દુનિયાપામાં લુખ્ખી દાદાગીરી કરવા અમેરિકા જાણીતું છે . અમેરિકાને કોરોનાના કાળો કેર વર્તાવ્યો હોવા છતાં અમેચ્છિાનો તીર ઉતર્યો નથી . અમેરિકા ભીખ પણ દાદાગીરી કરીને માગે છે . તેના મિજાજનો પરચો તેણે મંગળવારે આપી દીધો . કમનસીબી એ છે કે , અમેરિકાએ એ પરચો આપણને જ આપ્યો છે. ને રીતસરની ધમકી આપીને હાઈડ્રોક્સિક્લોરોક્વિન નામની દવા પરનો પ્રતિબંધ ઉઠાવવાની આપણને ફરજ પાડી . આપણા મોદી વિશ્વમાં મોટી તાકાત બની ગયા હોવાની વાતો કરીએ છીએ પણ અમેરિકાની ધમકી સામે ઝીંક ઝીલવામાં આપણે સાવ પાણી વિનાના પુરવાર થયા છીએ . મોદી મર્દ હોવાનું તેનું ગોદી મિડીયા અને તેનું આટી સેલ કહે છે.
અમેરિકાએ રીતસર પોતાનું ધાર્યું કર્યું ને આપણે તેના ભાયાત હોઈએ એમ તેનું કહ્યું. આપણા માટે આ શરમજનક વાત કહેવાય ને તેની વાત કરતાં પહેલાં આખી વાત શું છે એ સમજવું જક્કી છે . કથા કોરોનાના કેરની છે . કોરોનાવાયરસથી સૌથી વધારે ત્રસ્ત દેશોમાં અમેરિકા પણ છે . અમેરિકામાં કોરોનાવાયરસના ચેપના કેસ બે લાખની લગોલગ પહોંચી ગયા છે. ને મોતનો આંકડો દસ હજારને પાર થઈ ગયો છે .
ન્યૂ યોર્ક કોરોનાવાયરસથી સૌથી ત્રસ્ત શહેર છે ને ત્યાં જે હાલત છે તે જોઈને કોઈ પણ હબકી જાય . અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં કશું ના બન્યું હોય એ રીતે મોદીની જેમ મહાલતા હતા પણ હવે આ હાલત જોઈને ઘાંઘા થઈ ગયા છે . અમેરિકાને કોરોનાવાયરસના ચેપમાંથી બચાવવા તેમણે રીતસરનાં હવાતિયાં મારવા માંડ્યાં છે . ને તેના ભાગરૂપે કોરોનાનો ઈલાજ કરે છે એવું લાગે એ બધી દવાઓ અમેરિકામાં ઠાલવવા માંડી છે . કોરોનાવાયરસને નાથવામાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન નામની દવા અક્સીર છે એવું બહાર આવ્યું પછી, અમેરિકાએ જ્યાંથી મળે ત્યાંથી આ દવા ભેગી કરવા માંડી છે , હાઈડ્રોસિલોરોક્વિન મૂળ તો મેલેરિયાની દવા છે ને આ દવાના ઉત્પાદનમાં ભારત દુનિયામાં ટોચ પર છે . મેલેરિયા બહુ મોટો રોગ છે ને આખી દુનિયામાં સૌથી વધારે લોકો મેલેરિયાના કારણે મરે છે . બિલ ગેટ્સ જેવો વિઝનરી માણસ તો મેલેરિયાની રસી શોધવા માટે ગાંઠનું ગોપીચંદન કરીને પોતાની સંપત્તિમાંથી દર વર્ષે અબજો સંપિયા આપે છે .
અમેરિકાએ તેથી કહી દીધું તે ભારતે આ દવા આપવી પડશે નહીંતર અમારે વિચારવું પડશે. આમ મોદી પોતે ટ્રમ્પને મિત્ર માને છે. પણ ટ્રમ્પ નથી માનતા. તે તો પોલીસ જમાદાર છે. જાણાતા જમીદાર બે દંડા વધું મારે એમ ટ્રમ્ટ મોદીને એટલે કે ભારતને બે દંડા મારીને દવા લઈ જવાની હા પડાવી છે.