સુરતમાં મેયરનું રાજ મુખ્ય પ્રધાનની જેમ સ્થિર નથી રહેતું सूरत सिटी गवर्नमेंट का इतिहास और वर्तमान The History and Present State of Surat City Government, The Mayor’s Tenure in Surat Lacks the Stability of a Chief Minister’s
દિલીપ પટેલ
ગાંધીનગર, 4 એપ્રિલ 2026
સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસમાં કાશીરામ રાણા અને બારડોલીવાલાનો મેયર બની રહ્વાનો રેકોર્ડ
સુરત મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે.
સુરતના મેયર 35 મેયરના નામો છે. જોકે મેયરનો વહિવટી નિર્યણો કે કાયદો અને વ્યસ્થાની જવાબદારી હોતી નથી. ખરેખર શહેરના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી મેયરની હોવી જોઈએ. કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન એ સ્થાનિક સરકાર ગણાય છે.
ગાંધીનગર શહેરી વિકાસ વિભાગના રેકર્ડના ઇતિહાસ પ્રમાણે સુરત મહાનગર પાલિકાને 60 વર્ષ થયા છે. 1.71 વર્ષે સરેરાશ મેયર બદલાતા રહ્યાં છે. તે મુખ્ય પ્રધાનની જેમ સ્થિર શાસક રહેવા દેવામાં આવ્યા નથી. આમ તો નિયમ દર 5 વર્ષે મેયર રહેતાં હતા. પણ નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન થયા ત્યારે દર અઢી વર્ષે મેયરની ખુરશી ખાલી કરી દેવાનો કાયદો બનાવ્યો હતો. તેથી શહેરની સરકારોમાં અસ્થિર શાસન શરૂ થયું હતું. જોકે કોંગ્રેસના સમયમાં રાજકીય લડાઈમાં તે સમયના મેયર પણ સરેરાશ અઢી વર્ષ પુરા કરતાં ન હતા. આમ મુખ્ય પ્રધાનની ખુરશી કરતાં પણ ગુજરાતના મેયરોની ખુરશી વધારે અસલામ છે.
ભાજપના કાશીરામ રાણા 3 વખત અને કોંગ્રેસના બારડોલીવાલા 3 વખત મેયર રહ્યાંનો રેકર્ડ છે.
એક જ વ્યક્તિ લાંબા સમય સુધી સતત મેયર રહી શકે તેવી કાયદાકીય પરંપરા છે. મોટા ભાગના બધા મેયરોનો કાર્યકાળ લગભગ સમાન જ હોય છે.
સુરતમાં
છેલ્લા ઘણા વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ સતત બે ટર્મ (લગભગ 5 વર્ષ) સુધી મેયર તરીકે સેવા આપી હોય તેવું સામાન્ય રીતે જોવા મળતું નથી.
સૌથી લાંબા સમય સુધી મેયર તરીકે કોઈ એક ખાસ મેયરનું નામ આગળ આવતું નથી. કારણ કે સિસ્ટમ જ ટૂંકા કાર્યકાળ માટે રચાયેલી છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 2 ઓક્ટોબર, 1966ના રોજ કરવામાં આવી હતી. 1966થી 2023 સુધીમાં કોંગ્રેસના 16 અને ભાજપના 19 મેયર બન્યા હતા. સુરતમાં મેયરની ટર્મ સામાન્ય રીતે 2.5 વર્ષ હોય છે.
ભાજપના કદાવર નેતા કાશીરામ રાણા અને ફકીરભાઇ ચૌહાણ પણ સામેલ છે. એકવાર અન્ય પાર્ટીના પ્રતિનિધિ પણ મેયર બની ચૂક્યા છે.

90નાં દાયકામાં ઉથલપાથલ રહી હતી.
1852થી 1952માં સુરત સરકારના 100 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
1952માં રાંદેર અને અડાજણનો સુરત શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો.
સુરત સુધરાઈની છેલ્લી ટર્મ 1952 હતી. આ ટર્મમાં ડો.ચંપકલાલ ધીઆ સુધરાઈના પ્રમુખ રહ્યા અને સુરત સુધરાઈનાં અંતિમ પ્રમુખ તરીકે ગોવર્ધનદાસ ચોખાવાળા હતા. સુરત સુધરાઈનાં પ્રમુખ તરીકે ચોખાવાળા 1956, 1960 અને 1966 સુધી કાર્યરત રહ્યા હતા.1965ની સુધરાઇની મુદ્દત 1969માં પુરી થતી હતી પરંતુ 1966માં સુધરાઇનું (નગરપાલિકા)નું મહાનગરપાલિકામાં રૂપાંતર થતાં 1969માં જ ચુંટણી થઈ હતી.
