ગાંધીનગર, 15 જૂલાઈ 2020
છત્તીસગઢમાં ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની મંજૂરી આપી છે. જો આ યોજના ગુજરાતમાં લાગુ કરવામાં અમલ કરવામાં આવે તો 2 કરોડ પશુ માટે રોજના 40થી 50 કરોડ રૂપિયા આપવા પડે. ગુજરાતમાં ગોબર બેંક 2007 પહેલાથી છે. સરકારો હવે ગાયના નામે કૌભાંડો કરી રહી છે. ખરેખર તો પાંજરાપોળ અને પશુપાલનો સ્વનિર્ભર બને તે માટે છાણથી કાગળ, ગેસ, અળસિયા ખાતર, છાણીયુ ખાતર જેવી યોજના માટે ગામના લોકોને સહાય કરે તો તેઓ સ્વનિર્ભર બની શકે છે.
ગોબર બેંક ગુજરાતમાં સફળ ન થઈ તેથી રૂપાણીએ એખ ગાય દીઠ રૂ.900ની સબસીડી આપી છે. ગુજરાતમાં એક કરોડ ગાય છે. તેથી રૂ.900 કરોડ ગાયને માટે ચૂકવવા પડે. જે શક્ય નથી.
છોટાઉદેપુર તાલુકાનાં કનાસ ગામે 2007માં નરેન્દ્ર મોદીએ ગોબર બેંક
કમિશનર ગ્રામ વિકાસ અને એશિયન ડેવલપ બેંક જાપાન સરકારનાં ગરીબી નાબૂદી યોજનાથી બનાવી હતી. એક વર્ષ ચાલ્યો પછી તે 12 વર્ષથી બંધ છે. 1 કરોડ પાણીમાં ગયા છે. લોકોને ગેસ પાઈપલાઈન દ્વારા આપવાનો હતો. કંઈ ન થયું.
ગુજરાતમાં 667 ગૌ શાળામાં 52,428 ગાય અને 283 પાંજરાપોળમાં 1.60 લાખ પશુ મળીને કુલ 814 સંસ્થાઓમાં 2.12 લાખ પશુ છે. બે વર્ષમાં 30 ટકાનો વધારો ગૌશાળા અને પાંજરાપોળમાં થયો છે. જે ખેડૂતો કે પશુપાલકોની ખરાબ હાલત સૂચવે છે. છાણથી કાગળ પણ બનાવી શકાય છે.
દૂધની ડેરીઓ દરેક ગામમાં કાગળનો એક પ્લાંટ સ્થાપે તો સમગ્ર ગુજરાતમાં 10 હજાર પ્લાંટ બનાવીને રૂ1500થી 2 હજાર કરોડથી વધું રોકાણ થાય તેમ નથી. સરકાર તેમાં 50 ટકા મદદ કરે તો તમામ પશુઓના ઘાસચારાનું ખર્ચ કાગળના ઉત્પાદનથી કાઢી શકાય તેમ છે.
સરકાર તેની પાછળ રૂ.50 કરોડનું ખર્ચ કરે છે. એક ગાય 10થી 15 કિલો છાણ આપે છે. 2 કરોડ પશુનું છાણ મેળવી શકાય તેમ છે. 2.70 કરોડ પશુમાંથી 99 લાખ ગાય, 1 કરોડ ભેંસ છે. જેમાંથી 2 કરોડ પશુના છાણથી કાગળ બની શકે તેમ છે. એક પશુ દીઠ સરેરાશ 10 કિલો છાણ મળે તો રોજના 20 કરોડ કિલો છાણથી 7 ટકા લેખે 1થી 2 કરોડ કિલો સુકો કાગળ બની શકે છે. જે ગુજરાતવા લોકોની જરૂરીયાતના 50 ટકા કાગળ છાણથી બની શકે તેમ છે.
છત્તીસગઢ
છત્તીસગઢમાં ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની મંજૂરી આપી છે. નરવા, ગરુવા, ઘુરુવા અને બારીને રોજગારલક્ષી ગામડા બનાવવા માટે ‘ગોધન ન્યાય યોજના’ હરેલી ઉત્સવથી શરૂ કરવામાં આવશે. 53૦૦ ગોઠાને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 2,40૦ ગ્રામીણ વિસ્તારોમાં અને 377 શહેરી વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે જ્યાંથી યોજના શરૂ કરવામાં આવશે.
ગોઠાન દ્વારા સજીવ ખેતી કરાશે. ગામમાં પશુપાલકો પાસેથી ગાયના છાણ ખરીદશે. વર્મી ખાતર સહકારી સંસ્થાઓ દ્વારા ખેડુતોને અગ્રતા ધોરણે કિલો દીઠ આઠ રૂપિયાના દરે વેચવામાં આવે છે.