ખાનગી કંપનીએ ઈ ખેડૂત માર્કેટ શરૂં કર્યું, કેન્દ્ર સરકારને શરૂ કરતાં 3 વર્ષ થશે

અમદાવાદ, 24 મે 2020
APMC એક્ટ 1963માં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ખેડૂતોના તેમનાં ઉત્પાદનો એપીએમસી માર્કેટયાર્ડ્સમાં જ વેચી શકતા હતા પરંતુ નવા સંશોધન બાદ તેમને પોતાના ઉત્પાદનો વેચવા મોટો વ્યાપારિક મંચ ઉપલબ્ધ થશે. દેશની એક જ બજારની રચના કરવામાં આવશે. માળખાને લાગુ થતાં હજુ બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. તેથી ખેડૂતોને તેનો સીધો લાભ મળવાનું શરૂં નહીં થાય.

ખેડૂતો અને વેપારીઓને હાલ ચોક્કસ ઘરેડમાં કામ કરી રહ્યા છે જેમાં ફેરફાર કરવો પડશે.

એક બજારની શરૂઆત ભારતમાં ક્યારનીય થઇ ગઈ છે. નેમલ (NCDEX ઈ માર્કેટ)ના સીઈઓ અને એમડી રાજેશ સિંહ કર્ણાટકમાં એક ઓનલાઇન રાજ્ય સ્તરીય એકીકૃત માર્કેટનું સંચાલન કરે છે. અહીં તમામ APMC ખેડૂતો અને વેપારીઓ સાથે ઓનલાઇન આર્થિક વ્યવહાર કરે છે. જે વ્યક્તિ સૌથી વધુ કિંમત આપવા તૈયાર હોય તેને ખેડૂતોનું ઉત્પાદન વેચવામાં આવે છે.

કંપનીએ જાવે કર્ણાટકના ખેડૂતોને નેશનલ ઇલેક્ટ્રોનિક મંડી અથવા તો ઈ-નામ સાથે જોડ્યા છે. ઈ-નામ ખેડૂતો માટે એક વ્યવસાયિક મંચ છે પરંતુ એપીએમસીમાં થનારા વાસ્તવિક વ્યાપાર કરતા અહીં માંડ 10-15 ટકા કારોબાર થાય છે. આ માળખામાં આશરે 1000 APMC જોડવામાં આવી છે.

હવે સરકાર આવું જ કરવા માંગે છે. આ માટે રૂ. 1 લાખ કરોડ રકમ જોઈશે. જે કેન્દ્ર સરકાર હાલ તો આપી શકે તેમ નથી.