4-5-1966માં સુધરાઇને મહાનગરપાલિકામાં ફેરવવા માટે એક સમિતિ નીમી હતી. સુરત સુધરાઇએ પ્રોવીન્સીઅલ મ્યુનિસિપિલ કોર્પોરેશન એક્ટ 1949 લાગુ પાડી સભાએ મહાનગરપાલિકામાં રૂપાંતર કરવા ગુજરાત સરકારને વિનંતી કરી હતી.
નગરપાલિકામાં ઠરાવ પસાર થઇ ગયા બાદ 1, ઓકટોબર 1966થી મહાનગરપાલિકામાં રૂપાંતર થયું અને સુરત સુધરાઈ, સુરત મહાનગરપાલિકા બની.
સુરત સુધરાઇમાં 1938થી કોંગ્રેસ પક્ષ પાસે સત્તા રહી હતી.
1956માં સુધરાઇની 51 બેઠકો હતી, જે કોર્પોરેશન બનતા તેમજ નવા વિસ્તારોનો સમાવેશ કરાતા. 1966માં વધારીને 55ની કરવામાં આવી.
1967માં મહાનગરપાલિકાની ચુંટણી આવી, તેમાં સંસ્થા કોંગ્રેસને બહુમતી મળતાં પ્રથમ મેયરપદે ગોવર્ધનદાસ ચોખાવાળાની વરણી કરવામાં આવી હતી, તથા ડે. મેયર તરીકે કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાઝને ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
સુધરાઇની ચુંટણીની તુરંત બાદ વિધાનસભાની ચુંટણીઓ આવી. સુરતમાં ત્યારે બે વિધાનસભા વિસ્તારો હતા પૂર્વ અને પશ્ચિમ. પૂર્વમાંથી ગોર્વધનદાસ ચોખાવાળા અને કેપ્ટન મહંમદ હુસેન ગોલંદાઝ પશ્ચિમમાંથી ઉભાં રહ્યાં બંને બેઠકો પર સંસ્થા કોંગ્રેસનો વિજય થયો.
ચોખાવાળા રાજય સરકારનાં મંત્રી બનતાં તેમણે મેયરપદેથી રાજીનામું આપ્યું. 4-3-67માં રાજીનામું આપતા તેમનાં સ્થાને ડે.મેયર અને ધારાસભ્ય કેપ્ટન ગોલંદાઝને મેયરપદ સોંપવામાં આવ્યું કમિશનર મુસા રઝાના સમયગાળા દરમિયાન હોપપુલ બાંધવાની યોજના કરાઇ. અંતે 1967માં પુલ બંધાયો અને તેનું નામ જવાહરલાલ નહેરૂ બ્રિજ રાખવામાં આવ્યું.
સુરત સુધરાઈએ 1959માં કોટ વિસ્તારને આવરી લેતો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. ત્યાર બાદ 1963માં વિસ્તાર વધતા વિકાસ નકશાની ફરીથી રચના કરવામાં આવી હતી.
આઝાદી પછીના પ્રથમ બોર્ડમાં માત્ર બે જ વિપક્ષી સભ્યો હતા. બચુ લોન્ડ્રી અને હીરા ઘેલાનાં નામથી લોકોમાં લોકપ્રિય હતા.
1968માં નાગરિક સમિતિને 17 બેઠકો મળી હતી. પરંતુ આ લાંબુ ચાલ્યું ન હતું અને 1969માં ફરી ચૂંટણી આવી પડી.
વૈકુંઠ શાસ્ત્રી મેયર બન્યા અને ડે. મેયર અ.કાદીર મુસા મીર બન્યા. ચારેક મહિના પછી સંસ્થા કોંગ્રેસમાં ભાગલાં પડ્યાં. પચ્ચીગર ગ્રુપ ઇન્દીરા કોંગ્રેસમાં જ રહ્યું જયારે શંભુભાઇ પટેલના જૂથે સંસ્થા કોંગ્રેસને છોડી નહીં.
