- કેન્દ્રીય કેબિનેટે એર ઇન્ડિયામાં 100% એફડીઆઈને મંજૂરી આપી, એરલાઇનને વેચવાના નિયમોમાં ફેરફાર
ભારત સરકારની માલીકીની એરલાઇન્સ એર ઈન્ડિયાને વેચવાનો મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કર્યા બાદ હવે વિદેશીઓને વેંચી મારવા માટે 100% એફડીઆઈના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે એનઆરઆઈના એર ઇન્ડિયામાં 100 ટકા રોકાણ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. અત્યાર સુધી આ મર્યાદા માત્ર 49 ટકા હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એફડીઆઈ મર્યાદા ઘટાડીને 100% કરવા ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ માટે સંપર્ક કર્યો હતો.
એર ઇન્ડિયાને ખરીદવા માટે 17 માર્ચ સુધી બિડ મંગાવવામાં આવી છે. અગાઉ સરકાર દ્વારા એર ઈન્ડિયાને વેચવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે, હવે એફડીઆઈને 100% સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનઆરઆઈ કંપનીમાં 100 ટકા સુધી રોકાણ કરી શકશે. હાલમાં, તેઓને રાષ્ટ્રીય એરલાઇનમાં ફક્ત 49 ટકા હિસ્સો લેવાની મંજૂરી છે. ટાટા જૂથ એર ઇન્ડિયા માટે બોલી લગાવવાનું પણ વિચારી રહ્યું છે. દાયકાઓ પહેલા એર ઇન્ડિયા ટાટા જૂથનો ભાગ હતો. ટાટા ગ્રૂપે 1932 માં એર ઇન્ડિયાની સ્થાપના કરી હતી અને ત્યારબાદ 1953 માં ભારત સરકારે તેને હસ્તગત કરી હતી.
67 વર્ષ પછી, દેશની આ અગ્રણી એરલાઇન કંપની ખાનગી હાથમાં જશે. હાલમાં આ કંપની પર 60 હજાર કરોડથી વધુનું દેવું છે.