે. ગુજરાતમાં સરેરાશ વર્ષે 1.25 લાખને રોજગારી મળે છે, ગુજરાતમાં દર વર્ષે 11 લાખ યુવાનો નવા ઉમેરાઈ રહ્યાં છે.
પ્રવાસન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. -એકતાના પૂતળા નીચે સરમુખત્યારી પંજો ફેરવ્યો છે. 72 ગામનોનો ભોગ સરદારના નામે લેવાઈ રહ્યો છે. આખી પ્રક્રિયા ગેરકાયદે અને માનવતા વિરોધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમિપૂજન થયું ત્યારથી આદિવાસીઓ પોતે આ પ્રોજેકટમાં ગુમાવેલી જમીનો, સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા સહિત અનેક મુદ્દે લડત ચલાવી રહ્યા છે. એમના પ્રશ્નોનું નિરાકરણ નથી થયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તામંડળ નોટિફિકેશન તુરંત રદ કરવાની માંગણી છે. 75 હજાર ઘરોમાં ચૂલો બંધ રાખવામાં આવ્યો હતો. તેની સામે નર્મદાથી ગુજરાતમાં 18 લાખ હેકટર જમીનમાં સિંચાઇ થવાની હતી. થાય છે માત્ર 3 લાખ હેક્ટરમાં. ખેતરો નહેરના કાંઠે હોવા છતાં પાણી આપવામાં આવતું નથી.
યાત્રા-ધામો, ઉત્સવોથી બેસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે. – દોઢ લાખ ધાર્મિક સ્થાનો છે, તેનાથી 3 ગણા ભિખારી ગુજરાતમાં છે.
સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ – મોદીએ 14 વર્ષમાં અને ભાજપે 20 વર્ષમાં વિકાસ કર્યો હોત તો 2018માં 31,46,413 પરિવાર ગરીબી રેખા અને 2021માં 50 લાખ પરિવારો ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. કોનો વિકાસ થયો. 2020માં 85 ઉદ્યોગપતિઓ પાસે 35 લાખ કરોડ હતા. 2021માં તે વધીને 55 લાખ કરોડ થઈ ગયા છે. ગૌતમ અદાણીની સંપત્તિ વર્ષ 2019ના અંતે 20 અબજ ડોલરની હતી. 2021માં બમણી થઇને 82.43 અબજ ડોલર છે.
મુખ્ય સચિવ પંકજ કુમારે જે કહ્યું તેની સામે સાચી વિગતો જૂઓ ——-
આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તેના ભાગરૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરાયું છે. – મુખ્ય સચિવ
ગુજરાત એ દેશમાં તમામ ક્ષેત્રે અવ્વલ સ્થાને છે. – 58 લાખ ખેડૂત કુટુંબોમાંથી 24,000 કરોડનું દેવું છે. 42 ટકા ખેડૂત કુટુંબો પર સરેરાશ દરેક પર રૂ.16.74 લાખ દેવું છે. ખેતીમાં ગુજરાત પછાત છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત સર્વોપરી છે. –
ઉધોગોમાં દેશમાં ગુજરાત સર્વોપરી છે. – 2019 સુધીના એક વર્ષમાં ભારતમાં અબજોપતિની આવકમાં 12 ટકાનો એટલે કે દરેક દિવસે લગભગ 2.5 બિલિયન ડૉલરનો વધારો થયો છે. ગુજરાતના ઉદ્યોગપતિઓમાં સૌથી વધારે વદારો થયો છે.
રોજગારી ઉતપન્ન કરવામાં ગુજરાત દેશમાં ટોચ પર છે. – ખેતીમાં સૌથી વધારે રોજગારી મળે છે. 3 વર્ષોમાં જ અડધો હેક્ટર જમીન ધરાવતાં હોય એવા 50 ટકા એટલે કે 30 લાખ ખેડૂતો હશે. જે ગરીબ બની જશે. મોદી રાજમાં NA સૌથી વધું થઈ, 10 વર્ષમાં 20 હજાર ચો.કિલોમીટર ખેતીની જમીન ઘટી છે. જમીન જતાં 12500 કરોડ રૂપિયા વર્ષે ગુમાવવા પડે છે. બધી જમીન પર મગફલી ઉગતી હોત તો 20 વર્ષમાં 2.50 લાખ કરોડની મગફળીનું ઉત્પાદન ગયું છે.
આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી -તો પછી કોરોનામાં સરકારે 1.10 લાખ લોકોને મૃત્યુ સહાય કુટુંબને કેમ આપી, વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાની ગણતરી પ્રમાણે ગુજરાતમાં 2 લાખ લોકોના મોત કોરોનાથી થયા છે. વિપક્ષ તો 3 લાખના મોતનું કહે છે.
શિક્ષણન ઉત્કૃષ્ઠ કામગીરી –
તમામ ક્ષેત્રે ગુજરાત ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે. – 2004-05માં ગ્રામ્ય વિસ્તારમાં 21.8% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. 2018માં 25 ટકા થઈ ગયા હતા. 2021-22માં 30 ટકા લોકો ગરીબીના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. તો ગરીબી કેમ વધી. 1 કરોડ લોકો બેકાર કે અર્ધબેકાર છે. સરકારી લઘુત્તમ દર 380 છે, તે પણ મળતા નથી. લોકો દિવસમાં 200 રૂપિયામાં કામ કરે છે. 34 લાખ બીપીએલ કાર્ડ છે.
ગુજરાતમાં જે પ્રયાસો થયા તે જ મોડલ આખા ભારતવર્ષમાં અમલી કરાયા. – શ્રીમંતોનું મોડેલ છે. દેશના 9 લોકો પાસે દેશની વસતિના 50 ટકા મિલકત છે. દેશના 65 કરોડ પાસે જેટલી સંપત્તિ છે એટલી ફકત 9 લોકો પાસે છે. 9 ખરબોપતિમાંથી 5 તો ગુજરાતના છે. વળી, દેશના 100માંથી ગુજરાતના 49 ધનકુબેરોની સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ થઈ છે. 60 ગુજરાતી ઉદ્યોગપતિનો વિકાસ થયો છે. આ છે સાચું ગુજરાત મોડેલ.
વિશ્વમાં જે ડિજિટલ પેમેન્ટ થાય છે તેનું પેમેન્ટ 40% ભારતવર્ષમાં થાય છે. – દેશના સૌથી ગરીબ 50 ટકા લોકોની સંપતિમાં 11 ટકાનો ઘટાડો થયો છે. એવું જ ગુજરાતમાં થયું છે. શું આ લોકો ડીજીટલ પેમેન્ટ કરી રહ્યા છે.