નાગરિક સમિતિને શંભુભાઈ પટેલના જૂથે ટેકો આપ્યો. નાગરિક સમિતિના 17 તથા સંસ્થા કોંગ્રેસ પાસે 14 મળીને 55 બેઠકોવાળી સભામાં બહુમતીમાં આવ્યા. વૈકુંઠભાઇને મેયર પદ છોડવું પડયું તથા નાગરિક સમિતિ અને સંસ્થા કોંગ્રેસે મહાનગરપાલિકામાં શાસનધૂરા સંભાળી, તેમજ અ.કાદીર મુસા મીર મેયર અને રમણલાલ જરીવાળા ડે. મેયર બન્યાં.
માત્ર સાત મહિનામાં જ ફરી પાછી પરિસ્થિતિ બદલાઇ. અ.કાદીર મુસા મીર 1-2-71 થી 10-8-11 સુધી જ મેયર પદે રહી શક્યા, કેમ કે સંસ્થા કોંગ્રેસમાંથી બળવો કરી 14 સભ્યો ઈન્દીરા કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. આમ વૈંકુંઠ શાસ્ત્રી 11-1971 માં ફરી મેયર બન્યા હતા.
સુરત મહાનગરપાલિકામાં સત્તાની સાઠમારી ચરમ પર હતી. રાજકીય અફરા-તફરીની સીધી અસર સુરતનાં વિકાસ પર પડી હતી.
1972માં ચૂંટણી આવી. કોંગ્રેસ પક્ષે નાનાલાલ ગજ્જરને મેયર બનાવ્યા. નાનાલાલા ગજ્જરને મેયર બનાવતા પાંચ સભ્યોએ બળવો કર્યો. નાનાલાલ ગજ્જરને પાંચ મહિનામાં મેયર પદ છોડવું પડ્યું અને રમણલાલ જરીવાળા 6-2-1973માં મેયર બન્યા.
19975નાં પ્રારંભમાં જ સંસ્થા કોંગ્રેસ સંપૂર્ણ નાબુદ થઈ ગઈ. સુરતમાં કોંગ્રેસ, જનતા મોરચો, જનસંઘ અને જનતા પરિષદ જેવા પક્ષો અસ્તિત્વમાં રહ્યા.
1974માં નવનિર્માણ આંદોલન ફાટી નીકળ્યું હતું. કોર્પોરેટરોના ઘરે પથ્થરમારો અને સુરતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. ગુજરાતભરમાં ફાટી નીકળેલા તોફાનોની અસર સુરતમાં વ્યાપકપણે ફેલાઈ હતી. કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા અને આંદોલનમાં ધરપકડ વહોરી લીધી.
ગુજરાત સરકારે સુરત મહાનગરાપલિકાને સુપરસીડ કરી.
1974ની 20મી ફેબ્રુઆરીથી 9 નવેમ્બર 1975 સુધી સુરત મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન રહ્યું.
આ દરમિયાન વિધાનસભાની ચૂંટણી આવી. રાજયમાં બાબુભાઇ જશભાઇ પટેલની સરકાર આવતા જ કોંગ્રેસમાંથી ઘણા કોર્પોરેટરોએ પક્ષપલટો કર્યો, સરકારે નવેમ્બરમાં ચૂંટણી આપી.
ચૂંટણીમાં જનતા મોરચાને 42 અને ઈન્દીરા કોંગ્રેસને 23 બેઠકો મળી. જનતા મોરચાની બહુમતી આવતા 10- 11-75ના દિવસે નવીનચંદ્ર ભરતીયા મેયર બન્યા.
1977માં કટોકટી જાહેર થઇ. ફરી પાછા પક્ષીય પલટા થયા. 1976માં સિન્ડીકેટ તૂટી અને મેયર મદનલાલ બુનકી બન્યા. 1977માં લોકસભામાં જશવંતસિંહ ચૌહાણ, મોરારજી દેસાઇ સામે દસ હજાર મતથી હાર્યા, જેથી કરીને મદનલાલ બુનકીએ રાજીનામું આપ્યું અને નવીનચંદ્ર ભરતીયા મેયર બન્યા. 10-2-81 સુધી નવીનચંદ્ર ભરતયા મેયર તરીકે રહ્યા.
