અમદાવાદ, 11 જૂલાઈ 2020
ગયા વર્ષ કરતાં આ વર્ષે આ સમય ગાળામાં એક લાખ હેક્ટર વધું વાવેતર થયું છે. જે લગભગ 4.8 ટકા વધારે બતાવે છે. તેનો મતલબ કે ગયા વર્ષ જેવું જ આ ચોમાસુ ખેડૂતો માટે છે. ગયા વર્ષે 22.64 લાખ હેક્ટર વાવેતર સામે 23.65 લાખ હેક્ટર વાવેતર થયું છે.
આ વર્ષે વહેલું ચોમાસું શરું થયું હોવા છતાં વાવણીમાં તેનો કોઈ ફાયદો દેખાતો નથી. વહેલા ચોમાસાનો ફાયદો સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં જ જોવા મળે છે. ગયા વર્ષે 12 લાખ હેક્ટરમાં આ સમયગાળામાં વાવેતર થયું હતું તેમાં આ વર્ષે 18 લાખ હેક્ટર થઈ ગયું છે. ગયા વર્ષ કરતાં 50 ટકા વધું વાવેતર મગફળીમાં થઈ ચૂક્યું છે. સામાન્ય સરેરાશ 15 લાખ હેક્ટરની હતી તે સીધી વધીને 18 લાખ હેક્ટરને કુદાવી ગઈ છે. તેનો સીધો મતલબ કે મગફળીમાં અકલ્પનીય વાવેતર થયું છે. સમય પહેલાં વરસાદ થયો તેનો સીધો અને સૌથી વધું ફાયદો મગફળી પકવતાં ખેડૂતોને થયો છે. મગફળીના સરેરાશ વાવેતર કરતાં પણ 20 ટકા વધું વાવણી થઈ ગઈ છે. હજુ તેમાં વધારો થવાની પૂરી શક્યતા છે. જ્યાં મગફળીની વાવણી થઈ નથી ત્યાં વાવણી થતાં આ વખતે ઘણાં વર્ષોનો રેકોર્ડ મગફળીમાં તૂટશે. સામાન્ય સરેરાશ કરતાં 120 ટકા વધું વાવેતર થયું છે.
વર્ષ 2015-16-17ની 3 વર્ષની સરેરાશ 15.70 લાખ હેક્ટર હતી જે 2016-17-18ની સરેરાશ ઘટીને 15.40 થઈ ગઈ હતી. હવે આ વખતે વાવેતર થયું છે તેમાં અગાઉના વિક્રમો મગફળીમાં તૂટે એવું ખેડૂતોનું વલણ જોવા મળે છે.
05 હેક્ટર એટલે કે 4 વીઘા કરતાં ઓછી જમીન હોય એવા 1.60 લાખ ખેડૂતો 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે હતા. તેમના 10 વર્ષના સાશનમાં 4 વીઘા જમનથી નીચે હોય એવા અત્યંત ગરીબ ખેડૂતો વધીને 2.12 લાખ ખેડૂતો થઈ ગયા હતા. 52 હજાર ઓછી જમીન ઘરાવતાં ખેડૂતો થઈ ગયા હતા. જે 2021માં વધીને 3.20 લાખ થવાની ધારણા છે. આમ મોદીના કુલ 20 વર્ષના સાશનમાં ગુજરાતમાં નાના ગરીબ ખેડૂતોની સંખ્યામાં 100 ટકાનો વધારો થયો છે.
તેથી ગરીબ ખેડૂતો જાતે મહેનત કરીને મગફળી ઉગાડવા તરફ ગયા છે. કારણ કે કપાસ અને બીજા પાકોની મોંઘી ખેતી આ નાના ગરીબ ખેડૂતોને પરવડતી નથી.