1976માં નવો કાયદો આવ્યો. વસ્તી વધારો થયો. આશરે 12 લાખની વસ્તી થઈ. બેઠકો વધીને 65 કરવામાં આવી.
1980માં ચૂંટણી આવી. કોંગ્રેસને 35 બેઠકો અને જનતા મોરચાને 30 બેઠક મળી. મદનલાલ બુનકી 11-2-81 થી 19-9-81 સુધી મેયર રહ્યા. કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ થઈ અને મતભેદો વધી જતા મદનલાલ બુનકીને 1981માં મેયર પદ છોડવું પડ્યું.
આ અરસામાં ચીમન પટેલ, મોહન લાકડાવાળા, સ્વરુપચંદ્ર, મેઘજી સોલંકી અને અમૃત કોન્ટ્રાક્ટરે પક્ષ પલટો કર્યો. જનતા પક્ષથી જન સંઘ છૂટું જ હતું. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનારા કોર્પોરેટરોને 24 સભ્યોવાળા જનસંધે ટેકો આપતા ચીમન પટેલ મેયર બન્યા અને મોહન લાકડાવાળા ડેપ્યુટી મેયર બન્યા. પરંતુ માત્ર ચાર મહિનાનાં ગાળામાં જ કોંગ્રેસે બળવો કરનારાઓ સભ્યોને ફરી કોંગ્રેસમાં લઈ લેતા નગીનદાસ બારડોલીયા મેયર બન્યા. નગીનદાસ બારડોલીયા એક વર્ષ માટે જ મેયર પદે રહી શક્યા અને ફરી પાછો પક્ષ પલટો થયો. પક્ષપલટુઓએ ટેકો આપતા સર્વ પ્રથમ વખત જન સંધના કાશીરામ રાણા મેયર બન્યા.
કાશીરામ રાણા માત્ર ચાર મહિના માટે જ મેયર પદે રહી શક્યા. ફરી પાછો પક્ષ પલટો થયો અને નગીનદાસ બારડોલીયા ત્રણ મહિના માટે મેયર બન્યા. ત્યાર બાદ 1981માં ભાજપની રચના થઈ.
1984માં અનામત આંદોલન થયું. માધવસિંહ સોલંકીને રાજીનામું આપવું પડ્યું અને અમરસિંહ ચૌધરી મુખ્યપ્રધાન બન્યા.
કાશીરામ રાણાનું અવસાન

1984માં ઉધના અને લીંબાયતનો સુરત શહેરી હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો. નવા 9 કોર્પોરેટરોની નિમણૂંક કરવામાં આવી.
1987માં ચૂંટણી આવી. કોઈને બહુમતી મળી નહીં. હદ વિસ્તરણ થતાં 97 બેઠકો કરવામાં આવી હતી. કોઈને બહુમતી ન મળતા કોંગ્રેસે ઈન્દીરાવાદી મોરચાનાં 6 સભ્યોને ટેકો હાંસલ કર્યો. કોંગ્રેસની પાસે 45 બેઠક હતી અને તેમજ ભાજપ પાસે 35 બેઠક હતી. નવા મેયર ડો.જ્યોર્જ સોલંકી બન્યા. તેઓ 85 થી 87 સુધી મેયર રહ્યા.
1987માં ઈન્દીરાવાદી મોરચાના 6 સભ્યોએ ટેકો પાછી ખેંચી ભાજપને ટેકો આપ્યો. ભાજપના કાશીરામ રાણા ત્રીજી વાર સુરતનાં મેયર બન્યા, પરંતુ તે પણ અગાઉની જેમ જ થોડા સમય માટે.
ત્રણ મહિના પછી ઈન્દીરાવાદી મોરચાએ ફરી કોંગ્રેસને ટેકો આપ્યો અને કદીર પીરઝાદા માત્ર ચાર મહિના માટે જ મેયર પદે રહી શક્યા. કદીર પીરઝાદાને રાજીનામું આપવાની ફરજ પડી અને પ્રતાપ કંથારિયા મેયર બન્યા. પ્રતાપ કંથારીયા એક વર્ષ સુધી મેયર રહ્યા અને અચાનક ડેપ્યુટી મેયર એવા અજીત દેસાઈએ કોંગ્રેસમાંથી મોટો બળવો કર્યો. 17 સભ્યો સાથે બળવો કર્યો અને ભાજપના ટેકાથી મેયર બની ગયા. અજીત દેસાઈ 90 થી 93 સુધી મેયર રહ્યા અને તેમણે સુરતમાં ભાજપનો મજબૂત પાયો નાંખી દીધો. પાછળથી અજીત દેસાઈ સહિત તમામ બળવાખોરો ભાજપમાં પક્ષાંતર કરી ગયા હતા. અજીત દેસાઈએ એક મિનીટમાં 55 કામ એક સાથે મંજુર કરી દીધા. ભારે વિવાદ થયો હતો.
1990મા મુકેશ મીલમાં આગની ઘટના બને છે. સુરત મહાનગરપાલિકાના 24 લાશ્કરો સાથે અખબારી ફોટોગ્રાફરનું મોત થયું હતું.
1992માં બાબરી ધ્વંશના કારણે તોફાનો ફાટી નીકળ્યા હતા. સૌથી વધુ અસર સુરતને થઈ હતી. વહીવટદાર શાસન આવ્યું હતું. કુંદનલાલ અને પીકે ઘોષ વહીવટદાર હતા.
1995માં ચૂંટણીમાં 99 સીટમાંથી ભાજપ 98 જીત્યો હતો.
એક માત્ર અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ ચૂંટાય હતા.
2995થી કોંગ્રેસનો ઘરમૂળથી સફાયો થયો તે 2026 સુધી ચાલુ હતો.
2021માં આામ આદમી પાર્ટી સુરતમાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવી છે.
કોંગ્રેસનાં 29 ફોર્મ રદ્દ થયા હતા, ત્યારે પ્રતાપ કંથારિયા સુરત કોંગ્રેસનાં પ્રમુખ હતા. કોંગ્રેસમાંથી ફોર્મ રદ્દ થવાની જાણે પરંપરા બની હતી.
મ્યુનિ.નાં મેયરોની યાદી
1. જી.આર.ચોખાવાળા……………….1-10-66 થી 4-3-67
2. કેપ્ટન એમ.એ.ગોલદાઝ ………… 12-4-67 થી 8-7-69
3. વૈકુંઠભાઇ શાસ્ત્રી…….. 9-7-69 થી 19-1-71
4. અબ્દુલ કાદીર મુસા મીર……………1-2-1 થી 10-9-71
5. વૈકુંઠભાઇ શાસ્ત્રી …… 11-9-71 થી 7-7-72
6. નાનાલાલ ગજ્જર……………………8-7-72 થી 20-1-73
7. રમણલાલ જરીવાળા…………….. 6-2-73 થી 19-2-74
8. નવીનચંદ્ર ભરતીયા …………… 10-11-75 થી 9-12-76
9. મદનલાલ બુનકી ……… 10-12-76 થી 8-4-77
10. નવીનચંદ્ર ભરતીયા……………. 20-4-77 થી 10-2-81
11. મદનલાલ બુનકી………………1-2-81 થી 19-9-81
12. ચીમનલાલ વી. પટેલ ……….. 30-10-81 થી 10-2-82
13. નગીનદાસ બારડોલીવાળા …… 11-2-82 થી 21-1-83
14. સ્વરૂપચંદ્ર જરીવાળા…………….. 10-2-83થી 20-6-83
16 નગીનદાસ બારડોલીવાળા ………. 2-11-83 થી 7-2-84
17. કાશીરામ રાણા ……. ….. 7-2-84 થી 3-12-84
18. નગીનદાસ બારડોલીવાળા …… 11-4-85 થી 10-2-87
19. ડો.જયોર્જ સોલંકી ………………. 11-2-87 થી 30-1-88
20. કાશીરામ રાણા ………………. 5-8-88 થી 8-2-89
21. કદીર પીરઝાદા ………………9-2-88 થી 29-6-88
22. પ્રતાપ કંથારીયા ……………… ….. 8-2-89 થી 8-2-90
23. અજીત દેસાઇ………………….. 8-2-90 થી 31-10-93
24. ફકીરભાઇ ચૌહાણ ………………1-7-95 થી 1-7-96 ……
25. ગીતાબેન દેસાઇ ………………1-7-96 થી 30-7-97
26. નવનીત જરીવાળા…………….. 30-7-97 થી 28-7-98
27. સવિતાબેન શારદા……………. ….. 28-7-98 થી 7-7-99
28. ભીખુભાઇ બોધરા…… 7-7-99 થી 2000
29. અજય ચોકસી 2000 ભાજપ
30. સ્નેહલતા ચૌહાણ 2003 ભાજપ
31. ડૉ. કનુ માવાણી 2005 ભાજપ
32. રણજીત ગિલિટવાળા 2008 ભાજપ
33. રાજેન્દ્ર દેસાઈ 2010 ભાજપ
34. નિરંજન ઝાંઝમેરા 2013 ભાજપ
35. અસ્મિતા સિરોયા 2015 ભાજપ
36. ડૉ. જગદીશ પટેલ 2018 ભાજપ
37. હેમાલી બોઘાવાલા 2021 ભાજપ
38. દક્ષેશ માવાણી 2023 ભાજપ
સુરત વિશ્વમાં સૌથી વધુ ઝડપી શહેરોમાં સામેલ છે. રૂ. 11,301 કરોડના અંદાજપત્ર સાથે શહેરનું તંત્ર ચાલે છે.
ચૂંટણીના એક અઠવાડિયા પહેલાં સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ કરીને મતદારોને લલચાવવા કામ કર્યું હતું.
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે 30 વોર્ડમાં 120 બેઠકો છે. 10 વર્ષ પહેલાં ચૂંટણીમાં 115 સીટો માટે 435 ઉમેદવારો હતા.
નંબર 1 થી 12ના ઘણાં દાવેદારો ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યા હતા. ભાજપના ગઢ એવા વિસ્તારમાં એક વોર્ડમાં 160 જેટલા દાવેદારો છે.
સૌરાષ્ટ્રના મૂળ વતનના વસ્તી ધરાવતા વિસ્તારમાં એક વોર્ડમાં માંડ 35-40 દાવેદારો જોવા મળ્યા. જેમાં પક્ષાંતરી AAP જૂથના પૂર્વ કાઉન્સીલરો પણ હતા.
ભાજપ માટે સૌથી સલામત ગણાતા રાંદેર – અઠવા ઝોન જેવા વિસ્તારમાં દાવેદારો વધારે છે.
ધાર્મિક માલવિયા
આમ આદમી પાર્ટીના પક્ષાંતરી નેતા ધાર્મિક માલવિયાએ ભાજપ પાસે ઓલપાડ બેઠક પરથી ટિકિટ માંગી. વોર્ડ નંબર-02, જેમાં અમરોલી, વરાછા અને કઠોર વિસ્તારો છે. , ત્યાંથી ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી રજૂગત વિધાનસભા ચૂંટણીમાં ઓલપાડ બેઠક પરથી AAPના ઉમેદવાર તરીકે હતા. તેમની પત્ની મોના હિરપરાએ અગાઉ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAPમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી હતી.
8 લાખ મતદારોની ગોલમાલ
SIR બાદ 2021ની ચૂંટણીની સરખામણીએ સુરત મહાનગરપાલિકામાં 8 લાખ મતદારો ઘટ્યા હતા. 30 વોર્ડમાં 24.77 લાખ મતદારો છે.
વિધાનસભા બેઠક
યાદી સુધારમામાં સુરત જિલ્લામાં 16 વિધાનસભા બેઠકમાં 13.19 લાખ મતદારો ઘટ્યા હતા. SIR પહેલા 48.73 લાખ હતા, હવે 35.53 લાખ રહ્યા છે. ચોર્યાસીમાં સૌથી વધુ 2 લાખ મતદારો ઘટ્યા. માંડવીમાં સૌથી ઓછા 21,827 મતદારો ઘટ્યા. ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ 69,257 મતદારો ઘટ્યા.
26 ટકા મતદાર ઓછા થયા હતા.
અગાઉ સુરત જિલ્લામાં 16 બેઠકોમાં કુલ મતદાર સંખ્યા 48,73,512 હતી, જ્યારે નવી અંતિમ યાદીમાં આ આંકડો ઘટીને 36,39,042 પર આવી ગયો છે. એટલે કે કુલ 12,34,470 મતદારો ઘટી ગયા છે.
ચોર્યાસી વિધાનસભા બેઠકમાં અગાઉ અહીં 6,13,270 મતદારો ઘટીને 4,29,699 થયા હતા. 1,83,571 મતદારોનો ઘટાડો થયો. ચોર્યાસી રાજ્યની સૌથી મોટી વિધાનસભા બેઠક છે.
શહેર વિસ્તારમાં આવેલી કરંજ બેઠક સૌથી નાની બની છે. અગાઉ કરંજમાં 1,62,435 મતદારો હતા, જે હવે ઘટીને 1,01,335 રહ્યા છે. એટલે અહીં 61,100 મતદારોનો ઘટાડો નોંધાયો છે.
2026
17 ફેબ્રુઆરી 2026માં સુરત જિલ્લાની 16 વિધાનસભાની આખરી મતયાર યાદીમાં 85,743 મતદારોના નામ કમી કરાયા અને 1,01,578 નવા મતદારો ઉમેરાયા હતા. મતદારોની સંખ્યામાં કુલ 15,849 વધારો થયો હતો.
ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધી હતા.
કુલ ૩6,૩9,042 મતદારોમાં 18-19 વર્ષના 21,954 યુવા, 20-29 વર્ષના 13,105 હતા. નો સમાવેશ થાય છે. 18 વર્ષ પૂર્ણ કરેલા હોય તેવા મતદારો હોય છે.
2022
21 નવેમ્બર 2022માં સુરત જિલ્લામાં 16 વિધાનસભાની બેઠક પર 6779 નવા મતદારો વધતા 47.45 લાખ થયા હતા.
ચોર્યાસીમાં 1400 મતદારો વધ્યા અને કરંજ બેઠક પરથી 50 મતદારો ઘટયા હતા.
સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક હતા.
આખરી મતદાર યાદી 2022
વિધાનસભાનું નામ કુલ મતદારો
ઓલપાડ ૪,૫૫,૫૪૪
માંગરોલ ૨,૨૫,૭૦૨
માંડવી ૨,૪૬,૮૬૬
કામરેજ ૫,૪૭,૬૨૫
સુરત પૂર્વ ૨,૧૫,૦૨૯
સુરત ઉત્તર ૧,૬૩,૧૮૭
વરાછા રોડ ૨,૧૫,૯૨૪
કરંજ ૧૭૬૫૮૫
લિંબાયત ૩,૦૫,૨૯૮
ઉધના ૨,૭૦,૬૮૬
મજુરા ૨,૭૮,૯૬૭
કતારગામ ૩,૨૨,૨૩૯
સુરત પશ્વિમ ૨,૫૬,૮૬૩
ચોર્યાસી ૫,૬૬,૫૧૧
બારડોલી ૨,૭૦,૦૪૩
મહુવા ૨,૨૮,૯૧૧
કુલ ૪૭,૪૫,૯૮૦
પોસ્ટર વોર
સુરતના પુણા, કતારગામ, ડિંડોલી, પાંડેસરા, ઉત્રાણ સહિતના વિસ્તારોમાં પુલના થાંભલા, સર્કલો, વાહનો અને દિવાલો પર ભાજપ વિરોધી પોસ્ટર લગાવાયા હતા.
સૂત્રોમાં ભાજપથી કંટાળી ગયા છો, ભાજપના ચૂંટણી ચિહ્ન કમળ પર ચોકડી મારી, મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા, મોંઘવારીથી હવે તો થાક્યા,
ગુનો
ભાજપના નેતાઓએ AAP ના નેતાઓ વિરુદ્ધ પાંચ પોલીસ ફરિયાદો નોંધાવી હતી. આ ફરિયાદો ભ્રષ્ટાચાર, દારૂ/નશા અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર શાસક પક્ષની ટીકા કરતા પોસ્ટરો અને બેનરો લગાવવા બદલ કરવામાં આવી હતી. આ મામલે AAP નેતા કિરીટ પાનસુરિયા, દેવસિંહ ડોબરીયા, વિશાલ ચાવડા અને અન્ય લોકો વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા.
પુણાગામના વિશાલ ભીખા ચાવડા, કતારગામમાં ડભોલી ચાર રસ્તા,લલિતા ચોકડી,તલાવડી પાટીદાર સમાજની વાડીની દિવાલ ઉપર રાશિ સર્કલ ઉપર પોસ્ટરો લગાનાર દેવશી પોપટ ઢેબરીયા, ચિરાગ નાવડિયા અને અન્ય એક અજાણ્યા વિરૂદ્ધ કતારગામના જગદીશ ગોહિલને ફરિયાદ નોંધાવી હતી.
પાંડેસરા પત્રકાર સર્કલ અને પાલિકાની શૌચાલય ઉપર પોસ્ટર લગાડનાર અજાણ્યા પાંચ જણા સામે સ્થાનિક પૂર્વ કોર્પોરેટર શરદ પાટીલે ફરિયાદ નોંધાવી હતી.
ડિંડોલીમાં પોસ્ટર લગાનાર અજાણ્યા સામે શામલાલ યાદવે ફરિયાદ નોંધાવી હતી. ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરૂદ્ધ આવા પોસ્ટર લગાનાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
2021
ભાજપની 93 બેઠક અને આપની 27 બેઠક પર જીત થઈ હતી.
2021માં ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં સારો દેખાવ કર્યો હતો. 27 કોર્પોરેટર ડૂંટાયા હતા. 6 વોર્ડની ચાર-ચાર મળીને 24 બેઠકો પર જીત મેળવી હતી. 5 વોર્ડમાં ભાજપને પછાડી કબ્જે આખી પેનલો કબ્જે કરી, બે વોર્ડમાં તોડી ભાજપની પેનલ તોડી હતી.
વોર્ડ નંબર 5(ફુલપાડા-અશ્વની કુમાર, વોર્ડ નંબર 17 (પુણા પૂર્વ), વોર્ડ નંબર-2
વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 7માં જીત મેળવી હતી.
પાટીલને લપડાક
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4 એમ બે વોર્ડમાં જીત મેળવી હતી. વોર્ડડ નંબર 8માં 1 બેઠક મેળવી હતી. વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4ની ચાર-ચાર બેઠકો પર જીત મેળવી હતી.
2016
સુરતમાં 29 વોર્ડ માટે 116 બેઠક માટે 435 ઉમેદવારો હતા.
પાંડેસરા-ભેસ્તાન વિસ્તારમાં સૌથી વધારે 27 ઉમેદવારો, વોર્ડ નંબર 13માં સૌથી ઓછા 9 ઉમેદવારો હતા.
ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે 14 વોર્ડમાં 23 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યાં હતા.
એક બેઠક ઉપર ભાજપની મહિલા ઉમેદવાર બીનહરિફ ચૂંટાઇ આવ્યા હતા.
પાટીદાર અનામત આંદોલનને પગલે રાજકીય સ્તરે ઉદય પામેલી સરદાર વલ્લભભાઇ પાર્ટીએ સુરત 5 વોર્ડમાંથી 12 ઉમેદવારો હતા. 15 પુણા, 16-પુણા(પશ્ચિમ), 3 અને 5માં ઉમેદવારો હતા.
એનસીપીના
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના 26 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતાં. પરંતુ 16 ફોર્મમાં ટેકો તથા દરખાસ્ત મુકનાર વ્યક્તિની જગ્યાએ ઉમેદવારે જ સહી કરતા ફોર્મ રદ્દ થયાં હતાં. જેથી હવે એનસીપીના 10 ઉમેદવારો હતા.
બહુજન સમાજ પાર્ટી – બસપાના 16 વોર્ડમાંથી 35 ઉમેદવારો હતા.
ભારતીય બહુજન કોંગ્રેસ અને બહુજન મુક્તિ પાર્ટીના 4 ઉમેદવારો હતા.
બહુજન મુક્તિ પાર્ટીએ વોર્ડ નંબર 23માં 2 અને વોર્ડ નંબર 17માં 1 ઉમેદવાર હતા.
નવી યુવા સરકાર પાર્ટીના ત્રણ વોર્ડમાંથી 4 ઉમેદવારો હતા.
જનતાદળ(યુ)ના 7 ઉમેદવારો હતા.
નવીન ભારત નિર્માણ મંચના 9 ઉમેદવારો હતા.
નવીન ભારત નિર્માણ મંચ દ્વારા વોર્ડ 4 વોર્ડમાં 9 ઉમેદવારો હતા.
સામ્યવાદી પક્ષના 2 ઉમેદવારો હતા.
સામ્યવાદી પક્ષ(માર્ક્સવાદી)એ વોર્ડ નંબર 18 અને 22માં એક-એક ઉમેદવાર હતા.
SVPના 12 ઉમેદવારો જંગમાં હતા.
(સુરતના પત્રકાર શકીલ સૈયદના ઈન્પુટ સાથે)
ગુજરાતી
English






